પીળચટ્ટી ગરમાળાયેલી નખશિખ સંતર્પક ગઝલ/ યામિની વ્યાસ

૦૧ગીત અને નાટકના ક્ષેત્રે બહોળું ખેડાણ કરતી આ કવયિત્રી ગઝલકાર તરીકે પણ કંઈ કમ નથી… જુઓ, કેવી રવાનીભરી અને લીલીછમ, સોરી, પીળચટ્ટી ગરમાળાયેલી ગઝલ લઈને આવ્યા છે:નખશિખ સંતર્પક રચના.

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.

વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

બાળક રડતું ‘મા.. મા..’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.

આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે ?

૦૧૧

–સૌજન્ય લયસ્તરો  જેના પર ૨૨ પ્રતિભાવો જેવા કે આવ ગઝલ, તારું સ્વાગત છેઃ ગઝલ વિશે ગઝલો અને શેરો | Girishparikh’s Blog said, […] મારે જો ગઝલ વિશે ગઝલો અને શેરોના સંગ્રહનું સંપાદન કરવાનું હોય તો પુસ્તકનું નામ રાખું આવ ગઝલ, તારું સ્વાગત છે, અને અર્પણ કરું યામિની વ્યાસને! મગર ઉસ દિન કહાં કે બંદેકે સર પર ટોપી! યામિની વ્યાસની ગઝલની લીંકઃ http://layastaro.com/?p=13782

 

1 Comment

Filed under Uncategorized

One response to “પીળચટ્ટી ગરમાળાયેલી નખશિખ સંતર્પક ગઝલ/ યામિની વ્યાસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s