જગી ટંડન .શોધ અને સંકલન-૭

Tandon PCX

The PCX computer was made in 1986. It came normally with 256 KB of RAM, 80 column monitor,

જગી ટંડન

છ પ્રકરણ પુરા કરી મેં શોધ અને સંકલન શ્રેણીની સમાપ્તિની જાહેરાતકરી, એના જવાબમાં મારા મિત્ર માવજીભાઈ મુંબઈવાલાએ લખ્યું, “તમેજગી ટંડનને કેમ ભૂલી ગયા?” મારો પ્રયત્ન, કોમપ્યુટરની હરણફાળમાંપ્રોસેસરનો ફાળો દર્શાવાનો હતો. તેમ છતાં એક ભારતીય સપૂતનાકોમપ્યુટરના વિકાસમાં ખૂબ મોટા ફાળાને અવગણી શકું નહિં, એટલે આસાતમું પ્રકરણ ઉમેરું છું.

સિરજંગલાલ ટંડન (જે પાછળથી અમેરિકામાં જગી ટંડનના નામથીઓળખાયા)નો જન્મ ૧૯૪૨ માં પંજાબમાં થયો હતો. ૧૯૬૦ માં માત્ર૩૦૦૦ ડોલર ગજવામાં લઈ, ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવી ગયા.હાવર્ડ યુનિવર્સિટીમાંથી BS કરી કન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાંથી એમણેમિકેનિકલ એંજીનીઅરીંગમાં MS કર્યું. ત્યારબાદ Santa Claraયુનિવર્સિટીમાંથી MBA કરી Memorex અને IBM કંપનીઓમાં પાંચ વરસમાટે કામ કર્યું. IBM છોડી થોડા દિવસ Pertec નામની કંપનીમાં નોકરીકરી, પણ મનમાં કંઈક મોટું કામ કરવાની ધગસને લીધે, ૧૯૭૫ નાઅંતમાં Chatsworth માં ગેરેજમાં માત્ર ૭૦૦૦ ડોલરની મૂડી સાથે Tandon Magnetics નામની કંપની શરૂ કરી.

થોડા સમયમાં જ એમણે ડબલસાઈડેડ ફ્લોપી ડીસ્કની શોધ કરી અનેએની પેટન્ટ લઈ લીધી. આ અગાઉ સ્ટોરેજ માટે મેગ્નેટીક ટેપ્સનો ઉપયોગથતો હતો, પણ એ ખૂબ જ ધીમી હતી, અને એમાં જરૂરી માહિતી ફટાકદઈને શોધી શકાતી ન હતી. પછી તો એમની વહારે અમેરિકાના વેંચરકેપીટલવાળા દોડી આવ્યા અને ટંડન કોરપોરેશને દુનિયાભરમાં ફલોપીનીબજાર ઉપર કબજો જમાવી લીધો. ભારતમાં મજૂરી સસ્તી પડશે, એનોએમને ખ્યાલ હોવાથી ફ્લોપી બનાવવાનું કારખાનું એમણે ભારતમાંનાખેલું.

૧૯૮૦ માં એમની DS/DD (Double Sided, Double Density) ફ્લોપીઓએએમને માલામાલ કરી દીધા. આ જ અરસામાં એમણે TM-100 નામનીસવાપાંચ ઈંચની ડીસ્કેટ ડ્રાઈવ શોધી કાઢીને લોકોને ગાંડા કરી દીધા. ૧૯૮૫સુધી તો IBM, Radio Shack, Commodore,Victor, Digital, અને Wang સહિતદુનિયાની બધી પીસી બનાવનારી કંપનીઓ ટંડનના પ્રોડક્ટસ ઉપર જ નિર્ભરહતી. થોડા સમયબાદ માઇક્રોસોફ્ટે એમનો અમુક બિઝનેશ ૧.૮ બિલિયનડોલરમાં ખરીદી લીધો. ૨૫ મી જુલાઈ, ૧૯૮૩ ના ન્યુયોર્ક ટાઈમ્સમાં લખાયું છે, “ટંડન હવે દુનિયાનો સૌથી મોટો ડિસ્ક અને ડ્રાઈવનો પ્રોડ્યુસર છે અને એઅમેરિકાનો સૌથી ધનાઢ્ય માણસ છે.”

એમની સફળતા બદલ હાવર્ડ યુનિવર્સિટીએ એમને ડોકટરેટની ડીગ્રી આપીએમનું સન્માન કરેલું.

ત્યારબાદ પણ ટંડને કોમપ્યુટરમાં સ્ટોરેજની બાબતમાં ખૂબ જ પ્રગતી કરીછે, પણ આ લેખને હવે મારે લંબાવવો નથી.

અમેરિકામાં જેમ Bose અવાજ(Sound) ની દુનિયામાં બાદશાહ બની ગયાહતા તેમ ટંડન કોમપ્યુટરની દુનિયાના બાદશાહ હતા.

માવજીભાઈ આ ખાસ તમારા સન્માનમાં લખ્યું છે, નહિંતો મારી લેખમાળાપુરી થઈ ગઈ હતી.

-પી. કે દાવડા

1 ટીકા

Filed under Uncategorized

One response to “જગી ટંડન .શોધ અને સંકલન-૭

  1. સિરજંગલાલ ટંડન ( જગી ટંડન) નો પરિચય મારા માટે નવો હતો.

    પ્રજ્ઞાબેન આપનો અને દાવડાજીનો આભાર

    જ્ઞાન એ એક એવી ચીજ છે જે વહેંચવાથી વધે છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s