ઓ. હેન્રીનો ૧૦૪મો જ્ન્મદિવસ છે/ પરેશ પ્ર વ્યાસ

00.

 

 

 

 

ઓ. હેન્રી: અણધાર્યા અંતની અદભૂત વાર્તાઓનો સર્જક 9/11 તરીકે જાણીતી આજની તારીખ અમેરિકી ટ્વિન ટાવર પરનાં અણધાર્યા આતંકી વિમાની હુમલાની તવારીખ ભલે હોય પણ આજની તારીખનું મહત્ત્વ એ છે કે આજે અણધાર્યા અંતની અદભૂત ટૂંકી વાર્તાઓનાં દિગ્ગજ અમેરિકી સર્જક ઓ. હેન્રીનો ૧૦૪મો જ્ન્મદિવસ છે.

સર્વ દુ:ખોનું મૂળ ઇચ્છા છે, અપેક્ષા છે. ગાલિબની બયાની છે કે ખ્વાહિશ હઝારો છે અને બધી જ જીવલેણ છે. તો પછી સુખ ક્યાં મળે? ખુશી ક્યાં મળે? આનંદનો અનુભવ ક્યારે થાય? અને જવાબ મળે છે કે જ્યારે કંઇક અચાનક બને, સાવ અનાપેક્ષિત, અણચિંતવ્યું, અણધારેલું ત્યારે.. જે અનએક્સપેક્ટેડ મળે છે એની વેલ્યુ તો ઉર્જિત પટેલ પણ નક્કી ન કરી શકે. ઓ. હેન્રી કહેતા કે કોઇ ગરીબ માણસને પોતાના ફાટેલા કોટનાં અસ્તરમાં, ઘણાં સમય પહેલાં સરકી ગયેલો અડધાં ડોલરનો સિક્કો મળી આવે, ત્યારે એને જે આનંદ થાય એટલો આનંદ કરોડાધિપતિને કરોડો મળે તો પણ થતો નથી.

ઓ. હેન્રી અણધાર્યા અંત-ની વાર્તાઓનાં ટ્રેન્ડસેટર છે. હવે તો આ શબ્દો રૂઢિપ્રયોગ બની ગયા છે. કોઇ પણ વાતમાં અંતે કશું અણધાર્યું બને તો એને એ વાતનો ‘ઓ. હેન્રી અંત’ કહે છે. ‘ગિફ્ટ્સ ઓફ મેજાઇ’માં પતિને અનહદ પ્રેમ કરતી એક સામાન્ય સ્થિતિની પત્ની પાસે પતિને ગિફ્ટ આપવા કશું નથી. પોતાનાં લાંબા વાળ કપાવી, એ વેચીને મળેલા પૈસામાંથી પતિની ઘડિયાળ માટે ચેઇન ખરીદે છે અને.. ‘લાસ્ટ લીફ’માં એક છોકરી ગંભીર રીતે બિમાર પડે છે. સૂતી હોય છે ત્યારે બારીમાંથી દેખાતા સામેનાં મકાનની દિવાલ પરની વેલનાં પાંદડા ખરતા જાય છે અને એને લાગે છે કે છેલ્લું પાંદડું ખરશે અને એ મરી જશે. એની જીજીવિષા મરી પરવારી હોય છે. ડોક્ટર કહે છે કે દવા તો જ અસર કરે જો છોકરીને પોતે જીવવાની ઇચ્છા જાગે. પણ સવારે જુએ છે તો રાતનાં બરફનાં તોફાન સામે ઝઝૂમેલું છેલ્લું પાંદડું ખરતું નથી અને.. ‘રેન્સમ ઓફ રેડ ચીફ’માં બે ટપોરી અપહરણકારો એક છોકરાનું અપહરણ કરી એનાં પિતા પાસે ખંડણી માંગે છે. છોકરો તોફાની છે અને અપહરણકારોનાં નાકમાં દમ લાવી દે છે. જાસાચિઠ્ઠીનાં જવાબમાં છોકરાનો બાપ સામી જાસાચિઠ્ઠી લખે છે કે એને તમારી પાસે જ રાખો કારણ કે એનાં ન હોવાથી આડોશપાડોશમાં શાંતિ છે! અને.. ‘હાર્લેમ ટ્રેજડી’ બે સહેલીઓની વાર્તા છે. એકનો પતિ દારૂ પીને એને ખૂબ માર મારે છે. પણ પછી નશો ઊતરી જાય ત્યારે ગુનાનાં પ્રાયશ્ચિત માટે એને ફરવા લઇ જાય, ભેટસોગાદ આપે, ખૂબ પ્રેમ કરે.બીજીનો પતિ દારૂ પીતો નથી, માર પણ મારતો નથી…. પ્રેમ પણ કરતો નથી. એને થાય કે મારો પતિ પણ મને માર મારે તો કેવું સરસ..એની સહેલી એને કહે છે કે બધાનાં નસીબમાં મારા પતિ જેવા સારા(!) પતિ થોડાં હોય? એવું હોય તો છૂટાછેડાં ક્યારેય થાય જ નહીં. ‘આફ્ટર ટ્વેન્ટી યર્સ’માં બે બહુ જૂના મિત્રો વીસ વર્ષે મળે છે. ઓળખી પણ શકતા નથી. એક સામાન્ય પોલિસમેન હોય છે અને બીજો ખૂબ પૈસાદાર અને.. અરે આવી તો ચારસોથી પણ વધારે વાર્તાઓ છે અને એ બધી વાર્તાઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે.

ઓ. હેન્રી ચિરંજીવી છે. છેક ૧૯૧૮થી દર વર્ષે આજે પણ શ્રેષ્ઠ ટૂંકી વાર્તાનું ઇનામ ઓ. હેન્રીનાં નામે અપાય છે. ઓ. હેન્રીની વાર્તાઓ પરથી હોલીવૂડમાં મેરેલિન મુનરો-ચાર્લ્સ લૌટન અભિનિત ‘ઓ. હેન્રી ફુલહાઉસ’(1952) તો બોલીવૂડમાં ઐશ્વર્યા રાય-અજય દેવગણ અભિનિત ‘રેનકોટ’(2004) અને સોનાક્ષી સિન્હા-રણવીર સિંઘ અભિનિત ‘લૂટેરા’(2013) જેવી કેટલીય ફિલ્મ્સ દુનિયાભરમાં બની છે. ગુલઝારે ઓ. હેન્રીની પાંચ વાર્તાઓ પરથી લખેલા ‘અરે ઓ. હેન્રી’(2012) હિંદી નાટકનું મંચન

અમદાવાદ સહિત અનેક શહેરોમાં થયું છે. ઓ. હેન્રીની જન્મભૂમિ ગ્રીન્સબોરોમાં છેલ્લા ત્રીસ વર્ષોથી ‘5 બાય ઓ. હેન્રી’

શીર્ષકથી દર વર્ષે અલગ અલગ પાંચ વાર્તાઓનું નાટ્ય રૂપાંતર ભજવાય છે. ઓ. હેન્રીની ચિરંજીવિતાનું કારણ એ છે કે આજે પણ કાંઇ અણધાર્યું મળે તો એનો આનંદ અનેરો છે. એટલે પ્રિય વાંચકો, આપણે જીવનમાં બહુ પ્લાનિંગ કરવું નહીં. નહીંતર કશું અણધાર્યું બને જ નહીં. મઝા પણ તો પછી ક્યાંથી મળે? હેં ને?

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized

8 responses to “ઓ. હેન્રીનો ૧૦૪મો જ્ન્મદિવસ છે/ પરેશ પ્ર વ્યાસ

 1. ૧૦૪મો જન્મદિવસ વાંચીને પ્રશ્નાર્થ થયો.
  વિકીપીડિયા પ્રમાણે William Sydney Porter (September 11, 1862 – June 5, 1910), known by his pen name O. Henry, was an American short story writer. O. Henry’s short stories are known for their wit, wordplay, warm characterization, and surprise endings.
  ૧૮૬૨માં જન્મ… અને આ છે ૨૦૧૬… તો પછી ૧૦૪મો જન્મદિવસ?!

  • pragnaju

   આપની વાત બરોબર છે ધ્યાન દોરવા બદલ ધન્યવાદ
   September 11, 1862 – June 5, 1910 ચિ પરેશે જન્મતારીખમાંથી ૯/૧૧ અને ૧૯૧૦ મરણના વર્ષનું ગણી કદાચ આવી ભૂલ કરી હશે
   તેણે લખેલા આ લેખો જરુર વાંચશોજી દિવ્ય ભાસ્કર દૈનિક સમાચાર પત્રની સાપ્તાહીક પૂર્તી કળશ માં પ્રકાશીત થયેલ આર્ટીકલ્સ

   * ચિન્ક ઈન આર્મર કમજોર કડી કૌન?
   * ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન : પ્રેમના વહાલ પર્વની વાત
   * ગૂગલ ડૂડલ : એક અર્થસભર ચીતરપટ્ટી
   * બડી : યારી હૈ ઇમાન મેરા…
   * જિંજર ગ્રૂપ: શેર સૂંઠ ખાઇને કૌવત બતાવતા લોકોનું જૂથ
   * ડિજિટલ ડાયેટ ગેજેટ્સથી અન-પ્લગ થાઓ…
   * પાયજામાની પારાયણ
   * ફેસ-ઓફ, ફેસ-સેવ ખેલ ખરાખરીનો, પણ હારીને પણ બચી ગયાનો અહેસાસ
   * ઓમ્બડ્સમેન: ભસતો કૂતરો કરડે ખરો?
   * રિટેલ બજારમાં વોલમાર્ટ નામે એક ચતુર વેપારી
   * એવરગ્રીન: ન પાનખર, ન વીતેલી વસંત, શાશ્ચત, ચિરંતન દેવ આનંદ
   * બોડી શોપિંગ: હમ હૈ મતા-એ-કૂચા-ઓ-બાઝાર કી તરહ…
   * ટ્રોફી ચાઇલ્ડ: હારના મના હૈ…!
   * રોકસ્ટાર: યુવા પેઢીના બગાવતી સૂરનો તિલસ્મી ગવૈયો
   * બેઇલઆઉટ : મા, મને કોઠીમાંથી કાઢ!
   * વિચ-હન્ટ: ચુડેલના વાંસા જેવી જ ભયંકર વાત
   * હેલિકોપ્ટર પેરન્ટ: ભૂલો ભલે બીજું બધું, સંતાનોને ભૂલશો નહીં!
   * સ્લો પેરન્ટ: બાળઉછેરની દોડધામ? ઝરા આહિસ્તા આહિસ્તા…
   * ટી પાર્ટી: ચાહ બર્બાદ કરેગી હમે માલૂમ ન થા!
   * ‘અન્ના’ના અર્થ છે હઝાર: સન્માન, સહજતા,સંસ્કારિતા
   * અમ્મો: યુદ્ધ કે વાગ્યુદ્ધમાં વપરાતા વિસ્ફોટકની વાત
   * સાયબર વિડો: રિયલ અને વર્ચ્યુંઅલ વર્લ્ડ વચ્ચે ઝૂલતું વૈધવ્ય
   * શફલ, રિશફલ…
   * અંડરવર્લ્ડ: ખલ્લાસ..!
   * ‘કેચ-૨૨’ : જીતો કે હારો, તમે હારેલા જ છો!
   * સચિન સામે સ્લેજિંગનું પણ સુરસુરિયું
   * ટોન્સર (Tonsure) એટલે મૂંડન ત્યાં પણ બાલ બાલ બચ્યા તો નહીં જ!
   * ફ્યુજીટિવ: જોયું ને ઊઠ્યો ને કૂધ્યો ને નાઠો રે…
   * Reign (રૈન) : ખાધું, પીધું ને રાજ કીધું
   * ક્રુસેડ: ધર્મ પ્રેરિત, ધર્મ સંસ્થાપનાર્થાય થતું યુદ્ધ
   * કાર્નિવલ: નાચેંગે, ઝૂમેંગે, ગાયેંગે…
   * જાણો મોફિઁગ એટલે શું ?
   * ઓલિવ બ્રાંચ: ચાય પે બુલાયા હૈ…
   * ચેકબુક જર્નલિઝમ, યલો જર્નલિઝમ, ન્યૂ જર્નલિઝમ…
   * જગપ્રસિદ્ધિએ ચડેલો શબ્દ: એબેટ
   * સ્વૂપ: ચીલ ઝડપે ચીલ ઝપટ, ચિલ્લાહટ અને બાજી ખતમ
   * બેલી : પેટના પટારાનું પિસ્ટપેષણ!
   * સ્લટ: ગિરતી હૈ હર નિગાહ ખરીદાર કી તરહ!
   * ટર્સ બોલે તો મુદ્દાસરની વાત, સાવ ટૂંકી ને ટચ
   * રિફ્ટ: રિશ્તોં મેં દરાર આઇ…
   * હૉરિઝૉન્ટલ જોગિંગની લાલસા:લિબિડો
   * ‘ટાઇ’ એટલે બાંધવું પણ ‘ટાઇ અ નોટ’ એટલે લગ્ન કરવા.
   * Loot: કોઇ લુટ જાતા હૈ, કોઇ લૂટ જાતા હૈ…
   * કોઅલિશન: મારા, તમારા, આપણાં
   * યાહૂ: ચાહે કોઇ મુઝે જંગલી કહે… – Yahoo …
   * બનાના રિપબ્લિક
   * સ્પેકટ્રમ: ૨G, ૩G, લો જી પઢોજી – spectrum: 2G …
   * હાઇ-ફાઇ: નામ ગૂમ જાયેગા… – Hifi nam gum jayega …
   * ઓનિયન્સ: ક્રાય ક્રાય ઇતના ક્રાય કરતે …
   * સ્મોકસ્ક્રીન: યે ધૂંઆ કહાં સે ઉઠતા …
   * ‘એશિસ’ પડી આહીં ક્રિકેટ લાડકવાયાની …
   * મેલ્ટડાઉન: અસ્તિત્વને ઓગાળી નાખતી …

 2. અમેરિકન વાર્તા નવેસ ઓ હેનરીની ૧૦૪ મી જન્મ જયંતીએ સરસ શ્રધાંજલિ

  ઓ હેનરીની વાર્તા સાહિત્ય વિષે શ્રી પરેશભાઈ નું મહુવા અસ્મિતા પર્વમાં પ્રવચનનો વિડીયો (એપ્રિલ ૨૫, ૨૦૧૧ )

  Raincoat Full Movie in HD | Ajay Devgan | Aishwarya Rai | Rituporno Ghosh
  Raincoat is a 2004 Indian Hindi drama film directed by Rituparno Ghosh, and starring Ajay Devgan and Aishwarya Rai. It tells the story of two lovers, separated by destiny, who meet again one day. This encounter allows each to realize the truth about the lives they are living. It is an adaptation of the short story The Gift of the Magi (1906) by O Henry and is the inspiration of Mithaq Kazimi’s film, Through Her Eyes.

 3. pragnaju

  ઘણો આભાર
  આપે ખાસ રસ લઇ બન્ને યુ ટ્યુબ મૂકવા બદલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s