नम: पार्वतीपतये हर हर महादेव हर

%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6અભિનંદન

ઉપનિષદોના પ્રવચનોનો પ્રસંગ ચાલી રહ્યો છ. જુદા જુદા ધર્મશાસ્ત્રોમાં સૌથી વધુમાં વધુ ચિંતનનો કોઈ ગ્રંથ હોય તો એનું નામ છે ઉપનિષદ. ઉપનિષદમાં ઉપરનું ઉચ્ચ કક્ષાનું પ્રચુર ચિંતન ભર્યું છે. એ ચિંતન કોઈ સંપ્રદાયનું નથી, કોઈ પંથનું નથી, કોઈ ખાસ પરંપરા ચલાવવા માટેનું નથી પણ એ આખું ચિંતન સંપૂર્ણ માનવજાત માટે તટસ્થ રીતે લખાયેલું છે. ધ્યાન દેજો, એ ચિંતન છે, એના પાંચ ભેદ છે. પહેલું વ્યક્તિ લક્ષી એટલે એ વ્યક્તિ સુધી સીમિત છે. બીજું સમાજ લક્ષી ચિંતન કે મારા સમાજનું કલ્યાણ થવું જોઈએ, સમાજનો વિકાસ થવો જોઈએ, સમાજ ઊંચો આવવો જોઈએ. આમાં સમાજની પ્રધાનતા છે. ત્રીજું રાષ્ટ્રનું ચિંતન છે કે મારો દેશ, મારા રાષ્ટ્રનું કલ્યાણ થવું જોઈએ, ભલું થવું જોઈએ. ચોથું માનવતા લક્ષી ચિંતન છે.  માત્ર મારો દેશ નહિ, આખી દુનિયાની તમામે તમામ માનવતા, ગોરી ચામડી હોય કે કાળી હોય, હિન્દૂ હોય,  મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય. માણસમાત્રનું ભલું કરવા માટેનું આ માનવતાવાદી ચિંતન છે. અને પાંચમું જે ચિંતન છે એ સંપૂર્ણ જીવ જગત માટે છે. માત્ર માનવતા નહિ, કીડી મકોડીનું પણ ભલું થવું જોઈએ. પશુ-પક્ષીનું પણ ભલું થવું જોઈએ. મારા જીવનનું ધ્યેય માત્ર માનવતાથીજ અટકતું નથી જીવ-જંતુ માત્રનું પણ ભલું થવું જોઈએ. ઉપનિષદમાં આ પાંચેપાંચ ચિંતનનો સમાવેશ છે. પણ આ પાંચેપાંચ ચિંતનોને અલગ કરી દેવામાં આવે ત્યારે શું થાય? ત્યારે સમાજ છે, પ્રજા છે એ સર્વાંગી નહિ પણ એકાંગી થઇ જાય. દા.ત. તમે જયારે દાળ બનાવો છો ત્યારે મરચું-મીઠું, મસાલા વિગેરે બધું પ્રમાણમાં નાંખો તો સ્વાદિષ્ટ થાય. પણ ધારોકે તમને મરચું ભાવતું હોય અને ફક્ત મરચું નાંખો તો શું થાય? એ દાળ એકાંગી લાગે. એમ ચિંતન એકાંગી બને, એક પક્ષને લઈને ચાલનારું બને ત્યારે એ સમગ્ર માનવજાતના પ્રશ્નોને ઉકેલી શકે નહીં. સમગ્ર માનવજાતના નાના-મોટા તમામે તમામ પ્રશ્નોને જે ચિંતનમાં સમગ્રતા હોય તેજ ઉકેલી શકે. આ ચિંતનની દ્રષ્ટિએ ભારતમાં પાંચ ભાગ પાડવામાં આવ્યા છે. ઋષિ ચિંતન, સાધુ ચિંતન, પુરોહિત ચિંતન, સંત ચિંતન અને આધુનિક ચિંતન. ઉપનિષદો એ ઋષિ ચિંતન છે, એમાં સમગ્રતા છે. ભૌતિક જગતનો વિકાસ કરો અને આધ્યાત્મિક જગતનો પણ વિકાસ કરો. તમારું સારું ઘર હોય, સારા કપડાં હોય, ઘરમાં અનાજ હોય એટલે તમે લાચાર જીવન ન જીવતા હોવ, આ ઋષિ ચિંતન છે. આપણે ત્યાં ઋષિઓએ ધર્મનું લક્ષણ બતાવ્યું કે “यतोभ्युदय निःश्रेयस सिद्धि सधर्म:” જેનાથી આ લોકનો અભ્યુદય થાય અને પરલોકની પ્રાપ્તિ થાય અને આ બેય કામ એક સાથે થાય એનું નામ કહેવાય ધર્મ. આ બંને એકી સાથે થઇ શકે પણ ઉત્તર્વર્તી કાળમાં એવું આવ્યું કે પરલોક સુધારવા માટે આ લોકના સુખોનો ત્યાગ કરવો. આ સાધુ ચિંતનમાં વ્યક્તિવાદી ચિંતન આવ્યું. મારો આત્મા અને મારો મોક્ષ, મારે દુનિયાની કંઈ પડી નથી, કોઈ સુખી થાય, કોઈ દુઃખી થાય, સૌ સૌના કર્મો પ્રમાણે ભોગવે છે. . મારે કંઈ એમાં લેવા-દેવા નથી. મારે તો મારા આત્માનું કલ્યાણ કરી લેવું છે. અને આત્માનું કલ્યાણ કરવું હોય તો આ લોકના સુખોને એટલે ઘર-બાર, પત્ની, બાળકો, મિલ્કત, ધંધો છોડવું પડે. ઋષિ ચિંતનમાં કશું છોડવાનું નથી પણ એને બરાબર નિષ્ઠાથી નિભાવવાનું છે અને કર્તવ્યનું પાલન કરવાનું છે. તમે આદર્શ પતિ બનો, આદર્શ પત્ની બનો અને એકબીજાને ખુબ સુખ આપો. ઋષિ ચિંતનમાં શું છે કે તને(બાળકોને) આયુર્વેદ ભણાવીશ, ધનુર્વિદ્યા-શસ્ત્રવિદ્યા શીખવીશ, ખગોળ-ભૂગોળ, ક્ષત્રં વિદ્યા ભણાવીશ. જેટલી દુનિયાની વિદ્યાઓ છે એ બધી તને ભણાવીશ. ઋષિ ગુરુકુળમાં સમાજના બાળકોને આ બધી વિદ્યાઓ ભણાવે છે અને બધાને આદર્શ નાગરિક બનાવે છે. એને વિદ્વાન બનાવે છે, શૂરવીર, ઉદાર, સજ્જન બનાવે છે. એક ભલો માણસ બનાવે છે. ભણતર પૂરું થાય એટલે એને ઘરે મોકલાવે છે પણ એને સાધુ નથી બનાવતો. પછી એને ઉપદેશ આપે છે, “सत्यम ब्रूयात, प्रियं ब्रूयात, न ब्रूयात सत्यम प्रियम” ઘરે જજે અને સાચું બોલજે પણ પ્રિય બોલજે ઉદાહરણ સાંભળો કે તમે કોઈ પ્રજ્ઞા ચક્ષુને સુરદાસ કરીને બોલાવો તો સારું લાગે પણ કાણિયો કહીએ તો કેવું લાગે? પછી નિશ્ચિત ઉપદેશોમાં ખાસ ઉપદેશ આપે છે, सत्यम वद સત્ય બોલજે, धर्मम चर ધર્મ પ્રમાણે ચાલજે, मातृ देवो भव, पितृ देवो भव, अतिथि देवो भव, आचार्य देवो भव. . ઉપનિષદના આ ચાર દેવ છે અને આ ચાર દેવની જે ઉપાસના કરે છે એ ઉપનિષદને સમજી શક્યો છે. હવે આ ચાર દેવને ઠોકરે મારે અને બીજા દેવને ચોખા નાંખે અને ઘરમાં પેલા માતૃ દેવને ખાવાનું પણ નથી આપતા તો એને શું કહેવું? ઉપનિષદોમાં આચાર્ય છે, ગુરુ નથી. વિદ્યાર્થીને ગુરુકુળમાં રાખી એકડેથી માંડીને છેલ્લે સુધી ભણાવે એને આચાર્ય કહેવાય. હવે એક દહાડો કાન ફૂંકીને કંઠી બાંધી, ટીલું આપી દીધું એટલે તમારું કલ્યાણ થઇ ગયું? કલ્યાણ તો પેલા આચાર્યે કર્યું જેણે તમને બાર-પંદર વર્ષ સુધી ભણાવ્યા એટલે ઉપનિષદોમાં આચાર્ય દેવ છે. આચાર્ય બાળકોને પોતાના બાળકો સમજે છે. એમને ભણાવે છે, જમાડે છે અને સાથે સુવાડે છે. એટલે અહીં કહ્યું છે, आचार्य देवो भव. એટલે જયારે પણ આચાર્ય તમને રસ્તામાં મળે એટલે એને પ્રણામ કરવાના, માન આપવાનું અને સન્માન કરવાનું. શ્રદ્ધા પૂર્વક સન્માન કરે એને પૂજા કહેવાય અને શ્રદ્ધા વગર સન્માન કરો તે આવકાર કહેવાય. શિષ્ય કહે છે, મારે ઘરે નથી જવું ત્યારે આચાર્ય કહેશે કે “आचार्याय प्रियमधनमहारित्य प्रजातंतुमा व्यवच्छेदसि”તારા જે આચાર્ય હોય એને સમય-સમય ઉપર શાલ લઇ આપજે, સ્વેટર લઇ આપજે અને બેસતા વર્ષે મીઠાઈ આપી આવજે. તારા મગજની અંદર આચાર્ય સાથેનો સંબંધ સતત રહેવો જોઈએ. એટલે આપણે ત્યાં આભાર માનવ માટે ગુરુ પૂનમની ખાસ વ્યવસ્થા છે. એમાં એક સરસ શબ્દ લખી દીધો કે प्रियमधनमहारित्य એને જે પ્રિય હોય એવી વસ્તુ લઇ જવી. प्रजातंतुमा व्यवच्छेदसि એક મોટી જવાબદારી સોંપે છે કે પ્રજારૂપી તાંતણાને તું તોડીશ નહીં, (એટલેકે તું સાધુ થઈશ નહીં) આ ઉપનિષદ છે એટલે સાધુ પિરિયડ અને ઉપનિષદ પિરિયડમાં બહુ મોટું અંતર છે. પછી તો ઋષિ વ્રતો આપે છે. . “भूत्येयन प्रमदितव्यम” – भूति એટલે ઐશ્વર્ય, બે પૈસા કમાવવામાં પ્રમાદ(આળસ) કરીશ નહીં. તારે બે પૈસા કમાઈને એમાંથી અડધો પૈસો કોઈ સારા કામમાં વાપરવાના. “देवकार्येन प्रमदितव्यम” पितृकार्येन प्रमदितव्यम” દેવ કાર્ય અને પિતૃ કાર્યમાં પણ પ્રમાદ કરવો નહીં. એટલેકે વૃદ્ધ માતા-પિતા, સાસુ-સસરા વિગેરે તમારા પિતૃ કહેવાય એમની કાળજી લેવી. અમેરિકામાં એક ચરોતરના પટેલની વાત સાંભળો કે જેના હાથ નીચે 200 માણસો કામ કરે છે અને એની પત્ની જર્મની છે. એ જયારે કામ ઉપર જાય ત્યારે માતા-પિતાને પગે લાગીને જાય, આખી વાત સાંભળી લેવી. . એટલે એમ પેલો ઋષિ વ્રત આપે છે. પછી આપણે શ્રાવણ મહિનો કરીએ ત્યારે આપણી નજર રસોડા ઉપર હોય છે, ઉપનિષદ કહે છે, એવા વ્રતો નહિં, પણ “अन्नम बहुकुर्वितद्व्रतम” તું અન્નના ઢગલા કરજે આ હું તને વ્રત આપું છું. સાધુ પિરિયડમાં ખેતી ઉપર ચોકડી લાગી ગઈ કે ખેતી પાપ છે, કેટલા જીવ-જંતુઓ મરે છે. ઇઝરાઈલમાં જઈને જોજો, રણમાં અન્નના ઢગલા કરી દીધા, ફળના ઢગલા કરી દીધા.આપણે પાપ કહીને દૂર ભાગ્યા તો હવે બહારથી લાવીને ખાઓ. એટલે તમે પરાધિન અને લાચાર થઇ જવાના. ઋષિ પછી કહે છે, “अन्नम न निदयातद्व्रतम” અન્નની નિંદા કરીશ નહીં. “अन्नम न परिचक्षितद्व्रतम” અન્નનો એંઠવાડ છોડીશ નહીં. તો અન્નના ઢગલા કરવાથી શું પ્રાપ્ત થશે? તો “अन्नवान अन्नादोभवति, महान भवति, प्रजया पशुभिर ब्रह्मवर्चसेन” જેના ઘરમાં અનાજના ઢગલા હશે (અન્ન અહીં ઉપલક્ષણ છે, અનાજ એટલે સમૃદ્ધિ) તે અન્નનો દાતા થશે. આખી દુનિયામાં દુષ્કાળ પડે તો અમેરિકાથી અન્ન આવે છે. ટેક્ષાસમાં સૌથી વધારે અનાજ પેદા થાય છે. અનાજના ઢગલા કેવી રીતે થયા તે સંબંધે એક ડોસા-ડોસીની વાત સાંભળો.  વર્ષો પહેલા જયારે વીજળી પણ ન હતી ત્યારે એમણે ખેતરમાં કેટલાયે પ્રયત્નો કરી કૂવો ખોદ્યો અને ખેતી કરી એટલે મબલખ અનાજ પકવ્યું. ધરતીમાં નીચે પાણીની નદીઓ હોય છે એટલે કોઈપણ જગ્યાએ બોર કરો તો પાણી નીકળવાનું છે. આ તો ભગવાને એક ડીઝાઈન બનાવી છે કે આવનારા સમયમાં ઉપરનું પાણી ચાલ્યું જશે તો ધરતીના પેટાળમાંથી પાણી કાઢી શકાય. આ ખેડૂતે ત્રણ-ચાર જગ્યાએ કૂવો ખોદ્યો અને પાંચમી જગ્યાએ એને સફળતા મળી. આપણે ત્યાં પાણી ન નીકળે તો કહેશે કે અહીંયા નવચંડી કરવી પડશે. અમેરિકાની સરકારના માણસોએ વિચાર કર્યો કે અમેરિકાને ભવિષ્યની સુપર તાકાત બનાવવી હોય તો આવા કુવા ગામેગામ ખોદાવો. પછી એન્જીનની શોધ થઇ અને અત્યારે તો આખી દુનિયા ખાઈ શકે એટલા ઘઉં ટેક્ષાસ પેદા કરે છે. કોઠારો એવા બનાવ્યા કે આજનું નાંખેલું અનાજ વીસ વર્ષે પણ એવુંને એવું નીકળે. એટલે ઋષિ કહે છે, તું અનાજના ઢગલા કરીશ તો તને ત્રણ લાભો થશે. એક તો તું અન્નનો દાતા થઈશ, મહાન થઈશ. દેનારો મહાન થાય, અને પ્રજા મહાન થશે. @35.02min. જેના ઘરમાં રોટલાની ઉદારતા હોય એના ઘરમાં ભાગ્યેજ કુપાત્ર પ્રજા પેદા થતી હોય છે. પૈસો છે ઐશ્વર્ય છે પણ કોઈને રોટલો મળતો નથી. નરસિંહ મહેતાએ સંતની ઊંચી મેંદી કેમ કહી છે, તે સાંભળો. એટલે અહીંયા કહ્યું છે, अन्नवान अन्नादोभवति, महान भवति એટલે એની પ્રજા મહાન થાય રોજ નવા નવા અતિથિ આવે, ઘરમાં ભાવથી જમાડતા હોય એટલે સંસ્કાર પડે. प्रजया पशुभिर ब्रह्मवर्चसेन અને ત્યાં અતિથિઓના દ્વારા ઊંચું જ્ઞાન છે, એની ચર્ચા થયા કરશે એટલે બાળકોમાં સંસ્કાર પડશે. ઉપનિષદનો ઋષિ સમગ્ર દર્શન લઈને ચાલે છે. એ ખેતી કરાવે છે, ધનુર્વિદ્યા શીખવાડે છે, આયુર્વેદ શીખવાડે છે, યોગ શીખવાડે છે અને જરૂર પડે ત્યારે રાજા પાસે યુદ્ધ કરાવડાવે છે અને કેટલીયે વાર રાજા સાથે યુદ્ધ કરવા જાય છે. આ ઋષિ યુગ છે, એમાં સમગ્રતા છે, એમાં રાષ્ટ્ર છે. “स्वस्तिसम्राज्यम भौजयं महाराज्यम आधिपत्यमयं” મારું સમુદ્ર સુધી મહાન રાષ્ટ્ર થાય એવી પ્રાર્થના કરે છે. . અમારી ગાયો ખુબ દૂધ દેનારી હોય, અમારા ખેતરો લીલા છમ હોય. અમારા ઘોડા સારા હોય, સેનાપતિઓ મહાન હોય, આ ઋષિની પ્રાર્થના છે. સાધુ પિરિયડમાં બધું બદલાય ગયું, માત્ર આત્માનીજ વાત. બધી નકારાત્મક વાત. સમૃદ્ધિમાં સુખવાદ છે. સાધુ પિરિયડમાં સુખ પ્રત્યે ઘ્રણા કરવામાં આવી કે સુખજ દુઃખનું મૂળ છે. માટે આ સુખોને છોડો એટલે તમારો વિકાસ અટકી ગયો. પછી કહેશે રાજા થઈને શું કરશો? તપેશ્વરીથી રાજેશ્વરી અને રાજેશ્વરીથી નરકેશ્વરી એટલે અંતે તો નરકમાંજ જવાનું છે. એટલે સમાજવાદ, રાષ્ટ્રવાદ, માનવતાવાદ ઉપર ધૂળ નંખાઈ ગઈ. તમારે તમારા ધર્મનું ઉત્થાન કરવું હોય, પ્રજાને સમૃદ્ધ કરવી હોય તો આ ઋષિયુગને સમજો. એ સંસારને પ્રપંચ નથી કહેતો એ સંસારને“सम्यकसार: यस्मिन ससंसार:” સારામાં સારો સાર ભરેલો હોય એનું નામ સંસાર. જે સાર ન શોધી શકે એને માટે સંસાર અસાર છે. પછી પુરોહિત પિરિયડ આવ્યો એમણે તમને કર્મકાંડી બનાવ્યા. એમાં પાર વિનાની વિધિઓમાં પ્રજાને ચઢાવી દીધી. શ્રાપ અને આશીર્વાદની વાતો પ્રજાના મગજમાં ભરી દીધી. પુરોહિત પિરિયડે તમને સુખવાદી બનાવ્યા પણ પુરુષાર્થવાદી ન બનાવ્યા. પ્રજાના મનમાં કથાઓ ભરી દીધી. અમેરિકામાં એક ભાઈએ સ્વામીજીને પૂછ્યું તમારી એક્ટિવિટી શું? દર્શન દેવા અને આશીર્વાદ આપવા અને એ ધમધોકાર ચાલે છે. પછી આપણે ત્યાં સંત યુગ-સંત પિરિયડ આવ્યો. એમાં સંત કબીર, નાનક, તુકારામ, નરસિંહ મહેતા, મીરા, એકનાથ વિગેરે બધી જ્ઞાતિઓમાંથી થયા. આ બધાએ ખુબ અમર પરા વાણીઓ આપી પણ એમાં રાષ્ટ્રવાદ, સમાજવાદ નથી. એમાં આદ્યાત્મિકતાની એકતાની વાત ખરી પણ સામાજિક એકતા નથી. ભજન કરવા સાથે બેસે પણ જમવા ન્યાતવાર જુદા બેસે. કન્યાની લેવડ-દેવડ થઇ શકે નહીં. . સ્વામીજીએ ગાંજો ફૂંકાય ત્યાં એકતા જોઈ, એ વિશે સાંભળો. ત્યાં મુસ્લિમ સહીત બધા માણસો વારાફરતી ચલમ ફૂંકતા હતા. આવી એકતા કોઈ ધર્મસ્થાનોમાં જોવા નહિ મળે. એટલે સંતવાણીમાં આધ્યાત્મિક એકતા છે પણ સામાજિક એકતા નથી કે રાષ્ટ્રીય ભાવ નથી. ગામમાં પાણીની વ્યવસ્થા ન હોય, ગામ કચરાથી ખદબદતું હોય, રોગમાં માણસો, સ્ત્રી-બાળકો મરી જતા હોય એને માટે કોઈએ કામ કર્યું નહીં. એના પછી પાંચમા ભાગમાં વિવેકાનંદ પરદેશ ગયા. એમણે જોયું કે આ પ્રજાનું આરોગ્ય સારું અને લાબું જીવે છે. આપણા કરતા ઘણું સુખ ભોગવે છે, ઘણા સારા ઊંચા વિચારો રાખે છે, દાન ઘણું કરે છે. પ્રામાણિકતા ઘણી, સત્ય ઘણું, ન્યાય ઘણો, શૌર્ય ઘણું કે આ પ્રજા તો બહુ ઊંચી પ્રજા છે. અને આપણે તો અહીં કીડા-મકોડા જેવી ગુલામ પ્રજા છે. એમનું મગજ બદલાઈ ગયું. રામકૃષ્ણે સાચું વેદાંત સમજાવ્યું કે ભૂખ્યા માણસોને અનાજ આપો, ખાવાનું આપો, રોગી માણસોને દવા આપો. જે અજ્ઞાની છે, ભ્રમણામાં પડેલા છીને જ્ઞાન આપો, આ વેદાંત છે. આ અંગે મહાભારતમાં ધર્મરાજ જયારે સ્વર્ગના દરવાજે પહોંચ્યા ત્યારે સાથે એનું કૂતરું લઇ ગયેલા તે પ્રસંગ સાંભળો. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે જો મને એકલાને મોક્ષ મળતો હોય તો મને એવો મોક્ષ જોઈતો નથી. હું મોક્ષ આપનારને પહેલા પૂછીશ કે જે લોકોએ જિંદગીભર મારી રસોઈ કરી, મારા વાસણો ઘસ્યા, કપડાં ધોયાં, મારા માટે ચિંતા કરી, મારું માથું દબાવ્યું, મારા પગ દબાવ્યા, એ લોકોને જો પહેલો મોક્ષ મળતો હોય તો મારે મોક્ષ જોઈએ છે. તો આ ક્રાંતિ થઈને? આ દ્રષ્ટિકોણમાં માનવતા આવી. @50.01minએટલે આ ઋષિ માર્ગ છે. એની ખાસિયત છે કે આ છ મંત્રોની અંદર કહે છે, “अन्धन्तमः:प्रविशन्ति एऽविद्यामुपासते, ततो भूय इव ते तमो य उ विद्यायारता:” એ ભાઈ જે માત્ર અવિદ્યાની એટલેકે ભૌતિક વિદ્યાની ઉપાસના કરે છે, એતો અંધકારમાં પ્રવેશશે પણ જે લોકો માત્ર વિદ્યાની એટલેકે આધ્યાત્મિક વિદ્યાનીજ ઉપાસના કરે છે એતો પેલા ફક્ત ભૌતિક વિદ્યાવાળા કરતા પણ વધારે ગાઢ અંધકારમાં પ્રવેશે છે. આવું કેમ લખ્યું? પેલા જે ભૌતિક વિદ્યાવાળો છે એને રોટલાની ચિંતા નથી. એને મોટર સારી છે, મકાન સારું છે, કપડાં સારા છે, એની પાસે પૈસો છે, એટલું તો છે. એનો પરલોક બગડયો પણ આ લોક તો બગડયો નથીને? પણ જે વિદ્યામાંજ રત છે, સવારથી સાંજ સુધી મંજીરા વગાડે છે, એનું પરિણામ એ આવે છે કે એના ઘરમાં અનાજ ના હોય અને બીજી જીવન જરૂરિયાતનો અભાવ હોય એટલે પેલાનો તો ફક્ત પરલોક બગડયો પણ આના તો બંને બગાડયાં. એટલે ઉપનિષદ કહે છે મારે તમને કોરા ભૌતિકવાદી નથી બનાવવા અને કોરા અધ્યાત્મવાદી નથી બનાવવા પણ બંને બનાવવા છે. વિવેકાનંદે કહ્યું એક હાથમાં માળા અને બીજા હાથમાં હળ. સ્વામી રામદાસે શિવજીને તલવાર પકડાવી અને કહ્યું માળા હું કરીશ. આ ઋષિ ચિંતન છે. માળા કરતા તલવારનો ધર્મ કઠિન છે. એવું નહિં માનતા કે ભગવાન અવતાર લેશે ને બધું ઠીક કરી દેશે. તમે પોતે અવતારજ છો, બીજા અવતારની રાહ શા માટે જુઓ છો?  “अन्धन्तमः:प्रविशन्ति एऽविद्यामुपासते, ततो भूय इव ते तमो य उ विद्यायारता:” અને પછી કહે છે, પેલો બ્રહ્મ પરમાત્મા છે એ “अन्यदेवाहुर्विद्ययाऽन्यदाहु रविद्यया, इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे” પેલો જે પરમાત્મા છે, એ અવિદ્યાથી અલગ છે અને વિદ્યાથી પણ અલગ છે એવું અમે પૂર્વના ઋષિઓથી જાણેલું છે. પછી “संभूर्ति च विनाशं च यस्तद्वेदोभयसह, विनाशेन मृत्यु तीर्त्वा संभूत्यामृतमश्नुते” પછી આની આ વાતને संभूर्ति અને विनाशं દ્વારા કહેવામાં આવેલી છે એટલે એ રીતે તમે ઉપનિષદોને, ઋષિ માર્ગને સમજવાનો પ્રયત્ન કરજો. ઋષિમાર્ગ એક વ્યહવારિક માર્ગ છે. એ અધ્યાત્મ અને ભૌતિક બંને વાતોનો મેલ કરે છે પણ એ બે માંથી ઉપર અધ્યાત્મ વિદ્યાને રાખવું અને નીચે ભૌતિક વિદ્યાને અને લગામ અધ્યાત્મ વિદ્યાને આપવી. આવી રીતે આ ઋષિમાર્ગ અને ઋષિમાર્ગમાં ભૌતિક સમૃદ્ધિને પાપ માનવામાં આવ્યું નથી. અન્યાયથી ખોટી રીતે લાવો તો દોષ છે પણ સાચી રીતે લાવો તો એ દોષ નથી. “ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.” ॐ शांति: शांति: शांति:. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर.

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “नम: पार्वतीपतये हर हर महादेव हर

 1. સાચું વેદાંત શું એ સ્વામીજીએ સરસ સમજાવ્યું છે આ શબ્દોમાં ….
  રામકૃષ્ણે સાચું વેદાંત સમજાવ્યું કે ભૂખ્યા માણસોને અનાજ આપો, ખાવાનું આપો, રોગી માણસોને દવા આપો. જે અજ્ઞાની છે, ભ્રમણામાં પડેલા છીને જ્ઞાન આપો, આ વેદાંત છે.

 2. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને આધ્યાત્મિક ચિંતનને આવરી લેતા વેદજ્ઞાનની જટિલ વાતો સરળ શબ્દોમાં રજુ થઈ છે. બે ત્રણ વખત વાંચવો પડે એવો લેખ.

 3. Upnishadno sacho arth ane mamavane manav banavavanu ane banvano hetu Swamijie bahu saras a, javyo, manav karm kyay ane kyarey bhoolvanu nathi e supere samjavyu chhe.
  Jay sachchidanand.

 4. ઉપનિષદોમાં આચાર્ય છે, ગુરુ નથી.
  અને આપણે ત્યાં ગુરૂઓનો રાફડો ફાટ્યો છે !
  સચ્ચિદાનંદ સ્વામીના વિચારો અદભૂત છે. આમ કહેનારા કેટલા?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s