Daily Archives: જૂન 24, 2016

Intel અંદર/-પી. કે. દાવડા

Intel અંદર

કોમપ્યુટર વાપરનારાઓમા ભાગ્યે જ કોઈ એવું હશે જેણે Intel Inside જાહેરખબર ન જોઈ હોય.

૧૯૬૮ મા Fairchild Semiconductor Company મા Robert Noyceઅને Gordon Moore  કામ કરતા હતા. બન્નેએ ભેગા મળી એક નવી કંપની ઊભી કરવાનું નક્કી કર્યું. એમના સારા નશીબે એમને Art Rock નામનાventure capitalist ની મદદ મળી,

 

શરૂઆતના એક વર્ષ સુધી નામ પસંદ કરવાની માથાપચી પછી,Integrated Electronics” નું ટુંકું Intel નામ પસંદ કર્યું. થોડા સમય બાદ Andrew Grove

નામના એંજીનીઅર કંપનીમા જોડાયા. આ ત્રણે જણ દુનિયા બદલવામા પાયાના પથ્થર સાબિત થયા.

 

૧૯૬૦ સુધી કોમપ્યુટર શબ્દ સાંભળ્યો તો ઘણા લોકોએ હશે પણ નજરે જોનારા બહુ થોડા ભાગ્યશાળી લોકો હશે. સાઈઝમા આખો ઓરડો ભરાઈ જાય, કીમત તો અધધ !!!; છતાંય આજના કોમપ્યુટરની સરખામણીમા ઝડપમા ગોકળગાય!!! ૧૯૬૦ અને ૧૯૭૦ની વચ્ચે integrated circuitની શોધ થઈ. સાઈઝ નાની થઈ, કીમત પણ થોડી ઘટી.

 

૧૮મી જુલાઈ, ૧૯૬૮; દુનિયા બદલી દેનાર કંપની Intel ની કેલીફોર્નિયાના માઉંટન વ્યુ મા સ્થાપના થઈ. ૧૯૬૯ મા કંપનીએ 3101નામની 64-bit static random-access memory (SRAM)  ચીપ બજારમા મૂકી. એ જ વર્ષે 3301નામની 1024-bit વાળી read-only memory (ROM) અને metal–oxide–semiconductor field-effect transistor (MOSFET) પણ બજારમા મૂક્યા.

 

કંપનીએ ૧૯૮૧ સુધી SRAM (Static Random Access Memory), DRAM (Dynemic Random Access Memory) અને ROM (Read Only Memory) ની દુનિયાભરની બજાર કબજામા રાખી. ૧૯૮૩ મા જાપાનની આ ક્ષેત્રમા તીવ્ર હરિફાઈને લીધે કંપનીએ Memory chips માંથી ધ્યાન હટાવી Microprocssor

બનાવવા પાછળ ધ્યાન કેંદ્રિત કર્યું. આજ સુધી દુનિયામાં આ ક્ષેત્રમા એની આગેવાની કાયમ રહી છે. હવે આપણે Intel ના Microprocessor નો ઈતિહાસ જોઈએ.

૧૯૬૫ મા, જ્યારે હજી Intel ની સ્થાપના પણ ન થઈ હતી, ત્યારે કંપનીના સહ સ્થાપક ગોર્ડન મૂરે એક ભવિષ્યવાણી કરી હતી કે “દર એક વર્ષ પછી ચીપ ઉપર ટ્રાંસીસ્ટર ની સંખ્યા બમણી થશે અને એની કીમત ઓછી થશે.” આજે આ પ્રગતિ એક ને બદલે બે વર્ષે થાય છે. આ ભવિષ્યવાણી આજે પણ મૂરના નિયમ તરીકે ઓળખાય છે.

૧૯૭૧ મા કંપનીએ દુનિયાનું પહેલું કમર્સિયલ Microprocessor (Intel 4004) બજારમા મૂક્યું. અંગુઠાના નખ જેટલી નાનકડી ચીપમા ૨૩૦૦ ટ્રાંસીસ્ટર હતા. અને ૧૦૮ KHz ની ઝડપ હતી. કાર્ય શક્તિમા એ IBM ના ENIAC જેવું હતું. ENIAC નું કદ ૩૦૦૦ ઘનફૂટ જેટલું હતું અને એમા ૧૮૦૦૦ વાલ્વ હતા. Intel 4004 એક સેકંડામા ૬૦,૦૦૦ ગણત્રી કરવા શક્તિમાન હતું.

૧૯૭૨ મા કંપનિએ પહેલું 8-bit microprocessor (8008)બજારમા મૂક્યું. ૩૫૦૦ ટ્રાંસીસ્ટરવાળા આ microprocessor ની ઝડપ ૮૦૦ KHz હતી. ૧૯૭૨મા જ  દુનિયાનું પહેલું Micro Computer અસ્તિત્વમા આવ્યું.

૧૯૭૪ મા 8080 microprocessor બજારમા મૂકી, કંપનીએmicroprocessor ની દુનિયામા ક્રાન્તિ લાવી દીધી. ૨ MHz ની ઝડપ વાળા આ પ્રોસેસરમા ૪૫૦૦ ટ્રાંસીસ્ટર હતા. ૧૯૭૫મા પ્રથમ home computer Altair 8800 મા આ પ્રોસેસરનો ઉપયોગ કરવામા આવેલો.

૧૯૭૮ મા Intel 8086 procssor બજારમા આવ્યું. આની ઝડપ ૫ MHz હતી અને એમા ૨૯૦૦૦ ટ્રાંસીસ્ટર હતા. ૧૯૮૧ મા પહેલા IBM PC (Personal Computer) મા એનો ઉપયોગ થયો. Intel ના તો ભાગ્ય ખૂલી ગયા. સાથે સાથે આમ આદમીના પણ ભાગ્ય ખૂલી ગયા. જે કોમપ્યુટરની માત્ર વાતો જ સાંભળેલી એ કોમ્પ્યુટર ઘરમા આવી ગયા. જાપાન સાથે મેમરી ચીપ્સની હરિફાઈમા પછડાટ ખાધા પછી, Intel એ પ્રોસેસર બનાવવા ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું.

૧૯૮૨ મા Intel 286 બજારમા મૂકી કંપનીએ પ્રોસેસરની દુનિયામા હરણ ફાળ ભરી.  ૬ MHz ની ઝડપ વાળી આ ચીપમા ૧,૩૪,૦૦૦ટ્રાંસીસ્ટર હતા.

૧૯૮૫ મા Intel 386, ૧૬ MHz ની ઝડપ અને ૨,૭૫,૦૦૦ ટ્રાંસીસ્ટર સાથે બજારમા આવ્યું. કોમપ્યુટર વાપરનારાઓની આ ચીપ વાળા કોમપ્યુટર ખરીદવા માટે હોળ મચી ગઈ.

૧૯૮૯ મા, ચાર વર્ષના ગાળા બાદ, કંપનીએ Intel 486બજારમા મૂક્યું.     ૨૫ MHz ની ઝડપ અને ૧૨,૦૦,૦૦૦ ટ્રાંસીસ્ટર વાળી આ ચીપથી કોમપ્યુટરની દુનિયા બદલાઈ ગઈ. ૧૯૭૦ થી ૧૯૮૦ વચ્ચે કોમપ્યુટર નવાઈ જેવા હતા, પણ ૧૯૮૦ થી ૧૯૯૦ વચ્ચે કોમપ્યુટર રોજે રોજના કામ માટે જરૂરી બની ગયા.

૧૯૯૦ મા કંપનીએ Intel Inside મોહિમ શરૂ કરી. સામાન્ય માણસને પણ સંદેશ મળ્યો કે કોમપ્યુટરની કાર્યશક્તિનો આધાર Intel ના પ્રોસેસર ઉપર જ નિર્ભર છે. સેંકડો કંપનીઓ IBM PC ની નકલ કરી, લાખો PC બજારમા મુકવા લાગી, Intel Inside દરેક PC ની જાહેર ખબરમા જોવા મળતું.

૧૯૯૩ મા Pentium પ્રોસેસરે લોકોને ઘેલા કરી દીધા. ૬૬ MHz ની ઝડપ અને ૩૧,૦૦,૦૦૦  ટ્રાંસીસ્ટર વાળી આ ચીપની કાર્યશક્તિ જોઈ લોકો કોમપ્યુટરની પહોંચ સમજવા લાગ્યા. “મારી પાસે પેંટીયમ છે”, એમ અભિમાનથી લોકો બોલતા.

૧૯૯૫ મા Pentium ની નવી આવૃતિ બજારમા આવી. ૬૬ MHz ની ઝડપ અને ૫૫,૦૦,૦૦૦  ટ્રાંસીસ્ટર વાળા આ પ્રોસેસરે કોમપ્યુટર શું શું કરી શકે એ લોકોને સમજાવી દીધું. પેંટીયમે પ્રોસેસરના ક્ષેત્રમા એકચક્રી સામ્રાજ્ય જમાવી લીધું.

૧૯૯૭ મા Pentium II બજારમા મૂકી, હરિફોને સ્તબ્ધ કરી દીધા.  ૩૦૦MHz ની ઝડપ અને ૭૫,૦૦,૦૦૦  ટ્રાંસીસ્ટર વાળા આ પ્રોસેસર પછી લોકોને લાગ્યું કે બસ હવે ઝડપ અને તાકાતની ચરમ સીમા આવી ગઈ. મૂરના નિયમનો જાણે કે જીવતો જાગતો પુરાવો મળી ગયો. પણ હજીતો Intel ના ભાથામા ઘણા તીર બાકી હતા.

૧૯૯૮ મા જાણે કે થોડો થાક ખાવા ઈંટેલ ૨૬૬ MHz ની ઝડપ અને ૭૫,૦૦,૦૦૦  ટ્રાંસીસ્ટર વાળું પ્રોસેસર બજારમા મૂક્યું. પેંટીયમ કરતાં કીમતમાં આ સસ્તું હોવાથી, કોમપ્યુટરો થોડા સસ્તા થયા.

૧૯૯૯ મા  ૬૦૦ MHz ની ઝડપ અને ૯૫,૦૦,૦૦૦  ટ્રાંસીસ્ટર વાળું PentiumIII બજારમા આવ્યું. લોકોએ આ સિલસિલો ક્યાં અટકશે તનું અનુમાન લગાડવાનું છોડી દીધું. ૧૯૬૫ મા ઉચ્ચારેલી મૂરની ભવિષ્યવાણી તંતોતંત સાચી પડવા લાગી.

૨૦૦૦ મા ૨૦મી સદીની પૂર્ણાહુતિ ઉજવવા પેંટીયમ સિરીઝનું છેલ્લું પ્રોસેસર Pentium 4 બજારમા આવ્યું. ઝડપ અને ટ્રાંસીસ્ટરની સંખ્યામા આ એક હનુમાન કુદકો હતો.૧.૫ GHz ની ઝડપ અને ૪,૨૦,૦૦,૦૦૦ ટ્રાંસીસ્ટર વાળું આ પ્રોસેસર વાપરનારાઓ પોતાને શક્તિશાળી મહેસુસ કરવા લાગ્યા.

૨૦૦૧ મા ટ્રાંસીસ્ટરની સંખ્યા વધાર્યા વગર, ઝડપ વધારીને ૧.૭ GHz કરી, એને Xeon નામ આપ્યું.

૨૦૦૩ મા જાણે Pentium નું અધુરૂં રહેલું કામ પુરું કરવા Pentium M બનાવ્યું. એની ઝડપ તો ન વધી પણ ટ્રાંસીસ્ટરની સંખ્યા વધીને ૫,૫૦,૦૦,૦૦૦ થઈ ગઈ.

૨૦૦૬ થી ઈંટેલે નવી ટેકનોલોજી દાખલ કરી. એક જ ચીપમા બે પ્રોસેસર બેસાડી, એને Core2 Duo નામ આપી બજારમા મૂક્યું. ઝડપ ૨.૬૬ GHz અને ટ્રાંસીસ્ટર ૨૯,૧૦,૦૦,૦૦૦. આનાથી કોમપ્યુટર ખૂબ જ શક્તિશાળી થયા.

૨૦૦૮ મા Core2 Duo ની ઝડપ ઘટાડી ૨.૪ GHz કરી પણ ટ્રાંસીસ્ટર વધારીને ૪૧,૦૦,૦૦,૦૦૦ કર્યા.

૨૦૦૮ મા જ Intel “Atom” નામનું નવું પ્રોસેસર બજારમા આવ્યું. ફરી એક વાર ઝડપ ઘટાડીને ટ્રાંસીસ્ટર વધાર્યા. આમા ૪૭,૦૦,૦૦,૦૦૦ ટ્રાંસીસ્ટર હતા.

૨૦૧૦ મા 2nd Generation Intel “Core” processor બનાવી ઈંટેલે બજારમા મૂક્યા. આમા ઝડપ વધારી ૩.૮ GHz કરી અને 1.16 billion ટ્રાંસીસ્ટર બેસાડ્યા.(હવે તો મને સંખ્યા લખવામા વિચારવું પડે છે.)

૨૦૧૨ મા  3rd Generation Intel “Core” processor બજારમા મૂકી, ઈંટેલે ફરી એકવાર ઝડપ ઘટાડી ૨.૯ GHz કરી છે પણ ટ્રાંસીસ્ટર વધારીને 1.4 billion કરી છે. હવે મેં શોધ અને ગણત્રી કરવાનું મૂકી દીધું છે, કારણ કે મીંડા ગણવામાં મારી ભૂલ થવા સંભવ છે.

-પી. કે. દાવડા

 

 

 

Leave a comment

Filed under Uncategorized