આઝાદીનું મૂલ્ય/ Swami Sachchidanandji

 

 આઝાદીનું મૂલ્ય 
 
 
 15th AUGUST – UNJHAA AASHRAM – ૧૫મી ઓગષ્ટ – ઊંઝા આશ્રમ – ભગવદ ગીતા એક એ એવો ગ્રંથ છે, કે તમે એને જે દ્રષ્ટિકોણથી એને જોવા માંગો, એ દ્રષ્ટિકોણથી તમે જોઈ શકો અને તમને સંતોષ આપે એવો એ ગ્રંથ છે. કોઈપણ ધર્મ, ધર્મગ્રંથના દ્વારા આવતો હોય છે. ધર્મની સફળતા અને નિષ્ફ્ળતાના મૂળ એના ધર્મગ્રંથમાં રહેલા હોય છે. એટલે જયારે પણ કોઈ ધર્મગ્રંથનું મુલ્યાંકન કરવા બેસો ત્યારે એટલુંજ ન જોજો કે એણે કેટલા લોકોને મોક્ષ અપાવ્યો? પણ એ ધર્મગ્રંથની અસર રાષ્ટ્રીય પ્રવાહ ઉપર કેવી પડી? એનાથી રાષ્ટ્ર મજબુત, શક્તિશાળી બન્યું? પ્રજામાં એકતા થઇ? પ્રજા સુખી થઇ? પ્રજા શક્તિશાળી બની? આ એંગલ પણ જોજો. ખાલી તમે એમ સમજો કે અમારો ધર્મ મોક્ષ આપે છે, આપતો હશે, માની લો. પણ તમારો ધર્મ તમને સ્વાધીનતા આપે છે? પ્રજા એક થઇને રહી શકે છે? પ્રજા શક્તિશાળી બને છે? એ એંગલને પણ એ જોવાનો. રાષ્ટ્રીય સંદર્ભમાં આપણે ભગવદ ગીતાને જોઈએ તો .ભગવદ્ ગીતા એ એક રાષ્ટ્રિય ગ્રંથ પણ છે. રાષ્ટ્ર ઉપર આવેલી આપત્તિ અને આપત્તિના સામે ઝઝૂમવાની જે પ્રેરણા આપે અને આપત્તિને દુર કરાવે એનું નામ તો રાષ્ટ્રીયતા છે. એટલે ભગવદ ગીતા એ રાષ્ટ્રીય ગ્રંથ પણ છે. અને રાષ્ટ્રીય પુરુષોએ એમાંથી પર્યાપ્ત પ્રેરણા લીધેલી છે. લોકમાન્ય બાળગંગાધર તિલકે એમાંથી પ્રેણના લઈને એક મોટો કર્મયોગ પર ગ્રંથ લખ્યો છે, ગાંધીજીએ પણ એમાંથી પ્રેરણા લીધી છે. એટલે થોડી રાષ્ટ્ર સંબંધી ચર્ચા કરવાની છે. આપણો દેશ ગુલામ ક્યારથી થયો? અને ગુલામ કેમ થયો? સ્વતંત્ર ક્યારથી થયો? અને ક્યાં સુધી સ્વતંત્ર રહીશું? આ ચિંતનનો મુખ્ય વિષય છે. ઘણાં એમ મને છે કે અંગ્રેજોએ આપણાં દેશને ગુલામ બનાવ્યા. હું એમ કહું છું કે  અંગ્રેજોએ આપણને બચાવ્યા કેવી રીતે તે સાંભળો. અંગ્રેજોના આવતા પહેલા આ દેશની ભયંકર સ્થિતિ હતી. એ ભયંકર સ્થિતિમાં એમણે એક આખી વ્યવસ્થા ઊભી કરી દીધી. એના પહેલા 700 વર્ષો સુધી મુસ્લિમોએ રાજ કર્યું. ઘણાં લોકો એમ માને  છે કે મુસ્લિમો આવ્યા પછી આ દેશ ગુલામ થયો. આ માન્યતા પણ સાચી નથી. હું તમને ભલામણ કરું છું, તમે ઇતિહાસ વાંચો, ઇતિહાસ દીવો છે અને એ દીવાના અજવાળામાં તમે તમારા ભૂતકાળને જોઈ શકશો. એટલે તાવ ઊતરી જશે. એનો સાચો ઉપાય તમારા હાથમાં આવશે. હું તમને જ્યારથી ઇતિહાસ શરુ થાય છે, ત્યાં લઇ જવા માંગુ છું. પુરાણો મિથ છે એટલે એની વાત જવા દો. મુસ્લિમો આવ્યા પછી દેશ ગુલામ નથી થયો પરંતુ ઇ.પૂ. છઠી શતાબ્દી(બુદ્ધનાએ પહેલા)થી જ્યારે ઇરાનના બાદશાહોએ હુમલા કર્યા ત્યારથી દેશ ગુલામ થયો. ઈરાનની પ્રજા એના પહેલાં જોઈએ તો પણ સપ્ત સિંધુ અને ઈરાન બેબિલિયોન પ્રજા હંમેશાં લડતી રહી  છે. વેદોમાં અને પુરાણોમાં એની ગાથા છે. આ તરફના સુર અને પેલી તરફના અસુર. એટલે આપણે સુર શબ્દને ઉત્તમ માનીએ જયારે ઈરાનીઓ અસુર શબ્દને ઉત્તમ મને છે. એમના ભગવાનનું નામ છે, અહુર મજદ(અસુર મજદ) એની વ્યાખ્યા તમને ગમશે નહિ કે જે સુરા પીવે એ સુર અને જે સુરા ન પીવે તે અસુર. ઇરાનના ત્રણ બાદશાહોએ આ દેશ ઉપર વારાફરતી હુમલા કર્યા. એમાં બે સફળ રહયા અને ઠેઠ સિંધથી માંડીને પંજાબ સુધી એમણે રાજ કર્યું. આ પહેલો ઇતિહાસ છે, જ્યાથી ઇતિહાસનો એકડો શરુ થાય છે. આપણે હાર્યા કેમ? આપણા ઉપર રાજ કેમ થયું? ઈરાનીઓને મકદુનિયા(ગ્રીકનો એક ભાગ) વાળાએ દબાવ્યા. રોમન અને ગ્રીક આ દુનિયાની બે મોટી બળવાન સંસ્કૃતિઓ છે. ગ્રીક સીરિયામાં રાજ કરે અને ત્યાંથી ગ્રીકોના ત્રણ રાજાઓ ભારત ઉપર હુમલા કરે. પ્રાચીન કાળમાં હુમલા લૂંટ માટે થતા. એમાં ત્રીજો ગ્રીક રાજા આવ્યો એનું નામ છે સિકંદર(ALEXANDER). આ 19 વર્ષનો છોકરો એના દેશમાંથી આખી દુનિયા જીતવા નીકળી પડેલો. એક પછી એક દેશ જીતતો જીતતો એ સતલજના કિનારે આવી અટક્યો. સામે પોરસનું રાજ છે. બંને કિનારે લશ્કર છે. પછી આપણો એક રાજા આંભી, સિકંદર સાથે મળી ગયો અને પોરસને હરાવ્યો.  તમે તો હાથાજ પેદા કર્યા છે. કુહાડા બહારના અને હાથા તમે પોતેજ બન્યા. સિકંદરે પોરસ રાજાને કેવી રીતે હરાવ્યો તે સાંભળો. પોરસને એનું રાજ પાછું આપી ગવર્નર બનાવ્યો અને સિકંદર ત્યાંથી પાછો વળી ગયો. બધા રાજાઓ સભામાં ઊભેલા અને નવો આ હારેલો રાજા પોરસને લાવવામાં આવ્યો, એટલીજ ખુમારીથી ચાલે, જાણે કે એના સિંહાસન પર બેસવા જતો હોય. “तथापि मामले न मुखाम्बुजश्री रघुनंदनस्यमे” તુલસીદાસજીએ લખ્યું છે, રામને જયારે ગાદી મળવાની થઇ ત્યારે લોકીએ ચહેરો જોયો એનોએજ, જયારે  રાતોરાત વન જવાનું થયું ત્યારે ચહેરો જરાયે કરમાયો નહીં. માણસનું ખમીર ચડતી દશામાં મપાયજ નહિ, માણસના ખમીરની કસોટી એની પડતી દશામાં થાય. સિકંદરે પૂછ્યું બોલ, પોરસ તારી સાથે કેવો વ્યહવાર કરું? પોરસે કહ્યું એક સમ્રાટ બીજા સમ્રાટની સાથે જેવો વ્યહવાર કરે એવો વ્યહવાર કરો. જય-પરાજય એતો જિંદગીના ખેલ છે, આજે તમે જીત્યા છો અને કાલે તમે હરિ શકો છો. આપણે ત્યાં તો દૂધ મંડળીની ચૂંટણીમાં જીતે તો એટલો ગુલાલ ઉડાડે કે એ પરણ્યા હોય ત્યારે એટલો ગુલાલ ન ઉડાડયો હોય.  સિકંદરે જોયું કે અત્યાર સુધી આ એકજ બહાદુર રાજા મળ્યો અને એને છોડી દીધો. પછી પોરસની આપણાજ માણસોએ હત્યા કરી નાંખી. એ સમયમાં નંદ રાજાનું એક શક્તિશાળી રાજ હતું. નંદ રાજાને લોકો શુદ્ર કહે છે. સ્વામીજીને એક દરજી સજ્જન કહે છે, તમે આ ઋષિમુનિઓએ ચલાવેલી સારામાં સારી વર્ણવ્યવસ્થાનો કેમ વિરોધ કરો છો? સ્વામીજીએ કહ્યું વર્ણવ્યવસ્થામાં તમે શુદ્ર છો અને તમને કશો અધિકાર નથી અને તું પોતે એને સારામાં સારી વ્યવસ્થા કહે છે? ક્રાંતિની સૌથી મોટામાં મોટી પીડા જનક સ્થિતિ હોય ને કે જેના માટે તમે કામ કરતા હોય એજ તમને સમજી ના શકતા હોય. સ્વામીજીનો વિધવા માટે થયેલો અનુભવ સાંભળો. છેલ્લો ધન-નંદ રાજા થયો એ બહુ ક્રૂર હતો. એણે લોકો ઉપર એટલા ટેક્ષ નાંખ્યા કે પ્રજા ત્રાહિ-ત્રાહિ થઇ ગઈ કે એમાંથી નીકળવું કેવી રીતે? એને એક વાણંદ દાસી એનું નામ મુરા અને એ મુરા દાસીમાંથી એને એક પુત્ર થયો, એનું નામ ચંદ્રગુપ્ત મૌર્ય. એ ચંદ્રગુપ્તનું રાજા નંદે અપમાન કર્યું. કોઈ માણસનો વિનાશ થવાનો હોય ત્યારે એ વ્યક્તિગત અપમાન કરવા લાગે, જેવી રીતે રાવણે વિભીષણનું કર્યું. નંદે ચાણક્યનું પણ અપમાન કર્યું. ચંદ્રગુપ્ત, છોડ ઉખેડતાં ચાણક્યને ઓળખી ગયો અને ત્યાર પછી એમની ભાઈબંધી થઇ. અહીંથી ચાણક્ય-ચંદ્રગુપ્તની અને નંદ રાજાને હરાવ્યો એ વાત સાંભળી લેવી.. ગાંધીજીમાં પણ માણસને ઓળખવાની શક્તિ હતી એટલે એને પ્રાંતેપાંતમાંથી કાર્યકરો ભેગા કર્યા. હવે લોકો ગુંડાઓ ભેગા કરે છે. ભારતનો પહેલામાં પહેલો સમ્રાટ હોય તો એ ચંદ્રગુપ્ત મૌર્ય. ઇતિહાસ ત્યાંથી શરુ થાય છે. પછી એનો પુત્ર થયો બિંબિસાર અને એનો પુત્ર થયો અશોક. અશોકે એના બાપના રાજને દૂર દૂર સુધી ફેલાવ્યું. ચંદ્રગુપ્ત મૌર્ય જૈનધર્મી હતો. એણે ઠેઠ કર્ણાટક અને તામિલનાડુ સુધી જૈન ધર્મને પ્રસરાવેલો. પણ અશોકના આવતાં બૌદ્ધ ધર્મમાં કન્વર્ટ થઇ ગયો. અને એ આખો મૌર્ય વંશ બૌદ્ધ ધર્મી થયો હોવાને કારણે આપણા પુરાણોમાં એમનો ખાસ નામોલ્લેખ નથી. એમના પછીનો ઉલ્લેખ છે. એમણે શુદ્ર રાજાઓ તરીકે બતાવ્યા છે. મૌર્ય વંશ  પછી પાટલીપુત્ર ઉપર શૃંગ વંશ આવ્યો. એમણે 150 વર્ષ રાજ કર્યું અને આખા બૌદ્ધ ધર્મને ધકેલી દીધો. એ સમયમાં મનુસ્મૃતિ રચાઈ. આ રચાયેલી સ્મૃતિઓને અને મનુને કંઈ લેવાદેવા નથી. શૃંગ વંશના રાજાને મારીને કણ્વવંશ આવ્યો. 45 વર્ષ પછી શાતવાહનોએ કણ્વવંશનો નાશ કર્યો. એ આંધ્ર તરફના છે એટલે એણે આંધ્ર પણ કહે છે. મૂળમાં એ મહારાષ્ટ્રના ચિત્તપાવન બ્રાહ્મણો છે. મહારાષ્ટ્રના ચિત્તપાવન બ્રાહ્મણ, ગુજરાતના નાગર બ્રાહ્મણ, ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ અને કાશ્મીરી બ્રાહ્મણ આ બધા લગભગ એક વંશના છે. પ્રસંગ છે, એટલે કહું છું, કે તમે પાટીદારો બધા એક નથી. એ તો ધંધાના કારણે એક થઇ ગયા. તમારામાં કેટલાયે વંશો છે. કેટલાક ગૌર વર્ણ તો કેટલાક બિલકુલ કાળા. આંખ, કાન, નાક, ગાલ આ બધાની રચના ઉપરથી વંશ શાસ્ત્ર ચાલુ થાય. આ ચાર બ્રાહ્મણો ગોરપદુ કરનારા નથી પણ રાજ વહીવટ કરનારા છે. એ રાજકીય પુરુષો છે. મૂળમાં એ ગ્રીસના હોવા જોઈએ. સિકંદર પાછો ચાલ્યો ગયો ત્યારે બધાને ન હોતો લઇ ગયો. 30,000 સૈનિકોને સેલ્યુકસ સાથે રાખી છોડીને ગયો હતો. એ સૈનિકો ઊતરતા-ઊતરતા કાઠિયાવાડમાં આવીને વસી ગયા હતા. કાઠી પ્રજા અને મેર પ્રજામાં એમના લક્ષણો દેખાશે. ગોખલે, તિલક, સાવરકર અને પેશ્વાઓ બધા ચિત્તપાવન બ્રાહ્મણો છે. લગભગ 350 વર્ષ સુધી એટલેકે ઈ.સ.ની પ્રથમ શતાબ્દી સુધી બ્રાહ્મણોના આ વંશોએ રાજ કર્યું. આજના મોટા ભાગના જે આચાર શાસ્ત્રો છે, જેમાં અસ્પૃશ્યતા, માંસાહાર અને એમાં વર્ણ વ્યવસ્થાને બહુ કઠોર બનાવી દેવામાં આવ્યા તે આ સમય ગાળામાં રચાયા હતા. ઉત્તર-પશ્ચિમ ભારતમાં શકોના ધાડાંએ ગ્રીકોને હટાવ્યા. પશ્ચિમ ભારતમાં ક્ષત્રકો આવ્યા, તે ઈરાનીઓ હતા એમણે ગુજરાત અને વલ્લભી ઉપર રાજ કર્યું. વાઘેર જાતિની બહાદુરી વિષે સાંભળો.  આ વાઘ જેવી વાઘેર પ્રજાએ અંગ્રેજોને પણ ભગાવેલા તે સાંભળો. એમનું ધર્મપરિવર્તન કેવી રીતે થયું તથા એક મુસ્લિમને હિન્દૂ થવું હતું, પણ થઇ શક્યો નહિ એ આખી વાત સાંભળો. આ વાઘ જેવી વાઘેર પ્રજાએ અંગ્રેજોને પણ ભગાવેલા તે સાંભળો. અને એમનું ધર્મપરિવર્તન કેવી રીતે થયું તથા એક મુસ્લિમને હિન્દૂ થવું હતું, પણ થઇ શક્યો નહિ એ આખી વાત સાંભળો. આપણે ત્યાં શકો આવ્યા એટલે શકોનું રાજ્ય થયું. તેઓ મોટે ભાગે બૌદ્ધ ધર્મીઓ હતા. શિથિઅનો આવ્યા, કુષાણો આવ્યા, ગુજ્જરો એમ એક પછી એક આવ્યા.  બીજી ઘણી પ્રજાઓ આવી. પહલ્લવો આવ્યા, ભાગવતમાં બધાનું નામ છે. આ બધ્ધા નાના-મોટા રજવાડાં કરી કરીને રાજ કર્યું. ગુજરાત ઉપર તો પરદેશી લોકોએજ રાજ કર્યું. સિદ્ધરાજનો ચાલુક્ય વંશ દક્ષિણથી આવેલો હતો. ચંદ્રગુપ્ત એ ગુપ્ત વંશનો થયો, એ વૈષ્ણવ પરંપરાના હતો. એના સમયમાં બીજી શતાબ્દિથી માંડીને છઠ્ઠી શતાબ્દી સુધી પુરાણો રચાયા. વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ, ભાગવત પુરાણ વિગેરે રચાયા  અને બુદ્ધને અવતાર તરીકે ગણાવ્યા. છઠ્ઠી શતાબ્દીની આસપાસમાં વર્ધનો આવ્યા અને એજ સમયે હુણોનું ટોળું હાહાકાર મચાવતું તૂટી પડયું. હુણોના ટોળાંથી બચવા માટે ચાઈનાએ 1000 હજાર માઈલ લાંબી દીવાલ બનાવી હતી. એ હુણોએ ભારતમાં હાહાકાર મચાવી દીધો હતો. આ બધ્ધી પ્રજા અહીં રહીને ભળી ગઈ. આજે તમે કહી ન શકો કે કોણ હુંણ, કોણ  શિથિઅન કે કોણ ગ્રીક છે? આ પ્રજા લૂંટવા આવી હતી પણ કોઈ ધર્મ લઇ ન આવી ન હતી.એટલું બ્લડ મિક્સ થયું છે કે કોઈને શુદ્ધ આર્ય કહેવો કઠિન છે. શુદ્ધ આર્ય જોઈતો હોય તો અફઘાનિસ્તાન અને ઈરાનમાં જજો. સાતમી શતાબ્દીમાં મહંમદ બિન કાસામે સિંધ ઉપર આક્રમણ કર્યું અને વિજયી રહ્યો. આ એટલો ક્રૂર માણસ હતો કે એની ક્રૂરતા વર્ણવી શકાય એમ નથી. ઇતિહાસ વાંચી લેવો.  એ લૂંટીને ગયો અને પાછો આવ્યો. બીજી વાર આવ્યો ત્યારે એક રાજા માતાના મંદિરની ધજાના અંધશ્રદ્ધાના કારણે કેવી રીતે મરાયો તે સાંભળો. એવી માન્યતા કે જ્યાં સુધી ધજા ફરકશે ત્યાં સુધી વાંધો નહિ આવે, દુશમને જાણ્યું ત્યારે પહેલા  ધજાનેજ પાડી દીધી એટલે આખું લશ્કર ભાંગી પડ્યું.  રાજાની રાણી અને એની બે દીકરીઓને ભેટ આપવા મુલતાન લઇ ગયા. આ બધું થતું રહ્યું પછી અગિયારમી સદીમાં મહમ્મદ ગઝનીએ 17 ચઢાઈઓ કરી. એને સોમનાથ અને મથુરાના મંદિરો લૂંટયાં, ત્યાર પછી શાહબુદ્દીન ઘોરીના અત્યાચારો સાંભળો. રાજપૂતોની આત્મઘાતી લડાઈ વિશે સાંભળો. હારની ઘડીએ પુરુષો કેસરિયા કરે છે અને સ્ત્રીઓ જૌહર કરે છે, એટલે રોયલ બ્લડ ખતમ થઇ જાય એટલે લડનારો કોઈ વર્ગ રહે નહીં. એટલે લડનારી પ્રજા ફક્ત એક ટકો કેવી રીતે છે, તે ગણતરી સાંભળો.  પાણીપતના યુદ્ધ વખતે પેશ્વાઓ સારું મુહૂર્ત માટે એક મહિનો બેસી રહયા હતા અને અંતે એક લાખ મરાઠાઓ મરાયા હતા. અગિયારમી શતાબ્દીમાં શાહબુદ્દીન ઘોરીએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું ત્યારની વાત સાંભળો. પૃથ્વીરાજમાં શૌર્ય ખરું પણ મુત્સદ્દીગીરીનો અભાવ. પ્રથ્વીરાજ કેવી રીતે હાર્યો તે સાંભળો. એને અજમેર લઇ ગયા અને આંખો ફોડી નાંખી.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “આઝાદીનું મૂલ્ય/ Swami Sachchidanandji

  1. સ્વામીજી નું ભારતના પૌરાણિક ઇતિહાસનું જ્ઞાન આશ્ચર્ય ઉપજાવે એવું છે. જાણે કે આખો ઈતિહાસ એમની જીભના ટેરવે રમતો હોય એવી અનુભૂતિ કરાવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s