હૃદય સુનું હરિનામ વિના – શ્રી નારાયણ સ્વામી

 
 અહિયાં ત્રણ-ત્રણ વિજય છે. વિજયી માણસને ટોળું બોલાવવું ન પડે. રામ આખો પરિવાર લઈને વિમાનમાં અયોધ્યા તરફ ઉડી રહ્યા છે. વિમાનમાંથી સીતાજીને બધું બતાવે છે કે હનુમાન આ સમુદ્ર કુદીને આવ્યો હતો.આગળ વનરાજી બતાવે છે, ઋષ્યમુખ પર્વત બતાવે છે. સીતા તારી શોધ કરતાં કરતાં અમે અહીં પહોંચેલા, અહિ અમને સુગ્રીવ તથા હનુમાન મળેલા.  કિસ્કીન્ધા નગરી આગળ વિમાન ઊતારી બધાને અયોધ્યાની યાત્રા કરવા લઇ લીધા. સીતાને પમ્પા સરોવર બતાવ્યું. આ શબરી ભીલડી ન હતી પણ તપસ્વિની હતી અને મને બોરાં ખવડાવેલા તેવાં આજ સુધી ખાધાં નથી. ચિત્રકૂટ આવ્યું ત્યારે સીતાનું હરણ થયેલું તે આખી વાત સમજાવી. સીતાજીએ લક્ષ્મણની માફી માંગી. તમે કરોડ પ્રયત્ન કરો પણ તમારી ભૂલ ન થાય એવું ન બને અને જયારે ભૂલ થયેલી સમજાય ત્યારે માફી માંગી લેવી. જૈનો કહે છે, “मिच्छामी दुकड्डम” જે દિવસે તમે ક્ષમા માંગો છો તે દિવસે તમે મહાપુરુષ બનો છો.  સીતાજીએ લક્ષ્મણની તથા સાથે સાથે રામની પણ ક્ષમા માંગી તે સાંભળો. રામે કહ્યું જે થવાનું હતું તે થઇ ગયું પણ હવે તું મને એટલું વચન આપ કે જિંદગીમાં કદી હઠ પકડીશ નહીં. વિમાન આગળ ચાલે છે, જટાયુંનું મૃત્યુ થયેલું તે જગ્યા તથા અત્રી ઋષિનો આશ્રમ બતાવે છે. પછી ભારદ્વાજ ઋષિના આશ્રમ આગળ વિમાન ઊતાર્યું, ભારદ્વાજના દર્શન કરી ત્યાં રાત રોકાયા. હનુમાનને કહ્યું તું પહેલો જા અને ભરતને સમાચાર આપ કે રામ આવી રહ્યા છે. આમાંથી બોધપાઠ લેવો કે તમે કોઈ ખાસ જગ્યાએ જતા હોય તો પહેલાં સમાચાર પહોંચાડજો. અચાનક જવાથી સામેના માણસની મુશ્કેલીઓ વધી જાય. અમારા એક સજ્જન એવું કહે કે તમને કેટલીયે વાર કહ્યું તમે આવતાંજ નથી. એક વખત સ્વામીજી બરાબર નક્કી કરેલા સમયે ત્યાં પહોંચ્યા તો પેલા સજ્જનની બિલકુલ તૈયારીજ ન હતી. આ એક મહિનાની કથામાંથી તમે ટાઇમસર પહોંચવાનું શીખ્યા તો તમે ઘણું શીખ્યા કહેવાય. આ સમય બદ્ધતા છે. પ્રજા જયારે ઊંચી આવતી હોય છે, ત્યારે એનું પહેલું કારણ છે સમય બદ્ધતા. પશ્ચિમ કેમ ઊંચું આવ્યું? લંડનમાં આપણાં એક સજ્જનની વાત સાંભળો કે એમણે બે મિનીટ માટે એક મહાત્મા માટે ટ્રેન થોભાવવાનું  કહ્યું. ગાર્ડે કહ્યું અહીંની રાણી આવે તો એ ગાડી બે મિનીટ મોડી નહિ ઉપડે. જે સમયનું પાલન નથી કરતો, તેની પાસેથી તમે શું અપેક્ષા રાખી શકો?   બીજા દિવસે સવારે રામ નીકળ્યા. રામના મનમાં અયોધ્યા પહોંચવાનો ઉમંગ છે. હનુમાનને ઉપરથી આવતા જોયા એટલે ભારતે બાણ માર્યું એટલે હનુમાન નીચે રામ રામ કરીને તરફડીને નીચે પડ્યા એવું બીજા રામાયણમાં છે, પરંતુ આ વાલ્મીકી રામાયણમાં એવું નથી. આ રામાયણમાં બહું સરસ વાતો છે. હનુમાન સીધા ગયા અને ભરતને મળ્યા. પેલા સજ્જનની અધુરી વાત પાછા અહીંથી સાંભળો, જે વારંવાર સ્વામીજીને પધારવા બોલાવતા હતા. આ માણસની પાસે સમય બદ્ધતા ખૂટે છે. હનુમાને ભારતને ગીત સ્વરૂપે રામાયણ સંભળાવ્યું તો ભારતને તો આંખમાં આંસુ આવી ગયાં. વિમાન આવ્યું અને નીચે ઉતર્યું તો રામને માટે મોટો પ્રશ્ન છે કે પહેલાં કોને પગે લાગુ? માંને કે કૈકેયીને? કૈકેયીને પગે પહેલાં  કેમ લાગ્યા તે સાંભળો. તમારા શત્રુઓ છે, તમારે એમને જીતતાં આવડવું જોઈએ.  માનથી અપમાન જીતાય છે. અપમાનથી કોઈ જીતાતું નથી, અપમાનથી શત્રુઓ વધે છે. રામ જયારે પાછા આવ્યા ત્યારે 48 વર્ષના હતા. લક્ષ્મણની પણ એજ ઉંમર છે, કારણકે બધા ભાઈઓ એકજ દિવસે જન્મ્યા હતા. કોઈ નાનું કે કોઈ મોટું નથી, એ તો કહેવા પુરતું નાના-મોટા કરીએ  છીએ. ઊર્મિલા એક ઉપેક્ષિત પાત્ર છે. આપણે અંગ્રેજીમાં KNIFE લખીએ તો એમાં K ની કોઈ કિંમત નથી, એવી રીતે. ઊર્મિલાના ઉપેક્ષિત પાત્ર વિષે સાંભળો. ઊર્મિલાએ જે જવાબ આપ્યો તે એકેએક સ્ત્રીએ યાદ રાખવા જેવો છે કે “શણગાર તો પર-પુરુષોને રીઝવવા માટે કરવામાં આવે છે” હું જે છું એ મારો પતિ જાણે છે. શણગાર તો ઉપરનું રૂપ છે અને પતિ ઉપરના રૂપથી સ્થાયી પ્રસન્ન નથી થતો હોતો. ઐશ્વર્ય પ્રદર્શનનું સુખ આપે છે. મારે પતિનું સુખ જોઈએ, બાકી ભપકાથી રાજી થતો હોય તો એ બીજીનો ભપકો વધારે જોશે તો એ તરફ ઢળી જશે અને ત્રીજીને જોશે તો એ…. ઊર્મિલા કહે છે, મારે ભપકો નથી કરવો. ઊર્મીલાનું ગજબનું પાત્ર છે. હું જેવી છું, એવીજ મારા પતિ પાસે જઈશ. હું સુઘડ છું, ફુવડ નથી. પ્રેમ મર્યાદાનું પાલન કરતો હોય છે. મોહ કદી મર્યાદાનું પાલન નથી કરતો. મોહનો ઉભરો હોય પણ પ્રેમની ધીરજ હોય. પતિ-પત્નીના પ્રેમમાં અંતરાય ન બનો. આપણાં ઘરો એવાં કે એમાં કોઈ પ્રાઇવેટ રૂમ નહીં. સ્ત્રીને કંઈ વાત કરવી હોય તો કહેવાય નહિ, એનું નામ કલ્ચર, સંસ્કૃતિ અને એમાંને એમાં કેટલાંયે જીવન ધરબાઈ ગયાં, રીબાઇ રીબાઇને ડોસીઓ થઇ થઈને મરી ગયાં, પણ ન કોઈ હૃદય ખોલી શક્યા કે કોઈને વાત ન કરી શક્યા અને જીવવાનો ટાઇમ હતો ત્યારે જીવી ન શક્યા. ઊર્મિલાનો મર્યાદા સાથેનો પ્રેમ છે. લક્ષ્મણે સુગ્રીવને વગેરે બધાને ઉતારા આપ્યા, એક મહિનો વીતી ગયો. . પછી રામે કહ્યું સુગ્રીવ તું રાજા છે, તારી જવાબદારી છે કે હવે તમે કીસ્કીન્ધા જાવ. પણ તમને એમને એમ નહિ મોકલીએ અને રામે વિદાય સમારંભ ગોઠવ્યો. બધાને કંઈને કંઈ ભેટ સન્માનથી આપી. તે દિવસે બહું મોટી સભા ભરાઈ. વાલ્મીકી રામાયણમાં રામે સીતાજીને નવલખો હાર ભેટ આપેલો અને સીતાજી પહેરીને બેઠેલા હતા. રામે સીતાજીને કહ્યું કે તારે જેને આપવાની ઈચ્છા હોય એને આપ. સ્વામીજી કહે છે કે મારી પાસે ઘણા લોકો પૈસા મુકે એટલે જે જગ્યા હોય ત્યાં જમા થઇ જાય. હું એને લાત મારી શકું, કારણકે મારા અંગત ઉપયોગ માટે હું કશું લેતો નથી, તો હું ત્યાગી તો કહેવાઉં પરંતુ ખરેખર તો હું અવિવેકી કહેવાઉં. લક્ષ્મીને લાત ન મરાય પણ એનો સદુપયોગ થાય. એક વાર એક રબારી મારે માટે એક કિલો જાંબુ લઇ આવ્યો એ વિષે સાંભળો. સીતાજીએ કહ્યું મારે તો એ હાર હનુમાનજીને આપવો છે, કારણકે એણે મારી પહેલી શોધ કરી હતી. ઈઝરાઈલનું પ્લેન હાઇજેક કરવામાં આવેલું અને યુગાન્ડા લઇ ગયેલા. એના ઉપર બે ફિલ્મો ઉતરી હતી. યહુદીઓએ જે કંઈ પરાક્રમ કર્યું તે આખો પ્રસંગ સાંભળો. . સ્ત્રીની પરાધીનતા અને મુલ્યો.  ભજન – હૃદય સુનું હરિનામ વિના – શ્રી નારાયણ સ્વામી.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s