શ્રધ્ધાંજલી મા સ્વ મીરાંબેનને+ યામિની વ્યાસ-લેખન વિશેષાંકમા…/વારીસ ડીરી એકોક્તી+ભજવનાર ઇનામ વિજેતાઓ

%e0%ab%a6%e0%ab%a9વિનોબા ભાવેના ભુદાન આંદોલનને જીવન સમર્પી દેનાર મીરા ભટ્ટનું નિધન

ભાવનગરના અરૂણ આત્‍મારામ ભટ્ટ સાથે લગ્ન થયેલ : ૮૪ વર્ષના હતા

વડોદરા : સિદ્ધહસ્‍ત લેખિકા, અનુવાદિકા, સંપાદિકા, કોલમ રાઈટર,સ્ત્રી શકિત જાગરણના કાર્યને સક્રિય રીતે આગળ ધપાવનાર ૮૪ વર્ષના મીરાબેન ભટ્ટ વિનોબાજીના ભુદાન આંદોલનના સમયથી જીવન સમર્પિત હતા અને મીરાબહેનનું ૮૪ વર્ષની ઉંમરે વડોદરા ખાતેના નિવાસસ્‍થાને અવસાન થયું છે.

એમનો જન્‍મ તા. ૨૭ સપ્‍ટેમ્‍બર ૧૯૩૨ના રોજ કડી મુકામે થયેલો. નાનપણથી સાહિત્‍યપ્રેમી હોવા છતાં સાયન્‍સ અને એલ. એલ. બી.નો અભ્‍યાસ કરી પ્રેકિટસ કરેલી પરંતુ વિનોબાજીના સંપર્કમાં આવતા એમના સર્વોદય આંદોલનને પોતાનું જીવન મિશન માન્‍યું.

દરમિયાન ભાવનગરના ગાંધીજન શ્રી આત્‍મારામ ભટ્ટના દીકરા શ્રી અરૂણભાઈ ભટ્ટ સાથે લગ્ન થયા. ગૃહસ્‍થી ધર્મ નિભાવતા ભાવનગર અને આખા ભારતમાં જીવનભર સર્વોદય કાર્યની ધુણી ધખાવી ભુદાન, શાંતિસેના, ગૌરક્ષાકાર્ય,સ્ત્રી શકિતમાં જાગૃતિ, આચાર્યકુલ તેમજ ગ્રામ સેવાનું ક્ષેત્ર તેમના મુખ્‍ય કાર્ય રહ્યા.

અનેક મેગેઝીનો તેમજ છાપાઓમાં એમના જીવન પ્રાસંગિક લેખો તથા સરળ – સાચુકલી જીવન સ્‍પર્શી વાતો મૂકી લોકશિક્ષણ અને લોકજાગૃતિની વાતો કરી ‘જન્‍મભૂમિ પ્રવાસી’માં નિયમિત લેખ આવતા. બાળકો, યુવાનો, વૃદ્ધો માટેની તેમની નિસ્‍બત આ સાહિત્‍ય દ્વારા જણાય છે. એમણે અનુવાદિત અને મૌલિક લગભગ ૫૫ જેટલા પુસ્‍તકો આપ્‍યા છે. સર્વોદય વિચારને વરેલા માસિકો, ભૂમિપુત્ર અને મૈત્રીમા વર્ષો સુધી સંપાદન કર્યુ. લેખની તેમની જીવનસંગીની હતી. જીવનની અંતિમ વેળાએ સાથ આપેલો.

મીરાબેનને છેલ્લે પોણા બે મહિના પહેલા પેનક્રીયાઝ (સ્‍વાદુપીંડ)નું કેન્‍સર નિદાન થયેલું. આજે સવારના ૯ વાગ્‍યે તેઓનું નિધન થયુ હતું.

સદ્દગતની પ્રાર્થનાસભા કાલે તા. ૬ને રવિવારે સાંજે ૪ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાને ૭૩, રાજસ્‍થંભ સોસાયટી, બગીખાના પાછળ, વડોદરા ખાતે રાખેલ હોવાનું વડોદરા જીલ્લા સર્વોદય મંડળના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી કપિલભાઈ શાહ (મો. ૯૪૨૭૦ ૫૪૧૩૨)એ જણાવ્‍યુ છે.સૌજન્ય અકિલા

Waris dirie Mono-Acting sript sarvajanik education society aayojit saprdhama First ane second vijeta bani. ..Aa banne dikrio e adbhoot perform kari…..Congratulations n thank you Aarjavi Vyas..Experiential school first winner n Prerna patel Balaji girls school second winner. ..Aape mara lakhayela Shabdone manch par hrydaysparshi rite jivant karya%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a7 %e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a7

12 ટિપ્પણીઓ

Filed under Uncategorized

12 responses to “શ્રધ્ધાંજલી મા સ્વ મીરાંબેનને+ યામિની વ્યાસ-લેખન વિશેષાંકમા…/વારીસ ડીરી એકોક્તી+ભજવનાર ઇનામ વિજેતાઓ

 1. હવે મીરાંબેનનો પરિચય બનાવવો જ પડશે.
  યામિનીબેનની સર્જન ઝંખનાને સો સલામ.
  એમને લીપી વંચાવશો?

  • pragnaju

   આભાર
   સ્વ મીંરાબેનનો સર્વોદયનો ભેખ અને અસંખ્ય પ્રેરણાદાયી લેખો એમનો ખાસ પરિચય
   તમારી લીપી આજે ૮ વર્ષે માણી જરુર ચિ યામિની-પરેશને વંચાવશુ
   કોટવેની રાણી અને અને ચેસના બોર્ડમાં આઠ રાણી ! પણ વાંચવાનુ કહ્યું છે
   રાણી -યાદ આવ્યું ગુજરાતી તખ્તાનાં ધુરંધર કલાકાર પદ્મારાણીએ આખરી એક્ઝિટ લીધી ત્યારે તેમના નાટકના અમેરીકાના બધાં શોનું બુકીંગ થઇ ગયું હતું અને તેમની જગ્યાએ ચિ યામિનીની ભલામણ થઇ હતી પણ તે ફાવે તેમ ન હતું…અહીં બ્રેક નહીં તો અમારા રોગ પ્રમાણે ગાડી આડે પાટે…

 2. pragnaju

  mahendra thaker
  9:17 AM (5 minutes ago)
  to me
  શ્રધ્ધાંજલી મા સ્વ મીરાંબેનને
  may her soul rest in eternal peace..
  we lost great daughter of India and great Ratna of Gujarat
  ………….
  યામિની વ્યાસ-લેખન વિશેષાંકમા…/વારીસ ડીરી એકોક્તી+ભજવનાર ઇનામ વિજેતાઓ

  yaminee ben nu karya – lekhan kala vi adbhut che..
  Waris dirie nee darda bhari jeevani vanchi– kharej radavu aave..
  aa aakhi kriya na video pan joyela yaad aave che..ane 1999 ke 2000 ma readers digest ma aavo-j koi article vanchelo..
  jema te chokari america vechya pachi– kevi reete..tena malik pase thi chuti– passport pan lai lidhelo..ane koi artist ke koi nu card tene malelu..ane tya thi kevi reete bhagi..
  yamini ben ne pan aamara taraf thi khub khub abhinanadan aapasho ji

  mhthaker
  https://sites.google.com/site/mhthaker/

  • pragnaju

   સુ શ્રી રેખાબેનશ્રી
   ધન્યવાદ
   આપને સ્વ મા મીરાંબેન અંગે પ્રેરણાદાયી અનુભવ હોય તો લખશો
   અને ચિ સૌ યામિની તો મૂળ તમારા માઇક્રોબાયોલોજીના ન્યાતની અને કાવ્ય, વાર્તા, ગઝલ,નાટકો, અભિનય,રાસગરબા અને પ્રેઝનટેશનમા હોબી …આપના આશીસ પાઠવશો

 3. pragnaju

  himatlal joshi
  9:15 AM (15 minutes ago)

  to me
  मरना भला है उसका जो अपने लिए जिए
  ज़िंदा : रहा जो मर चूका इंसानके लिए
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

 4. pragnaju

  ધન્યવાદ
  સ્વ મીરાંબેન અંગે આપનો પરિચય હોય તો જણાવશો
  ચિ યામિનીના લેખ વાંચી આપના પ્રતિભાવ આશીસ આપશોજી

 5. ૧૯૮૨ માં પ્રકાશિત સ્વ.મીરાબેન ભટ્ટ લિખિત પુસ્તક ” જીવન સંધ્યાનું સ્વાગત” મારા પુસ્તક સંગ્રહમાં છે.
  આ અદભુત પુસ્તકમાં એમણે વૃદ્ધત્વને કેવી રીતે ઉજ્જવળ બનાવી શકાય એ વિષે સરસ માર્ગદર્શન આપ્યું છે.૧૯૮૪ નું ભગીની નિવેદિતા પારિતોષિક વિજેતા આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે :
  ” જીવન સંધ્યા એટલે ઇન્દ્રિયોના વ્યાપારને સંકેલવાનું ટાણું, ઇન્દ્રિયોનો ભોગવટો નહી, તેના પર વિજય.સાંજ પડ્યા પછીનું જે કાંઈ જીવન વહે ,તેની દિશા નિશ્ચિત હોયપ્રભુ…..” મૃત્યુને પણ એમણે સંજીવી વિદ્યા કહી છે.
  પહેરી પીળાશ આવ્યા ખરવાના દિન
  હવે ક્યાં સુધી ઝૂલું હું શાખમાં ?
  ઝંઝા શું પહોળાતું પંખી આવીને મને
  લઇ જશે ક્યાંક એની પાંખમાં.

  અને એ પંખી છેવટે આવીને મીરાંબેનને એની પાંખમાં લઇ જ ગયું !

  સ્વ. મીરાબેન ભટ્ટ ને હાર્દિક શ્રધાંજલિ

  વારીસ ડીરી એકોક્તી ભજવનાર ઇનામ વિજેતાઓને અભિનંદન

 6. pragnaju

  ધન્યવાદ
  અમે પણ કોઇ બ્લોગ પર આ લેખ વાંચ્યો છે કદાચ તમારા બ્લોગ પર હશે.
  પૂ વિનોબાજીના મૈત્રી માસિક બાદ ભુમિપુત્ર મા તેમના લેખ માણતા અહીં આવ્યા પછી કોક બ્લોગ પર તેમના લેખ વાંચ્યા…તેમની વાતો સ્વાનુભવવાળી અને સત્ય લાગતી
  ચિ યામિની રીટાયર થાય બાદ હોબી પર વધુ ધ્યાન આપશે

 7. R.I.P. Hu olakhti nathi pan ek sahityapremi tarike hu emana svajanone malava jarur jaish. Hu Decemberma India javani chhu mara husbandna asthi visarjan mate. Hu bagikhanamaj rahu chhu, maru ghar tyaj chhe.

 8. pragnaju

  સુ શ્રી અનીલાબેન
  નમસ્તે
  ખૂબ દુઃખદ પ્રસંગે ધીરજ રાખી તમે સહજ સ્થિતીમા આવી સહજતાથી અસ્થિવિસર્જનમા જાઓ છો તે પ્રસંગે વેદના સહન કરવાની પ્રભુ શક્તી આપે તે અભ્યર્થના સાથે તમે સ્વ. મીરાબેનને ત્યાં જવા ધાર્યું છે- તેઓ નથી પણ તેમના સર્વોદયના ભેખના વાતાવરણમા ઘણી શાન્તી લાગશે.તેમના પુસ્તક અંગે મા વિનોદભાઇએ જણાવ્યું તે ફરી લખું-‘” જીવન સંધ્યા એટલે ઇન્દ્રિયોના વ્યાપારને સંકેલવાનું ટાણું, ઇન્દ્રિયોનો ભોગવટો નહી, તેના પર વિજય.સાંજ પડ્યા પછીનું જે કાંઈ જીવન વહે ,તેની દિશા નિશ્ચિત હોયપ્રભુ…..” મૃત્યુને પણ એમણે સંજીવી વિદ્યા કહી છે.
  પહેરી પીળાશ આવ્યા ખરવાના દિન
  હવે ક્યાં સુધી ઝૂલું હું શાખમાં ?
  ઝંઝા શું પહોળાતું પંખી આવીને મને
  લઇ જશે ક્યાંક એની પાંખમાં.

  અને એ પંખી છેવટે આવીને મીરાંબેનને એની પાંખમાં લઇ જ ગયું !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s