સુ .શ્રી. પ્રજ્ઞાબેન વ્યાસના ૭૮ મા વર્ષ- પ્રવેશ વેળાએ…

 %e0%ab%a6ડીલો અને જ્ઞાન વૃધ્ધોને સાદર પ્રણામ સાથે આપના આશીસ પ્રાર્થુ . સૌ મિત્રોએ પ્રેમ , લાગણી , શુભેચ્છાઓ થી મારો ઉત્સાહ વધાર્યો તે બધાની  આભારી છું. આપ સર્વે ની લાગણીઓનું અમારા વડીલ મિત્ર શ્રી વિનોદભાઇએ સંકલન કર્યું છે તે યાદ કરી…(330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિચય અને 

 કેટલાક સહ્રુદયી સર્વોદય અને કુદરતી ઉપચાર જેવા ક્ષેત્રમા વધુ રસ ધરાવતા મિત્રો જેવા કે નેટ ગુર્જરી અને વેબ ગુર્જરીના સંપાદક અને જાણીતા બ્લોગર મિત્ર શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ લખે-‘મેધા અને પ્રજ્ઞા આ બન્ને શબ્દોમાં મેધા શબ્દ નાનો પડે છતાં હીનોપમાનો દોષ વહોરીને કહું તો  પ્રજ્ઞાદીદી આપણાં સૌમાં સૌથી વધુ મેધાવાન સાબીત થયાં છે… કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાનીને એકદમ સાંદર્ભીક. મને તો લાગે છે કે તેઓ પાસે જુના જમાનાનો કોઈ અદ્ભુત વીકીપીડીયા પડ્યો છે જે નેટકગત પહેલાંનો જ છે !!આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય અનુભવી નથી. સુરેશભાઈનું આશ્ચર્ય મારું પણ છે જ. આપણે નસીબદાર કે તેમના ખજાનાનો લાભ મળતો રહે છે.’  – જુ.

  આ પ્રેમવશ અતિશયોક્તિ છે . આવા પ્રેરણાદાયી પ્રતિભાવોથી બ્લોગ જગતમા ટકી રહેવાની શક્તી મળી છે. પ્રભુને પ્રાર્થુ કે  તે માટે લાયક બનવાની શક્તી આપે છેલ્લે આ મહીને જ મા શ્રી મહેન્દ્રભાઇ -‘you have not introduced yourself ‘મારો પરિચય પૂછ્યો ત્યારે તેમને જાણીતા કાવ્યની પૅરડી મોકલી હતી તે સાદર..                     

‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’
તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે.

જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે?
જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને.

તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા;
જાણું-નાજાણું હું તોયે મથું ‘જાત જણાવવા.’

જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને પ્રવૃત્તિએ
શુદ્ર છું; કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી!

શૈશવે ખેલતી ખેલો, શાળામાં ભણતી વળી,
બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડીને જ્યારે  નણંદના ભાઇને વરી,
ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તેદા પ્રેમે હું સંચરી.

પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે;
પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા ૫ પછી ગૃહે.

દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,
પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું!

વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતી,
જાળવવા મથું નિત્યે આર્ય-સંસ્કૃતિ-વારસો.

અરિને મોદ અર્પન્તુ, દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને
વહાલાને અર્પન્તુ ચિંતા, મને પીડા સમર્પતું,

પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ–
ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું,


રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું
એવું શરીર મારું, દવાઓથી ઘડાયેલું!

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.

મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!

વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.

ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.

વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!

                       

સાહિત્ય સંગીત કલા વિશે મેં
ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.

ગાઉ ન હું કારણ માત્ર તેનું
આવે દયા કૈં સુણનાર કાનની.

કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ નૃત્ય વિના પ્રયાસે.

હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતી હતી ત્યાં

અર્ધી બળેલી બીડી કોક મૂ્ર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.

અને પછી નૃત્ય કરી ઊઠી જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ!

સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો, કાતર ફેંકી દીધી!

દેહ દાતણના જેવો, મન મર્કટના સમું

આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.                                    

નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને
ખેલું ખેલ અનન્ત સાન્ત જગમાં દિક્કાલને કંદુકે.

હું ચૈતન્યચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો,
જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી.

કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી,
નિદ્રાભંગ કરંત શ્વાન ભસતાં, તેયે ક્રિયા માહરી.

દાતા હું જ અનેક ચંદ્રકો  તણો, લેનારયે હું જ છું,
હું કૂટસ્થ, અનન્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

                        

રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે  
પ્રજ્ઞાજુ પ્ર.વ્યાસે

મેં મૂકેલી મને ગમતી પોસ્ટ

કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ…
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખીયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર..
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

– નાથાલાલ દવે

જીવનમા ચઢાવ ઊતાર તો આવે અને તે અંગે બાળપણથી કેળવણી આપી હોય પણ સાંઠ પછી ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તનાવયુકત મનથી અસંતુલિત માનસિકતા અને શારીરિક શકિતનો ક્ષય થતો લાગ્યો ત્યારે સલાહ મળી કે સાહિત્ય,સંગીત કે કોઈ પણ કળામા મન પરોવો ત્યાં જ આ કાવ્ય વાંચ્યું, ચિંતન-મનન કર્યું . કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા…રાગ ખમાજ-કવિ નાથાલાલ દવે. તેમા ‘વેળા એવી વીતી રે વેદનતણી’ -ભીની આંખે ગાઈ. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને જીવનને નવી દૃષ્ટિ મળી…
ડૉ.ભરત પટેલે સ્વરાંકન કરી અમારી વહુ શ્રીમતિ કલ્યાણી પાસે ગવડાવ્યું છે.તેમની સંસ્થાએ બહાર પાડેલ નિનાદમા આ રચના સમાવી શકી નથી.બીજું આલ્બમ બહાર પડે ત્યારે આ રચના પણ સામેલ કરાશે તેવી આશા

યાદ ર .પા

                                        હરિ પર અમથુ અમથુ હેત  હુઁ અગૂઠા જેવડી ‘ને મારી વ્હાલપ બબ્બે વેઁત1%e0%aa%aa%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%b2-%e0%aa%86%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9c%e0%ab%81


 

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized

8 responses to “સુ .શ્રી. પ્રજ્ઞાબેન વ્યાસના ૭૮ મા વર્ષ- પ્રવેશ વેળાએ…

 1. विदुषी बहेना,
  पश्येम शरद: शतं जीवेम शरद: शतं श्रुणुयाम शरद: शतं प्रब्रवाम शरद: शतमदीना: स्याम शरद: शतं भूयश्च शरद: शतात् ॥ जन्मदिवसस्य शुभाशया: ॥
  Happy Birthday

 2. જન્મદિવસના ખોબે ખોબે વધામણા …દીર્ધ, સ્વસ્થ, અને આનંદમય જીવનની શુભેચ્છા …

 3. ખુબ ખુબ શુભેચ્છાઓ . . .

  ઝાઝેરું જીવો , ઝાઝેરું લખો અને ઝાઝેરું વહેંચો 🙂

 4. Sharad Shah

  Dear Pragnaben.
  Happy Birthday. “The older the fiddler, the sweeter the tune.”

 5. Gnyanamrutnu sarvda pan karavnara vidushi Praghya benane ghani ghani shubhechchhao. Ghanu ghanu jivo ane amane gnyan aapata raho.
  Happy Birthday.

 6. સુ .શ્રી. પ્રજ્ઞાબેન,
  આપના ૭૮ મા વર્ષ-પ્રવેશ વેળાએ આપને હાર્દિક અભિનંદન અને નિરામય જીવન માટેની મારી અનેક શુભેચ્છાઓ

  આપની મેધાવી પ્રતિભા વિષે ઉપર શ્રી જુ’ભાઈએ જે લખ્યું છે એ રતીભાર પણ ખોટું નથી .એમાં હું મારો સુર પુરાવું છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s