શ્વાસ શ્વાસમાં ધુમ્મસ ને ધુમાડો../ પરેશ પ્ર વ્યાસ

0123

TODAY IS SUPER MOON . . 14/11/2016

Why its called Super Moon and what is important of that see this video. . .

Pause
-0:22

Mute

Additional Visual Settings

Enter Fullscreen

363 Views

શ્વાસ શ્વાસમાં ધુમ્મસ ને ધુમાડો.
देख तो दिल के जाँ से उठता है

ये धुवाँ सा कहाँ से उठता है – मीर तकी मीर

જુઓ તો, દિલમાંથી ઊઠે છે કે જીવમાંથી; આ ધુમાડો ક્યાંથી ઊઠે છે? એનો ઉત્તર એ છે કે આ ધુમાડો નથી દિલમાંથી ઊઠતો કે નથી જીવમાંથી ઊઠતો. આ ધુમાડો ફેકટરીની ચિમની અને વાહનોની ધુમાડા-નલીમાંથી ઊઠે છે. ખેતરનો પાક વાઢી લીધા પછી સળગાવી દીધેલી ઘાસ પરાળની આગમાંથી ઊઠે છે. દિવાળી દરમ્યાન ફટફટ ફોડેલાં ફટાકડાંમાંથી ઊઠે છે. રસ્તા પર કચરાને સળગાવવાથી ઊઠે છે. સ્મોક(ધુમાડો) અને ફોગ(ધુમ્મસ)ને  જોડીને બનેલો શબ્દ સ્મોગ(ધુમાડાનું ધુમ્મસ) આજકાલ ચર્ચામાં છે. સાચા અર્થમાં આપણું દિલ્હી શહેર ફાટીને ધુમાડે ગ્યું છે; ને રાજકારણીઓ નિવેદનોનો કચરો સળગાવી રહ્યા છે. અમને તો લાગે છે કે મોહમ્મદ તુઘલક સાચો હતો. જો દિલ્હીને બદલે દોલતાબાદ રાજધાની તરીકે ટકી ગયુ હોત તો આ હોબાળો થાત જ નહીં. હેં ને?!

આજે જે સૂરતે હાલ દિલ્હીનાં છે એ જ આપણાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ કે મુંબઇનાં થઇ શકે છે. આપણે શું કરીએ? વિકિહાઉ સ્મોગ ઘટાડવાનાં નૂસખા બતાવે છે. મોટરબાઇક/કારનો ઉપયોગ ટાળો અથવા ઘટાડો. નજીક હોય તો ચાલીને જઇ શકાય. આપણે તો એવા કે જીમમાં જઇએ તો પણ કાર લઇને. લો બોલો! વટ પડવો જોઇએ. અરે ભાઇ! સાઇકલ પર જાઓ તો કસરત ય થાય અને પ્રદૂષણ પણ ટાળી શકાય. પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. ખાસ કરીને પિક અવર્સમાં. બમ્પર ટૂ બમ્પર જાઓ તો ધુમાડો વધે જ વધે. વાહનનું ચેક અપ પણ કરાવતા રહેવું જોઇએ. પેટ્રોલ, ડીઝલ સવારે કે સાંજે ભરાવીએ તો તે નુકસાન કારક વાયુ સ્વરૂપે હવામાં ઓછા ભળે. અને હા, સ્થાનિક ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો. ટ્રાન્સપોર્ટ બચે તો પ્રદૂષણ પણ ઘટે. તમે કહેશો કે બધા કરે તો કાંઇ થાય. એકલા એકલા એવું કરીએ તો કાંઇ ફેર ક્યાં પડે? આવી અશક્ય વાત કરવાનો કોઇ અર્થ ખરો? પણ જુઓ, સોશિયલ મીડિયાનો પાવર જબરજસ્ત છે. ચાઇનીઝ માલનો બહિષ્કાર કરવાની વાત ખરેખર શક્ય બની કે નહીં? ધુમાડાથી થતા કેન્સર સહિતનાં અનેક રોગથી બચવું હોય તો પ્રદૂષણ ઘટાડવું રહ્યું. દિવાળીની સીઝન પૂરી થઇ પણ લગ્નમાં ય દારૂખાનુ ક્યાં ઓછું ફૂટે છે? હજારની લૂમ ના ફોડીએ તો શું વરરાજો પરણ્યા વિનાનો રહી જાય? અને હા, રસ્તા વચાળે અને બન્ને બાજુએ લીલોતરી હોય તો રજકણો શોષાઇ જાય. વિચાર સારા છે પણ અમલનાં નામે અલ્લાયો..!

આપણે વાચાળ નથી પણ કોઇ સમાજ દારૂબંધીનાં કડક અમલ માટે હજારોની સંખ્યામાં ઉમટી પડીને સરકાર સામે આંદોલન કરે, એ પ્રસંશાને પાત્ર છે. બસ એવી જ રીતે કોઇ સમાજ પબ્લિક ટ્રાન્સપોર્ટને ઉત્કૃષ્ટ બનાવવા કેમ મોરચો ના માંડે? સમાજને આંદોલન કરવા ઇજન એટલા માટે છે કે રાજકારણીઓ સમાજનાં આંદોલનમાં જ સમજે છે. એમને કદાચ એ સમાજનાં મત એમાં દેખાતા હશે. બુદ્ધિજીવીઓ? ના, તેઓ તો કાંઇ કરી શકે તેમ નથી. વાતો કરવાથી કાંઇ થોડું થાય?

દિવસો દૂર નથી કે મિનરલ વોટરની બોટલ્સની માફક બ્રીધિંગ નોઝલ સહિતનાં માઉન્ટન એર ટિન પેક્સમાં બજારમાં મળવા માંડે. ઇન ફેક્ટ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, આઇસલેન્ડમાં ભરાયેલી તાજી ટિન-પેક હવા ચીનનાં બૈજિંગ અને શાંઘાઇ શહેરોમાં વેચાવા માંડી છે. દિલ્હીનો માર્કેટ સર્વે થઇ ચૂક્યો છે. સાડા બાર રૂપિયામાં ટિન ભરેલી પર્વતીય હવા આપણે શ્વસી શકીએ તેવી તજવીજ હાથવેંત છે. જો કે બૈજિંગનાં એક ભાઇએ ધંધાનો નવો નૂસખો ગોતી કાઢ્યો છે. એણે બૈજિંગની પ્રદૂષિત હવા ઇંગ્લેંડમાં વેચવા કાઢી છે. અને લોકો ખરીદે ય છે. લો બોલો!  કેમ્બ્રિજમાં વસેલા ચીનાઓને વતનની યાદ આવે તો ટિન ખોલીને બૈજિંગની પ્રદૂષિત સુંગધનો દરિયો એનાં શ્વાસમાં ભરી લે છે. ડિંડક તો ડિંડક પણ સૌને ધંધો કરવો છે. એ પણ આપણાં ભોગે. આપણે સમજીએ તો સારું.. બાકી હવા ય હવે મફત રહેવાની નથી.

premio

Mehdi Hassan – Dekh To Dil Ke Jaan Se Uthta Hai – YouTube

https://www.youtube.com/watch?v=1ziJARZS2HY

Jun 28, 2008 – Uploaded by GimmeHit

dekh to dil ke jaan se uthta hai, yeh dhuan-sa kahaan se uthta

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “શ્વાસ શ્વાસમાં ધુમ્મસ ને ધુમાડો../ પરેશ પ્ર વ્યાસ

 1. pragnaju

  mahendra thaker
  12:26 AM (14 hours ago)

  to me
  very appropriate article..
  in one of siddharth randedia- natak — there was dialogue..by his sala– that we will sell air from himalaya..sid ask– i will go with hath lari? what will you do?
  he says i will supply air from himalaya…
  mehdi song also fine

  mhthaker
  https://sites.google.com/site/mhthaker/

 2. pragnaju

  Thanks for siddharth randedia- natak — dialogue and your comments

 3. pragnaju

  himatlal joshi
  4:21 AM (10 hours ago)

  to me
  પ્રિય પ્રજ્ઞાબેન
  હું પરમેશ્વરનો ઉપકાર માનું છુકે મને પ્રિન્ટિંગ પ્રેસમાંથી છૂટો થઇ જવાનો વિચાર સજાડ્યો .આ પ્રેસમાં લગાતાર છાપા નીકળે છે . એ સ્થળે નોકરી કરનાર મારો મિત્ર આર્થર 70 વરસની ઉંમર થતા પહેલા મૃત્યુ પામ્યો . આર્થર વિષે મેં ઘણા વખત પહેલા આતાવાણીમાં લખ્યું છે . કાલે મને ડેવિડની વાઇફે સમાચાર આપ્યાકે એનો દાદા 67 વરસની ઉંમરે ફેફસાની તકલીફને લીધે મૃત્યુ પામ્યો . એને એક પાલુષણ વાળી જગ્યાએ સતત 30 વર્ષ નોકરી કરેલી . હું એરિજોના રહેવા આવ્યો . એપણ કોઈ ઈશ્વરી સંકેત હશે . અને એ કારણે તંદુરસ્તી સાથે હું જીવી રહ્યો છું , કેમકે એરીઝોનાની સૂકી હવાએ મને તંદુરસ્તી બક્ષીછે .
  હું લાંબુ લખતાં કે લાંબી લાંબી વાતો કરતાં થાકતો નથી .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

 4. pragnaju

  ધન્યવાદ આતાજી પ્રેરણાદાયી પ્રતિભાવ

 5. pragnaju

  ઝેરી વાયુઓ ૨. બેકટેરીઆ ૩. વાયરસ ૪. ફન્ગસ ૫. ધૂળના રજકણો ૬. કાપડની મીલમાં કામ કરતા હોય તો રૃના રજકણો ૭. ખાણમાં કામ કરતા હોય તો પથ્થર, આરસ, એસ્બેસ્ટોસના રજકણો ૮. સિમેન્ટ કે રંગની ફેક્ટરીમાં કામ કરતા હોય તો તેના ઝીણા રજકણો ફેફસામાં (એલવેલોઈ અને ઝીણી શ્વાસનળીઓમાં) દાખલ થાય. જેમ જેમ આ રજકણો ફેફસામાં ભરાઈ જાય એટલા પ્રમાણમાં નળીઓમાં સોજો આવે. ફેફસાનો અમુક ભાગ કામ કરતો બંધ થઈ જાય. બેકટેરીઆ દાખલ થાય કે ટી.બી.ના દર્દી ગળફામાં બહાર કાઢેલા ટી.બી.ના જંતુ ફેફસાની નળીઓ કે એલવેલોઈમાં દાખલ થાય ત્યારે તે જગાએ સોજો આવે અને કેવીટી પડે અને તે ભાગ પણ કામ કરતો અટકી જાય. આને ફેફસાં બગડયાં કહેવાય.
  શ્વાસોશ્વાસની કસરતોઃ ૧. ફુગ્ગા ફૂલાવવા ૨. એર પીલો ફુલાવવું ૩. પ્રાણાયામ કરવા આ પ્રકારની કસરતો નિયમિત દિવસમાં બે વખત ૩૦ અઠવાડિયાં કરવાથી દર્દીઓને ૮૦ ટકા જેટલો ફાયદો થાય છે એવું પ્રયોગોથી નક્કી થયેલું છે.

 6. pragnaju

  himatlal joshi
  10:23 AM (4 hours ago)

  to me
  પ્રિય પ્રજ્ઞા બેન
  કાર્ટૂન બરાબર બંધ બેસતું છે .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s