आगे समाज पड़ेगी तुमको – श्री नारायण स्वामी

સંત મહાત્મા ત્રીજે મળે રહેવા લાગ્યા. પતિ-પત્ની ખુબ સેવા કરે. બનવા કાળ એવું બન્યું કે પેલી બહેન સગર્ભા થઇ, પુત્ર થયો. એમને તો શ્રદ્ધા થઇ ગઈ. રાજી રાજી થઇ ગયા. છોકરો મોટો થઇ ગયો. પેલા મહારાજ રોજ એમને ગીતા, ઉપનિષદ અને બીજા શાસ્ત્રો ભણાવે. એમનું મન એમાંને એમાં રાખે. છોકરો 18 વર્ષનો થયો અને એક દિવસ છાણા ખડકી રાખેલા ત્યાં છાણા લેવા ગયો અને ત્યાં સર્પ સંતાઈ રહેલો હતો. સર્પે એને ડંખ માર્યો અને એની સાથેજ એના પ્રાણ ઊડી ગયા. દુઃખ પછી સુખ સારું પણ સુખ પછી દુઃખ બહુ પીડા દાયક હોય છે. ઘીની બરણી ઢળી જાય કે ખાંડનો ડબ્બો ઊંધો વળે તો પણ મન વાળી શકાય પણ દેવ જેવો યુવાન એકનો એક વ્હાલામાં વહાલો દીકરો મરી જાય તો શું થાય? કેટલો આઘાત લાગતો હશે? છોકરાને ઘરમાં લાવી સુવડાવી દીધો. પેલા સંત મહાત્માને ખબર નથી. રાત પડી ગયેલી હોવાથી મડદું કઢાય નહિ એટલે બીજે દિવસે સવાર પર વાત રાખી. દસ વાગ્યે પેલા મહારાજે ઠક્કરને બોલાવ્યા અને કહ્યું કે મને ભૂખ લાગી છે એટલે મને થોડો શીરો કરીને ખવડાવો. પતિએ કહ્યું એટલે પત્નીએ શીરો બનાવ્યો અને ઉપર લઇ ગઈ. ત્યારે પેલા સંતે કહ્યું, હવે મારી ભૂખ ઊડી ગઈ છે. કેટલું દુઃખ થાય? તમે કોઈ સંતને રાખી જોયા છે? દાદા ખાચરનું સ્ટેચ્યુ મેં એટલા માટે મૂક્યું છે કે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી એમણે અનન્ય ભાવથી સહજાનંદ સ્વામીને પોતાના ઘરમાં રાખેલા અને એમની સેવા કરેલી. એટલે લોકો એમાંથી પ્રેરણા લઈ શકે. ઠક્કર પાછા જતા હતા એટલે પેલા સંતે પાછા બોલાવી અને કહ્યું, મને બધી ખબર છે કે તારા છોકરાને સર્પ કરડયો છે અને મડદું થઈને પડેલો છે. તો જાણવા છતાં મારી પાસે શીરો બનાવડાવ્યો? મેં એટલા માટે બનાવડાવ્યો કે 20 વર્ષથી તમારી આગળ ઉપનિષદ-ગીતાની વાત કથા કરી છે અને આત્મા-પરમાત્માની વાતો કરી છે એ તને પછી કે નહીં? એ મારે જાણવું હતું. મને આનંદ છે કે એ વાતો તને પચી છે, નહિ તો તમે રોકકળ કરત કે મહારાજ, મારા છોકરાને સજીવન કરો, નહિ તો આ ઘરની બહાર નીકળો. આનું નામ છે, विद्ययाऽमृतमश्नुते ભાઈ અવિદ્યાના દ્વારા એટલે કે ભૌતિક વિદ્યાના દ્વારા લાચારીમાંથી છૂટી જવાનું એટલે કે મારે કોઈના ઊતરેલાં કપડાં પહેરવાં નથી, મારે કોઈનું આપેલું ખાવું નથી કે કોઈનો દાન-ધર્માદા ખાવો નથી. . કોઈ જમાડેને નીચું મ્હોં રાખીને જમી લેવું, કોઈની ગાડી મળે તો બેસવું, જરા લાઇટર આપોને? બીડી પીઓ છો અને લાઇટર રાખતા નથી. જ્યારેને ત્યારે માંગ માંગ કરવાની આદત પડી ગઈ છે. ઉપનિષદ કહે છે, એવું નહિ કરવાનું. તમારા પગ ઉપર ઊભા રહેવાનું. અને પગ ઉપર ઊભા રહેવા માટે પ્રશ્નોને હલ કરવાના અને એ પ્રશ્નોને હલ કરવા સમાન અંતર ત્રણ ગતિઓ છે કે સંસાર દોડી રહ્યો છે, માણસો દોડી રહયા છે અને માણસોની આવશ્યકતાઓ દોડી રહી છે. એમાંથી બચવા માટે હું તમને બધાને કહું છું કે તમે ઋષિઓના વલ્કલ પહેરો. તમને વલ્કલ પહેરાવી શકાય ખરા? અને વલ્કલ પહેરવાથી પ્રશ્નો હલ થશે ખરા? ઉપનિષદ કહે છે, હા થઇ શકે. તમે નાવમાં નવું ટેરી-કોટનનું (જયારે આ કથા ચાલતી હતી ત્યારે ટેરી-કોટન કપડાની બોલબાલા હતી) કપડું બનાવો, શા માટે નથી બનાવતા? જાપાનનું કપડું આખી દુનિયામાં વપરાતું હોય તો તમારું કપડું કેમ બહાર ના જાય? તમારું કપડું બહાર બીજા દેશોમાં ના જાય તો તમે ભિખારી થઇ જશો. જાપાનનું 15,000 કરોડનું કપડું ભારતમાં આવે છે. એટલે તમારા પૈસાની મજૂરી એમને મળે છે, તમારી એટલી મજૂરી લૂંટાઈ ગઈ. તો હવે તમે ભૌતિક વિદ્યાથી એવું કપડું બનાવો કે દુનિયામાં તમારુંજ કપડું વેચાય. ભૌતિક વિદ્યામાં પ્રગતિ કર્યા પછી તમારી આગળ ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે કે તમારો છોકરો મરી ગયો, પત્ની મરી ગઈ, પતિ મરી ગયો એવી પરિસ્થિતિમાં પણ તામાઈ આંતરિક પ્રસન્નતાને વાંધો આવે નહીં.એનું નામ આધ્યાત્મિક વિદ્યા છે માટે આ બેય વિદ્યાને સાથે રાખો. “ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.” ॐ शांति: शांति: शांति:. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर. . कबीर भजन – आगे समाज पड़ेगी तुमको – श्री नारायण स्वामी 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s