રાણીના ભાઈને દીવાન ન બનાવાય

 સરદાર સાહેબે રજવાડાંઓને સાલીયાણા ચાલુ કરાવેલા એ સરકારે બંધ કર્યા, છ કરોડના સાલિયાણાં ઘટતા-ઘટતા અઢી કરોડ થઇ ગયા. અત્યારે તો એથીયે ઓછા અને અત્યારે તો એક-એક કરોડ MPને મળે છે. આ સરકારે આપેલા વચન-ભંગ થયાં. આ દેશની પ્રજા ઇન્જેક્શનથી વોટ આપે છે. દર ચૂંટણી વખતે નવાં-નવાં ઇન્જેક્શન આપવા પડે છે. પછી એ મંદિરનું હોય, મસ્જિદનું હોય, સાલિયાણાં બંધ કરાવવાનું કે બીજું કઈ હોય. ઘણી ગાયો ઘણી ભેંસોને ઇન્જેક્શન આપો પછી દોહવા દે એટલે ઇન્જેક્શન આપીને પછી દોહી લેવાની એમ પ્રજાને પણ ઇન્જેક્શન આપી પછી દોહી લેવાની કાગળિયા ને ડૂચા ખાવો, જાઓ હવે પાંચ વર્ષ પછી વાત. જ્યાં સુધી આ વોટ આપનાર ડાહ્યો ન થાય ત્યાં સુધી આ ઈંજેક્શનની પ્રથા રહેવાની. મારે થોડી નર્મદાની વાત કરવાની છે, કારણકે નર્મદા મારો વિષય છે. મને એમ લાગે છે કે સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી વિશે એક બહુ મોટી ગેરસમજ ઊભી થઇ છે. પહેલી વાત તો એ સમજો કે ઉત્તર ગુજરાતને જે પાણી આપવાની વાત ચાલી રહી છે, એ ચોમાસાની રેલનું વધારાનું પાણી આપવાની વાત થઇ રહી છે. નર્મદાના મૂળ પાણીમાંથી એક ટીપું પણ આપી શકાય નહીં. નર્મદાનો જે એવોર્ડ છે, એ ખોસલા એવોર્ડ છે અને એ એવોર્ડ મુજબ સમજો. સૌરાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરીને ન જોશો તો બહુ મોટો વિનાશ થઇ જશે. માનો, કલ્પસર યોજના થશે, એ 35000 કરોડની સોએ સો ટકા સૌરાષ્ટ્ર માટે છે અને થશે ત્યારે 70000 કરોડની ઉપર થશે અને એ વખતે જો ગુજરાતની પ્રજા એમ કહે કે અમે શું કામ પૈસા આપીએ? તો તો કેટલો મોટો વિનાશ થશે. તમે સમગ્ર ગુજરાતને જુઓ અને જ્યા સુધી તમે સમગ્ર ગુજરાતને નહિ જુઓ કે ભારતમાં એવો કયો પ્રદેશ છે અને એવી કઈ યોજના છે જે આખા પ્રદેશને પાણી આપતી હોય. ભાખડા ડેમનું પાણી પણ પંજાબના ચોથા ભાગને મળે છે.  ભાગ પાણી પંજાબને નથી નાળતું. મને એમ લાગે છે કે સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી વિશે એક બહુ મોટી ગેરસમજ ઊભી થઇ છે, તે અહી ખોસલા એવોર્ડ મુજબ સમજો. સૌરાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરીને ન જોશો, જો અલગ કરીને જોશો તો બહુ મોટો વિનાશ થઇ જશે. માનો, કલ્પસર યોજના થશે, એ 35000 કરોડની સોએ સો ટકા સૌરાષ્ટ્ર માટે છે અને થશે ત્યારે 70000 કરોડની ઉપર થશે અને એ વખતે જો ગુજરાતની પ્રજા એમ કહે કે અમે શું કામ પૈસા આપીએ? તો તો કેટલો મોટો વિનાશ થશે. ટેકનીકલ પોઇંટ સમજો, ગેર-સમજ દૂર કરો અને અંદરો-અંદરની યાદવાસ્થળી બંધ કરો. સૌરાષ્ટ્ર અલગ થાય એવું સ્વપ્નમાં પણ વિચારશો નહિ. કેમ? સૌરાષ્ટ્રની અને કચ્છની વસ્તી એક કરોડથી પણ ઓછી છે. ગુજરાતની પૂરી વસ્તી પોણાપાંચ કરોડની છે. આજે જેટલું પાણી કાઠિયાવાડમાં આવે છે, એ બધું ગુજરાતમાંથી આવવાનું છે. વિરોધ કરવા માટે વિરોધ ના કરશો અને તમે આખી વાત સાંભળો અને સમજો. . કોઈપણ એવી યોજના નથી કે તે સંપૂર્ણ પણે આખા રાજ્યને પાણી આપી શકે. અમેરિકા અને કેનેડામાં પણ એવી કોઈ યોજના નથી. પાણી જ્યાં જતું હોય ત્યાં ગ્રેવિટી પ્રમાણે જાય. જૂનાગઢનું માકેટીંગ યાર્ડ માટે ભીખાભાઈનું પ્રદાન સાંભળો કે જેથી ખેડૂતોને લાભ થયો. સરદાર પટેલ સ્વયં ખેડૂત હતા અને તેમની પહેલી લડાઇ ખેડૂતો માટે હતી. સરદાર પટેલે ખેડૂતોને કેવી-કેવી મદદ કરી એ વિશે વધુ આગળ સાંભળો. . તો તમે આ માર્કેટિંગ યાર્ડમાં જે કઈ ત્રુટિ હોય એને સુધારો કરો અને આ માર્કેટિંગ યાર્ડને રાજકારણથી મુક્ત થાવ. તમે એટલી હદે તિરસ્કાર કરતા ના થઇ જાવ કે તમે પેલા બીજા કોઈની સારી વાત પણ સાંભળવા તૈયા ન થાવ. તમે ખેડૂત છો, તમે વેપારી છો, તમે મજુર હોવ કે ટેકનિશિયન હો જે કંઈ હોવ તે, ભારતની પ્રજા તરીકે આપણે ભારતની પરિસ્થિતિને સુધારવાની છે અને એ સુધારવાની પ્રેરણા આ પ્રતિમા પાસેથી મળવાની છે. આપણને ગૌરવ હોવું જોઈએ કે આ પ્રતિમાની રચનાર એક ગુજરાતી બહેન, જશુબહેન છે અને એમનું બહુમાન કરવું જોઈએ. અમેરિકાએ એમને સર્ટીફીકેટ આપ્પ્યું છે, આપને થોડા પાછા રહી ગયા છીએ. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ પ્રતિમા તમને સૌને પ્રેરણા આપશે, તમે એક રહો, અખંડ રહો, વિખવાદ ન કરો, અંદર અંદર ઝગડો નહિ, તમારી શક્તિ ભેગી કરો અને રાષ્ટ્રનું નિર્માણ કરો. રાષ્ટ્રવાદી બનો, કોમ વાદી નહિ અને રાષ્ટ્રનો ઉધ્ધાર કરો…આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @16.36min. વાંકળ કેળવણી મંડળ, ખુશાલભાઇ પટેલના પૂતળાનું અનાવરણ  પ્રસંગે આપેલું પ્રવચન પ્રજા અને મહાપુરુષના વિષય પર પ્રવચન. તમે મારી સાથે સંમત થાવ કે ન થાવ પણ મારું એવું માનવું છે કે આ દેશને બહુ ઓછા મહાપુરુષો મળ્યા છે એટલે આ પ્રજા હંમેશા ગુલામી દરિદ્રતા અને અન્યાય ભોગવતી રહી છે. જો સાચા મહાપુરુષો મળ્યા હોય તો આ દુર્દશા હોયજ નહીં, પણ દુર્ભાગ્ય એ છે કે સાચા મહાપુરુષો કોને કહેવા અને ડમી મહાપુરુષો કોને કહેવા એ બે વચ્ચેનો ભેદ આપણે સમજી શક્યા નથી. સ્પષ્ટતા માટે વધુ આગળ સાંભળો. રાણીના ભાઈને દીવાન ન બનાવાય. . हिंदी फ़िल्मी गीत – हम लाये हैं तुफंसे कस्ती निकालके – महम्मद रफ़ी साहब.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “રાણીના ભાઈને દીવાન ન બનાવાય

  1. हिंदी फ़िल्मी गीत – हम लाये हैं तुफंसे कस्ती निकालके – महम्मद रफ़ी साहब.

    મને જાગૃતિ ફિલ્મનું આ ગીત ખુબ ગમતું હતું

    Hum Laye Hain Toofan Se Kashti Nikal Ke – Mohammed Rafi, Jagriti Song

  2. મનસુખલાલ ગાંધી

    કેટલી બધી સમજદારીની વાત કરી છે….”ગુજરાત”, “સૌરાષ્ટ્ર” અને “કચ્છ”ના અલગ રાજ્યો થાય તેમાં કોઈ “ગુજરાતી”ને લાભ નથી, થશે તો માત્ર એ રાજકારણીઓને, જેઓ અલગથી પ્રધાનમંડળ રચશે અને લીલાલહેર કરશે…( પાંચ વરસ તો ખરાજને વળી…)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s