ગુપ્તચર, યુદ્ધ અને રાજનીતિ /www.sachchidanandji.org

સાંપ્રતસમયે ખૂબ જરુરી વાત-  ગુપ્તચર, યુદ્ધ અને રાજનીતિ

 
 A – GUPT-CHARO-NO MAHIMAA – PAHAADPUR – ગુપ્તચરોનો મહિમા – પહાડપુર – શ્રી જયંતીભાઈ ભગવાનદાસ પટેલના બહુમાન પ્રસંગે આપેલું પ્રવચન. રાજવ્યવસ્થા ચાર પાયા ઉપર ઊભી હોય છે. અવ્યવસ્થા વિનાની કોઇ વ્યવસ્થા હોતીજ નથી. અવ્યવસ્થા એજ પનોતી છે. પનોતી કોઈ વ્યક્તિ નથી પણ જયારે તમે કોઈ કામ ઉપાડો છો, કોઈ વ્યવસ્થા શરુ કરો છો, તો એમાં થનારી જે અવ્યવસ્થા છે, એજ પનોતી છે. આ પનોતી જ્યા સુધી પગ નીચે દબાયેલી રહે ત્યાં સુધી તમારી વ્યવસ્થાને કોઈ આંચ આવે નહીં. પણ જયારે અવ્યવસ્થાનું કલેવર મોટું થાય, એટલે માથા ઉપર ચઢી જાય. જેના માથા ઉપર પનોતી ચઢી જાય એનીવ્યવસ્થા તૂટી પડે, પછી એ રાષ્ટ્ર હોય, કોઈની ફેક્ટરી હોય, કોઈનું ઘર હોય કે પછી કોઈનો આશ્રમ હોય. તમારો પુરુષાર્થ એમાં છે કે તમે એ પનોતીને દબાવી રાખો છો? રામને ડબલ પનોતી હતી પણ હનુમાને પનોતીને દબાવી રાખી હતી. રાજ વ્યવસ્થા કદી પણ પનોતી વિનાની હોતી નથી. રાજવ્યવસ્થાના ચાર પાયા છે. સારામાં સારી રાજવ્યવસ્થા કરવી હોય તો પહેલી શર્ત છે મુત્સદ્દી નેતા, બીજી શર્ત છે ઉત્તમમાં ઉત્તમ ગુપ્તચર ખાતું, ત્રીજી શર્ત છે સારામાં સારું ઈચ્છા પ્રમાણે કામ કરી શકાય તેવું લશ્કર અને આ ત્રણેને પોતપોતાની જગ્યાએ રાખવું હોય તો ચોથા ઘટકનું નામ છે ત્રણેમાં રહેનારાઓનું ઊંચામાં ઊંચું મોરલ (નૈતિકતા). જો આ ચાર ઘટકો હોય તો, @5.00min. તમારા રાષ્ટ્રને, તમારી રાજવ્યવસ્થાને કાંઈ આંચ નહિ આવે. (1) અંગ્રેજો, મોગલો, પેશ્વાઓ અને રાજપૂતોમાં શું ફરક છે? મોગલોની પાસે પણ સારી શક્તિ હતી પણ અંગ્રેજો સામે ન  ટકી શક્યા. રાજપૂતો મોગલોની સામે ન ટકી શક્યા, એના નિશ્ચિત કારણો છે કે જેની પાસે આ ચાર ઘટકો ઉત્તમ હશે એ પ્રજાજ દુનિયા ઉપર રાજ કરશે. અંગ્રેજોએ ઓછામાં ઓછું લોહી વહાવી આખી દુનિયા ઉપર પ્રજાનું મન જીતીને રાજ કર્યું. એમને પહેલ્લો પોઇન્ટ નક્કી કર્યો કે કોઇ દેશને પોતાનો કરવો હોય તો એ દેશના નાકને પકડવું. ભારતનું નાક બંદરો છે એટલે એના બંદરો કબજે કરવા. ભારતની એક કમજોરી છે, કે જયારે ખૈબર અને બોલાન્દના રસ્તે ધાડે-ધાડાં આવતા હતા ત્યારે આપણે કશું ન કર્યું. ત્યારે દરિયા માર્ગે તો કોઈ આક્રમણ થતું ન હતું. જયારે ખૈબર અને બોલાન્દની મહિમા ઘટી અને દરિયાનો રસ્તો શરુ થયો ત્યારે દરિયાથી આપણે અભડાતા હતા. વાસ્કો-ડી-ગામા આવ્યા પછી એમને દરિયો કબ્જે કર્યો એટલે અકબરને પણ એના કુટુંબીઓને હજ કરવા મોકલવા હોય તો પોર્ટુગીઝની પરમીટ જોઈએ. પોર્ટુગીઝથી અલબાકારકી અઢાર નાવડા લઈને આવેલો અને જોતજોતામાં દરિયો કબ્જે કરી લીધો. અંગ્રેજોએ નક્કી કર્યું કે જો આપણે રાજ કરવું હોય તો પહેલા બંદરોને કબ્જે કરો. અંગ્રેજોએ ભાવનગરના દરબારને ખુબ સારી પાર્ટી આપી ભાવનગર બંદર લખાવી દીધું. મહેલમાં આવ્યા પછી, નશો ઊતર્યો અને ભાન થયું કે અરેરે, મારુ બંદર જો જતું રહેશે તો મારી પાસે રહેશે શું? @10.06min. કોઈ જુના માણસે કહ્યું કે અત્યારે આપણને મત્સદ્દી માણસની જરૂર છે. એમણે કહ્યું અત્યારે જો ગગા ઓઝા આપણા જુના દીવાન હોત તો આ દુર્દશા ના થવા દીધી હોત. ગગા ઓઝાએ સન્યાસ લીધેલો અને ગામડામાં ધર્મ પ્રચાર કરે  જયારે મહારાજાએ ઘોડા દોડાવ્યા અને વાત સાંભળી ત્યારે એણે બહુ સરસ જવાબ આપ્યો કે મેં સંસારથી સન્યાસ લીધો છે પણ રાષ્ટ્ર ભક્તિથી સન્યાસ નથી લીધો. નિયમો પાળજો પણ નિયમોની જડતાને ન વળગી રહેશો. ગગા ઓઝાએ કહ્યું ચિંતા ના કરીશ, તારા ભાવનગરને આંચ નહિ આવે. ગગા ઓઝાએ એક વાંદરું મંગાવી એને કપડાં પહેરાવીને તૈયાર કર્યું અને એના ગાળામાં લખી દીધું કે “भावनगर बंदर” પછી અંગ્રેજોને બોલાવીને અર્પણ કર્યું ત્યારે એમણે પગ પછાડ્યા કે આ ભાવનગરના દરબારનું કામ નથી પણ કોઈ મુત્સદ્દી માણસનું કામ છે. મુત્સદ્દીપણા વિના રાજ વ્યવસ્થા ન ચાલી શકે. દુનિયાને ડોબાની પણ જરૂર હોય છે પણ ભલા થજો કોઈ મુત્સદ્દીની ખુરસી ઉપર ડોબાને ન દેસાડશો. તમે 45 વર્ષ પછી બીજા વલ્લભભાઈ ને પેદા કરી શક્યા નથી. મુત્સદ્દી પુરુષ ભૂલ કરે તો સદીઓ સુધી આખા દેશને એના પરિણામો ભોગવવાં પડે. પણ અહિ તો દરેક ખુરસી પર ડોબાંજ ડોબાં. @20.00min. (2) નીતિ શાસ્ત્રમાં લખ્યું છે, બીજા દેશ પર આક્રમણ ક્યારે કરવું? કે જ્યારે તે દેશની પ્રજામાં, અમલદારોમાં અસંતોષ જાગેલો હોય ત્યારે. જો પ્રજાને રાજાનું પીઠબળ હશે તો તમે જીતીને પણ હારી જશો. એટલે પ્રજામાં અસંતોષ જાગવો જોઈએ, એના અમલદારોમાં અસંતોષ જાગવો જોઈએ. રાજા અલગ-થલગ થઇ ગયો હોય, કોઈના ઉપર વિશ્વાસ ના મુકાતો હોય, આવી પરિસ્થિતિ હોય અને તમે યુદ્ધ કરો તો બહુ સરળતાથી તમે વિજય મેળવી શકો. ગુપ્તચરનું જે બળ છે એ મુત્સદ્દીગીરી પછી બીજા નંબરે છે. લશ્કર ત્રીજા નંબરે છે. લશ્કર પાસે મસલ્સ છે, પણ આંધળું છે, દ્રષ્ટિ નથી. મહમ્મદ ગઝની જ્યારે પાટણ ઉપર ત્રાટક્યો ત્યારે પાટણના રાજાને ખબરજ ન હતી. પાટણનો રાજા ભાગી ગયો. ગઝનીનું એક લાખ પંદર હજારનું સૈન્ય લઈને એક મહિનો મુલતાન રોકાયો અને પછી બાર્ડમેર, જેસલમેર પાર કરીને પાટણને લૂંટી લીધું. અહીં ગુપ્તચરોની કળી ખૂટતી હતી. અમેરિકા એની ગુપ્તચર સંસ્થા દ્વારા આખી દુનિયા પર રાજ કરે છે. ઈઝરાઈલ એક નાનો સરખો દેશ છે પણ એની ગુપ્તચર સંસ્થા એટલી પાવરફુલ છે કે 13 મોટા દુશ્મન વચ્ચે ખુમારીથી ટકી શક્યું છે. @25.22min. જયંતીભાઈ જે ખાતામાં કામ કરે છે એનું એટલું મહત્વ છે કે ભારતની આઝાદી કે ગુલામી, જય કે પરાજય એ ખાતાને આધીન છે. જો એ ખાતું ઊંઘતું થાય, પૂરેપૂરી જાગૃતિ ના બતાવે, બાકી તમારી પાસે ગમે એટલી ટેન્કો હોય, ગમે એટલા પ્લેનો હોય, ગમે એટલી સબમરીન હોય તો પણ તમે દુશ્મન ઉપર વિજય ન મેળવી શકો. (3) તમારી પાસે ગુપ્ત સમાચારો છે, તમારા મગજમાં મુત્સદ્દીગીરી પણ છે પણ આપણાં બાવડાં દુર્બળ છે, એમાં જોર નથી જેનું પરિણામ ૧૯૬૨માં ભોગવવું પડયું. અફઘાનિસ્તાન વિશે સાંભળો. વિયેતનામમાંથી અમેરિકાને ભૂંડી રીતે ભાગવું પડ્યું, એમ રશિયાને પણ અફઘાનિસ્તાનમાંથી ભાગવું પડયું પણ જો એ રશિયા ભારતમાં ઘુસી ગયું હોત તો આઠ વર્ષ સુધી અફઘાનિસ્તાન જેટલો પ્રતિકાર ન મળત. જો એ રશિયા ભારતમાં પેસી ગયું હોત, તો એને આઠ વર્ષ સુધી આટલો પ્રતિકાર ના મળ્યો હોત. 12 વર્ષના અફઘાન છોકરાને બંદુક જોઈએ છે. જે પ્રજાના મનની અંદર સોલ્જરપણું ન હોય તે પ્રજા આઝાદી ન ભોગવી શકે. આઝાદી માટેની અનીર્વાર્ય શર્ત છે કે તમે શસ્ત્રનો જવાબ શસ્ત્રથી આપી શકો છો? હું મારા ઘરની વાત નથી કરતો. બહુ વર્ષો પહેલા વિશ્વામિત્રે ધનુર્વેદની રચના કરી એની ભુમિકામાંજ લખ્યું છે કે પોતાના દુશ્મન કરતાં જે ડબલ સેના અને ચડિયાતાં શાસ્ત્રો રાખે છે તેને લડાઈ કરવી પડતી નથી. જેની પાસે ઊતરતું લશ્કર હોય, ઊતરતા  હ્ત્યિયારો હોય, ઊતરતી નેતાગીરી એને ફરજીયાત લડાઈ કરવી પડતી હોય છે. કારણકે લડાઈ કરનારને તમારી પરિસ્થિતિની ખબર હોય છે. ગૃહયુદ્ધ સિવાય અમેરિકામાં કોઈ લડાઈ થઇ નથી. કારણકે લોકો જાણે છે કે અમેરિકા સાથે લડવાથી શું પરિણામ આવશે? @30.02min. કુવૈત ઉપર ઇરાકે આક્રમણ કર્યું ત્યારે અમેરિકાએ તત્કાળ સજ્જડ જવાબ ન આપ્યો હોત તો સાઉદી અરેબિયાની આઝાદી ખતમ થઇ ગઈ હોત. એટલે અરબસ્તાનની શાંતિ બહાલ થઇ. જો તમારું બજેટ ન પહોંચતું હોય તો બે-પાંચ-સાત  રાષ્ટ્રો ભેગા થઇ સંગઠન કરો અને જો આમાંનું કઈ નહિ કરી શકો તો બેઆબરૂ થઈને ગુલામી માટે તૈયાર રહો. આજે પણ આપણે એટલી ખોટી નીતિ અપનાવી રહ્યા છીએ કે એના ભયંકર પરિણામો આપણને ભોગવવાં પડશે. ચાઈના સાથે, ઈરાન સાથે ભાઈબંધી કરવા દોડીએ છીએ, જેની પાસેથી અનેકવાર આપણને ખોટા બોધપાઠ મળ્યા છે અને જેની સાથે ભાઈબંધી કરવી જોઈએ એની સાથે કરતા નથી, એને પરિણામે કાશ્મીરને કેમ અલગ કરવું એની યોજના તૈયાર થઇ ગઈ છે. હું અહિંસાવાદી છું, પણ મારો અહિંસાવાદ હિંસાવાદીઓને લાભ પહોંચાડે એવો નથી પણ પડકાર આપે એવો છે. અહિંસાવાદ, શસ્ત્ર સાથેનો અહિંસાવાદ હોવો જોઈએ. ભારતની અહિંસાની વાત દેશને નુકશાન કરનારી છે. એક ગાંધીવાદીએ પૂછ્યું કે ગાંધીજીની અહિંસાની અને અગ્રેજોની અહિંસામાં શું ફરક છે? જવાબ સાંભળી લેવો. @35.20min. દેશ રાતોરાત કમજોર નથી થતો અને રાતોરાત મજબૂત પણ નથી થતો. એને મજબૂત કરવા માટે વર્ષોનું તપ કરવું પડે છે. જ્યારથી દેશના ભાગલા પડયા ત્યારથીજ પાકિસ્તાને લશ્કર તૈયાર કરવા માંડયું હતું. એના ત્યાં જે હથિયાર આવે તે ચાર-પાંચ વર્ષ પછી આપણે ત્યાં આવે. કારણકે આપણે શું ખરીદવું એનો નિર્ણય તો પાકિસ્તાન કરે. અફ્ઘનોનું મન અને પાકિસ્તાનું મન હંમેશા હથીયારમાં અને લશ્કરમાંજ હોય.  નહેરુજી વારંવાર કહેતા કે આ બુદ્ધનો, ગાંધીનો દેશ છે, અહીં લશ્કરની જરૂર નથી. વિનોબા ભાવે પણ એમજ કહેતા. એક ઓળખીતા પટેલે પોતાની બંદૂકથી પોતાનો જાન કેવી રીતે બચાવ્યો તે સાંભળો. એટલે ચાણક્યને લખવું પડયું, વિશ્વામિત્ર-ધનુર્વેદનાં આચાર્યને લખવું પડયું કે તમારા શસ્ત્રો, તમારું લશ્કર તમારા દુશ્મનો કરતા સવાયા હોવા જોઈએ. @39.48min.(4) માનો કે તમારી પાસે  સારામાં સારી ગુપ્તચર સંસ્થા છે, સારામાં સારું લશ્કર છે, પણ મોરલ નથી તો એકડા વિનાના મીંડા થઇ જશો. મોરલ ઉપરથી આવતું હોય છે. રાજા મોરાલવાળો હોય તો દિવાન અને પ્રજા પણ મોરાલવાળી થાય છે.દા.ત. પેશ્વાનું લશ્કર, બાબાજી રાવ ચોથ ઉઘરાવવા નીકળે ત્યારે આખા કાઠિયાવાડને લૂંટીને બાળીને ખાક કરી નાંખે, ઘોડાઓ માટે ખેતરો લૂંટી લેવાના વિગેરે. મોગલોનું લશ્કર નીકળે, હાહાકાર મચાવી દે, રસ્તાઓ ખાલી થઇ થાય. અંગ્રેજોનું લશ્કર નીકળે, જે કોઈ વસ્તુ પ્રજા પાસેથી ખરીદે, એનું બિલ ભરપાઈ કરી દે. અંગ્રેજનું ઉદાહરણ સાંભળો. મોરલ વિષે એક ખલીફાનું જીવન ચરિત્ર સાંભળો. મોરલ ઉપરથી આવતું હોય છે. ઉપરનું જો મોરલ તૂટે તો આખા દેશનું મોરલ તૂટી જતું હોય છે. પછી તમે એને રોકી ન શકો. @45.54min. આપણે જો રાષ્ટ્રભક્ત હોઈએ, ગાંધીજીના ભક્તો હોઈએ, ભારત માતાના ભક્તો હોઈએ અને આ દેશને મહાન બનાવવો હોય તો એની રાજવ્યવસ્થા સુધારવી પડશે. @47.07min. જયંતીભાઈ પટેલનું બહુમાન કર્યું તે વિશે સાંભળો. મેક્સિકોનો એક અનુભવ સાંભળો. 
 

1 ટીકા

Filed under Uncategorized

One response to “ગુપ્તચર, યુદ્ધ અને રાજનીતિ /www.sachchidanandji.org

  1. સ્વામીજી નું હમ્મેશ મુજબનું મનનીય પ્રવચન. એમના શબ્દો ખુબ જ સમજવા જેવા અને અંતરમાં ઉતારવા જેવા હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s