ઋષિસમા સંગીતકાર સચિનદેવ બર્મન/નરેશ કાપડીઆ

3110-sd-burma

ઋષિસમા સંગીતકાર સચિનદેવ બર્મન

હિન્દી-બંગાળી ફિલ્મોના મહાન સંગીતકાર સચિનદેવ બર્મનને આ જગતમાંથી વિદાય લીધાને ૪૦ વર્ષ

થયા. ૩૧ ઓક્ટોબર, ૧૯૭૫ના રોજ તેમનું નિધન થયું હતું. આજે નૂતન વર્ષે આપણે આ મહાન

સંગીતકારને માનભરી અંજલિ આપીએ. લતા, રફી, કિશોર કુમાર, હેમંત કુમાર, આશા ભોસલેને તેમના

શ્રેષ્ઠ ગીતો આ સંગીતકારે આપ્યા હતા. તેમનું સૌથી મોટું પ્રદાન એટલે તેમના દ્વારા તૈયાર થયેલાં

સંગીતકાર દીકરા રાહુલદેવ બર્મન.

૧ ઓક્ટોબર, ૧૯૦૬ના રોજ ત્રિપુરાના રાજવી પરિવારમાં સચિનદેવનો જન્મ. બંગાળી ફિલ્મોમાં

સંગીત આપીને ૧૯૩૭માં તેમણે સંગીતકાર રૂપે કરિયર શરૂ કરી હતી. ૪૨ વર્ષની કરિયરમાં તેમણે સો

જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે ઉપશાસ્ત્રીય અને લોકશૈલીમાં ૧૪ હિન્દી અને ૧૩ બંગાળી

પ્રભાવિ ગીતો પણ ગાયા.

સચિનદા પાસે પૂર્વોત્તરનું મધુર લોક સંગીત હતું અને બંગાળના રવીન્દ્ર સંગીતની સાદગી પણ હતી.

તેઓ આસાનીથી શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક સંગીત સાથે સંગીત નિયોજન કરતા. પારંપરિક વાદ્યો,

જેવાંકે બાંસુરી, સિતાર, સંતૂર જેટલી જ સરળતાથી ગિટાર, સેક્સોફોનનો પણ ઉપયોગ કરી શકતા.

તેમની પાસે તાલ વાદ્યોનું અદભુત વૈવિધ્ય હતું.

એમના રાજવી પિતા અને સિતારવાદક નબદ્વીપચંદ્ર દેવ બર્મન પાસે સચિનદેવને શાસ્ત્રીય સંગીતનું

જ્ઞાન મળ્યું હતું. પછી અન્ય પંડિતો-ઉસ્તાદો પાસે પણ શીખ્યા. કોલકાતા યુનિવર્સીટીમાંથી બી.એ. થયા

બાદ ૧૯૩૮માં તેમણે ગાયિકા મીરાદેવી સાથે લગ્ન કર્યા હતા. તેના બીજા વર્ષે રાહુલદેવનો જન્મ થયો

હતો. રાહુલ બાળપણથી જ સચિનદાના સહાયક રહ્યા, પરિણામે રાહુલને ભારતીય અને પાશ્ચાત્ય બંને

સંગીતનો વારસો મળ્યો હતો. વળી એનો સુપ્રભાવ સચિનદાના ગીતોમાં પણ જોવા મળે છે. સચિનદા

માનતા કે ફિલ્મ સંગીત એ શાસ્ત્રીય સંગીતનું કૌશલ બતાવવાનું માધ્યમ નથી. સચીનદેવે આરંભમાં

રેડીઓ પર પૂર્વોત્તર લોક સંગીતકાર અને ગાયક રૂપે કામ કર્યું. ૧૯૪૪માં શશધર મુખરજીના આગ્રહ પર

ઈચ્છા વિરુદ્ધ બે ફિલ્મો ‘શિકારી’ અને ‘આઠ દિન’ના સંગીત માટે મુંબઈ આવ્યા. ‘દો ભાઈ’, ‘વિદ્યા’

અને ‘શબનમ’ પછી પણ તેમની ઓળખ ન બનતા તેઓ પાછા કોલકાતા જવા માંગતા હતા, પણ અશોક

Page 2 of 2

કુમારે તેમને રોક્યા. પછી દેવ આનંદની ઘરેલું નિર્માણ સંસ્થા નવકેતનના ‘અફસર’થી નવી શરૂઆત થઇ.

પછી દાદાએ પાછું વળીને જોયું નથી.

બર્મનદાદા જે ફિલ્મોના સંગીત માટે યાદ રહેશે તે ફિલ્મો: ‘દો ભાઈ’, ‘સઝા’, ‘બાઝી’, ‘જાલ’, ‘ટેક્સી

ડ્રાઈવર’, ‘દેવદાસ’, ‘મુનીમજી’, ‘ફંટૂશ’, ‘પેઈંગ ગેસ્ટ’, ‘’પ્યાસા’, ‘નૌ દો ગ્યારાહ’, ‘ચલતી કા નામ

ગાડી’, ‘કાલા પાની’, ‘સુજાતા’, ‘કાલા બઝાર’, ‘બંદિની’, ‘મેરી સૂરત તેરી આંખેં’, ‘તેરે ઘર કે સામને’,

‘તીન દેવિયાં’, ‘ગાઈડ’, ‘જુવેલ થીફ’, ‘તલાશ’, ‘આરાધના’, ‘પ્રેમપૂજારી’, ‘ગેમ્બલર’, ‘શર્મીલી’, ‘તેરે મેરે

સપને’, ‘અભિમાન’, ‘પ્રેમનગર’, ‘ચુપકે ચુપકે’, ‘મિલી’.

એસ ડી બર્મનના યાદગાર ગીતો: મેરા સુંદર સપના બીત ગયા (દો ભાઈ), યે રાત યે ચાંદની (જાલ), જાયે

તો જાયે કહાં (ટેક્સી ડ્રાઈવર), જીવન કે સફર મેં (મુનીમજી), દુઃખી મન મેરે (ફંટૂશ), છોડ દો આંચલ

(પેઈંગ ગેસ્ટ), આંખો મેં ક્યા જી (નૌ દો ગ્યારાહ), જાને વો કૈસે (પ્યાસા), હમ બેખુદી મેં (કાલા પાની),

હૈ અપના દિલ (સોલવા સાલ), સુન મેરે બંધુ રે (સુજાતા), વક્તને કિયા ક્યા હસીં (કાગઝ કે ફૂલ), હાલ

કૈસા હૈ (ચલતી કા નામ ગાડી), ખોયા ખોયા ચાંદ (કાલા બઝાર), કાંટો સે ખીંચ કે (ગાઈડ), આસમાં કે

નીચે (જુવેલ થીફ), પૂછો ના કૈસે (મેરી સૂરત તેરી આંખેં), ખ્વાબ હો તુમ (તીન દેવિયાં), દિલ કા ભંવર

કરે (તેરે ઘર કે સામને), રૂપ તેરા મસ્તાના (આરાધના), રૈના બીતી જાયે (અમર પ્રેમ), ફૂલોં કે રંગ સે (પ્રેમ

પૂજારી), ખિલતે હૈ ગુલ (શર્મીલી), તેરે મેરે મિલન કી (અભિમાન).

ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s