ધરણી જલજલ, ઝરણી છલછલ, પલપલ પલકે પ્રાસ રચે/ શ્રી જુગલકીશોર વ્યાસ

૦

 

 

 

 

 

 

 

 

આ મેઘરાજ શો નૃત્ય કરે !
જલ-થલ-નભ સૌ એક દીસે, આ અવની પર અમૃત પ્રસરે….આ મેઘરાજ.

વાયુદેવની વીણામાંથી સ્વરલહરી સુરની સંભળાય,
ગગનપટે ગંધર્વ મહા કો ગીત ગહન, ગંભીરાં ગાય;
વીજ-બીજ ચમકે લલાટ, આ તાંડવ શું નટરાજ કરે ?!………આ મેઘરાજ.

નર્તન નયન ભરીને નીરખે પૃથ્વીપટપે સઘળાં લોક;
રંગભુમી પર રંગત જામી હરખે હૈયાં થોક-અશોક;
તૃષા તણા તલસાટ હવે ના, અમીધાર મન તૃપ્ત કરે………..આ મેઘરાજ.

ધરણી જલજલ, ઝરણી છલછલ, પલપલ પલકે પ્રાસ રચે;
જન-મન થનકે, વનવન મહેકે, ટહુક ટહુક મયુરો ટહુકે;
સરસ નૃત્યરસસભર બની માનવ મસ્તક તવ ચરણ ધરે….આ મેઘરાજ.

…………00000000 0000000 000000

ઝીણો ઝરમર વરસાદ હોય, કે પછી મુશળધાર  કે સાંબેલાધાર…

ગુજરાતીમાં મુસલ / મુશલ / મુશળ શબ્દો છે. ત્રણેયનો અર્થ સાંબેલું છે. મૂસળી નો અર્થ ખાંડણીનો દસ્તો બતાવ્યો છે.

સંસ્કૃતમાં મુશલ= દંડો; મુષલ=સાંબેલું; મુસલ=સાંબેલું અને ગદા તથા ઘંટનું લોલક એવા અર્થો છે. મુષલિન્ = બળરામ; મુસલાયુધ=બલરામ; વગેરે શબ્દાર્થો મળે છે.

મોટીધારે વરસતા વરસાદ માટે વપરાતો આ શબ્દ રહ્યો પણ સાંબેલું તો ગયું ! ખાંડણિયો ય ગયો !

9 ટિપ્પણીઓ

Filed under Uncategorized

9 responses to “ધરણી જલજલ, ઝરણી છલછલ, પલપલ પલકે પ્રાસ રચે/ શ્રી જુગલકીશોર વ્યાસ

 1. શતદલ પંખ ખીલત પંકજ પર,
  હસત નયન જ્યમ શ્યામ વદન પર.
  શત શત બુંદ સરક દલ વાદળ,
  ભીંજત બદન નર નાર નવલ પર.

  ઘનન ઘનન ગરજત નભમંડળ,
  કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
  છલ છલ છલકત જલ સરવર પર,
  નાચત મંગલ મયૂર મનોહર.

  સર સર સૂર સજત દિલ મોહક,
  ભૂલત ભાન વનરાવન ગોપક.
  પલપલ શબદ લખત મનભાવન,
  ઝરત પ્રીત મન કરત પાવન.

  લીલ રંગ ધરા ધરત અંગ પર,
  સોહત સુંદર સદ્યસ્નાત સમ.
  મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
  ઝુલત ઝુમત શતદલ મધુવન પર.
  – દેવિકા ધ્રુવ

  Sent from my iPhone

  >

 2. સુંદર વર્ષા ગીત . સારા ગાયકના કંઠે સંગીત સાથે ગવાય તો દીપી ઉઠે એવું ગેય ગીત

  શબ્દ.ભાવ અને પ્રાસ ધ્યાન ખેંચે છે.

 3. Kharekhar gey kavya sunda shabd rachana ane etaluj bhavy varnan ane pras. Kavya vachine gharmaj bhijai javayu.

 4. Ati Manohar !
  I would like to narrate a couplet from U P Folk Song :

  ‘ Rimzim rimzim Meha barase, It paani kit jaye ji ;
  Aadha pani pyas buzaye, Aadha khet samaye ji ‘

 5. અનિલાબેનના પ્રતિભાવમાં ” gharmaj bhijai” વાંચતા પહેલીવાર તો મને
  ‘ગરમ ભજિયા’ જ વંચાયું!!!! અંગ્રેજી સ્ક્રીપ્ટમાં ગુજરાતી વાંચવા જઈએ તો આવા ગોટાળા થાય..
  જુ.ભાઈની રચનામાં કંઈ કહેવું પડે? ચાર ચાંદ લાગેલા હોય જ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s