સુખ / પરેશ પ્ર વ્યાસ

01સુખ
સુખ શું છે? ખુશી શું છે? સારું લાગે, ગમે, મઝા પડે એવી લાગણી. એવું લાગે છે કે સુખદા પળો જીવનમાં ઓછી છે. અને એટલે જ જ્યાં સુખ મળે, જ્યારે સુખ મળે ત્યારે એનો રાજીપો, એની પ્રસન્નતા વ્યક્ત કરતા રહેવું પડે. ખુશી ચેપી છે. તમારી નજદીક રહેલાં અંતરંગ લોકોને એનો ચેપ લાગી શકે છે. પણ અર્વાચીન કાળમાં એ પળમાં અલોપ થઇ જાય, એમ પણ બને. આજે એ હેપ્પીવાલી ફીલિંગની વાત કરવી છે. હેપ્પીનેસનું નટ-શેલ ચિંતન કરવું છે.

હેપ્પીનેસ એટલે ખુશી, આનંદ, પ્રસન્નતા, સુખ. રમેશ પારેખનું એક અદભૂત અછાંદસ છે; જેમાં ખુસાલિયો નામનો એક શખ્સ સુખને શોધવા કંઇ કેટલી ખોતરપટ્ટી કરે છે. નામ ખુસાલ હોવાથી એ ખુશહાલ હોય તે જરૂરી નથી. ચંદુ એ રમેશ પારેખનો લંગોટિયો યાર છે. પેલી ‘હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં..’ બાળકવિતા યાદ છે? કવિતાની એ વાર્તામાં લેસન પડતું મુકીને ફિલમ ફિલમ રમવા બેઠેલાં બે છોકરાઓ, રમેશ અને ચંદુ, હવે મોટા થઇ ગયા છે. હવે તેઓ સિક્ટીઝ અને સેવન્ટીઝની બાળ હરકતોની નહીં પણ આ થર્ડ પાર્ટી ખુસાલિયાનાં સુખ માટેનાં હવાતિયાંની ચર્ચા કરે છે. અને આ ખુસાલિયો છે કે માનતો જ નથી. ખુસાલિયાને ટેવ પડી છે બધું ખોતર ખોતર કરવાની. પોતાનાં કાન, દાંત, નાક ખોતરે છે અને પછી તો એવો ખોતરવે ચઢે છે કે પારકાની ઊંઘ  ખોતરી નાંખે છે, વિચાર ય ખોતરી નાંખે છે. રમેશ પારેખ લખે કે ‘ઇનો(ખુસાલિયાનો) હાથ કોલંબસ થૈ ગ્યો’! કોલંબસ એ માણસ છે જેણે અમેરિકાને શોધ્યું હતું. કહે છે કે દુનિયા આખીમાં અમેરિકા સૌથી વૈભવી, સૌથી સુખી દેશ છે. ખુશાલિયાની આ કોલંબસી ખોતર ખોતર પાછળનું કારણ એ હતુ કે મૂળે ખુશાલિયાને ગોતવું’તું સુખ. સુખ જો હોત તો પહેલવહેલું અમેરિકાને લાધી ગયું હોત. પણ અમેરિકી બંધારણનાં ઘડવૈયાઓને ખબર જ હતી કે સુખ હોતું જ નથી. એટલે એમણે એમનાં બંધારણીય અધિકાર તરીકે માત્ર લાઇફ(જિદંગી) અને લિબર્ટી(સ્વાધીનતા)ની જ વાત કરી છે. હેપ્પીનેસ(સુખ)ની વાત કરી નથી. હેપ્પીનેસની જગ્યાએ એમણે ધ પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ એટલે સુખનો કેડો ન મૂકવાની વાત લખી છે. કોઇ અમેરિકન નાગરિકને સુખનો જન્મસિદ્ધ અધિકાર છે જ નહીં. માત્ર સુખનો,  હેપ્પીનેસનો પીછો કરવાનો અધિકાર છે. આપણો ખુસાલિયો જે ખોતરપટ્ટી કરે છે એ એ જ તો છે જેને અમેરિકન્સ ઇન પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ કહે છે. પણ પછી રમેશ પારેખ ચંદુભાઇને મેટર ઓફ ફેક્ટ સમજાવતા કહે છે ‘આપણે તો જાણીએ ચંદુભાઇ કે સસલાને સિંગડા હોય તો માણસને સુખ હોય!’ અને પછી છેલ્લે એવા તારણ પર આવે છે કે સુખ નથી આઠે ય બ્રહ્માંડમાં, સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર, આ વાત એ જાણતો નથી એ જ તો એનું સુખ.. વાત તો સાચી છે. સુખ સાલું છે જ નહીં. અથવા એમ કહીએ કે તો સુખ માટેની કોશિશ એ જ સુખ છે. એ જ હેપ્પીનેસ છે. મુશ્કેલી માત્ર એટલી જ કે આ સુખનો ક્યાં સુધી પીછો કરવો? રમેશ પારેખ લખે છે કે ‘આપડા આ ખુસાલિયાનાં હાથ જેને જેને અડે એ પદારથ દુ:ખ થઇ જાય; એક દિવસ ખુસાલિયો પોતાનાં સપનાંને અડ્યો’તો! ત્યારથી છે આવી દિમાગને ચાટી જાતી બળતરાંઉં!  આ ખુશાલિયો એટલે હું, તમે, આપણે…આ વધારે પડતી પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ પણ મુશ્કેલી સર્જે છે.

હેપ્પીનેસ એ મનની સ્થિતિ છે. કોઇ પણ પરિસ્થિતિમાં સુખી રહેવું એ પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ છે. ભગવાન બુદ્ધને કોઇએ પૂછ્યું: મારે હેપ્પીનેસ જોઇએ છે. બુદ્ધે કહ્યું કે ‘મારે’ એટલે તો હુંપણા-નો ભાવ(ઇગો), અભિમાન. પહેલાં એને દૂર કર. અને પછી ‘જોઇએ છે’ એટલે કે તારી ઇચ્છાઓ(ડીઝાયર)ને દૂર કર. પછી જો શું રહી જાય છે? ‘હેપ્પીનેસ’. હેપ્પીનેસની પ્રાપ્તિની એવી જ વાત કોઇકે કરી છે. કહ્યું છે કે ભરબપોરે ઝોકું ખાઇ લો તો એકાદ કલાકનું સુખ અવશ્ય મળી જાય. રજાનાં દહાડે વૃક્ષોથી હર્યાભર્યા વાતાવરણમાં લટાર મારો તો એકાદા દિવસનું સુખ મળે. પરણી જાવ તો એકાદ મહિના સુધી તો સુખ મળે જ મળે. લોટરી લાગે કે કોઇ દલ્લો મળી જાય તો એકાદ વર્ષ માટે સુખ ખરીદી શકાય. પણ જો જિંદગી આખી સુખ જોઇતું હોય તો કોઇને મદદ કરો. એને એની પર્સ્યુટ ઓફ હેપ્પીનેસમાં મદદ કરો. હેપ્પીનેસનું નેક્સ્ટ લેવલ યુફોરિયા છે. અતિ આનંદની સ્થિતિ. મનોવિજ્ઞાન એ સ્થિતિને હંગામી સ્થિતિ ગણે છે. આ સ્થિતિમાં દુ:ખ ઢંકાયેલું રહે છે. પણ પછી દુ:ખ ઊછાળા મારતું આવે છે. સુખ અને દુ:ખનું ચક્ર છે. રાત પછી દિવસ અને દિવસ પછી રાત. કોઇ વાર રાત લાંબી હોય. સુખનો સૂરજ ઊગતા વાર લાગે. અથવા વાર લાગી હોય એવું લાગે. પણ ત્યાં સુધી..

હું અલ્લાદ્દીન છું અને મને જાદૂઇ ચિરાગ મળી ગયો છે. હું ખડખડાટ હસી શકું છું. હકડેઠઠ ભીડમાં એકલા હોવાનો ય મને આનંદ છે. કરોળિયાને જાળું બાંધતા જોયા કરવાનો પણ મને હરખ છે. સાંજે ઝૂલે બેઠો હોઉં ત્યારે મધુમાલતીનાં ફૂલોની સુગંધ મને માદકતા બક્ષે છે. ઇશ્વરમાં હું માનુ છું. વ્યાસપીઠ પર બેઠેલાં સંતનો સત્સંગ હું કરું છું. તો ક્યારેક સાવ ઓર્ડિનરી માણસ પણ મને સત્સંગનું ફીલ કરાવી જાય છે.  4જી ડેટાપ્લાનનાં આક્ર્મણ સામે પુસ્તકો વાંચવાનો શોખ જાળવી રાખવા ઝઝૂમી રહ્યો છું. નવી પેઢીનાં કવિઓની કવિતા મને ન ગમે એટલો ઘરડો હું થયો નથી. સંગીતનું હું નિયમિત સેવન કરું છું. અને મિત્રો…મિત્રોથી તો હું છું. નહીં તો હું ક્યાંય ખોવાઇ ગયો હોત. રોજ કાંઇ આપદા આવે છે. રોજ એનાં ઉકેલ પણ આવે છે. કોઇનાં સુખે હું સુખી થાઉં છું પણ કોઇનાં દુ:ખે હું દુ:ખી થતો નથી. હું દુ:ખી થાઉં તો એને મદદ શી રીતે કરું? હું અગ્રેસર છું મારી આ પર્સ્યુટ ઓફ હેપ્પીનેસમાં…

9 ટિપ્પણીઓ

Filed under Uncategorized

9 responses to “સુખ / પરેશ પ્ર વ્યાસ

 1. સુખ / પરેશ પ્ર વ્યાસ
  સુખ અને દુ:ખનું ચક્ર છે. રાત પછી દિવસ અને દિવસ પછી રાત. કોઇ વાર રાત લાંબી હોય. સુખનો સૂરજ ઊગતા વાર લાગે. અથવા વાર લાગી હોય એવું લાગે. પણ ત્યાં સુધી..
  હું અલ્લાદ્દીન છું અને મને જાદૂઇ ચિરાગ મળી ગયો છે. હું ખડખડાટ હસી શકું છું. હકડેઠઠ ભીડમાં એકલા હોવાનો ય મને આનંદ છે. કરોળિયાને જાળું બાંધતા જોયા કરવાનો પણ મને હરખ છે. સાંજે ઝૂલે બેઠો હોઉં ત્યારે મધુમાલતીનાં ફૂલોની સુગંધ મને માદકતા બક્ષે છે. ઇશ્વરમાં હું માનુ છું. વ્યાસપીઠ પર બેઠેલાં સંતનો સત્સંગ હું કરું છું. તો ક્યારેક સાવ ઓર્ડિનરી માણસ પણ મને સત્સંગનું ફીલ કરાવી જાય છે. 4જી ડેટાપ્લાનનાં આક્ર્મણ સામે પુસ્તકો વાંચવાનો શોખ જાળવી રાખવા ઝઝૂમી રહ્યો છું. નવી પેઢીનાં કવિઓની કવિતા મને ન ગમે એટલો ઘરડો હું થયો નથી. સંગીતનું હું નિયમિત સેવન કરું છું. અને મિત્રો…મિત્રોથી તો હું છું. નહીં તો હું ક્યાંય ખોવાઇ ગયો હોત. રોજ કાંઇ આપદા આવે છે. રોજ એનાં ઉકેલ પણ આવે છે. કોઇનાં સુખે હું સુખી થાઉં છું પણ કોઇનાં દુ:ખે હું દુ:ખી થતો નથી. હું દુ:ખી થાઉં તો એને મદદ શી રીતે કરું? હું અગ્રેસર છું મારી આ પર્સ્યુટ ઓફ હેપ્પીનેસમાં…
  what app uper tartu muki ne Sukh ni Anubhuti karu chu…

  • pragnaju

   ખૂબ સ રસ ચિંતન
   રજનીશ કહે છે આદમનો અર્થ માટી. આ માટીના ઘરમાં છે આત્માનો વાસ. મન પરથી બનેલો બીજો શબ્દ મનુષ્ય. જેના પર મન શબ્દની બધી જ અર્થચ્છાયાઓ છે. આદમી સીધોસાદો માણસ છે. સભ્યતા અને સંસ્કૃતિના વાઘા પહેરે છે ત્યારે બને છે મનુષ્ય. પ્રગતિના પહેલે પગથિયે છે આદમી. એક એક સોપાન ચડતા એ મનુષ્યત્વ તરફ ગતિ કરે છે. સામાન્ય જન માટે એટલે જ આમ આદમી શબ્દ વપરાતો હશે ! એક શબ્દ આદમીથી બન્યો. બીજો મનથી. માટીના આ મૃત બાહ્ય શરીરથી ધીમે ધીમે ભીતરની યાત્રાનો લાંબો વિકટ પથ કાપતાં એ બને છે આમા સૌની કલ્પના પ્રમાણે સુખ/દુઃખ..

 2. મજા આવી ગઈ. આજની સવારે સુખી થઈ ગયા.
  Pursuit of happiness. Must see movie.

 3. Dukho chhe besharam eva ke aave chhe notrya pahela,
  Vinvanithiye na ave sukho eva swamani chhe.

  • pragnaju

   સાચી વાત છે
   ચીની તત્વચિંતક ચ્વાનત્સે એક વાર ચાલતા જઈ રહ્યા હતા કે પગે કાંઈક અથડાયું. જોયું તો એક ખોપરી ! એમણે કાળજીથી ખોપરી લઈ રસ્તાની ધારે મૂકી અને તેની ક્ષમા માગી. શિષ્યને નવાઈ લાગી. એક ખોપરીની આટલી કાળજી અને માફી માગવાની ? ગુરુએ જવાબ આપ્યો, કોને ખબર છે ભવિષ્યમાં આપણી પણ આ જ હાલત નહીં થાય ?
   હરીન્દ્ર દવેની એક કાવ્યપંક્તિનું અહીં સ્મરણ થાય છે :
   અટકીને હર વળાંકે, પૂછું છું સર્વને,
   અહીંયાથી તમને યાદ, કઈ જિંદગી ગઈ ?
   જ્યારે જ્યારે તારી દષ્ટિ બદલાય ત્યારે એ જ સુખ તને દુઃખ લાગે ને કદીક એ જ દુઃખ કીંમતી હીરા જેવું પ્રિય લાગે.’ આજદિન પર્યંત મનુષ્ય સુખદુઃખની વ્યાખ્યામાં ગૂંચવાયેલો રહ્યો છે.

 4. pragnaju

  himatlal joshi
  9:11 AM (8 hours ago)

  to me
  પ્રિય પ્રજ્ઞા બેન
  પરેશ વ્યાસ ની સુખ શોધની વાત વાંચી હું મજાની કથા હતી .
  તમારો આભાર

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  • pragnaju

   આતાજી આ વાત તો જાણતા હશો-આકાશવાણી કહેતી હતી : સાંભળો ઓ સંસારવાસીઓ. ઈશ્વરે નક્કી કર્યું છે કે તેનાં સંતાનને સુખની અમૂલ્ય ભેટ આપવી. જે મનુષ્યોને પોતાનાં દુઃખમાંથી છૂટકારો મેળવવો હોય, તેઓ આજે મધ્યરાત્રિએ પોતાનાં બધાં દુઃખોને ગાંસડીમાં બાંધી ગામની બહાર ફેંકી દે…સૂર્યનું પહેલું કિરણ ફૂટતાં જ સૌનાં સપનાં સાકાર થઈ ગયાં.
   પણ આશ્ચર્યનું આશ્ચર્ય !
   આનંદને બદલે ચોતરફ રોક્કળ થઈ ગઈ. એક એક ઘરમાંથી છાતીફાટ આક્રંદનાં તીવ્ર સરો ઊઠ્યા. અરેરે ! પેલું સુખ માગવાનું કેમ રહી ગયું ? હવે તો એ સુખથી સદા માટે વંચિત જ રહેવાનું ને ! જેને ખાવા અન્ન ન હતું એ ઓછા અન્નભંડાર માટે રડી રહ્યું હતું અને આ અન્નભંડાર ખૂટશે ત્યારે પોતાનું શું થશે એ ભયથી પણ ફફડી ઊઠ્યું હતું. જેને પહેરવા વસ્ત્રો નહોતાં એ બીજા પાસેનાં કીમતી રત્નો જોઈ માથા કૂટી રહ્યું હતું. સંસાર નવો નક્કોર થઈ ગયો હતો, પણ મનુષ્ય એનો એ જ હતો. સુખદુઃખને માપવાનો ગજ અને મન પણ એનાં એ જ. સૌનાં હતાં તેય સુખ ગયાં અને સૌ દુઃખી દુઃખી થઈ ગયાં.
   ધન્યવાદ

 5. સુખ -શાંતિ વિશેની મારી એક રચના

  સુખ અને શાંતિ

  વનમાં એક હરણું ખુબ દોડી રહ્યું સુગંધનું મૂળ શોધવાને,

  દોડી દોડી થાકી ગયું ,મેળવી ન શક્યું , અંતે ભાંગી પડ્યું,

  ક્યાંથી મળે સુગંધ બીજે ક્યાય ,એતો હતી એની નાભિમાં.

  કઈક એવું જ માનવો હર દિન હર પળ શું નથી કરતા ?

  સુખ અને શાંતિ પામવા બહાર બધે ઘાંઘા થઇ દોડતા રહ્યા ,

  સુખ શાંતિ પડી છે ભીતરમાં એ મુદ્દાની વાત જ ભૂલી જતા !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s