સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ-૧)

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ)

જયશ્રી વિનુ મરચંટ મુંબઈ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રીના સ્નાતક અને અમેરિકાની ટેંપલ યુનિવર્સિટી, ફીલાડેલ્ફીયાના ક્લીનિકલપેથોલોજીના અનુસ્નાતક છે. છેલ્લા ૩૮ વરસોથી અમેરિકામાં રહે છે. હાલમાં તેઓ Children’s Hospital and Research Center, Oakland માંથી Director of the Department of Pathology and Laboratory Medicine ની પદવી ઉપરથી નિવૃત્ત થયા છે.

એમને ગઝલ લખવા માટેની દોરવણી શ્રી ચિનુ મોદી પાસેથી અને અછાંદસ લખવા માટેની દોરવણી સુ.શ્રી પન્ના નાયક પાસેથી મળી હતી. પન્નાનાયકે તો પોતાનું ટુંકી વાર્તાઓનું પુસ્તક Flamingo જયશ્રીબહેનને અર્પણ કર્યું છે. જયશ્રી બહેને એક નવલકથા, થોડી ટુંકી વાર્તાઓ, ગઝલો અનેઅછાંદસ લખ્યા છે. જાણીતા વિવેચક શ્રી મધુસુદન કાપડિયાએ પોતાના વિવેચનના પુસ્તકમાં એક આખું પ્રકરણ જયશ્રીબહેનની રચનાઓને આપ્યુંછે. એમણે ગઝલ માટે પોતાનું તખ્ખલુસભગ્નરાખ્યું છે.

એમની ગઝલમાં એમણે સુફી સાહિત્યની જેમ કહ્યું છે, મુશીબતો તો આવશે , પણ જોવાનું છે કે ઉપરવાળો મદદ કરવા ક્યારે આવે છે?મત્લાથી માંડીને મક્તા સુધી વાત સમજાવવાની કોશીશ કરી છે, અને પણ બધા જ ચોટદાર શેર દ્વારાઆવે છે!

 લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!

જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!

દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!

 જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!
ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં,
 હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!
ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!
 રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?
 વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!
જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!
  “ભગ્નમાફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!
  કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?
             જયશ્રી વિનુ મરચંટ

રજૂઆતપી. કે. દાવડા

1 Comment

Filed under Uncategorized

One response to “સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ-૧)

  1. readsetu

    her email please !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s