સંસ્કૃતિ ક્યાં ગઈ? /સ્વામી સચ્ચિદાનંદજી

 
Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a hum
 
 
Side B – DANTALI ASHRAM – રામે વાલીનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. લક્ષ્મણે સુગ્રીવનો રાજ્યાભિષેક કરાવ્યો, અંગદને યુવરાજ બનાવ્યો અને તારા પણ વાલીની પત્ની બની. રામાયણમાં વિચિત્ર પત્રો છે. એક તરફ સીતા પતિવ્રતા ધર્મ માટે ઝઝૂમી રહી છે અને બીજી તરફ વાલીની પત્ની તારા સુગ્રીવની પત્ની બને છે. સંસ્કૃતિ ક્યાં ગઈ? લોકોની સંસ્કૃતિ અલગ અલગ હોય છે, જેણે ભ્રમણ કર્યું હોય તેજ આ જાણી શકે છે. @2.24min. હિમાચલ પ્રદેશમાં આજે પણ ચાર-પાંચ ભાઈઓ હોય તો એકજ પત્ની રાખે છે, અને ત્યાં એ સહજ રીતે ચાલે છે. આપણે ત્યાં અમુકમાં પુનર્લગ્ન કરી શકે અમુકમાં નહિ કરી શકે, આજે તો ઘણી છૂટ થઇ છે, એ સારું છે. પુનર્લગ્ન કરનારી સ્ત્રીઓ શું નરકે જવાની? અને પુરુષ પુનર્લગ્ન કરે તો? આ ધર્મ નથી પણ રૂઢિ છે, રિવાજ છે. આખી દુનિયામાં જુદી જુદી સંસ્કૃતિઓ હોય છે અને એના દ્વારા સમાજ બનેલો હોય છે. @5.32min. સ્વામીજી ઇન્ગ્લેડમાં સ્ત્રી મેયરને મળવા જવા વિશેનો અનુભવ સાંભળો. કઈ સંસ્કૃતિ સારી? સંસ્કૃતિને કોઈ જોખશો નહિ. તમારી સંસ્કૃતિ તમારી રીતે સારી છે અને બીજાની સંસ્કૃતિ એમની રીતે સારી છે. ઈતિહાસમાં રસ હોય તો વાનરો કોણ હતા તે અને હનુમાન શબ્દનો અર્થ સાંભળો. @11.02min. વાનર અને ભાલુ વિશે. રામ અને લક્ષ્મણ માલ્યવાન પર્વત પર ગયા. સીતાજીએ તેના ઉત્તરીય વસ્ત્રો તથા દાગીના નીચે કેમ ફેંક્યા તે સાંભળો. સ્વામીજી એક વખત ટ્રેનમાં દિલ્હી આવતી વખતે સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ હતા, ત્યારનો એક મીયાંજી સાથેનો વાર્તાલાપ સાંભળો. “भ्राता पिता पुत्र उरगारी ……रविही बिलोगी. તુલસી રામાયણમાં લખ્યું છે કે પોતાનો ભાઈ, પિતા હોય, દીકરો હોય, હે ગરુડ, કોઈ રૂપાળો સુંદર પુરુષ જો કોઈ સ્ત્રી જુએતો એ તરતજ વિચલિત થઇ જાય, પોતાના મનને રોકી શકે નહિ. બંને પ્રકારના કોડીના માણસો છે અને કરોડના માણસો પણ છે. ઈતિહાસતો કરોડના માણસોનોજ હોય. @16.22min. કોઈ રીતે સીતા માની નહિ એટલે સીતાને અશોક વાટીકામાં મોકલી આપી. સ્વામીજીના આશ્રમે એક બાવીસેક વર્ષની કન્યા રાત રહેવા માટે કેમ આવી તે આખી વાત સાંભળો. આ સ્ત્રી ગણતરી કરતા બે કલાક બહાર રહી તો એના પર સાસરીયાવાળા કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો. @23.00min. રામે સીતાના કપડાં દાગીના જોયા ત્યારે વિહ્વળ થઇ ગયા. રમે લક્ષ્મણને પૂછ્યું કે તું આ દાગીનાને ઓળખે છે? ત્યારે આ રામાયણનો પ્રસિદ્ધ શ્લોક સાંભળો. “केयुरेनैव जानामि नैव जानामि कुण्डले, न्रुपुरे तैव जानामि नित्यं पादमि वन्दना” લક્ષ્મણ કહે છે કે હું કુંડળ કે કંગન જાણતો નથી પણ ફક્ત નૃપુરજ જાણું છું, કારણકે હું રોજ ભાભીને પગે લાગતો ત્યારે નૃપુરજ જોયેલાં. જેને ઉપાડી લઇ જઈ શકાય એનું નામ સ્ત્રી એટલે સ્ત્રીઓએ રાત્રે રખડવું નહિ. તુલસીનું વર્ષા ઋતુનું વર્ણન અને રામની મનોવ્યથા તુલસીની ચોપાઈઓ દ્વારા સાંભળો. મીરાંબાઈનું પદ “નિંદાના કરનારા નરકેરે જાશે, ફરી ફરી થાશે ભોરિંગ, ભાઈ મને ભાગ્યે મળ્યો છે સાધુ પુરુષનો સંગ” @29.31min. શૌર્ય વિના ઈતિહાસ ન હોય. એક વાણિયાની સભાનો અનુભવ સાંભળો. કોઈ વાણિયાની પ્રેમ-કથા સાંભળી? કાઠિયાવાડમાં એકેએક જગ્યાની કથાઓ સાંભળવા મળશે. અમર સંત દેવીદાસની કથા સાંભળો. એમણે જીન્દગીભર રક્તપીતિયાઓની સેવા કરી. @33.13min. રાવણે સીતાને લલચાવવામાં કંઈ બાકી ન રાખ્યું પણ સીતા ના બદલ્યા, ના બદલ્યા તે ના બદલ્યા. @33.45min. ઉપનિષદના પ્રવચનમાંથી – બ્રહ્મસુત્રથી માયાવાદ. @43.08min. ભજન – હૃદય સુનું હરિનામ વિના – શ્રી નારાયણ સ્વામી.
 

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.