શરત માર / શકુર સરવૈયા રજૂઆતઃ પી. કે. દાવડા

 

શકુરભાઈની ગઝલમાં આપણે જેને કવિતામાં અતિશયોક્તિ અલંકાર કહીયે છીયે એનો ઉપયોગ કર્યો છે. એમણે કોઈ સામાન્ય કામ કરી બતાવવાની શરત મારવાની વાતો નથીકરી, બધી આસમાની સુલ્તાની કરી બતાવવાની વાતો કરી છે. આંખના ઇશારે આખી દિવાલો હલાવી દેવાની ધાડસ બતાવ્યા પછીના શેરમાં એમણે જે કહ્યું છે સમજવા જેવું છે.ઉદાસીને ખુશીમાં બદલી શકાય છે, ના ને સમજાવટથી હા માં ફેરવી શકાય છે, અને દુખદર્દના કારણો તપાસી એમાં રાહત મેળવી શકાય છે. અંતમાં બધાના ઉદભવસ્થાનનીવાત કરી છે. મને એમના લખાણનો જુસ્સો ગમ્યો છે.

શરત માર

કામ મારૂં છે આવું, શરત માર;

દિવસના તારા બતાવું, શરત માર.

એક ઈશારો કરીને, તું કહે તો

દિવાલોને ચલાવું શરત માર.

ઉદાસીને ખુશીમાં બદલવી છે?

રીત એની પણ જણાવું શરત માર.

હા અને ના કેટલા છે દૂર એનું

માપ એનું હું બતાવું શરત માર.

હું ગયો છું દર્દની ઊંડાઈમાં પણ

દર્દના કારણ ગણાવું શરત માર.

લાગણીના ખળભળાટો શકુર,

કયાં મચે છે બતાવું શરત માર

શકુર સરવૈયા

રજૂઆતઃ પી. કે. દાવડા

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “શરત માર / શકુર સરવૈયા રજૂઆતઃ પી. કે. દાવડા

 1. readsetu

  Shakur Sarvaiyaa ni last poem no aaswad me Divya Bhaskar ni mari column maa
  karavyo hato. Pl ask him to see on my FB page or on my blog
  readsetu.wordpress.com

  thank you.

  2016-08-29 8:58 GMT+05:30 “niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*” :

  > pragnaju posted: ” શકુરભાઈની આ ગઝલમાં આપણે જેને કવિતામાં અતિશયોક્તિ
  > અલંકાર કહીયે છીયે એનો ઉપયોગ કર્યો છે. એમણે કોઈ સામાન્ય કામ કરી બતાવવાની શરત
  > મારવાની વાતો નથીકરી, બધી આસમાની સુલ્તાની કરી બતાવવાની વાતો કરી છે. આંખના
  > ઇશારે આખી દિવાલો હલાવી દેવાની ધાડસ બતાવ્યા પછીના ”
  >

 2. લાગણીના આ ખળભળાટો શકુર,

  કયાં મચે છે એ બતાવું શરત માર

  શરત માર્યા સિવાય બતાવી ના શકો શકુરભાઈ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s