આખરી સફર હમસફર../ પરેશ. પ્ર. વ્યાસ.

ઓ માઝી રે.. દાના માઝીની પત્નીનાં મૃત્યુ પછીની વાટ વિકટ બની. હોસ્પિટલ પાસે શબવાહિની હતી નહીં કે સત્તાવાળાઓએ દીધી નહીં; એ વિષે ઓરિસ્સા સરકાર તપાસ કરી રહી છે. હોસ્પિટલથી ઘર સુધીનાં રસ્તે 12 કિમી સુધી પત્નીનાં મૃતદેહને ખભે  લઇને પગપાળો ચાલ્યો એ દાના માઝી કોણ છે? સમાચારમાં આવેલી વ્યક્તિની જાતપાત જાણવાનું આજકાલ ચલણ છે. એ દલિત નથી, પટેલ નથી, ઓ.બી.સી., વાણિયા કે બ્રાહ્મણ નથી. એ આદિવાસી છે અને એની જાતિ ‘ગરીબ’ છે. વિદેશી મીડિયા  આ વાતને ગરીબાઇ, આપણાં નબળાં માનવ વિકાસ સૂચકાંક અને વૈશ્વિક સ્તરે ભારતનાં નિમ્ન આરોગ્યસેવા ક્રમાંક સાથે સાંકળીને કહી રહ્યું છે. મારા દેશની ગરીબાઇની ચર્ચા કરીને વિદેશીઓને સંતોષ મળે છે. આ ઘટના પર ફિલ્મ બને તો એને ઓસ્કાર એવોર્ડ જરૂર મળે. પણ આ ઘટનાને સહેજ જુદા પરિપેક્ષમાં મુકવા માંગુ છું.

દાના અને અમાંગ મળ્યા હશે. લગ્ન થયા હશે. અને પછી દીકરી ચૌલાનો જ્ન્મ અને ઘર આંગણ એની કાલીઘેલી બોલીથી ગુંજી  ઊઠ્યું હશે. એમનું દામ્પત્ય જીવન પ્રસન્ન જ હોવું જોઇએ. રોજ કામ પર જવાનું, કાળી મજૂરી કરવાની પણ સાંજે પત્નીનાં  હાથનાં રોટલાં ખાવાનું સુખ અદ્વિતીય હોવું જોઇએ. દીકરી હવે કિશોરી બની છે, સરકારી નિશાળે જાય છે, ભણે છે એનો માબાપને આનંદ થયો હશે. પછી પત્નીને ખાંસી સાથે ગળફામાં આવેલી લોહીની પહેલી ટશર, એની બિમારીની શરૂઆત એણે હસતે મોઢે છુપાવી હશે. પતિએ જાણ્યું ત્યારે ઠપકો દીધો હશે. સરકારી દવાખાનાનાં આંટાફેરા શરૂ થયા હશે. પછી સરકારી  હોસ્પિટલ. સારવાર દરમ્યાન મૃત્યુ. અને પછી હમસફરને ખભે ઊંચકીને આખરી સફર.. દીકરી સાથે છે અને માર્ગ લાંબો છે. 12 કિમી પછી લોકો, સ્થાનિક પત્રકાર અને સરકાર મળીને બાકીનાં 50 કિમીની મુસાફરી માટે વાહન કરી આપે છે. સંવેદના સાવ મરી પરવારી છે, એવું નથી.

અમીર હોય કે ગરીબ, ખુદા કિસીકો કિસીસે મગર જુદા ન કરે. અકાળે મૃત્યુ ન થાય,પતિ પત્નીની જોડી ખંડિત ન થાય એવું  ઇચ્છીએ પણ થાય તો શું? શૂનમૂન બેસી રહેવું હિતાવહ નથી. વાત કરો. કહો કે એ કેવા હતા અને એમણે કેવા કેવા સારા કાર્યો  કર્યા. મન હળવું થાય એ જરૂરી છે. શોક પાળવો ય ખરો અને શોક મનાવવો ય ખરો. દુ:ખ અને ડિપ્રેશનમાં ફરક છે. જીવનસાથીની હસવાની હળવી વાતો યાદ કરીને ફરી હસી લેવું ફાયદાકારક છે. આમ તો રોજબરોજનાં કામ આપણે ઝડપથી નિપટાવતા રહ્યા છીએ. દોડો-દોડો આપણી લાઇફસ્ટાઇલ છે પણ મરણ પ્રસંગની ગતિવિધિ ધીમી છે. સમય લાગે છે ગાડી પાટે ચઢતા. કોઇ કહે કે હવે મરેલા ક્યાં પાછા આવવાનાં છે? રોણું રોકો ‘ને કામે ચઢો તો એમને કહી શકાય કે હજી સમય લાગશે. મનનું બારમું તેરમું આટોપતા કદાચ બે ત્રણ મહિના પણ લાગે. અહીં ઉતાવળ નથી. આવા પ્રસંગે પોતાની તબિયતની કાળજી લેવી જરૂરી છે. હળવી કસરત, સ્નાન અને સંગીતનું શ્રવણ મદદરૂપ બને. અને દુ:ખનું ઓસડ વ્યસન તો નથી જ નથી. ધુમ્રપાન  કે મદિરાસેવન રાહત દેતા નથી. કાંઇ તકલીફ હોય, કાંઇ જોઇતું હોય તો માંગી લેવું. એવી અપેક્ષા નહીં રાખવી કે સગા અને  વહાલાંઓ કહ્યા વિના આપમેળે સમજી જાય. અને હા, શોક મનાવતા હોય ત્યારે લાગણીનાં બહાવમાં આવીને જિંદગીનાં કોઇ  પણ મોટા નિર્ણયો લેવા નહીં. બાળકોની કાળજી લેવાની એકવડી જવાબદારી હવે એકને માથે હોય તો એ વિષે વિચારવું જરૂરી  છે. અને સાચી આધ્યાત્મિકતા જીવવાનો રસ્તો બતાવે છે.

Monarch Butterfly emerging from it's chrysalis

Monarch Butterfly emerging from it’s chrysalis  

રીચર્ડ બેકનું કથન મનનીય છે. ઇયળ જેને દુનિયાનો અંત કહે છે; ઇશ્વર એને પતંગિયું કહે છે.

2:29

1 ટીકા

Filed under Uncategorized

One response to “આખરી સફર હમસફર../ પરેશ. પ્ર. વ્યાસ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s