રી બ્લોગ આસ્વાદ/છત્ર રાખું છુ/ યામિની વ્યાસ

ગગન જેવુ ગગનનું છત્ર રાખું છુ,
ખબર છે ! હાથમાં નક્ષત્ર રાખું છુ.

લખે છે નામ પર મારા સમય કાયમ,
બધા એ સાચવીને પત્ર રાખું છું.

મળ્યું ‘તું જેવુ બસ એવું પરત કરવા,
ન લાગે ડાઘ એવું વસ્ત્ર રાખું છું.

વગર વાંકેય છે આરોપ મારા પર,
કે પાંપણ વચ્ચે કાતિલ શસ્ત્ર રાખું છું.

આ મારી જાતનું કરવા સ્વમૂલ્યાંકન,
હ્રદયમાં મારા વાર્ષિક સત્ર રાખું છુ.

– યામિની વ્યાસ

Post navigation

5 thoughts on “છત્ર રાખું છુ”

 1. nice gazal
  આ મારી જાતનું કરવા સ્વમૂલ્યાંકન,
  હ્રદયમાં મારા વાર્ષિક સત્ર રાખું છુ.

 2. વગર વાંકેય છે આરોપ મારા પર,
  કે પાંપણ વચ્ચે કાતિલ શસ્ત્ર રાખું છું… સુંદર શે’ર..

  આરોપ સાવ ખોટોય નથી…😉

 3. યામિનીબેનની બહુ જ સરસ ગઝલ રચના. કાફીયાને સુંદર રીતે નિભાવ્યા છે. બે આંખ વચ્ચે કાતિલ શાસ્ત્ર….વાહ…

2 Comments

Filed under Uncategorized

2 responses to “રી બ્લોગ આસ્વાદ/છત્ર રાખું છુ/ યામિની વ્યાસ

 1. અત્ર, તત્ર, કત્ર?

 2. pragnaju

  મા સુરેશભાઇ
  પ્રેમપૂર્વક પધાર્યા તેના ધન્યવાદ
  પણ
  આવી ‘ બ્યુટીફૂલ માઈન્ડ’ના સાયન્સના ગૂઢ રહસ્ય જેવા સૂત્ર પાછળ દાંતરડા જેવું ચિહ્ન મુકો ! અમારી ૫૬ વર્ષની પોરી સાયન્ટીસ્ટ છે પણ એની લીમ્બીક સીસ્ટીમ વધુ કામ કરે છે
  તેથી આનું વિગતે રહસ્ય ખોલશોજી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s