ઘરઝુરાપો/પરેશ પ્ર વ્યાસ

%e0%ab%a6%e0%ab%a6ઘરઝુરાપો

 

 

 

जब भी घर से बाहर जाओ
तो कोशिश करोजल्दी लौट आओ
जो कई दिन घर से ग़ायब रहकर
वापस आता है
वह ज़िन्दगी भर पछताता है
घरअपनी जगह छोड़ कर चला जाता है।                                                                                                                                 –निदा फ़ाज़ली

ભણતર કે રળતર માટે ઘરથી દૂર જવું ય પડે. પછી પાછા ફરો ત્યારે કેટકેટલાં સંબંધ, કેટકેટલી યાદો જેમાં સજાવી હોય છે એ ઘર ત્યાં ન પણ હોય. આમ તો કહી દઇએ કે ફટ દઇને ફ્લાઇટમાં બેઠાં કે  પહોંચી જઇએ પણ આમ સઘળું આસાન પણ તો નથી. અને પછી કોઇ સોનલ સાંજે…. ઘરની યાદ

સાગમટે મનને ઘેરી વળે છે. ઘરઝુરાપી કાયાને આખી કાયનાતમાં પછી ક્યાંય ટાઢક મળતી નથી. ઘણું અઘરું હોય છે ઘરઝુરાપાને ઝેલવાનું, પંજેલવાનું. ઘરઝુરાપો માત્ર બાળકો પૂરતો સીમિત નથી. મોટા માણસો પણ એનો ભોગ બને છે. કોઇ સ્વજનનાં મરવા કે કોઇ પ્રેમસંબંધનાં તૂટવાથી જે તકલીફ થાય એવી બધી તકલીફ અહીં થઇ શકે છે. પણ તાજા સમાચાર છે કે ન્યુઝીલેન્ડવાસીઓએ ઘરઝુરાપાનો ઉકેલ ગોતી લીધો છે. એમણે હોટલાઇન શરૂ કરી છે.  ઘરઝુરાપો પીડિત વિદેશ વસતા ન્યુઝીલેન્ડનાં દેશવાસીઓ ફોન નંબર  +64 99303377 ડાયલ કરે એટલે સામે છેડેથી સુમધુર ન્યુઝીલેન્ડિશ બોલીમાં રણકાર સંભળાય: ‘તમે દરિયાપાર છો અને  બેશક તમારી પસંદનો ટુમેકે ટાઇમ વીતાવી રહ્યા છો પણ તમે અમને એટલે ફોન કર્યો છે કે તમે હોમસિક છો.’ સ્થાનિક માઓરી બોલીમાં ટુમેકે એટલે ટૂ મચ. વધારે પડતો સમય બહાર વીતાવો પછી જે થાય તે ઘરઝુરાપો. પણ એવા ટાણે ફોન પર દેશી શબ્દ સંભળાય તો કેવો આનંદ થાય? ઘર જેવું લાગે, નહીં?! માત્ર એટલું જ નહીં, રગ્બી મેચમાં ક્રાઉડનો કોલાહલ, કેમ્પિંગ દરમ્યાન ટેન્ટ્સ ખોડવાનાં ખીલા જમીનમાં ધરબાતા હોય એનો અવાજ, તળપદી લોકબોલીનાં ગીત, ટામેટાં સૉસની બોટલમાંથી સૉસનાં ફટાક કરતા નીકળવાનો અવાજ, તુઇ પક્ષીનો કલકાટ, વાઇકાટો નદી પરનાં હુકા ધોધનો ધમકાટ, વેલિન્ગટન બકેટ ફાઉન્ટનનો છલકાટ, પેણીનાં ધગધગતા તેલમાં માખણ ચોપડેલી માછલી તળવા નાંખીએ ત્યારે થતો છમકાટ પણ સાંભળી શકાય. અને સંભળાય એટલે ઘરઝુરાપાની પીડા ઘટે.

તમે કહેશો કે અર્વાચીન ટેકનોલોજી છે, ફેસબૂક છે, સ્કાઇપ છે. તમારા ગમતીલાં લોકો સાથે તમે ગમે ત્યારે વિઝ્યુઅલ વાર્તાલાપ કરી શકો છો. પણ મુશ્કેલી એ છે કે આ વર્ચ્યુઅલ વાર્તાલાપ ઘરઝુરાપામાં ઇજાફો કરે  છે. શું કરવું? ઘરની ગમતી વસ્તુ, તમારો ફેવરીટ તકિયો, માતાપિતાનો ફોટો, ચાનું  એ જ કપ સાથે રાખવું. હવે બધું બધે મળે પણ માનાં હાથની બનેલી ભાવતી મીઠાઇ કે ફરસાણનાં ડબ્બા કુરિયરમાં મળે તો રાહત મળે છે. નવી જગ્યાએ હમવતન લોકોને મળો તો પણ સારું લાગે. નિયમિત શારીરિક કસરત ઝુરાપો ઘટાડે છે. ધર્મભાવના, પ્રાર્થના, સત્સંગ પણ મનને સાતા આપે છે. પણ કાયમી ઇલાજ તો એ છે કે નવી જગ્યામાં નવા લોકો અને એમનાં નવા રીતિરિવાજો સાથે અનુકૂળ થઇ જાવ. આ અઘરું છે. ખાસ કરીને ધર્મચૂસ્ત અખાતી દેશોમાં. પણ કોઇ પણ જગ્યાની સારી વાત તો હોય જ. બિનનિવાસી ગુજરાતીઓ પૈકી એવાં ય હોય છે જે શિયાળો બેસતા જ યાયાવર પક્ષીઓની માફક યા યા કરતા ઇન્ડિયા આવી ચઢે, મિનરલ વોટરની બાટલીઓ પીધે રાખે અને ઇન્ડિયાની ધૂળ, ગંદકી, રસ્તાનાં ખાડા અને બળાત્કારની સતત ટીકા કરતા રહે. આવાં લોકોને ઘરઝુરાપો ક્યારેય નડતો નથી. અમેરિકામાં રહેવું હોય તો ભારતને બેફામ ધિક્કારો. પછી જુઓ ઘરઝુરાપો ગાયબ થૈ જાય છે કે નહીં?!!                                                

પણ ઘરને મિસ કરતા, ઘરની યાદ હૈયાવગી રાખીને ફરતા, હિજરાતા એનઆરજી હિજરતીઓ માટે આપણે પણ ગુજલિશ ફોનની હોટલાઇન શરૂ કરીએ. ફોન લગાડો ને ગીત સંભળાય કે ડોન્ટ ટચ માય ચૂનરિયાં ઓ રંગરસિયા.. મોરનો કેકારવ, સિંહની ત્રાડ, દાળમાં થતાં રાઇનાં વઘારનો છમ્મમ્મ અવાજ, કે પછી નર્મદા ડેમનાં ત્રેવીસે ત્રેવીસ દરવાજા એકસાથે ખૂલતાં વેંત પડતા પાણીનાં ધોધનો અવાજ વગેરે વિકલ્પ પણ એમાં હોય. છે ને વાઇબ્રન્ટ સમિટમાં જાહેર કરવા જેવો વાઇબ્રન્ટ વિચાર?  Cinemagraphs - moving pictures

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “ઘરઝુરાપો/પરેશ પ્ર વ્યાસ

 1. દેશમાં જઈએ અને મહિનો થતાં થતાંમાં અહીંની યાદ આવી જાય એને શું કહેવાય?

  • pragnaju

   તમે જ શોધોને !
   ઇકબાલ સાહેબનું ગુંજન
   आता है याद मुझको गुज़रा हुआ ज़माना
   वो बाग़ की बहारें, वो सब का चह-चहाना

   आज़ादियाँ कहाँ वो, अब अपने घोसले की
   अपनी ख़ुशी से आना अपनी ख़ुशी से जाना

   लगती हो चोट दिल पर, आता है याद जिस दम
   शबनम के आँसुओं पर कलियों का मुस्कुराना

   वो प्यारी-प्यारी सूरत, वो कामिनी-सी मूरत
   आबाद जिस के दम से था मेरा आशियाना
   અને આ શેર..
   हमारे दरमियाँ कुछ तो रहेगा
   चाहे वो फ़ासला ही सही …

 2. પ્રજ્ઞાબહેન આજે ભાદ્રવદ અગીયારસને દિવસે આપને જન્મદિનના વધામણાં. આજના દિવસે દૂર રહેલા સંતાનોનો ઝરુપો સતાવે છે ખરો? વિદુષી બહેનના સુખ શાંતિ માટે પ્રભુ પ્રાર્થના. હેપ્પી બર્થડે.

  • pragnaju

   ધન્યવાદ મુ પ્રવિણભાઇ
   તીથિ પ્રમાણે આજે ૭૭ પુરા…
   તમે તો મોટાભાઇ તેથી સાથે આશીસ પ્રાર્થું
   આપ જેવા સરળ હ્રુદયવાળાના શુભાશીસ અને શુભેચ્છાઓ અત્યાર સુધી ફળ્યા છે.મારા પાંચ સંતાનોમા ત્રણ દીકરીઓ અહીં છે.ચિ પરેશ અને યામિનીના લેખો,પ્રવચનો,કાવ્યો ઇ.
   પણ સપર્કના માધ્યમ છે તેથી તેઓ નજીક છે તેમ લાગે છે.
   બાકી પોસ્ટમા તો ઓકટોબર,૧૧ની પોસ્ટમા ઉલ્લેખ છે….તે પહેલા ઓકટોબર ૧ એ તેઓ ૮૫મા પ્રવેશસે…અને આ વર્ષની ડીસે.૭ અમારા લગ્નની ૬૦ મી વૅડીંગ એની..
   તમે તો . હેપ્પી બર્થડે કહ્યું અને અમે તો અમારા રોગ પ્રમાણે દાસ્તાન શરુ કરી…

   • આપણે તો સરખે સરખા. આશીર્વાદના સ્થાન પર ના મૂકો. સ્નેહભરી શુભેચ્છાઓ જ વહેતી રાખવાની, વડીલને પહેલી તારીખના શુભદિન માટે અગોતરા સાદર વંદન સાથેના અભિનંદન. મળ્યા નથી. મળીશું પણ નહિ. છતાંયે પોતા પણાનો અહેસાસ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s