પ્રતિભાવ /અમૃત હઝારી + જુગલકીશોર-મિત્રોનો પ્રસાદ

Amrut Hazari <hazariamrut@gmail.com>:

મિત્રો,

પ્રતિભાવ જેવો અે શબ્દ મારા મગજમાં ફરે છે…તેનો અર્થ જાણવો છે…તે છે ‘પ્રતિર્વભાવ‘.
પ્રતિભાવ શું આપણે Responseના અર્થમાં વાપરીઅે છીઅે?  અને તે કરનાર શું પ્રતિયોગી કહેવાય ?
કોઇક કર્મ ના જવાબ આપવા માટે જે કર્મ કરીઅે તે પ્રતિભાવ ?…..તો તેને રીસ્પોન્સ કહેવાય ?
વચલી આંગળી બતાવવી અે સાનો વળતો જવાબ કહેવાય ?
મઝા આવે તેવો પ્રતિભાવ બે મહાન શાયરોની શાયરીમાં મને મળેલો…….
ગાલીબ:
ઉડને દે ઇન પરિંદોકો,
આઝાદ ફીંઝામેં ગાલિબ,
જો તેરે અપને હોંગે,
વો લૌટ આયંગે….
પ્રતિભાવ….
ઇકબાલ:
ના રખ ઉમ્મિદ અે વફા,
કિસિ પરિંદે સે…….
જબ પર નિકલ આતે હૈ
તો અપને ભી…
આશીયાના ભૂલ જાતે હૈ.
શું આ પ્રતિભાવ સાચો કહેવાય ?
અને ઉપર જોઅેલા ‘ પ્રતિભાવો ‘ ની વ્યાખ્યામાં આ બેસે ?
અમૃત હઝારી.

સહયાત્રીઓ !

૧૪ ઈમેલોમાં જે કાંઈ અલપઝલપ લખાયું તેના અનુસંધાને દરેક અભીપ્રાય આપનારનું સંકલન કરીને નીચે મુજબના ૯ મુદ્દાઓ દર્શાવ્યા છે. જોકે આમાં કશું નવું તો નથી જ છતાં એક સાથે બધાની વાતને તારવીને મુકવાનો ઉપક્રમ સમજવા વીનંતી છે :

 

૧) વીરામચીહ્નો પણ એક જાતનો ભાવ દર્શાવે જ છે.

૨) કટાક્ષચીત્રો કે કેટલાક નીર્દેશો પણ કોમેન્ટરુપ હોય છે (કાર્ટુનચીત્રોમાં દર્શાવ્યા મુજબના)

૩) પ્રતિર્વભાવ‘ આ શબ્દ નથી;

૪) પ્રતીયોગી – પ્રતીયોગી (વીરુદ્ધ, સામેનું, જેવા સામે તેવું) “હરીફ” પ્રતીયોગીતા “હરીફાઈ”

૫) પ્રતિકાવ્ય – મુળ કાવ્યની પ્રતિકૃતી (નકલ) / મુળકાવ્યની નકલ કરતાં કરતાં પોતાના જુદા જ વીચારોને એ કાવ્યની જ લઢણમાં કાવ્ય રચવું;

૬) અનુકાવ્ય એટલે કોઈ કાવ્યની પછી આગળ વધતી કૃતી / એને અનુસરતી કૃતી

૭) આવિર્ભાવ એટલે બહાર નીકળવું, પ્રગટવું, અવતાર, જન્મ;

૮) પતિર્ભાવ ને પ્રતીર્ + ભાવ (ર્ એ બંગાળમાં, સંસ્કૃતમાં ને ક્યારેક રાજસ્થાનીમાં “નું” ના અર્થમાં વપરાય છે. મધુર અધિપતિર્ એટલે મધુરના અધિપતિનું / બંગાળીની શરદબાબુની વાર્તા “રામેર સુમતી” એટલે રામની સુમતી, રાજસ્થાનીમાં ગામરો છોરો ગામનો છોકરો)

૯) “ગુસ્સો પણ પ્રતિભાવ બને….” સાવ સાચી વાત છે કારણ કે તે પણ એક જાતનો “પ્રતીસાદ (પડઘો)” જ છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 સંસ્કૃતમાં ‘પ્રતિ’ ના અર્થો :

(અધોરેખા – અંડરલાઈનમાં મુકેલા શબ્દો ક્યાંક ને ક્યાંક કોઈ રીતે “પ્રતીભાવ”ની ચર્ચામાં ઉપયોગી થાય તેવા હોઈ તેને જુદા પાડ્યા છે.)

ખરેખર તો આપણી ચર્ચા પ્રતીભાવના અર્થ પુરતી જ હતી તો તેમાં રીસ્પોન્સ અર્થ્ સાવ સીધો છે જ. કોમેન્ટ એટલે ટીપ્પ્ણી અર્થાત “જવાબી કાર્યવાહી કરનારનો મત” / અભીપ્રાય /નુકતેચીની પણ કહી શકો /

બાકી તો “વળતો પ્રહાર” પણ કહી શકાય ! ઉપરાંત પ્રતીભાવના અર્થોમાં –

૧) પ્રતીવૃત્તી, મનનું ૨) પ્રતીવલણ, ૩) પ્રતીલાગણી બધું આપણી ચર્ચામાં લાવી શકાય;

 

પ્રતીભાવક – (કોમેન્ટકાર) ને સમજવા માટેના ત્રણ અર્થો જુઓ –

૧) “નીપજાવનાર” (મુળ લેખકના કહેવાના અર્થમાંથી પોતાને અનુરુપ અર્થ નીપજાવનારો !!),

૨) “પોતાનું હીત સાધનાર” (કોમેન્ટરુપી વાડકી વહેવાર કરીને જ સ્તો!!) 

૩) કદર કે રુચીવાળું (મુળલેખકના વીચારોની કદરરુપ ટીપ્પ્ણી કરનારો).

 

 

હવે જોઈએ “પ્રતિ” તથા “ભાવ”ના કોશગત અર્થો (આપણી ચર્ચામાં જરુરી નથી)

 

ક્રીયાપદની આગળ આવતા પ્રતી : ૧) ની તરફ; ની દીશામાં; ફરીથી; ઉલટું; પાછું; ની ઉપર, ૨) નામની પહેલાં સાદૃષ્ય; વીરોધી; ઉલટું; હરીફ / ૩) જુદો ઉપસર્ગ – ની તરફ, ની સામે,સરખામણીમાં, પ્રમાણમાં, નજીક, સમયે, દરમ્યાન, ના પક્ષમાં, ના તરફેણમાં, હર, દરેક, ના સંબંધમાં, ના મતે, ના અભીપ્રાયે, ની સમક્ષ, /૪) પંચમી સાથે –ને બદલે, ના પ્રતીનીધીરુપે, ૫) અવ્યયીભાવ સમાસમાં – દરેકમાં, હરેકમાં, ની દીશામાં,

 

પ્રતીના ગુજરાતી અર્થો :

તરફ, વીપરીત–વીરુદ્ધ, સામે, સમાન,

 

સંસ્કૃતમાં ભાવ ના અર્થો

૧) અસ્તીત્વ, ૨) બનવું, થવું, ૩) સ્થીતી, સ્વરુપ, અવસ્થા, ૪) પ્રકાર, પદ્ધતી, ૫) પદ, હોદ્દો, ૬) વાસ્તવીકતા, સત્ય, ૭) ભક્તી, નીષ્ઠા, ભાવના, ૮) મુળ સ્ભાવ, ૯) વલણ, વૃત્તી, અભીપ્રાય, ધારણા,  ૧૦) મનોવૃત્તી, મનનું વલણ, લાગણી, ૧૧) તાત્પર્ય, અર્થ, રહસ્ય, /નીશ્ચય, / હૃદય, આત્મા, /સત્ વસ્તુ કે પદાર્થ, /પ્રાણી/ ચીંતન, ભાવના, /ચેષ્ટા, કામચેષ્ટા,/જન્મ, / સંસાર, જગત / સંકલ્પ/ આદરણીય વ્યક્તી/ કલ્યાણ / રક્ષણ,/પ્રારબ્ધ,/વાસના/ પ્રભુત્વ, /હાવભાવ

 

ગુજરાતીમાં “ભાવ”ના અર્થો :

અસ્તીત્વ, હોવાપણું, પ્રકૃતી, સ્વભાવ, ઇરાદો, મતલબ, વૃત્તી, લાગણી, તાત્પર્ય, અભીપ્રાય,

ચેષ્ટા, અભીનય, હેત, પ્રીતી, ગમો, આસ્થ્, કીંમત, દર, પૂજ્ય, સ્થીતી, સ્વરુપ (શીષ્યભાવ, પુરુષભાવ)

 

પ્રતી સાથેના બીજા શબ્દો :

પ્રતિકાવ્ય – મુળ કાવ્યની પ્રતિકૃતી (નકલ)/ પ્રતિક્રીયા, પ્રતીઘાત (સામું મારવુ) / પ્રતિઘોષ– પ્રતિધ્વની–શબ્દ (પડઘો) / પ્રતિપ્રશ્ન / પ્રતિયોગી (વીરુદ્ધ, સામેનું, જેવા સામે તેવું) / પ્રતિવાદ (ખંડન) / પ્રતિશાપ(શાપની સામે શાપ), પ્રતિશોધ (બદલો) /

 

 ભુલચુક લેવી–દેવી !

 – =.

1 ટીકા

Filed under Uncategorized

One response to “પ્રતિભાવ /અમૃત હઝારી + જુગલકીશોર-મિત્રોનો પ્રસાદ

  1. જોયા જાણ્યા સાંભળ્યા કે વાંચ્યા પછી થતી લાગણી જૂદી જૂદી વ્યક્ત કરવાની પ્રક્રિયાને પ્રતિભાવ માન ઉં છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s