હમે ચાહિયે આઝાદી../પરેશ પ્ર વ્યાસ+ India Independence Day Parade +

0
હમે ચાહિયે આઝાદી…
કાળું કરીને એમાં કાળું કાળું ઊભી રહે છે ભેંસ. બંધાયેલી ડોકેય
આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે. ભેંસ સ્થિતપ્રજ્ઞ.
મોઢા પર માખ બેસે તો બેસવાય દે. –સૌમ્ય જોશી.
ગાંધીજીએ આઝાદી અપાવી. દેદી હમે આઝાદી બિના ખડગ, બિના ઢાલ, સાબરમતીકે સંત તૂને કર દિયા કમાલ… માર્ગ હતો
અહિંસાનો અર્થાંત એક ગાલ પર લાફો પડે તો બીજો ગાલ ધરવાનો. સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિર બુદ્ધિવાળું, સંયમી. આપણે એનો
એવો અર્થ કર્યો કે મોઢા પર માખ બેસે તો બેસવા દેવી. કોઇ દંડો મારે એની રાહ જોવી. પછી ગીત ગાવું કે મેરી ભેંસકો દંડા ક્યું
મારા?..લો બોલો!
આઝાદી તો અનેકતામાં એકતાનું પર્વ છે.. પણ ચોમેર વ્યાપી છે વાડાબંધી. જાતની, ન્યાતની, ધર્મની, ક્ષેત્રની.. ના, આંદોલન
કરવાની ના નથી. આંદોલન કરવું આપણો હાર્દિક અધિકાર છે. મુશ્કેલી એ છે કે આંદોલન અહિંસક હોય તો એની કોઇ નોંધ લેતુ
નથી. એની કોઇ ‘ન્યૂઝ વેલ્યૂ’ નથી. ભેંસનાં મોઢા પર બેઠેલી માખ જેવી અહિંસાની નોંધ પણ કોણ લિયે? એટલે પછી બસ
સળગાવવાની આઝાદી, પથ્થરમારાની આઝાદી, જબરજસ્તીથી બંધ પળાવવાની આઝાદી.. હમે ચાહિયે આઝાદી…હમે ચાહિયે
આઝાદી…
માણસ માત્રનાં અધિકાર માટે આંદોલન થવા જોઇએ. નાના માણસનાં અધિકાર માટે ખાસ. એની રોજગારી વિષે, એની સુરક્ષા
વિષે, એની તંદુરસ્તી વિષે, એ બિમાર પડે તો એની સારવારની સુવિધા વિષે, અબળા વિષે, બાળક વિષે..પણ ના, એમાં અમને
મઝા ના આવે. અમે તો અમારી જાતવાળા માટે આંદોલન કરીશું…અને એ પણ એટલું જ સાચું છે કે આંદોલન રાજકારણ પ્રેરિત
હોય તો જ ટકે. આંદોલનને એક્સટર્નલ આર્થિક સહાય હોય. નાણાં વિદેશથી આવતા હોય એમ પણ બને. એમાં કોઇનું સ્થાપિત
હિત હોય, તો કોઇનું શાપિત હિત પણ હોય! અને સામાન્ય માણસનું કાંઇ ગજું છે આંદોલન કરવાનું. નાનકડાં 1.5 બીએચકે
ફ્લેટમાં રહેતો, સવારે જાગીને દોડતો, ટ્રાફિકનો ત્રાસ સહેતો, રોજીરોટી કમાતા જેને પરસેવો વળી જતો અને પછી…બાળકોની
સારસંભાળ લેવામાં સતત કાંઇ ખૂટે છે એવી ડિપ્રેસિવ લાગણી સાથે રાતે આડા પડખે સૂઇ જતો સામાન્ય માણસ આંદોલનનું
વિચારી ય શી રીતે શકે? એણે તો પાંચ વર્ષની રાહ જોવી રહી. મતદાન થાય ‘ને કાંઇ ચમત્કાર થાય. આપણે આઝાદ છીએ.
મૌલિક પસંદગીનો આપણો ગાડરિયો અધિકાર છે. પણ ત્યાં સુધી શું કરવું? સ્વતંત્રતાનાં નામે સ્વછંદે ચઢીને પોતાનાં વાડાંની
વાત કરતા નેતાનાં રવાડે ચઢવાનું ટાળીએ. વર્ગવિગ્રહથી તો વાત વણસે. હેં ને?
સંકલ્પ લઇએ કે નાના માણસને મદદ કરવાની નેમ હરદમ રાખીએ. કોઇ પણ જાતની જાહેરાત વિના સ્થિતિસંપન્ન લોકોને
વંચિતોની વહારે ધાતા મેં જોયા છે. ઝૂંપડપટ્ટીનાં બાળકોને અક્ષરજ્ઞાન આપવાનો ભેખ લઇને બેઠેલાં દંપતિ મેં જોયા છે. ઊંચા
મકાનો બનતા હોય ત્યારે એમાં કાળી મજૂરી કરતા શ્રમિકોને ટિફિન સેવા પહોંચાડતી ગૃહિણીઓની ટોળી મેં જોઇ છે. લોકો
પાસે ‘જસ્ટ વન હંડ્રેડ’ કહીને સ્મિતપૂર્વક સો રૂપિયા ખંખેરી લઇ, એમાં પોતાનો ફાળો ઊમેરી, રજાનાં દિવસે ગરીબોને એનો
ભાગ જમાડતી યંગસ્ટર્સ મુહિમ મેં જોઇ છે. આ ઉપરાંત ‘ભગવાનનાં ભાગ’ જેવી અનેક સાઇલન્ટ પ્રવૃત્તિઓ ચાલે છે; જેની
મને ખબર પણ નથી. અને હા, આ બધી પ્રવૃત્તિઓ ન્યાતજાત, ધર્મ કે સંપ્રદાય પૂરતી સીમિત નથી. આ બધાંનાં લાભાર્થીઓ
પોતાનાં જૂથ, પેટાજૂથનાં નથી. એવી કોઇ પણ વાડાબંધીથી ઉપર ઊઠીને અવાજ ઊઠાવવાની આઝાદી છે આપણી પાસે.
હમે ચાહિયે આઝાદી ભૂખસે, પ્યાસસે, હમે ચાહિયે આઝાદી બંધસે, દંગાફસાદસે, હમે ચાહિયે આઝાદી શોષણસે, ભ્રષ્ટાચારસે,
હમે ચાહિયે આઝાદી કૂડેસે, કચરેસે, પ્રદૂષણસે, ટ્રાફિકજામસે.. તમે કહેશો કે આ તો કવિતા જેવું અઘરું કહી નાંખ્યું, કાંઇ સમજાય
એવું તો કહો.. બસ એ જ કે સરકાર કોઇની પણ હોય, એમનાં તૌરતરીકા બદલાતા નથી. એક કહે છે કે 10% અનામત દેશું,
બીજા 20%નાં દિવાસ્વપ્નો દેખાડે છે. પછી હાઇકોર્ટ આવી મુરાદો પર પાણીઢોળ કરે છે. સરકારો તો ઓટો-પાયલોટ મોડ પર
ચાલતી હોય છે. જે કરીએ એ આપણે જ કરી શકીએ.. અને આપણે કરીએ એ જ આપણી આઝાદી .. તંઇ શું?

……………………………………………

00

Independence Day of India – 15 August 2016 – YouTube

https://www.youtube.com/watch?v=sBIq7RZCQwE
Jul 30, 2016 – Uploaded by Amusement Magazine

Independence Day of India would be celebrated by the people all over the India on 15th of August 2016, at …

Independence Day, is observed annually on 15 August is a national holiday in India commemorating the nation’s independence from the British Empire on 15 August 1947. India attained independence following an Independence Movement noted for largely nonviolent resistance and civil disobedience led by the Indian National Congress (INC). Independence coincided with the partition of India, in which the British Indian Empire was divided along religious lines into the Dominions of India and Pakistan; the partition was accompanied by violent riots and mass casualties, and the displacement of nearly 15 million people due to sectarian violence. On 15 August 1947, Jawaharlal Nehru, who had become the first Prime Minister of India that day, raised the Indian national flag above the Lahori Gate of the Red Fort in Delhi. On each subsequent Independence Day, the prime minister has raised the flag and given a speech.

Every 15th of August since 1981, Indian Americans celebrate Indian Independence day by hosting a parade. The NYC India Day Parade is the largest Indian Parade in America and is hosted by The Federation of Indian Association(FIA). The FIA, which came into being in 1970 is an umbrella organization meant to represent the diverse Indian population of NYC. Its mission is to promote and further the interests of its 500,000 members and to collaborate with other Indian cultural organization. The FIA acts as a mouth piece for the diverse Indian-Asian population in United States, and is focused on furthering the interests of this diverse community.

The parade begins on East 38th Street and continues down Madison Ave until it reaches 28th Street. At the review stand on 28th Street, the grand marshal and various celebrities greet onlookers. Throughout the parade, participants find themselves surrounded by the orange, white and green colors of the Indian flag. They can enjoy Indian food, merchandise booths, live dancing and music present at the Parade. After the parade is over, various cultural organizations and dance schools participate in program on 23rd Street and Madison Avenue until 6PM.

0

 

 

 

 

૦……………………………………………………..


Geraldine Doyle, who was the inspiration behind the famous

Rosie the Riveter poster.

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “હમે ચાહિયે આઝાદી../પરેશ પ્ર વ્યાસ+ India Independence Day Parade +

 1. Atra tatra sarvatra bhrshtachar hi Azadini den.
  Aabh fate to kya thigadu devay?

 2. આજના ભારતના ૭૦ મા સ્વાતંત્ર્ય દિવસે આ ગીત-સંગીત મનોરંજન સાથે દેશ ભક્તિની ભાવનાની અનુભૂતિ કરાવશે.
  આ વિડિયોનું સંગીત આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સંગીતકાર એ.આર.રહેમાનની દેન છે.
  મિલે સુર જો મેરા તુમ્હારા ,તો સુર બને હમારા (વિડીયો)
  (The song of India’s Unity among its Diversity )

  HAPPY 70 TH INDEPENDANCE DAY – વંદે માતરમ

 3. અને આપણે કરીએ એ જ આપણી આઝાદી .. તંઇ શું?
  ————–
  આ રહી એ આઝાદી…
  https://gadyasoor.files.wordpress.com/2013/02/bani_azad_61.pdf

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s