લાજવાબ સંગીતકાર – શંકર સિંઘ/ નરેશ કાપડીઆ

%e0%ab%a7%e0%ab%a7%e0%ab%a7લાજવાબ સંગીતકાર – શંકર સિંઘ

મહાન સંગીતકાર બેલડી શંકર જયકિશનમાંના શંકર સિઘ જીવતા હોત તો આજે ૯૪ વર્ષના થાત. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૨૨ના રોજ હૈદરાબાદમાં થયો હતો. હિન્દી ફિલ્મોમાં તેમનું બેનમુન પ્રદાન છે. તેઓ ટ્રેન્ડ સેટર હતા અને આજીવન સૌથી વધુ ફી લઇને શ્રોતા-દર્શકોનું અર્થસભર મનોરંજન કરતા રહ્યા.

તેલંગાણાના વતની શંકર તબલાવાદક હતા. અનેક ઉસ્તાદો પાસે તેઓ શીખ્યા હતા. તેમની ફેન ક્લબે પરિજનો પાસેથી જાણ્યું છે કે તેઓ હૈદરાબાદમાં શાળા અભ્યાસ પુરો કરીને મુંબઈ ગયા હતા. તેઓ સત્યનારાયણ અને હેમાવતીની નાટ્ય મંડળીમાં તબલાવાદક બન્યા બાદ પૃથ્વી થિયેટરમાં જોડાયા હતા. જાણીતી સંગીકાર બેલડી હુસ્નલાલ ભગતરામના સહાયક સંગીતકાર તરીકે પણ શંકરજીએ કાર્ય કર્યું હતું. ગુજરાતી નિર્દેશક ચંદ્રવદન ભટ્ટે શંકરને પોતાની ફિલ્મનું સંગીત આપવાની આશા આપી હતી, તેમની ઓફિસ બહાર જ શંકરે વારંવાર જયકિશનને જોયાં હતા. એક વાર મળ્યા અને હાર્મોનિયમવાદક જયકિશન સાથે દોસ્તી થઇ ગઈ. શંકર જ જયકિશનને પૃથ્વીરાજ દાદા પાસે લઇ ગયા હતા. પાપાજીએ શંકરની પસંદગી અપનાવી હતી. તેમને ટીમ ‘રામ-લક્ષમણની જોડી’ કહેતી. બંને નાટકોમાં નાની ભૂમિકાઓ પણ કરતા. રાજ કપૂર ત્યારે કેદાર શર્માના સહાયક નિર્દેશક હતા. અંતે એ ત્રણે પૃથ્વી થિયેટરમાં મળ્યાં.

રાજ કપૂરની ફિલ્મ ‘આગ’ના સંગીત નિયોજન દરમિયાન સંગીતકાર રામ ગાંગુલી સાથે મતભેદ થયેલાં અને રાજ સાહેબે શંકરને ‘બરસાત’નું સંગીત નિયોજન કરવાનું જણાવ્યું ત્યારે શંકરે સાથે જયકિશનને પણ રાખવાનું સૂચવ્યું અને આમ શંકર જયકિશનની જોડી અસ્તિત્વમાં આવી. ‘બરસાત’થી જ તેમણે પાછું વળીને જોયું નહોતું. રાજ કપૂર ઉપરાંત અન્ય નિર્માતાઓની એક પછી એક ફિલ્મો આવતી ગઈ અને સફળતાના નવા નવા આયામો સર્જાતા ગયા.

શંકર જયકિશનના શરૂઆતી દૌરમાં બરસાત, આવારા, નગીના, આહ, પતિતા, મયુર પંખ, સીમા, શ્રી ૪૨૦, બસંત બહાર, હલાકુ, રાજહઠ, નઈ દિલ્હી, કઠપુતલી, અનાડી, ચોરી ચોરી, દાગ, યહુદી, મૈ નશે મેં હું, બૂટ પોલિશ, છોટી બહન, શરારત, લવ મેરેજ અને ઉજાલાના સંગીતને યાદ કરી શકાય. પચાસના દાયકાની શરૂઆતથી આ દૌર એંશીના દાયકાના અંત સુધી લંબાયો હતો.

શંકર જયકિશનની ટીમમાં શૈલેન્દ્ર અને હસરત જેવાં ગીતકાર, મુકેશ, રફી, મન્ના ડે અને લતા, આશા જેવાં ગાયકો હતાં. તેમના બે સહાયકો પણ આખું જીવન સાથે રહ્યાં રીધમ સેક્સન માટે દત્તારામ વાડકર અને મેલોડી સેક્સન માટે સેબેસ્ટીન ડીસોઝા. જોકે તેમણે તે સમયના લગભગ તમામ ગાયકો અને ગીતકારો સાથે પણ કામ કર્યું.

શંકર જયકિશન સુરીલા સંગીત દ્વારા કમર્શિયલ જીનીયસ બન્યા અને ઈશ્વરદત્ત અદભુત કુનેહ સતત વાપરતા ગયા. દિગ્ગજ સંગીતકારોના સમયમાં પણ તેઓ ટોચ પર રહ્યાં.

શંકર-જયકિશન રાજ કપૂરના પે-રોલ પર હતાં. રાજ કપૂર તેમની પોતાની મ્યુઝિક બેંક રાખતા અને તેમાં આ સંગીતકારોની ધુનો ભવિષ્ય માટે સચવાતી. જયારે જયકિશન નહોતા અને શંકર સાથે વ્યવસાયિક સંબંધો પુરા થયા પછી પણ આવી ધુનો રાજે પોતાની ફિલ્મોમાં વાપરી અને તેની ક્રેડીટ ત્યારના સંગીતકારોને મળી. રાજ સાહેબની જેમ શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, દેવ આનંદ, સુનીલ દત્ત, મનોજ કુમાર માટે પણ એસ-જેનું સંગીત વહેતું રહ્યું. એ સૌની સફળતામાં આ સંગીતનો પણ હિસ્સો હતો.

૧૯૭૧માં માત્ર ૪૧ વર્ષની ઉમરે જયકિશનનું નિધન થયું ત્યારથી ૨૬ એપ્રિલ, ૧૯૮૭ના રોજ ૬૪ વર્ષની વયે ગુજરી જનારા શંકર સિંઘે પોતાનું શંકર-જયકિશન બેનર નામ ચલુ રાખ્યું હતું.

શંકર જયકિશને રચેલા શાસ્ત્રીય ગીતો: લપકઝપક તું આરે બદરવા (બૂટ પોલિશ), મનમોહના બડે જુઠે (સીમા),  સૂર ના સજે અને કેતકી ગુલાબ જુહી (બસંત બહાર), રાધિકે તુને બંસરી ચુરાઈ (બેટી બેટે), અજહુ ના આયે બાલમા (સાંજ ઔર સવેરા), ઓ મેરે સનમ (સંગમ), કોઈ મતવાલા આયા મેરે દ્વારે (લવ ઇન ટોકિયો), કાટે ના કટે રૈના (મેરા નામ જોકર), તડપ યે દિન રાત કી (આમ્રપાલી), ઝનક ઝનક તોરી (મેરે હુજુર), છમ છમ બાજે પાયલિયા (જાને અંજાને), રે મન સૂર મેં ગા (લાલ પથ્થર), સુની સુની સાંસ કે સિતાર પર (નૈના).

2 Comments

Filed under Uncategorized

2 responses to “લાજવાબ સંગીતકાર – શંકર સિંઘ/ નરેશ કાપડીઆ

  1. શંકર સિંઘ એટલે શંકર – જયકિસન જોડીમાંના એક , એ ખબર આજે જ પડી.

    કેટલા બધા એમનાં ગીતો માણ્યાં છે? !

  2. શંકર-જયકિશન વિષે ઘણી નવી માહિતી જાણી . આ અદભુત બેલડી સીને જગતમાં એક વાર છવાઈ ગઈ હતી એ કેમ ભૂલાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s