દુનિયાને અણધાર્યો ફાયદો/ પી. કે. દાવડા

દુનિયાને અણધાર્યો ફાયદો

 

શરૂઆતના કોમ્પ્યુટરોમાં Volatile અને Storage Memory બન્ને બહુ ઓછી હતી, એટલે Operating System અને Programme બન્નેમાં બને એટલા ઓછા bytes વપરાય એની સતત તકેદારી રાખવામા આવતી.

 

કોમપ્યુટરના મોટાભાગના કામોમા તારીખનો ઉપયોગ થતો. ૧૯૮૦ થી કોમપ્યુટરોનો વપરાસ વધવા માંડ્યો, છતાં ૨૦૦૦ ને તો હજી ૨૦ વર્ષ બાકી છે એમ માનીને તારીખમા વર્ષ ચાર આંકડાને બદલે બે આંકડામાં લખાતું, એટલે કે dd/mm/yy નો ઉપયોગ કરવામા આવતો. ૧૯૯૫થી ચિંતા શરૂ થઈ કે ૨૦૦૦ની સાલમાં કોમપ્યુટર ૦૦ નો કેવો અર્થ કરશે? પ્રયોગો શરૂ થયા. કોઈ કોમપ્યુટરો એનો અર્થ ૧૯૦૦ કરવા લાગ્યા તો કોઈ વળી ૧૯૧૦૦ કરવા લાગ્યા. Spread Sheet અને વ્યાજની ગણતરી કરનારા સોફટવેર ગોટાળા કરવા લગ્યા. બસ પછીતો એ ગભરાટને સોફટવેર કંપનીઓએ પોતાના ફાયદા માટે એવો તો ઉલાડ્યો કે બધાએ તરત પોતાના કોમપ્યુટરમા આનો ઉકેલ જલ્દી આવી જાય એની દોડ શરૂ કરી દીધી. હજારો સોફરવેર ડેવલપરને નોકરીઓ મળી ગઈ, મોં માગ્યા પગાર મળવા લાગ્યા, ભારતની ઘણી નાની સોફટવેર કંપનીઓ આ દોડમાં મોટી થઈ ગઈ.

 

૩૧મી ડિસેમ્બર, ૧૯૯૯ ના રાતના ૧૨-૦૦ ના ટકોરે દુનિયામાંથી ક્યાંયેથી માઠા સમાચાર ન મળ્યા. જેટલો હોબાળો મચાવ્યો હતો તેમાથી કંઇપણ ન થયું. તિલનું તાડ અને કાગનો વાઘ કરી સોફટવેર કંપનીઓ કરોડો રૂપિયા કમાઈ ગઈ. પણ હવે પ્રશ્ન ઊભો થયો કે આટલા બધા સ્ટાફનું શું કરવું? કુદરત હજી એમની તરફદાર હતી. થોડા લોકોએ વાત ફેલાવી કે હવે કમાવા માટે Brick and Mortor કંપનીઓ કરતાં પણ ડોટકોમ કંપનીઓ વધારે ફાયદાકારક છે, કારણકે આ કંપનીઓ Brick and Mortor કંપનીઓ માટે enabler નું કામ કરસે. બસ પછી પૂછવું જ શું? રોજ,  કાં તો આગળ e-લગાડીને કે પાછળ ડોટકોમ લગાડીને, નવી નવી કંપનીઓ ખુલવા લાગી. પૈસા ક્યાંથી આવ્યા? Venture Capital નો રાફડો ફાટ્યો. નવા નવા IPO બજારમા આવ્યા અને હાથોહાથ વેંચાઈ ગયા. કંપનીઓએ મોટી મોટી જાહેરાતો આપી, મોટી મોટી ઓફીસો ખરીદી ને એને સજાવી, અને માર્કેટમા છાપ ઊભી કરવા ઘણા રૂપિયા ખર્ચી નાખ્યા. પાઈની પેદાસ નહિં અને ઘડિની ફુરસદ નહિં જેવો ઘાટ હતો. ગુગલ કે એમેઝોન જેવી થોડી કંપનીઓ છોડી ઘણીખરી કંપનીઓ એક-બે વર્ષમાં જ ડુબી ગઈ.

 

તમને લાગસે કે હજીસુધી હું નુકશાનની જ વાતો કરૂં છું તો દુનિયાને શું ફાયદો થયો? ફાયદો એ થયો કે Y2K અને ડોટકોમ બન્ને વખતે ઈંટરનેટ સરવિસ પ્રોવાઈડરોએ માની લીધેલું કે Band width ની ડીમાન્ડ અનેક ઘણી થઈ જશે, એટલે એ લોકોએ અનેક કેબલ, ઓપ્ટીકલ કેબલ અને સેટેલાઈટના ટ્રાન્સપોંડર માં મોટું રોકાણ કર્યું. વધેલી ડીમાન્ડ તો થોડા દિવસમા ઘટી ગઈ, હવે આ Band width નું શું કરવું?

 

આજે આપણને આટલા સસ્તામાં ઈંટરનેટ વાપરવા મળે છે એનું કારણ એ વગર વપરાયલી Band width છે. આજે જે મફતમા ને સસ્તામા લોકો વેબ અને બ્લોગ્સ વાપરે છે એનું કારણ માત્ર આ જ છે. Web 2.0, RSS Feed આ બધું પણ ડોટકોમ માટે જ ડેવલપ કરવામા આવેલું.

 

-પી. કે. દાવડા

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “દુનિયાને અણધાર્યો ફાયદો/ પી. કે. દાવડા

  1. ઈન્ટરનેટ ના વિકાસની વાતો જાણવા જેવી છે. દાવડાજીએ અભ્યાસ કરીને સારી માહિતી આપી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s