૧૦ વર્ષ, ૧૦ બનાવ, દુનિયા બદલાઈ /પી. કે. દાવડા

૧૦ વર્ષ, ૧૦ બનાવ, દુનિયા બદલાઈ ગઈ (૧૯૯૦ થી ૨૦૦૦)

૨૦મી સદીના છેલ્લા ૧૦ વર્ષમાં દુનિયા બદલાઈ ગઈ. આ દસ વરસોમાં ૧૦ એવી ચીજો અસ્તિત્વમા આવી જેથી દુનિયાની એટલી બધી ચીજોમાં બદલાવ આવ્યો કે જાણે આખી દુનિયા જ બદલાઇ ગઈ.

 

આપણે એક એક બનાવ પર નજર નાખીએ.

 

(૧) ૧૯૯૦મા Microsoft ની Windows 3.0 operating system બજારમા આવી અને એણે કોમપ્યુટરનો અર્થ જ બદલી નાખ્યો, Computer હવે Personal Computer થઈ ગયા. આ અગાઉ લોકો ફ્લોપીની મદદથી DOS થી ગાડું ગબડાવતા.

 

(૨) ૯-૮-૧૯૯૫ ના Netscape Browser બજારમા આવ્યા. લોકો આશ્ચર્યચકિત થઈને નેટ સર્ફિંગ કરવા લાગ્યા, જેમના બાળકો પરદેશ હતા તેમના માટે ઈ-મેલ એક વરદાન બનીને આવ્યું. આ બ્રાઉજરે ડોટકોમનો મજબૂત પાયો નાખ્યો. Bandwidthની માંગને પહોંચી વળવા કરોડો નહિં બલ્કે અબજો રૂપિયાનું Infrastructure માં રોકાણ થયું. હજારો માઈલ ફાયબર ઓપ્ટિક કેબલ નાખવામા આવ્યા, રાઉટર અને સર્વરોની સંખ્યામા chain reaction જેમ વધારો થયો. બેંગલોર, બેજીંગ અને બોસ્ટન વચ્ચેનું અંતર સાવ ઘટી ગયું. આનો સૌથી વધારે ફાયદો ભારતને થયો.

 

(૩) ૧૯૯૫ થી ૧૯૯૯ના અંત સુધી Y2K એ તરખાટ મચાવ્યો. ભારતની સોફ્ટવેર કંપનીઓ આ ચાર વર્ષમા માલામાલ થઈ ગઈ. Y2K માંથી પરવારેલા લોકોનો ડોટકોમના પરપોટામાં સમાવેશ થઈ ગયો. ૨૦૦૦ની સાલમા આ પરપોટો ફૂટ્યો ત્યાંસુધીમા સોફટવેર કંપનીઓ સધ્ધર થઈ ગઈ હતી અને સ્ટાફ માટે નવા નવા કામ શોધવામાં સફળ રહી. હવે આપણે આ નવા કામોની વાત કરીએ.

 

(૪) X-Ray ન્યુયોર્કમા લેવાય પણ એનો રીપોર્ટ બેંગલોરમાં તૈયાર થાય. લગેજ એમ્સટરડેમમા ખોવાય પણ એની શોધ કરવાનું કામ બેંગલોરથી થાય. પગાર અમેરિકામાં ચૂકવાય પણ એના પે-રોલ ભારતમા બને. Outsourcing શબ્દ ભારત માટે વરદાન બની ગયો.

 

(૫) પછી વારો આવ્યો offshoring નો. આખીને આખી ફેકટરી જાપાનથી ઉપાડી ગુરગાંવમાં રોપી દીધી, કારણ સસ્તી મજૂરી. ભારતના લોકોને કામ મળ્યું, ભારત સરકારની ટેક્ષની આવકમાં અનેક ઘણો વધારો થયો. કોરિયા, ચીન અને બીજા અનેક દેશોને પણ આ ફાયદો મળ્યો.

 

(૬) આ બધું ચાલતું હતું દરમ્યાન સોફટવેર કંપનીઓએ તો લૂંટ જ મચાવેલી. સામાન્ય માણસને તો અસલી સોફટવેર ખરીદવા પરવડે નહિં એટલા મોંઘા હતો, Pirated સોફટવેરથી જ કામ ચલાવી લેવું પડતું. એવામા એક સંગઠન આગળ આવ્યું અને ”open-sourcing જેવો શબ્દ અસ્તિત્વમા આવ્યો. અહીં તમે ઈંટરનેટમાંથી સોફટવેર મફત ડાઉનલોડ કરી વાપરી શકો. Linux Operating System, Windows ને ટક્કર આપવા લાગી. આખરે microsoft ની અક્કલ ઠેકાણે આવી અને પોતાના પ્રોડકટ વાજબી ભાવે આપવાનું શરૂ કર્યુ.

 

(૭) પછી વારો આવ્યો “insourcing” નો. આ શબ્દનો અર્થ સમજવો જરા મુશ્કેલ છે. આપણે UPS ને એક આંતરરાષ્ટ્રિય કુરિયર કંપની સમજીએ છીએ, પણ આ કંપની કુરિયર સિવાય પણ  ઘણું બધું કામ કરે છે. દાખલા તરીકે તમને Toshiba લેપટોપ જોઈએ તો તમે ઓન-લાઈન ઓર્ડર મૂકો તો એ ઓર્ડર આ કંપની બુક કરશે, પૈસા આ કંપની વસૂલ કરશે, તમને હોમ ડીલીવરી આ કંપની આપસે, તમારી ગેરંટી સમય દરમ્યાન પણ આ કંપની જ સર્વિસ આપસે. બધો કારોબાર Toshiba ના નામે જ થશે. હકિકતમા આ કંપની Toshiba ના એક વિભાગ તરીકે જ કામ કરશે. તમને તો એમ જ લાગશે કે બધું જાપાનથી જ થાય છે, પણ Toshiba વતી આ કંપની તમારા શહેરમાંથી જ આ બધું કરતી હોય છે.

 

(૮) ”supply-chaining.” પણ થોડું અઘરૂં છે. એક મોટી કંપની સેંકડો કંપનીઓમાંથી માલ ખરીદીને પોતાના Chain of Outlets માંથી વહેંચતી હોય ત્યારે સ્ટોકની પોઝીશન સંભાળવાનું કામ બહુ મુશ્કેલ છે. આ કંપની એવા સોફટવેરનો ઉપયોગ કરે છે કે જ્યારે ગ્લુકોઝ બીસ્કીટનું એક પેકેટ એના કોઈપણ એક આઉટલેટમાંથી વેચાય અને એનું બિલ બને ત્યારે પારલામાં ગ્લુકોઝ કંપનીની હેડ ઓફીસને એની ખબર મલી જાય, અને પારલેવાળા એ પ્રમાણે પોતાનો સ્ટોક Despatch કરે. આમ કરવાથી ક્યારે પણ કોઈપણ આઈટેમ સ્ટોકમા નથી કહેવાનો વારો ન આવે.

 

(૯) ગુગલ, યાહુ અને બીજા અનેક સર્ચ એંજીન્સે, વેબમાંથી કોઈપણ બાતમી શોધવાનું એટલું સહેલું કરી નાખ્યું છે કે આપણને તેનો અંદાઝ નથી, નહિં તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ થાત. આજે નેટનો ઊપયોગ વધારવામાં સૌથી મોટો ફાળો આ સર્ચ એંજીન્સનો ગણી શકાય.

 

(૧૦)VoIP -Voice over Internet Protocol. આનો સાદો અર્થ છે ઈંટરનેટ દ્વારા ટેલીફોન. આ શોધને લીધે ટેલીફોનના દર કેટલા ઘટી ગયા એ જાણવું હોય તો કહું કે ૮૪ રુપિયે મિનિટના ૬ પૈસા મિનિટ થઈ ગયા!!

 

બસ આ દસ બનાવોએ દસ વર્ષમા આપણી દુનિયા બદલી નાખી.

 

-પી. કે. દાવડા

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “૧૦ વર્ષ, ૧૦ બનાવ, દુનિયા બદલાઈ /પી. કે. દાવડા

  1. હસતા રહેવું આનંદમાં રહેવું એ ઘણી વાઇટામીનોથી જાય છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s