અભિનયમાં દાદા અશોક કુમાર/ Naresh Kapadia

1111અભિનયમાં દાદા અશોક કુમાર

અશોક કુમાર આજે જીવતા હોત તો ૧૦૫ વર્ષના થાત. ૧૩ ઓક્ટોબર, ૧૯૧૧નો તેમનો ભાગલપુરમાં વકીલ કુંજલાલને ત્યાં જન્મ થયો હતો. આપણે તેમને દાદા મુની તરીકે પણ ઓળખીએ છીએ, પણ તેમનું મૂળ નામ કુમુદલાલ ગાંગુલી હતું. તેમનું ગઝબની સ્ટારડમ હતું, દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાના તેઓ એક છે. છેક ૧૯૮૮માં તેમને સિનેમા પ્રદાન માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સરકારે ૧૯૯૯મેં પદ્મ ભૂષણથી પણ તેમનું સન્માન કર્યું હતું. તેમણે હીરો, વિલન અને ચરિત્ર તમામ પ્રકારની ભૂમિકાઓ કરી છે.

 

પરિવારના ચાર સંતાનોમાં તેઓ નામે કુમુદ્કુમાર સૌથી મોટા. તેમનાથી નાના બેન સતી દેવી ખુબ નાની ઉમરે ફિલ્મકાર શશધર મુખર્જીને પરણ્યા હતા. વિશાળ ફિલ્મ પરિવારના તેઓ માતા સમાન હતાં. કુમુદજીથી ૧૪ વર્ષ નાના ભાઈ કલ્યાણને આપણે અનૂપ કુમાર તરીકે અને સૌથી નાના આભાસ યાને આભાસકુમાર એટલે આપણા મહાન ગાયક કિશોર કુમાર. સૌથી મોટા અશોક કુમાર સૌથી વધુ જીવ્યા, જોકે કિશોરદાના ૧૯૮૭માં નિધન બાદ તેમણે વર્ષગાંઠ ઉજવવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેમના જન્મ દિવસે જ કિશોરદાનું નિધન થયું હતું.

 

ફિલ્મોમાં આવતા પહેલાં અશોક કુમારના શોભનાજી સાથે લગ્ન થઇ ગયા હતા. મોટા સ્ટાર હોવા છતાં આ યુગલ મધ્યમ વર્ગની જેમ જ જીવ્યું અને બાળકો એક દીકરો અરૂપ કુમાર અને ત્રણ દીકરીઓને પણ એમજ ઉછેર્યા. દીકરી ભારતી પટેલ તે અભિનેત્રી અનુરાધા પટેલના માતા, બીજા દીકરી રૂપા તે કોમેડિયન અભિનેતા દેવેન વર્માના પત્ની અને સૌથી નાની દીકરી તે ફિલ્મોમાં આવેલી એક માત્ર પ્રીતિ ગાંગુલી. અનેક ફિલ્મોમાં હાસ્ય અભિનેત્રી બનીને તેમનું અપરિણીત રૂપે ૨૦૧૨માં નિધન થયું હતું.

દાદામોની એટલે પ્રેમાળ મોટા ભાઈ. સાળા શશધર બોમ્બે ટોકીઝમાં ખાસ્સા વરિષ્ઠ હતા. ત્રીસીના દાયકાના મધ્યમાં અશોકજી મુંબઈ આવીને બોમ્બે ટોકીઝના લેબ આસીસ્ટન્ટ બન્યા હતા. ત્યારે સ્ટુડીઓના માલિક હિમાંશુ રાય પત્ની દેવિકા રાણીને લઇ ‘જીવન નૈયા’ (૧૯૩૬) બનાવતા હતા. દેવિકા ફિલ્મના હીરો નજમુલ હાસનના પ્રેમમાં પડી ગયા, પરત પણ થયા અને પતિએ નજમુલને હાંકી કાઢ્યા અને કુમુદકુમારને લીધા. ફિલ્મ નિર્દેશક ફ્રાન્ઝ ઓસ્ટીને ત્યારે કહેલું, ‘આ માણસ પાસે એક્ટર જેવો લૂક જ નથી. કુમુદકુમારને રિવાજ મુજબ, જુદું જ એવું અશોક કુમારનું નામ અપાયું. અશોકજી ત્યારે ઈચ્છા વિરુદ્ધ અભિનેતા બન્યા હતા. પણ દેવિકા રાણી સાથેની બીજી ફિલ્મ ‘અછૂત કન્યા’ હીટ થઇ, જે શરૂઆતી બ્લોકબસ્ટર ગણાય છે. હવે અશોક કુમાર અને દેવિકા રાણી તે જમાનાની સૌથી જાણીતી સ્ટાર પેર બની હતી. સંખ્યાબંધ ફિલ્મો આવતી રહી, સફળ થતી રહી. પણ હજી અશોકજી દેવીકાના પડછાયામાં હતા. બીજા વરિષ્ઠ અભિનેત્રી લીલા ચીટનીસ સાથે ‘કંગન’, ‘બંધન’, ‘આઝાદ’ અને ‘ઝૂલા’ જબ્બર સફળ થઇ. જ્ઞાન મુખર્જીએ ‘કિસ્મત’ (૧૯૪૩) બનાવી, જેમાં અશોક કુમાર એન્ટી હીરો હતા. આ એક કરોડની આવક કરનારી પહેલી હિન્દી ફિલ્મ બની, જેણે તમામ રેકોર્ડ્સ તોડ્યા. અશોક કુમાર દેશના પહેલા સુપર સ્ટાર હતા. તેઓ જ્યાં જાય, ત્યાં લોકોના ટોળાં થતાં, ટ્રાફિક જામ થતાં, લાઠી ચાર્જ થતો. સફળતાનો દોર આગળ વધતો જ ગયો. ‘સાજન’, ‘મહલ’, ‘સંગ્રામ’, ‘સમાધી’ આવી. તેમણે નિર્માણ કરેલી ‘જીદ્દી’થી દેવ આનંદ અને ‘નીલકમલ’થી રાજ કપૂર જાણીતા બન્યા, ‘મહલ’થી તેમના નાયિકા મધુબાલા જાણીતા બન્યા.

 

પચાસના દાયકામાં રાજ-દિલીપ-દેવ આવ્યા છતાં અશોક કુમારની ‘અફસાના’, ‘નૌબહાર’, ‘પરિણીતા’, ‘બંદિશ’ કે ‘એક હી રાસ્તા’ સફળ થતી રહી. દિલીપ કુમાર સાથેની ‘દીદાર’ ખુબ સફળ થઇ. મીના કુમારી અને તેમની ચહિતી નલીની જયવંત સાથે ઘણી ફિલ્મો કરી. સાંઠના દાયકામાં તેઓ ચરિત્ર અભિનેતા બન્યા, ‘કાનૂન’, ‘બંદિની’, ‘ચિત્રલેખા’, ‘જવાબ’ કે  ‘વિક્ટોરિયા ૨૦૩’ યાદગાર રહી. સફર આગળ વધતી જ રહી. ‘જ્વેલ થીફ’, ‘આશીર્વાદ’,’આરાધના’, પાકીઝા’, ‘મિલી’, ‘છોટીસી બાત’ કે ‘ખૂબસૂરત’ (૧૯૮૦) સુધી લંબાતી રહી.

 

ટીવી પર તેઓ દેશની પહેલી સોપ ઓપેરા ‘હમલોગ’ના સુત્રધાર બન્યા. તો ‘બહાદૂર શાહ ઝફર’ પણ બન્યા. ‘આંખો મેં તુમ હો’ (૧૯૯૭) તેમની છેલ્લી ફિલ્મ. ફિલ્મોનો સરવાળો ૨૭૫ને પાર કરી ગયો. તેઓ હોમિયોપેથીની ચમત્કારિક પણ પ્રેક્ટિસ કરતા.  

 

૯૦ વર્ષની ઉમરે ૧૦ ડીસેમ્બર, ૨૦૦૧એ હૃદય રોગથી તેમના ચેમ્બુરના નિવાસે તેમનું નિધન થયું ત્યારે વડાપ્રધાન અટલબિહારી વાજપેઈએ કહેલું, ‘તેઓ આવનારી અનેક પેઢીના અભિનેતાઓ માટે માટે પ્રેરક રહેશે’.

 

અશોક કુમારના યાદગાર ગીતો: મૈ બન કી ચીડીયા (અછૂત કન્યા), ધીરે ધીરે આરે બાદલ (કિસ્મત), રાધા રાધા પ્યારી રાધા (કંગન), ચાલો સંગ ચલે હમ (બંધન), ના જાને આજ કિધર મેરી નાવ ચલી રે અને એક ચતુર નાર કર કે સિંગાર (ઝૂલા),  રેલગાડી અને નાવ ચલી (આશીર્વાદ), તેરે બિન સુને નયન હમારે, નાચે મન મોરા મગન તિક ધા અને પૂછો ના કૈસે મૈને રૈન બિતાઈ (મેરી સૂરત તેરી આંખે), ઓરે માઝી – બંદિની, બાજુ સમજો ઇશારે (ચલતી કા નામ ગાડી), આઇયે મેહરબાન (હાવરા બ્રીજ), રહે ના રહે હમ અને છુપા લો યું દિલ મેં પ્યાર મેરા (મમતા), દો બેચારે બિના સહારે (વિક્ટોરિયા ૨૦૩), ચાલો હસીં એક ગીત બનાયે (શૌકીન).. હમ હેર ડ્રેસિંગ કરતે હૈ (મેહમૂદ અને અશોક કુમાર – સાધુ ઔર શૈતાન), એક ફિલ્મમાં અશોક કુમારને હૃદય રોગનો હુમલો થયો પણ તેઓ બચી ગયા, કેવી રીતે? કદમ કદમ બઢાયે જા,  

♥#♥ : Foto

__._,_.___

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “અભિનયમાં દાદા અશોક કુમાર/ Naresh Kapadia

 1. મારો પ્રિય અભિનેતા. રાજકપુર પછી એમનો નંબર.
  એમની એક ફિલ્મ મને બહુ ગમેલી જેમાં એ હીરો હતા. ફિલ્મનું નામ યાદ નથી. પણ અશોકકુમારે કલાપ્રેમી અને દિલદાર જમીનદાર નો રોલ કર્યો હતો. ‘જોગી ઠાકુર’ નામે. એમાં નૌટંકી વાળીઓ સાથે સવાલ જવાબની જુગલબંધી બહુ ગમેલી.
  કદાચ એ વાર્તા લિયો ટોલસ્ટોયના જીવન પરથી બનાવેલી હતી, એવું આછું આછું યાદ છે.

  એ ફિલમનું નામ જાણવા મળે તો આનંદ થશે.
  ——–
  બાકી, ‘વિક્ટોરિયા-૨૦૩ ‘માં પ્રાણ સાથેની રંગત કદી ભુલાય એવી નથી. ‘બિન તાલેકી ચાવી લેકે …’ !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s