આજે વર્લ્ડ ફૂડ ડે / પરેશ વ્યાસ

Displaying maxresdefault (1).jpgઆજે વર્લ્ડ ફૂડ ડે

સુખ તેનું છીનવે છે અન્નકુટ
ભૂખ મૂંગી નાર મારા દેશમાં                                                                                                                                         – . કે. ડોડિયા

આજે ‘વર્લ્ડ ફૂડ ડે’ છે. વર્લ્ડ ફૂડ ડે-2016નો થીમ છે: આબોહવા બદલાઇ રહી છે; અન્ન અને કૃષિ પણ બદલાવા જોઇએ. યુએન ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન જાણે છે કે કૃષિ અને અન્નને નુકસાન થાય એવા પરિબળો વધતા જાય છે. ગરમી વધી રહી છે, વરસાદનાં કોઇ ઠેકાણાં નથી, હવામાન અનિયમિત બનતું જાય છે, જીવજંતુ અને રોગચાળો વિનાશ નોતરે છે. આ સમસ્યા સ્થાનિક નથી. વૈશ્વિક છે. તો ઠીક.. પછી આપણે ક્યાં કંઇ કરવાનું જ હોય? સૌનું થશે એ વહુનું થશે. હેં ને? બધાની સમસ્યા એટલે આપણી નહીં, એવું માની લેવાની ભૂલ આપણે કરીએ છીએ. આપણે કમોસમી વરસાદની ચિંતા માત્ર એટલી કરીએ છીએ કે નોરતામાં ગરબે ઘૂમવાનાં ઓરતા ક્યાંક અધૂરા ના રહી જાય. આપણી ચિંતા ચણિયાચોળી કે કેડિયુંધોતી પલળી જવા કે સૌંદર્ય પ્રસાધનોનાં લેપનાં લપેડાં થઇ જવા પૂરતી સીમિત છે. હવે ગરબા તે કેમ કરી રમવા રે લોલ? રઢિયાળી રાત રેઢયાળી થઇ જાય. મોસમ વિષમ બને એ હકીકત છે. આપણે પેરિસ ક્લાઇમેટ કરારનું અનુસમર્થન ભલે કર્યું પણ વિશ્વનું ભાવિ ચિંતા ઉપજાવે છે.

આ વર્ષે ઘઉં ચોખાનું વૈશ્વિક ઉત્પાદન અનુક્રમે 7424 અને 4978 લાખ ટન થવાની સંભાવના છે; જે ગત વર્ષથી 1.2% થી 1.3%  વધારે છે. પણ તેમ છતાં ‘ઝીરો હંગર’ અર્થાંત છેવાડાનાં માણસની આંતરડી ઠારવામાં હજી ઘણું કરવાનું બાકી છે. એક શબ્દ ખાસ સંભળાયા કરે છે. એ છે રેઝિલિયન્સ. તકલીફ આવે પણ પાછા ઠીકઠાક થઇ જવાય એવી શક્તિ. સ્થિતિસ્થાપકતા. અતિ ગરીબ માણસનું રેઝિલિયન્સ ઓછું હોય છે. અને રોજ આહાર મળી જ જાય એની કોઇ ગેરંટી પણ ક્યાં છે? લઘુત્તમ સંસાધનોથી મહત્તમ પેદાશની વાત આ વર્ષે કરવામાં આવી રહી છે. કૃષિ સંશોધનનું મહત્વ પણ ઓછું ન આંકી શકાય. પણ કોમન મેન શું કરી શકે? યસ, આપણે એક કામ જરૂર કરી શકીએ. અન્નનો બગાડ અટકાવીએ. ઓછું રાંધીએ. સંતાનને એક પછી એક ગરમ રોટલી પીરસાતી હોય, હજી એક રોટલીની ભૂખ હોય પણ લોટ ખલાસ થઇ ગયો હોય એ સ્થિતિ સારી છે. ભાત બસ આટલો જ છે એવું મા કે પત્ની કહે, એ સારી વાત છે. ઓછું ખવાય એ તો પેટ માટે પણ સારું છે. અને તેમ છતાં  વધે તેમ હોય તો ઘરકામમાં મદદ કરવાવાળાઓને પહેલેથી જ દઇ દેવું. આપણે આળસુ એવા છીએ કે ફ્રિજમાં તાજો ખોરાક વાસી થાય તેની રાહ જોઇએ અને પછી એને વાસીદુંમાં વાળી દઇએ છીએ. એવું ના થઇ શકે કે જેમ દૂધ, શાકભાજી કે અનાજ  બજારમાંથી લાવીએ છીએ એમ વધેલો ખોરાક જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાની નિયમિત વ્યવસ્થા કરીએ? એ પણ સરસ મઝાનાં પેકિંગમાં. ભૂખ્યાને લાચાર બનાવ્યા વિના ભોજન કરાવવાની વ્યવસ્થાને આપણો રોજિંદો ક્રમ બનાવીએ. અહીં ધ્યાન રાખવા જેવી અગત્યની વાત ફૂડની ક્વોલિટીની છે. આપણે ત્યાં ગરમી ઘણી પડે છે. રાંધેલો ખોરાક ઝડપથી બગડવાની સંભાવના વધારે છે. એટલે બની શકે એટલી ઝડપથી ભૂખ્યા લોકો સુધી પહોંચે એ જરૂરી છે. વિશ્વ આહાર દિને આપણે પ્રણ લઇએ અન્નનો બગાડ અટકાવીએ. સમારંભો અને મેળાવડામાં સામૂહિક ભોજનાલયમાં બગાડ થાય એ જામીનપાત્ર નહીં તો શરમપાત્ર ગુનો તો ગણાવો જ જોઇએ. અને હા, કંઇ કેટલી પેકેજ્ડ ફૂડ આઇટેમ્સ તારીખ વીત્યે ફેંકી દેવાય છે. ડેન્માર્ક દેશે એનો ઉકેલ શોધી કાઢ્યો છે. અહીં ‘વીફૂડ’ નામની સુપરમાર્કેટ ખૂલી છે જે ફેંકી દેવાતી ફૂડ આઇટેમ્સ દાનમાં મેળવીને સસ્તામાં વેચે છે. ફૂડ ક્વોલિટી જરાય નબળી નથી. હા, સુપર ક્લાસ ન હોય પણ આનંદથી ખાઇ શકાય. તાજા સમાચાર મુજબ હવે આવી બીજી બે સુપરમાર્કેટ્સ ખૂલી રહી છે.122121

અન્નની સમસ્યા વૈશ્વિક છે પણ આપણે પણ ફૂલની પાંખડી જેવું યોગદાન જરૂર આપી શકીએ. કહે છે ને કે પ્રેમ અને આહારમાં સમાનતા છે. જેટલો વહેંચો એટલો વધે.   

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized

7 responses to “આજે વર્લ્ડ ફૂડ ડે / પરેશ વ્યાસ

 1. ત્રણ શક્ય ઉકેલ –

  વર્ટિકલ ફાર્મિંગ
  સી ફૂડ
  જગતનાં રણોમાં ખેતરો

 2. ભાઈશ્રી પરેશની વાત ખુબ ગમી . અન્ન નો બગાડ અટકાવવાનું અને ઓછું ખાવાનું એ આપણા પોતાનાથી શરુ કરવું જોઈએ . કોઈએ સાચુંજ કીધું છે કે
  આહાર , વહેવાર , ઊંઘ , અને પ્રેમ .વધાર્યાં વધે અને ઘટાડયા ઘટે .

  • pragnaju

   આતાજી
   આપની આ ખૂબ ગમેલી વાત ઉમેરું છું
   2016-10-18 19:46 GMT+05:30 himatlal joshi :
   મેં અન્ન નો બગાડ ન થાય એની કાળજી રાખી છે . હું મારી મસાલાના સ્વાદ વગર ખાઉં છું એટલે ઓછું ખવાય છે . ફેર જો પડ્યો હોય તો મારી શારીરિક શક્તિ બરાબર રહે છે .પણ ટોયલેટ ઓછું ભરાય છે . હું દૂધ કે એમાંથી બનતી વસ્તુ પણ નથી ખાતો સિરિયલ ખાઉં છું . પહેલા હું સીરિયલમાં દૂધને બદલે પાણી અથવા ફળોનો રસ નાખતો . હવે મારો પૌત્ર ડેવિડ કે જેની સાથે હું રહું છું છું એ બદામનું દૂધ લાવવા માંડ્યો , એટલે સૌ બદામનું દૂધ વાપરે છે . મારાં ગ્રાન્ડ ચીલ્ડરન સીરિયલમાં દૂધ નાખે સિરિયલ ખાઈ લ્યે એટલે વાડકામાં ઘણું દૂધ પડ્યું રહે . મને એક પંજાબી માણસે કહેવત કીધી કે જિન્ના ખાણાં ઉનના લેણાં છડના નઈ aaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
   મેં બાળકોને ઉપદેશ આપ્યોકે ખોરાક જેટલો જોઈએ એટલો લેવાનો પડતો નહીં મુકવાનો ખોરાકને પડતો મૂકીએ તો ભગવાનને નો ગમે . આ દેશનાં અમેરિકન માતાથી જન્મેલાં બાળકો ઉપદેશ ન માને એલોકો ખાઈ લીધા પછી શિંખમાં નાખી દેવા મંડી ગયા . પછી મેં એને ફરી ઉપદેશ આપ્યો કે વધેલો ખોરાક રાખી મુકજો નાખી નહીં દેતાં આ ઉપદેશ લાગ્યો . એટલે સીરિયલમાં ખાધા પછી વધેલું દૂધ એ લોકો ફેંકી ન દેતાં રાખી મુકવા માંડ્યાં . એ દૂધ હું વાપરું છું , જે મારા માટે પૂરતું થઇ જાય છે .

 3. Jarur pooratuj randhavu, kachu anaj bachavavu ane jaruriyatwalane vahechavu vadhRe yogya ganay.

 4. pragnaju

  mahendra thaker
  12:02 PM (2 hours ago)

  to himatlal, me
  tame dada saras lekh lakhyo..ane updesh utaryo…
  jain ma me joyelu– thali pani thi dhoi ne pee jai..jain ma aa kriya ne kaik khas shabda kahyo che…
  milk ane milk product nathi leta eno-j pratap aa health che..badam nu dudha best che..koi var kopara= naliyer= coconut nu dudha pan levay..ane beeja jat na dudha tya malata-j hashe jem ke soya milk common che…
  khajur na ladoo banavjo– diwali ma children will enjoy…
  neeche video link mokalu chu…hindi ma che
  vajan mate nahi pan swad ane good health mate vaparjo..

  लड्डू खाएं 5 kg वजन घटायें, Quick Weight loss with PROTEIN LADDU, Magical weight loss – Dr Shalini

  Inline image 1

  aamathi je na male te leva ni jarur nathi–badam tel na hoy to pan chalshe..
  ginger candy pan na male to chalshe
  coco powder pan tamane game toj nakhavo..
  aato diwali nee mithai nee jem banavajo..
  pragna ben ne copy moklu chu..jan mate

  mhthaker
  https://sites.google.com/site/mhthaker/

 5. pragnaju

  From: Vipin Bhukhanwala

  Both of them are from “What’s App” . So please ignore if you already know @ the subjects. ​
  2016-10-10- Agriculture.mp4​
  Attachments area
  Preview YouTube video लड्डू खाएं 5 kg वजन घटायें, Quick Weight loss with PROTEIN LADDU, Magical weight loss – Dr Shalini

  लड्डू खाएं 5 kg वजन घटायें, Quick Weight loss with PROTEIN LADDU, Magical weight loss – Dr Shalini

 6. વિશ્વ આહાર દિને આપણે પ્રણ લઇએ અન્નનો બગાડ અટકાવીએ. સમારંભો અને મેળાવડામાં સામૂહિક ભોજનાલયમાં બગાડ થાય એ જામીનપાત્ર નહીં તો શરમપાત્ર ગુનો તો ગણાવો જ જોઇએ.

  સાચી વાત છે. ખોરાકનો થતો બગાડ જો અટકે તો જેને ખોરાકની જરૂર છે એના સુધી એ પહોંચી શકે.ગ્રોસરી સ્ટોરોમાં પ્રોસેસ ફૂડના ડબ્બા તારીખ વીત્યા પછી ફેંકી દેવામાં આવે છે . તારીખ વીત્યાના થોડા દિવસ પહેલાં હોમ લેસ માણસોને એ પહોંચાડવાની વ્યવસ્થા સ્ટોર અને સેવા ભાવી સંસ્થાઓ જો કરે તો કેવું સારું !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s