સુપર શાયર સાહિર લુધિયાનવી/નરેશ કાપડીઆ

%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a6સુપર શાયર સાહિર લુધિયાનવી

હિન્દી-ઉર્ફું ભાષાના કવિ ફિલ્મોના સુપર શાયર સાહિર લુધિયાનવીની આજે ૩૫મી પુણ્યતિથિ છે. ૧૯૮૦ની ૨૫ ઓક્ટોબરે તેમનું નિધન થયું હતું. ૮ માર્ચ, ૧૯૨૧ના રોજ લુધિયાણામાં જન્મેલા સાહિરનું મૂળ નામ અબ્દુલ હાઈ હતું. તેમની કવિતાઓથી હિન્દી ફિલ્મોના ગીતોમાં અનોખી ભાત પાડતું કાવ્યતત્વ આવ્યું. બે વખત ફિલ્મફેર એવોર્ડ્સ અને પદ્મશ્રીથી સાહિરને નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૩માં સાહિરની યાદમાં ટપાલ ટિકિટ જારી કરાઈ હતી.

પંજાબના લુધિયાણાના કરીમ્પુરાની લાલ હવેલીમાં સહીરનો મુસ્લિમ પરિવારમાં ૮ માર્ચ, ૧૯૨૧ના રોજ જન્મ થયો હતો. તેમના માતા સરદાર બેગમે પતિનું ઘર છોડીને સાહિરને એકલા ઉછેર્યા હતા. પિતાએ બીજા લગ્ન કરીને કેસ કરીને દીકરાની કસ્ટડી માંગી હતી. તેમની માતાએ આવી મુસીબતો અને ગરીબીનો સામનો કરીને સાહિરને ઉછેર્યા હતા જેની અસર સાહિર પર આજીવન રહી હતી, તેમના ગીતોમાં તે વર્તાતી પણ હતી. લુધિયાણાની ખાલસા ખાલસા હાઈસ્કૂલ અને ધવન સરકારી કોલેજમાં સાહિરે પોતાની ગઝલ અને નઝમોથી સૌના દિલ જીત્યા હતાં. આજે એ કોલેજનું ઓડીટોરીયમ સાહિરના નામે ઓળખાય છે. એજ કોલેજમાં આચાર્યના બગીચામાં કોલેજની છોકરી સાથે પ્રેમ કરવા બદલ સાહિરને કાઢી પણ મુકાયા હતા. ૧૯૪૩માં સાહિર લાહોરમાં સ્થાયી થયા. બે વર્ષમાં ઉર્દુમાં તેમનો પહેલો કાવ્ય સંગ્રહ ‘તલ્ખિયાં’ આવ્યો. સાહિરે ઉર્દૂ મેગેઝીનોનું સંપાદન કર્યું અને પ્રોગ્રેસીવ રાઈટર એસોસિએશનમાં જોડાયાં. દેશના ભાગલા પડતાં હિંદુ અને સીખ મિત્રોને યાદ કરીને સાહિર લાહોરથી દિલ્હી આવ્યા. ઇસ્લામિક પાકિસ્તાન કરતા સર્વધર્મવાળા ભારતમાં રહેવાનું તેમણે પસંદ કર્યું હતું. બે જ મહિનામાં સાહિર મુંબઈ ગયા, અંધેરીમાં રહ્યાં, જ્યાં એમના પડોસીઓમાંના એક ગુલઝાર અને ઉર્દૂ સાહિત્યકાર કૃષ્ણ ચંદર પણ હતાં. સાહિરના અંગત જીવનમાં કવયિત્રી અમૃતા પ્રીતમ, ગાયિકા સુધા મલ્હોત્રા સહિત મહિલાઓ હતાં, પણ સાહિર આજીવન કુંવારા રહ્યાં. પોતાના કલામય-કવિત્વવાળા સ્વભાવને કારણે સાહિર ઘણીવાર વિવાદ કરતા.   

‘આઝાદી કી રાહ પર’ (૧૯૪૯) ફિલ્મના ચાર ગીતોથી તેમણે શરૂઆત કરી હતી. જેની કોઈ અસર જોવા મળી નહોતી. પણ સંગીતકાર એસ ડી બર્મનની ‘નૌજવાન’ અને પછી ‘બાઝી’થી તેઓ સફળ થયા. પછી સાહિર ગુરુ દત્તની ટીમનો હિસ્સો હતા. ‘પ્યાસા’ એમનું સર્વોત્તમ કાર્ય હતું. બર્મન-સાહિરની સંગીતકાર-કવિની જોડી ખુબ જામી. સાહિરે સંગીતકારની ફી કરતા પણ એક રૂપિયો વધુ માંગી કવિનું સન્માન માંગ્યું હતું. જોકે ‘પ્યાસા’થી જ બર્મન-સાહિર જોડી તૂટી પણ ગઈ હતી.

સાહિરના ગીતોને રવિ, રોશન, ખૈય્યામ, મદન મોહને સંગીતથી સજાવ્યા. સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલે પણ સાહિરના ઉત્તમ ગીતો સજાવ્યા. નિર્માતા-નિર્દેશક બી આર ચોપ્રા અને યશ ચોપ્રા સાથે સાહિરના લાંબા સમયના સંબંધો રહ્યાં. બી.આર. ફિલ્મ્સની ‘ઇન્સાફ કા તરાઝું’ સાહિરની છેલ્લી ફિલ્મ રહી.

સાહિર એમની ઘણી એવી ફિલ્મોના ગીતોથી અમર થયા છે, એમાંની કેટલીક છે, ‘બાઝી’, ‘પ્યાસા’, ‘નયા દૌર’, ‘ફિર સુબહ હોગી’, ‘ગઝલ’, ‘અદાલત’, ‘બરસાત કી રાત’, ‘હમ દોનો’, ‘ગુમરાહ’, ‘હમરાઝ’, ‘ચિત્રલેખા’, ‘’કાજલ’, ‘કભી કભી’, ‘વક્ત’, ‘દાગ’, ‘ઇઝ્ઝત’, ‘દાસ્તાન’ વગેરે.

સાહિર લુધિયાનવીના યાદગાર ગીતો: ઠંડી હવાએ (નૌજવાન), યે દુનિયા અગર મીલ ભી જાયે તો ક્યા હૈ (પ્યાસા), તકદીર સે બિગડી હુઈ (બાઝી), આના હૈ તો આ (નયા દૌર), વો સુબહા કભી તો આયેગી (ફિર સુબહા હોગી), કિસે પેશ કરું (ગઝલ), જાના થા હમ સે દૂર (અદાલત), તું હિંદુ બનેગા ના (ધુલ કા ફૂલ), યે ઈશ્ક ઈશ્ક હૈ (બરસાત કી રાત), હર ફિકર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા અને અલ્લા તેરો નામ (હમદોનો), ચલો એક બાર ફિર સે (ગુમરાહ), સંસાર સે ભાગે ફિરતે હો (ચિત્રલેખા), તુમ અગર સાથ દેને કા વાદા કરો (હમરાઝ), આગે ભી જાને ના તું અને અય્ મેરી જોહરા જબી (વક્ત), તોરા મન દર્પન કહલાયે (કાજલ), મેરે દિલ મેં આજ ક્યા હૈ (દાગ), યે દિલ તુમ બિન (ઈજ્જત), મૈ પલ દો પલ કા શાયર અને કભી કભી મેરે દિલ મેં (કભી કભી).

 

On 25 October 1980, at the age of fifty-nine, Sahir died a sudden cardiac death (he had been a smoker and drinker). He died in the presence of his friend, Javed Akhtar. Sahir was buried at the Juhu Muslim cemetery. In 2010, his tomb was demolished to make room for new interments.[14]

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s