એન્ટિ-હ્યુમર: મરઘાંએ રસ્તો કેમ ક્રોસ કર્યો? / પરેશ વ્યાસ

0

 

એન્ટિ-હ્યુમર:  મરઘાંએ રસ્તો કેમ ક્રોસ કર્યો?                                                                                                                                                મસ્જિદબંદરમાં મણિલાલ નામે એક બદામી મરઘો રહે છે.                                                                                 

મરઘીઓ સામે કલગી ઝુલાવતો                                                                                                                                                                                     નાના નાના મરઘાઓને બિવરાવતો                                                                                                                                                                                વાતે વાતે સૂરજ પ્રકટાવતો                                                                                                                                                                                         મણિલાલ શું જાણે, કે થોડા જ દિવસોમાં પોતે…                                                                                                                                                            અને ધારોકે જાણી જાય, નાસી જાય                                                                                                                                                                                   તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં પકડાશે                                                                                                                     મુંબઇ મૂકે તો ખેતરોમાં ઝલાશે                                                                                                                         જંગલમાં જાય તો ભીલડાનાં દાંતે ભરાશે                                                                                                            દરિયામાં ડાઇવ લગાડીને તરતો તરતો ઇન્ડિયા ક્વિટ કરે                                                                                          તો રોમ અને રંગૂનમાં રંધાશે                                                                                                                             ખુશામત કરે તો મુર્ગમસાલા                                                                                                                               બગાવત ક્રરે તો ચિકન ટંગડી!                                                                                                                                  કહો તમે જ કહો,                                                                                                                                            મણિલાલ જાય ક્યાં? મણિલાલ કરે શું?                                                                                                            –ઉદયન ઠક્કર

સાતમી ઓક્ટોબરે સવારનાં સાડા આઠનાં શુમારે સ્કોટલેન્ડ દેશનાં ડંડી શહેરમાં વાહનચાલકોની ફરિયાદ પરથી આપણો આ મણિલાલ સરાજાહેર રસ્તો ક્રોસ કરતી વેળાએ યુનિફોર્મ્સ પહેરેલાં

ત્રણ પોલિસ ઓફિસર્સનાં હાથે ઝબ્બે થયો છે. આ લખાય છે ત્યારે ડંડી ઇસ્ટ માર્કેટગેઇટનાં ટેસાઇડ પોલિસ સ્ટેશનનાં લોક-અપમાં મણિલાલ બંધ છે. અલબત્ત મણિલાલની સંભાળ લેવા પોલિસે જીવહિંસા નિવારણ સંસ્થાની મદદ લીધી છે. પોલિસ હવે મરઘાંનાં માલિકને શોધી રહી છે. ફેસબૂક પર પણ અપીલ કરી છે. પણ માલિક હજી મળવામાં નથી.અને ફરી એકવાર ‘વ્હ્યાય ડિડ ચિકન ક્રોસ ધ રોડ?-‘ની ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઇ.સ.1890નાં દાયકામાં આ પ્રશ્ન અને એનાં વિધ વિધ ઉત્તરોએ રમૂજની એક નવી ઊંચાઇ તય કરી હતી. આ એક એવું હ્યુમર છે; જેને એન્ટિ-હ્યુમર કહે છે. શું છે આ એન્ટિ-હ્યુમર(Anti-Humour)?

એન્ટિ-હ્યુમર એ પરોક્ષ હાસ્ય છે. આડકતરી રમૂજ છે. રમૂજ કહેનારો રમૂજને અંતે એવું કહે છે કે જે ફની નથી. હસવું આવે એવું નથી અને છતાં હસવું આવે છે. એ તો સાવ સાદી વાત સાદી રીતે કરે છે. સાંભળનારાઓને ખરેખર કોઇ હાસ્યજનક પંચલાઇનની અપેક્ષા હોય પણ એવું કાંઇ આવે જ નહીં. આ  દેખીતી વિપરીતતા જ હાસ્ય જન્માવે છે. આશ્ચર્યનું તત્ત્વ એ એન્ટિ-હ્યુમરનો જરૂરી હિસ્સો છે. સાંભળીને હસવું આવશે એવું ધાર્યું હોય પણ જવાબમાં કોથળામાં ફિલ(ભરેલું) કરેલું બિલાડું નીકળ્યાનું ફીલ(અનુભવ) મળે તે એન્ટિ-હ્યુમર. દાખલા તરીકે એક ઘૂવડ અને એક ખિસકોલી ઝાડ પર બેસીને નીચે પસાર થતા ખેડૂતને ધ્યાનથી જોઇ રહ્યા હતા. ઘૂવડ કાંઇ બોલ્યો નહીં કારણ કે ઘૂવડ અમથાં ય કાંઇ બોલતા નથી. પછી એ ખિસકોલી તરફ વળ્યો અને ખિસકોલીને મારીને ખાઇ ગયો. કેમ? કારણ કે  ખિસકોલી એનો ખોરાક હતો. લો બોલો! કાંઇ રમૂજી બન્યું જ નહીં અને છતાં હસવું આવ્યું. ઇંગ્લિશમાં ‘યો મમા’ જોક્સ પ્રચલિત છે. શારીરિક સ્થૂળતા વિષેનાં જોક્સ અલબત્ત યોગ્ય નથી પણ અહીં હ્યુમર અને એન્ટિ-હ્યુમરનો સ્થૂળ ભેદ સમજાવવા દર્શાવી રહ્યો છું. તારી મમ્મી એટલી જાડી કે.. એમ કહીને જાત જાતનાં જોક્સ કહેવાય છે. દાખલા તરીકે તારી મમ્મી એટલી જાડી કે આઇ ફોન પર બેસી જાય તો આઇ ફોનનું આઇ પેડ બની જાય. આ હ્યુમર છે. પણ કોઇ એવું કહે કે તારી મમ્મી એટલી જાડી કે એણે…. હૃદયરોગથી સંભાળવું જોઇએ. આ હ્યુમર નથી. આ હકીકતનું નિવેદન છે. આ એન્ટિ-હ્યુમર છે. અને છતાં હસવું આવે છે. આ જ રીતે, ‘મરઘાંએ રસ્તો કેમ ક્રોસ કર્યો?’ પ્રશ્નનો ઉત્તર એવો કે ‘મરઘાંને મારે જાવું પેલે પાર-ની ઇચ્છા હતી. તંઇ શું?!’ આ તો હકીકતનું સીધુંસાદું નિવેદન થયું.  અપેક્ષા હતી કંઇક મસાલેદાર જવાબની પણ તેથી વિપરીત સાવ સામાન્ય જવાબ મળ્યો; અને છતાં અથવા તો કદાચ એટલે જ, હાસ્ય નિષ્પન્ન થયું. પાછો એ જ સવાલ પૂછીએ અને એ જ ઉત્તર મળે તો હસવું ના આવે. પણ ઉત્તર બદલાય જાય તો?  ‘મરઘાએ રસ્તો કેમ ક્રોસ કર્યો?’ તો ઉત્તર મળે કે ‘ફરીને સામેની બાજુ જતા બહુ વાર લાગે એટલે રસ્તો અહીંથી સીધો ક્રોસ કર્યો.’ પછીનો પ્રશ્ન ‘બતકે રસ્તો કેમ ક્રોસ કર્યો? તો ઉત્તર મળે કે ‘ એ સાબિત કરવા કે એ ચિકન નથી?’ (ઇંગ્લિશમાં ચિકન-હાર્ટેડ એટલે બીકણ, ડરપોક, બાયલું.) પછી સવાલ પૂછાય કે ડાયનાસોરે રસ્તો કેમ ક્રોસ કર્યો? તો જવાબ મળે કે ‘ડાયનાસોરનાં જમાનામાં તો મરઘાં હતા જ નહીં. એટલે ડાયનાસોરે રસ્તો ક્રોસ કર્યો.’  

‘મરઘાંએ રસ્તો કેમ ક્રોસ કર્યો?’ એ પ્રશ્ન જો તમે પ્રધાનમંત્રીને પૂછો તો એ શું કહે? કહે કે ‘સમયકે બંધનોસે, પરિસ્થિતિકી આવશ્યકતાઓસે રાસ્તા ક્રોસ કરના કભી કભી અનિવાર્ય હો જાતા હૈ. બુદ્ધસે યુદ્ધ તક જાના અનિવાર્ય હો જાતા હૈ.’ રાહુલ ગાંધીને પૂછો તો ઉત્તર મળે કે..’ જિન્હોને સર્જીકલ સ્ટ્રાઇક કિયા હૈ ઉનકે ખૂનકી દલાલી કરનેવાલોસે ભાગકર વો મુર્ગા રાસ્તા ક્રોસ કર રહા થા’ અરવિંદ કેજરીવાલને પૂછો તો કહે કે  ‘હમને તો મોદીજીસે અપીલ કી થી, પર ઉન્હોને નહીં કિયા તો પાકિસ્તાનકે જૂઠે પ્રોપેગન્ડાને બેનકાબ કરનેકે લિયે મુર્ગેને રાસ્તા ક્રોસ કિયા.’ અને સાચૂકલા આમ આદમીને પૂછીએ તો એ શું કહે? ‘ અરે ભાઇ, એ મરઘો તો રસ્તાની સામે પાર, સસ્તા અનાજની દુકાને ચણ લેવા ગયો’તો. ઓપન માર્કેટમાં અનાજનાં ભાવ ખબર છે?’ અમીર ગરીબ વચ્ચે પણ એક એલઓસી છે, છતાં કોઇ આતંકવાદ નથી. બધા શાંતિથી રહે છે. આ આપણું સ્વદેશી એન્ટિ-હ્યુમર છે!

પ્રથમ દ્રષ્ટિએ કદાચ આખી વાત વાહિયાત લાગે પણ આ એક જાતનું હ્યુમર જ છે. ન્યૂયોર્ક ટાઇમ્સનાં કાર્ટૂન એડિટરનાં મતે હાસ્યનું ભવિષ્ય એટલે આ વધ વધ થતી જતી અહર્નિશ વાહિયાતતા તરફની આપણી આંતરિક યાત્રા. આ જ તો એન્ટિ-હ્યુમર.

શબ્દ શેષ:
’હાસ્યનું રહસ્ય છે આશ્ચર્ય’ –ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલ (ઇ.સ.પૂ. 384-322)_
Haga clic sobre mí!0000 000 99

10 ટિપ્પણીઓ

Filed under Uncategorized

10 responses to “એન્ટિ-હ્યુમર: મરઘાંએ રસ્તો કેમ ક્રોસ કર્યો? / પરેશ વ્યાસ

 1. હાદ જનને ગમી જાય એવી વાત.
  એન્ટી – હ્યુમર સર્જન અભિયાન શરૂ કરીએ તો? !

 2. pragnaju

  નેકી ઔર પૂછ પૂછ ?
  “Why did the chicken cross the road?” is a common riddle joke. The answer or punch line is: “To get to the other side.” It is an example of anti-humor, in that the curious setup of the joke leads the listener to expect a traditional punchline, but they are instead given a simple statement of fact.
  Q. Why did the rubber chicken cross the road?
  A. She wanted to stretch her legs.
  Q. Why did the Roman chicken cross the road?
  A. She was afraid someone would Caesar!
  Q. Why did the chicken cross the playground ?
  A. To get to the other slide.
  Q. Why did the rooster cross the road?
  A. To cockadoodle dooo something.
  Q. Why did the dinosaur cross the road?
  A. Because chickens hadn’t evolved yet.
  Q. Why did the turtle cross the road?
  A. To get to the shell station.
  Q. Why did the horse cross the road?
  A. Because the chicken needed a day off.
  Q. Why did the duck cross the road?
  A. To prove he wasn’t chicken!
  Q. Why did the cow cross the road?
  A. To get to the udder side!
  Q. What happened when the elephant crossed the road?
  A. It stepped on the chicken!

 3. Wah….. anti humar bahuj gamyu, nava anti humarni rah joie?

 4. pragnaju

  mahendra thaker
  11:58 AM (4 hours ago)

  to me
  best of all times !!!!

  mhthaker
  https://sites.google.com/site/mhthaker/

 5. pragnaju

  ધન્યવાદ
  આપની પાસે આવા દાખલા હોય તો જરુર લખશોjઈ

 6. pragnaju

  ttam Gajjar
  To Pragna Vyas
  CC Suresh Jani Today at 11:29 AM

  આટલું જ નહી;
  બ્લોગ ઉપર જઈ મુળ ગુજરાતી મણીલાલનેયે વાંચ્યો ને
  તે નીચે વીદ્વત્તાભરી નીચેની સઘળી વાતોયે વાંચી ને
  બોલાઈ જવાયું..
  વાહ ! વાહ !! વાહ !!!
  લીખતે રહો…ઉ.મ..

 7. pragnaju

  ધન્યવાદ આપણી મુકરિયાં આનું જ સ્વરુપ ?
  अमीर खुसरो हिन्दी के पहले ऐसे कवि हैं जिन्होंने पहेलीनुमा गीत लिखे। इन्हें विभिन्न रागों में बाँधकर आज भी गाँव में, शहर में औरतों, युवतियों, बच्चों आदि आम लोगों से ले कर विभिन्न संगीत घराने के लोग गाते हैं। जैसे रामपुर सहसवान, आगरा, किराना, पटियाला, ग्वालियर, सैनिया आदि। कहमुकरियों का अर्थ है कि किसी उक्ति को कह भी दिया और मानने से भी मुकर गए। यह चार पंक्तियों में होती है। तीन या उससे अधिक में पहेली होती है और चौथी या आखिरी पंक्ति में पहले तो खुसरो ‘ए सखी साजन’ के रुप में पहेली का उत्तर देते हैं। इनमें से अधिकांश पहेलीनुमा गीतों का जवाब साजन है यानि प्रियतम और साथ में एक दूसरा जवाब भी है – जो इस उक्ति का आखिरी शब्द है। इसमें अमीर खुसरो ने बच्चों, गाँव की गोरियों और दैनिक जीवन से जुड़े विषयों को लिया है जैसे सावन, बसंत, बरखा, हिंडोला, आम, बाल, बंदर, भंग, पानी, पान, पंखा (हाथ), नैंन, तोता, टेसु के फूल, खेत में उगी पीली सरसों, तेल, कोल्हू का तेल, जोगी, चंदा, चोर, चौखट, ढयोड़ी, चूड़ा, चौसर, हुक्का, ढोल, राग, सुनार, गगरी, कुत्ता, घोड़ा, गर्मी, लोटा, मक्खी, मच्छर, मोर, मोती, हार, हाथी, सोना, चाँदी, मैंना, गधा, बकरी, दीवार, गोश्त, ढोलक, तबला, सितार, पखावज, रबाब, मढ़ी, पायजामा, चुनरी, चोली, बाल, गेहूँ की बाल, कपड़े, भौं, पिजड़ा, कोयल, मोर, मुकुट आदि। उदाहरण –

  (१) बरसा-बरस वह देस में आवे, मुँह से मुँह लाग रस प्यावे।
  वा खातिर मैं खरचे दाम, ऐ सखी साजन न सखी आम।।

  (२) सगरी रैन मोरे संग जागा, भोर भई तब बिछुड़न लागा।
  वाके बिछुड़त फाटे हिया, ऐ सखी साजन न सखी दिया।।

  (३) नित मेरे घर आवत है, रात गए फिर जावत है।
  मानस फसत काऊ के फंदा, ऐ सखी साजन न सखी चंदा।।

  (४) आठ प्रहर मेरे संग रहे, मीठी प्यारी बातें करे।
  श्याम बरन और राती नैंना, ऐ सखी साजन न सखी मैंना।।

  (५) वो आवे तब शादी होवे, उस बिन दूजा और न कोय।
  मीठे लागे वाके बोल, ऐ सखी साजन न सखी ढोल।।

  (६) सगरी रैन गले में डाला, रंग रुप सब देखा भाला।
  भोर भई तब दिया उतार, ऐ सखी साजन न सखी हार।।

  कुछ मुकरियाँ छ: पंक्तियों की भी अमीर खुसरो ने लिखीं –

  (७) घर आवे मुख घेरे-फेरे, दें दुहाई मन को हरें,
  कभू करत है मीठे बैन, कभी करत है रुखे नैंन।
  ऐसा जग में कोऊ होता, ऐ सखी साजन न सखी तोता।।

  आधुनिक हिन्दी के जनक बाबू भारतेन्दु हरीशचन्द्र तो अमीर खुसरो से इतना प्रभावित थे कि खुसरो की ही शैली में उन्होंने उन्हीं का अनुकरण करते हुए, नए जमाने की, मुकरियाँ रच डाली। उदाहरण –

  (१) सब गुरुजन को बुरा बतावे, अपनी खिचड़ी अलग पकावे।
  भीतर तत्व न झूठी तेजी, क्यों सखि सज्जन? नहि अंगरेजी।।

  (२) तीन बुलाए तेरह आवे, निज निज बिपता रोई सुनावै।
  आँखों फूटे भरा न पेट, क्यों सखि सज्जन? नहिं ग्रेजुएट।।

  (३) रुप देखावत सरबस लूटै, फन्दे में जो पड़े न छूटै।
  कपट कटारी हिय में हूलिस। क्यों सखि सज्जन न सखि पुलिस।।

  (स्रोत: भारतेन्दु ग्रंथावली, दूसरा खंड – पृ. ८१०-८११)

  अमीर खुसरो की कुछ कहमुकरियाँ ऐसी हैं जो केवल किसी और पर तो लागू होती है किन्तु साजन पर नहीं। हाँ वे साजन के किसी अंग पर अवश्य लागू होती हैं। इसी कारण इनमें से कुछ में अशलीलता की झलक आ गई है। ये अशलीलता का पुट वास्तव में लोक साहित्य के कारण है। उदाहरण –

  आठ अंगुल का है व असली, वाके हड्डी न वाके पसली।
  लटाधारी गुरु का चेला, ऐ सखी साजन न सखी केला।।

  अमीर खुसरो की कुछ मुकरियाँ ऐसी भी हैं जो केवल किसी और पर लागू होती हैं किन्तु साजन पर बिल्कुल नहीं और न ही साजन की किसी अंग पर। केवल अन्यों के सादृश्य पर उनमें भी ‘ऐ सखी साजन ‘जोड़’ दिया गया है। जैसे यह निम्नलिखित मुकरी केवल मोर पर ही लागू होती है, साजन पर बिल्कुल नहीं –

  “नीला कंठ और पहिरे हरा, सीस मुकुट नीचे वह खड़ा।
  देखत घटा अलापै जोर, ऐ सखी साजन न सखी मोर।।”

  इस अर्थ का अथवा अनुमान का कुछ विद्वान भाषाविदों एवं साहित्यकारों ने कड़ा खंडन भी किया है। वे तर्क देकर कहते है कि यह मुकरी साजन व मोर दोनों पर ही खरी उतरती है। मुकरी में मोर का जो विस्तृत वर्णन किया गया है वह रुप एक स्री अपने प्रेमी या प्रियतम के लिए भी कल्पना कर सकती है। हिन्दी के प्रख्यात भाषाविद् डॉ. भोलानाथ तिवारी का कहना है कि अमीर खुसरो के नाम से मिलने वाली बहुत सी मुकरियाँ कुछ बाद की रचित लगती हैं। उदाहरण –

  “आप जले औ मोय जलावे, पी पी कर मोहे मुँह आवे।
  एक मैं अब मार्रूँ मुक्का, ऐ सखी साजन न सखी हुक्का।।

  हँसन हँसाने और मनोरंजन के लिए चुटकुले, किस्से, गप्पें, ढींगे मारने आदि का पुराना रिवाज है जो सदियों से ग्रामीण अंचल के माध्यम से लोक साहित्य में चला आता है। अनूठी, मनोरंजक व समय गुजारने की इन्हीं ग्रामीण परम्पराओं में अमीर खुसरो ने भी अपना योगदान दिया है। उन्होंने आम लोगों की जरुरत को ध्यान में रखते हुए लोक मनोरंजन हेतु बच्चों व बड़ों दोनों के लिए हिन्दी साहित्य में एक नवीन विधा का पर्दापर्ण किया। यह है ठकोसले।

 8. pragnaju

  Naren Phanse
  12:41 AM (13 hours ago)

  to me
  મરઘાએ કેમ રસ્તો બદલ્યો!
  ભૈ, મરઘાની વાત મરઘો જાણે. આપડે નકામા એનો અરથ કાઢવા બેઠા છીએ. મારે એક વાત કહેવાની કે મરઘાની ઈચ્છા હોય તો તે ગમે તે રસ્તો ગમે ત્યારે બદલી શકે છે. એની મરજી હોય તે કોઈના હાથે આવે નૈ. ભીષ્મ પિતામહની જેમ એની પાસે પણ ઈચ્છા મૃત્યુનું વરદાન હોય એવું લાગે છે – ફક્ત તેને છળથી પકડીને મારી નાખવામાં ન આવે તો!
  2002 ના ઉનાળામાં અમે હાવાઈના એક ટાપુ – કવાઇ ખાતે રજા ગાળવા ગયા હતા. ત્યાં અમે જંગલના રસ્તામાં એક મરઘો અને ચાર મરઘીઓ જોઈ. અમારા ગાઈડે પૂછ્યું, મફત મરઘી કોને જોઈએ? ચાર જણાએ હાથ ઉપર કર્યો. “અહીં કોઈના ઘરના વાડા બહાર મરઘી દેખાય અને તે પકડવાની તમારામાં ચપળતા અને શક્તિ હોય તો ગમે એટલી મરઘીઓ લઇ જય શકો છો. શરત માત્ર એક છે. મરઘી મારવા બંદૂકનો ઉપયોગ નહીં કરી શકો.”
  અમારા ગ્રુપમાંથી ત્રણેક જણાએ કોશિશ કરી, પણ તેમાંની એક પણ મરઘીની ઈચ્છા ભીષ્મ થવું નહોતું. અંતે ગાઈડે રહસ્ય સ્ફોટ કર્યો. દસેક વર્ષ અગાઉ ત્યાં સમુદ્રમાં તોફાન અને ટાપુમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું. તેમાં અનેક ઘરો ઉડી ગયા હતા અને તેમના વાડામાંનાં હજારો મરઘી- મરઘા જંગલમાં ઉડીને જતા રહ્યા હતા. વર્ષો જતાં તેમની વસ્તીમાં અનેક ગણો વધારો થયો. તેમને કાબુમાં લાવવા સ્થાનિક સરકારે પ્રજાને ઉપર મુજબની રજા આપી. ત્યારથી કવાઇની સ્ત્રીઓ ગાતી નથી કે ‘મેરા સો રૂપિયોકા મુરઘા બોલો કિસને મારા?’ અને લોકો પૂછતા પણ નથી, મરઘાએ રસ્તો શા માટે બદલ્યો.

  • pragnaju

   વાહ
   આપની પાસે હાવાઈના એક ટાપુ – કવાઇ ની મરઘીની અદ્ભૂત વાત માણવાની મઝા આવી. ધન્યવાદ
   ઘણા વર્ષો સુધી સામાન્ય પ્રશ્નનો અસામાન્ય જવાબ શોધવાના પ્રયાસ બાદ આખરે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, સૌ પ્રથમ મરઘી જ આવી હતી. તેની પાછળનું કારણ છે કે અંડાની અંદર અને બહારનો ભાગ Ovocledidin-17 (OC-17) છે
   તો હાલ ફિલ્મના સીન અનુસાર દીપિકાને પોતાના હાથમાં થોડી વાર સુધી મરઘીપકડી રાખવાની હતી, પણ તે કેટલાય કલાકો સુધી આ કામ ન કરી શકી … જોકે આ સીન તેના માટે ખૂબ મુશ્કેલ સાબીત થયો હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s