લ્યો ! હરિ એ મોકલ્યું મને…/યામિની વ્યાસ કાવ્ય/અનુવાદ હિન્દીમા /રસદર્શન લતાબેન

 

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !
શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ?

જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !
મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.
દહેજમાં શું જોઈએ, કહેજોના કરશો ને ત્રાગું ?

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !

ચુંદડી ઓઢી દોડી સહુને આવજો આવજો કરવા !
ચાર ખભે ડોલીએ મ્હાલી ચાલી પ્રભુને વરવા !
શમણામાં પણ તક ના ચૂકું તેથી હું તો જાગું !

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !  ….. યામિની વ્યાસ

ગીત મનને પ્રસન્નતા આપે. ભલે એ ગવાય નહીં તો પણ. લય શબ્દોમાં એક કુદરતી મીઠાશ ભરી દે અને એ ગીતનું જમાપાસું છે. મૃત્યુને પણ ગીતમાં વણી શકાય ? હા, એમ તો રાવજી પટેલે કેટલું સુંદર અને ભાવવાહી ગીત લખ્યું જ છે ને ! ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. પ્રથમ પંક્તિમાં ‘કંકુના સૂરજ’ હોવા છતાં આથમવાની વાતથી જ એક ઊંડી ઉદાસીનો આભાસ વરતાય છે, મૃત્યુ આંખો સામે આવી જાય છે. સત્ય એ છે જ કે કવિએ ખરેખર પોતાની આંખો સામે મોત ભાળ્યું છે.

આ ગીતની ખૂબી એ છે કે વાત મોતની હોવા છતાં ધ્રુવ પંક્તિ આંખમાં અજવાળા ભરી જાય. પહેલી પંક્તિમાં માગું મોકલવાની વાત, વળી લખે કે શું હરી હું તમને અઢાર વર્ષની લાગું ? અને પેલા એંસી વર્ષનો ઉલ્લેખ ભુલાઈ જાય. એક રમતિયાળ ભાવ મનમાં રમવા લાગે. ‘માગું’ શબ્દ કોઈપણ ઉમરની સ્ત્રીના મનમાં રોમાંચ જગવી જાય, આ કલ્પના દરેક ભાવકને જચી જાય અને એ જ આ ગીતની સફળતા છે. અલબત્ત પછીના અંતરામાં ગંગાજળ અને તુલસીનો ઉલ્લેખ પેલા એંસી વર્ષની યાદ અપાવી જાય અને ગીતના મૂળ વિષય તરફ લઈ જાય. બીજા અંતરામાં સહુને આવજો આવજો કરવાની વાત અને ચાર ખભે ડોલીનો ઉલ્લેખ મોતના ભાવને સ્પષ્ટ બતાવે પણ તોયે એથી એની હળવાશ જરીયે ઓછી નથી થતી. શબ્દોની પસંદગી અને આ આખાયે ભાવની અભિવ્યક્તિની રીત એવી છે કે મૃત્યુનો ભાવ જાણ્યા પછીયે એનો ભાર વર્તાય નહીં. રમતાં રમતાં મોત આવવાનું હોય અને થપ્પો કરીને જતું રહે, કંઈક એવું જ. એટલે ખરેખર અહીં વાત મૃત્યુની હોવા છતાં એને આનંદથી ગાઈ શકાય એવું સરસ    ગીત બન્યું છે. આ કવિની કલ્પનામાં સર્જાયેલું, શણગારાયેલું મૃત્યુ છે.

મૃત્યુ એક એવો વિષય છે કે જેણે એને પોતાની સન્મુખ ભાળ્યું હોય કે જે એને અડીને પાછું આવ્યું હોય એ એના ઓથારમાંથી મુક્ત થઈ શકે નહીં. પોતાના સાવ અંગત સ્વજનને આંખ સામે મોતના મુખમાં જતું જોવાની પીડા પણ એટલી જ હૃદય વિદારક હોય છે અને એ ક્યારેક વર્ષો સુધી માનવીનો પીછો ન છોડે. એ દૃશ્ય આંખ સામે તરવર્યા કરે અને ઊંઘમાં પણ માણસ હબકી જાય એ સચ્ચાઈ છે. ચિંતકો, ફિલોસોફરો કહે છે કે મોત આવતાં પહેલાં ન મરો. જીવનને છેલ્લા શ્વાસ સુધી માણો. એ ખૂબ ઉમદા વાત છે. સંતો આવું કરી શક્યા છે પણ એ જીવનની કે જીવનને જોવાની આદર્શ અવસ્થા છે. મૃત્યુનું વાસ્તવ જુદું છે, એ ભયાનક છે. એ ધરતી પર રહેનારું અને ધરતી પર જીવનારા સામાન્ય માનવીનું છે.

111

14 ટિપ્પણીઓ

Filed under Uncategorized

14 responses to “લ્યો ! હરિ એ મોકલ્યું મને…/યામિની વ્યાસ કાવ્ય/અનુવાદ હિન્દીમા /રસદર્શન લતાબેન

  • pragnaju

   Anteem Viday ! જી.હોલીવૂડની પેચ એડમ્સ ફિલ્મમાં મોટી ઉમ્મરે ડોક્ટર બનીને અભિનેતા રોબિન વિલિયમ્સ, પેશન્ટોને પોઝિટિવલી જીવતાં શીખવવા ડોકટર આવી જ બધી વિચિત્ર હરકતો કરે છે! હમણાં અમદાવાદની સરકારી હોસ્પીટલમાં સ્વાસ્થ્ય મંત્રીજીનાં સ્વાગત પ્રસંગે આઇ.સી.યુ વોર્ડમાં ડોકટરો-નર્સોએ રીતસર ગરબા કર્યાં! જે આઇ.સી.યુ. વોર્ડની પીન ડ્રોપ શાંતિમાં અતિશય ગંભીર હાલતમાં પેશન્ટો જીવન-મૃત્યુથી ઝૂઝૂમતાં હોય ત્યાં ગરબા કરવાં એ આપણાં કલ્પનાવિલાસની ઉચ્ચ ઉડાન છે. આવી વાઇબ્રન્ટ ઘટના માત્ર અને માત્ર ગુજરાતમાં જ થઇ શકે એનો મને ગરવો ગર્વ છે! જે આઇ.સી.યુ. વોર્ડની આસપાસ ગાડીનાં હોર્ન વગાડવાની મના છે ત્યાં ઢબૂકતો ઢોલ વાગે એ એક ક્રાંતિકારી ઘટના કહેવાય. આઇ એમ શ્યોર, કદાચ મૃત્યુ સામે લડી રહેલાં પેશન્ટોનાં મનોરંજન માટે સ્ટાફે આવું કર્યું હશે.
   પેશન્ટોની ડૂબતી ધડકનમાં ગરબાનાં તાલ ભળે એમાં શું પ્રોબ્લેમ છે?
   મૃત્યુ સમયે આવા ઉત્સવ થતા હોય તેવા પ્રસંગ જાણતા હોય તો જણાવશોજી

  • pragnaju

   bahuj sachot..
   yaminee ben vyas (kaun) ne amara taraf thi aavi sunder anteem yatra ni kruti mate aabhar
   anuvadak shradha rawal ne pan hindi ma aa kruti ne amar karava..
   whats app ma taratu muku chu
   ane aa neeche full saras che..ane chabi kauni che???

   mhthaker
   https://sites.google.com/site/mhthaker/

  • pragnaju

   ચિંતન કરવા જેવી વાત…
   ઓશો રજનીશ કહેતા, ‘મૃત્યુ એક ઉત્સવ હૈ, મૈં તુમ્હેં મૃત્યુ સીખાતા હૂં’
   કવિરાજ! ગઇ તમ સાંજ પડી, તમ કેશ વિશે પડિયાં પળિયાં,
   હજી તોયે નભે નિજ નૈન લગાવી, કેમ ગણ્યાં કરો તારલિયાં?
   આપણી ધરતી પર તો ભગવાન કૃષ્ણે રાજ કરેલું, જેમણે રાસલીલા રચીને જીવ-શિવનો સંબંધ નાચતાં નાચતાં શીખવેલો! વચ્ચે એક ફોટો જોયેલો જેમાં એક સાહિત્યિક સમારંભમાં વિદ્વાન અને વડીલ લેખકો, મોરારિબાપુ સાથે સ્ટેજ પર ગરબો કરી રહયાં હતાં. નરી આંખે માન્યામાં ના આવે એવી આ ઘટના જોઇને ખરેખર ગદ્ગદ્ થઇ જવાયું, કારણકે સામાન્ય રીતે લેખો-કવિઓ બહુ ગંભીર મુદ્રામાં કપાળ કે ગાલ પર આંગળી મૂકીને વિચારતાં જ જોવા મળે છે. એવામાં નાચતાં-ગાતાં લેખકો આશ્ર્ચર્યની વાત છે

 1. pragnaju

  pkdavda@gmail.com
  10:39 AM (1 hour ago)

  to me
  મને હરિનું તેડું આવશે. એની પણ આટલી આતુરતા પૂર્વક રાહ જોઉં છું. મને પણ ૮૦ થયા છે.

  • pragnaju

   શું જ્ઞાનેશ્વર કે અખો, શું નચિકેતા કે શ્રી અરવિંદ અથવા તો વિનોબાનો અંતિમ પ્રાણોત્સર્ગનો મહાપ્રયોગ… આ બધા એક જ વાત કહે છે કે મૃત્યુને જીતવું હોય તો શરીરભાવથી ઉપર ઊઠો. નચિકેતાને એના શરીરમાં લાવવા માટે યમદેવે કેટકેટલાં પ્રલોભનો આપ્યાં ? ગાડી, ઘોડા, ધન-દોલત, રાજપાટ, સ્વર્ગની અપ્સરાઓ – પણ નચિકેતાએ તો મૃત્યુનું રહસ્ય જ વાંછ્યું અને આત્મભાવમાં એ સ્થિર રહ્યો. ‘મરતાં પહેલાં મરવું’ એટલે મૃત્યુનું રોજ-રોજ રિહર્સલ કરવું. સતત સેવન કરવું. મૃત્યુ એટલે અ-શરીરમાં વસવું. સતત અ-શરીરમાં, આત્મભાવમાં રહેવાની ટેવ પડશે તો ‘વિમૃત્યુ’ થવાય છે. કઠોપનિષદ કહે છે : ‘अथ मर्तोडमृतो भवात । मृत्युमुखात्प्रेमुच्यते । आनन्त्याय कल्पते ।’ આ રીતે મર્ત્ય અમર્ત્ય બને છે. મૃત્યુ-મુખમાંથી છૂટે છે અને અનંતતાને પામે છે.
   રોકશો મા, ટોકશો મા કોઈ મારા મોતને,
   ભેટવા આવ્યો છું. એને ટાળવા આવ્યો નથી.
   આપણે પણ આવા મહામરણને ભેટીએ.

 2. મનુષ્ય જીવનની નશ્વરતા વિષે મારી એક કાવ્ય રચના

  યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !

  માનવી કદી અમર ન હતો કે ન છે છતાં,
  જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
  ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
  નક્કી સંચરવું પડશે, સ્મશાને બધું પાછળ છોડીને.

  ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
  જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.

  ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
  કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
  ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
  માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
  કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
  કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.

  હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
  વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.

  સાન ડિયાગો વિનોદ પટેલ

  • pragnaju

   સ રસ કાવ્ય
   વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.
   સચોટ વાત

   મૃત્યુ એ આપણી જીવનયાત્રાનો એક એવો ઉંબરો છે, જ્યાંથી આપણે પ્રભુને દેશ પહોંચી શકીએ. આપણે તો શાળામાં ભણતા હતા ત્યારથી ગાતાં આવ્યાં છીએ કે ‘મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.’ અમૃતત્વને પામવાનો રસ્તો મહામૃત્યુ. આ મહામૃત્યુ એટલે શું ? મૃત્યુનું પણ મૃત્યુ એનું નામ મહામૃત્યુ. આવું મહામૃત્યુ સિદ્ધ કરવાનો રસ્તો જ્ઞાનદેવ મહારાજ બતાવે છે :
   ‘જીવવાનું દેહ સોંપીને સ્વસ્થ રહેવાથી
   મરણ પરભારું મરી જ જાય છે.
   વસ્તુત: સ્વરૂપને
   જન્મેય નથી અને મરણેય નથી
   સમુદ્રના બુંદબુંદને સમુદ્રથી અલગ કલ્પી લીધું
   તો તે ક્ષણમાં જ સુકાઈ જવાનું છે,
   પણ એને સમુદ્રથી અળગું ન પાડતાં
   તે સમુદ્રમય જ છે એમ માન્યું
   તો તે કદીયે સુકાવાનું નથી.’
   ઈશ્વરને ચરણે જીવભાવનું સમર્પણ કરવું એટલું એક જ મરણ બસ જ્ઞાનદેવ જાણે છે. આ જ વાત અખો એની આખી વાણીમાં કહે છે :
   ‘મરતાં પહેલાં જાને મરી,
   અણહાલ્યું જળ રહે નીતરી.’

 3. મૃત્યુ વિષે વિનોદ વિહારમાં પોસ્ટ કરેલ મારો એક ચિંતન લેખ ..

  મરણનું સ્મરણ — એક ચિંતન લેખ
  https://vinodvihar75.wordpress.com/2011/09/10/%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%A8-%E0%AA%B2%E0%AB%87%E0%AA%96/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.