અવગણનાનું ઉપકરણ આ આપણો મોબાઇલ ફોન/પરેશ વ્યાસ

0

અવગણનાનું ઉપકરણ આ આપણો મોબાઇલ ફોન
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.                                                                                                                                                                     –                                               મરીઝ                                                                   

જાકારો કરતા પણ તુચ્છકારો ખરાબ. જાકારો એટલે સામાને ‘ચાલ્યો જા’ કહેવાની ક્રિયા. તુચ્છકારો એટલે સામાને હલકું કહેવાની ક્રિયા. જાકારો અને તુચ્છકારો એ બોલીને અપમાન કરવાનાં, બોલીને અવગણના કરવાનાં સ્થાપિત તરીકા છે. પણ અર્વાચીન કાળમાં આમ સાવ ચૂપ રહીને, કાંઇ પણ બોલ્યા વિના ય  અત્યંત ખરાબ રીતે અપમાન થઇ શકે છે. કોઇને તમારે અવગણવો હોય તો મોબાઇલ ફોન હાથવગો છે. કોઇ રૂબરૂ મળે, વાત કરે પણ હું ફોન કાઢીને દુનિયાનાં કોઇ અલગ જ છેડે કોઇની સાથે વાત કરવા માડું. જે પ્રત્યક્ષ છે એને ટાળી શકું, જે હાજર છે એને ઠેકાડી શકું. મોબાઇલ ફોન અજબ શસ્ત્ર છે. એ મારું સુરક્ષા કવચ છે. અણગમતાને ફૂટ ફૂટ દૂર રાખી શકું છું. પણ… હવે એ મારી આદત થઇ ચૂકી છે. અને હવે એવું થઇ ગયુ છે કે ગમતા ય દૂર થઇ ગયા છે. અત્યાર સુધી એની ચર્ચા નહોતી થતી કારણ કે એને માટે કોઇ શબ્દ નહોતો. ઓસ્ટ્રેલિયન ઇંગ્લિશ શબ્દો માટે પ્રમાણભૂત ગણાતી મક્વોરી ડિક્સનરીએ નવતર શબ્દનું સર્જન કર્યું; ફબિંગ(PHUBBING). ફોન+ સ્નબિંગનાં સંગમથી બનેલો શબ્દ.  સ્નબિંગ એટલે ઉપેક્ષાભર્યું વર્તન અથવા ઝાટકણી કાઢવી. મોબાઇલ ફોન બેધારી તલવાર છે. ઉપેક્ષા ઉભય પક્ષે છે. મોબાઇલ ફોન પર વાત ચાલુ છે. હું ઇચ્છું ત્યારે ગમે તેને વર્ચ્યુઅલી મળી શકું છું. પણ મને પ્રત્યક્ષ મળનારની હું પરોક્ષ રીતે ઉપેક્ષા કરું છું.

મોબાઇલ ફોનનાં તરંગો હવે ગમે ત્યારે મારામાં પ્રવેશીને મને ઝણઝણાવી જાય છે. મોબાઇલ ફોનને સમય કે સ્થળનું કોઇ બંધન નથી. મોબાઇલ ફોન એવો હિરણ્યકશિપુ છે; જે ખુરશીમાં કે પથારીમાં, દેવાલય કે શૌચાલયમાં, દિવસે કે રાત્રે, ઘરે કે બાહિરે, નિદ્રામાં કે તંદ્રામાં મારી વાંસે પડી ગયો છે. મોબાઇલથી પારકાં ભલે પોતાના થયા હશે. પણ પોતાના પારકાં થઇ ગયા છે. મોબાઇલ ફોન મારી સગવડતા માટે સર્જાયો હતો પણ હવે અગવડતાનો પર્યાય બની ગયો છે. મારા સંતાનો માટે મને સમય નથી અને મારા સંતાનોને મારા માટે સમય નથી. અમે ઓર્ફન પેરેન્ટ્સ ( અનાથ માતાપિતા) થઇ ગયા છીએ. પતિ પત્ની વચ્ચે ય સંબંધોનો મોટો હિસ્સો મોબાઇલ ખાઇ જાય છે. વોટ્સ એપ અને ફેસબૂકે તો ઘાણી કરી છે. આંખે કંકુનાં સૂરજ આથમ્યા નથી; પણ પત્ની છતે પતિએ વૈધવ્યની એકલતા અનુભવે છે. પતિની સ્થિતિ પણ સાયબર વિધૂર સમી છે. પતિ પત્ની ફબિંગ ફબિંગની સંતાકૂકડી રમે છે. સમય ક્યારે આવીને થપ્પો મારી જશે એનું અમને હવે ભાન જ રહ્યું નથી. અમેરિકાની બેયલોર યુનિવર્સિટીની રીસર્ચ કહે છે કે જો તમે મોબાઇલ ફોનને સતત હાથવગો રાખતા રહો, બીજા સાથે વાત કરતી વેળા મોબાઇલ ફોનને તાકતા રહો, વાત ક્ષણિક અટકે કે તરત જ મોબાઇલ ફોનને તપાસતા રહો- એ સઘળું ફબિંગ છે અને ફબિંગ એ પ્રેમ સંબંધોમાં તિરાડ પડવાનું, પ્રસન્ન દામ્પત્ય જીવન ખંડિત થવાનું  અર્વાચીન કારણ છે.

મોબાઇલ ફોનનું ડાયાબીટિસ જેવું છે. છાનાં પગલે આવે અને આસ્તે આસ્તે પોતાનું મીઠું ઝેર ફેલાવે. લાઇફ સ્ટાઇલ ડિસિઝ. સાયલન્ટ કિલર. મુશ્કેલી એ કે મોબાઇલ ફોનથી પડતી મુશ્કેલીઓ વિષે આપણે બધું જ જાણીએ પણ.. હોતા હૈ, ચલતા હૈ. આપણે ગંભીર નથી. ચાલો આજે જાગી જઇએ. જગત ભલે ના દિસે. ઊંઘમાં અટપટા ભેદ ભલે ભાસે. મોબાઇલ ફોનને કામચલાઉ રીતે ત્યજીએ. આપણાં રોજનાં ટાઇમટેબલમાં મોબાઇલ સાથે અબોલા લેવાનો ય પીરિયડ હોવો જોઇએ. મોબાઇલ ફોનને કોપભવનમાં રાખી શકાય. મોબાઇલ વિના ય મોબાઇલ રહી શકાય. મોબાઇલ વિના મારે ભમવાતા ડુંગરા, જોવીતી કોતરો ને જોવીતી કંદરા… વગેરે વગેરે.  હેં  ને? કોઇ રૂહ-બ-રૂહ મળે અને ફરિયાદ કરે કે તું તો ફોન જ નથી ઊપાડતો તો કહી દેવું કે મારી અને તારી વચ્ચે હવે કાંઇ પણ ન જોઇએ. મોબાઇલ ફોન પણ નહીં….

પ્રસાદ મા શ્રી મહેન્દભાઇનો

00

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized

7 responses to “અવગણનાનું ઉપકરણ આ આપણો મોબાઇલ ફોન/પરેશ વ્યાસ

 1. very true..and PHubbing word liked very much..yes its diabetes and cancer in 4th stage

 2. આમ હકીકત સ્વીકાર કરાવાથી ” ગુન્હો’ કર્યાનો અનુભવ કાયમ રહેશે ,એનું શું ?
  એના પર ‘કંટ્રોલ એટલે ” મન પર કાબૂ “? કેટલી હદે,” આદતસે મજબૂર હૈ હમ?”
  એ તો જાતે ભીતરના ‘સ્વ’નું સર્ટીફીકેટ ‘ લેવું …પાક્કી ઈમાનદારીથી

  • pragnaju

   મા લા’ કાન્તજી..
   આપનો વિચાર તો કદાચ તપસ્વી પણ અમલ ન કરી શકે…
   આવું જાણી હાલ બદનામ સેમસનની વાત -સેમસંગ ઇમર્જીંગ ટેક્નોલોજી લેબના સંશોધકોએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાથે મળીને એક મોબાઇલ ડિવાઇસ બનાવી છે જે માઇન્ડના ઉપયોગથી કંટ્રોલ કરી શકાય. આ ઇનોવેશન એવા લોકો માટે આશીર્વાદ સમાન હશે જેઓ મોબાઇલ ઇમ્પેરમેન્ટ્સથી પીડાય છે અને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ઉંડી અસર થશે. અત્યારે સંશોધકો સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ના ફીચર્સ અનુસાર કામ કરી રહ્યા છે. લોકોના વિચારોની મદદથી સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિના વિચારોથી માઇન્ડ કંટ્રોલ સેમસંગ ગેલેક્સી નોટ કંટ્રોલ કરવામાં આવશે તે એપ્લિકેશન લોન્ચ કરી શકશે, મ્યૂઝિક ડાઉનલોડ કરી શકશે અને ટેબ્લેટને ઓન અને ઓફ કરી શકશે. આ માટે ટેસ્ટરને એક કેપ ઇક્વિપમેન્ટ ઇઇજી-મોનિટરિંગની સાથે આપવામાં આવશે. જેથી તેમની એક્શન ગેજેટ્સ સુધી પહોંચાડી શકાય. ઇઇજી બ્રેઇન સિગ્નલ્સ ડિટેક્ટ કરીને એક્ટ કરશે.

   બ્રેઈન સિગ્નલ્સથી થશે એપ્લિકેશન લોન્ચ

   ગેજેટ જ્યારે બ્રેઇન સિગ્નલ્સને અનુસરતું હશે ત્યારે સંશોધકો તેને મોનીટર કરશે. માત્ર આંખના પલકારાના મદદથી ટેસ્ટર એપ્લિકેશન લોન્ચ, પોઝ/પ્લે મ્યુઝિક જેવી એક્શન કરી શકશે. ફાઇવ સેકન્ડના આધારે યૂઝર તેની એક એક્શન ૮૦થી ૯૫ ટકા જેટલી ચોકસાઇથી પર્ફોર્મ કરી શકશે. કિપેડથી કંટ્રોલ થતાં મોબાઇલ ડિવાઇસ સાથે માઇન્ડ ઇન્ટરેક્શનનો આ નવો પ્રોજેક્ટ છે.

   ઈઈજી કેપથી કંટ્રોલ થશે ડિવાઈસ

   અત્યાર સુધી માત્ર કિપેડ, ટચ, વોઇશ ઇનપુટથી ઓપરેટ થતી મોબાઇલ સિસ્ટમમાં માઇન્ડ કંટ્રોલ રિસર્ચથી યુઝરને તેની ડિવાઇસ વધારે કંટ્રોલ કરવાની તક મળશે અને તે પણ મોબાઇલને પોકેટમાં રાખીને. જો કે, ડિવાઇસને પ્રોપર કંટ્રોલ કરવા માટે યુઝરે ઇઇજી કેપ પહેરવી ફરજિયાત બનશે. તેમ છતાં રિસર્ચર્સ આ કેપને થોડી ફેશનેબલ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે.
   જો કે આવી ટેકનોલોજી સમજવામા અમે તો ઢ અ અ અ પણ દીકરાઓ કરતા અમારી ત્રીજી પેઢી આમાં વધુ સમજે!

 3. pragnaju

  અમારે બૌ બૌ સુખ.
  મોબાઈલ જ નૈ !!

 4. pragnaju

  પણ મન મોબાઇલ તેનું શું?

 5. મોબાઇલથી પારકાં ભલે પોતાના થયા હશે. પણ પોતાના પારકાં થઇ ગયા છે…..પત્ની છતે પતિએ વૈધવ્યની એકલતા અનુભવે છે.

  પરેશભાઈ ની આ વાત સાચી છે.

  વોટ્સ એપ ,ફેસબૂક અને મોબાઈલની આજે બધે બોલબાલા છે.લોકો એમાં જ ડૂબેલા રહેતાં આજે મોટી કોમ્યુનીકેશન ગેપ સર્જાઈ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s