મહારાણી જેવાં વીણા /Naresh Kapadia

સોમવારની રાત્રે આકાશમાં એવો નજારો સર્જાયો હતો, જેને જોઈને દરેક પૃથ્વીવાસીને વાઉ કહેવું પડ્યું હતું. છેલ્લા 69 વર્ષોમાં પહેલીવાર ચંદ્ર ધરતીની સૌથી નજીક જોવા મળ્યો હતો. આ ખગોળીય ઘટનાને સુપરમુન કહેવામાં આવે છે. સોમવારની રાત્રે ચંદ્ર પોતાના આકારશી 14 ટકા વધુ મોટો અને 30 ટકા વધુ ચમકદાર દેખાયો હતો

1411-veena

મહારાણી જેવાં વીણા

આપણે જેમને અભિનેત્રી વીણા રૂપે ઓળખીએ છીએ તે તાજૌર સુલતાનાનું આજથી ૧૨ વર્ષ પહેલાં ૧૪ નવેમ્બર, ૨૦૦૪ના

રોજ મુંબઈમાં નિધન થયું હતું. ઇસ્લામિક પરિવેશની અને ખાસ કરીને શાહી અંદાજની ફિલ્મોમાં વીણા મેડમ ભારે ઠસ્સાથી

અભિનય કરતાં હતાં. એમના વિશે આપણી જાણકારી ઓછી હોઈ શકે બાકી આ અભિનેત્રીએ ૭૦થી વધુ ફિલ્મોમાં વિવિધ

ભૂમિકાઓ ભજવી છે. મહારાણી અને રાજકુમારી કે બેગમની ભૂમિકાઓ માટે તેમની વારંવાર પસંદગી થઇ હતી.

વીણાનો જન્મ ૪ જુલાઈ, ૧૯૨૬ના રોજ બલુચિસ્તાનના ક્વેટામાં થયો હતો. ૧૯૪૨થી છેક ૧૯૮૩ સુધીના ચાર દાયકા સુધી

તેઓ અભિનય કરતાં રહ્યાં. જાણીતા ચરિત્ર અભિનેતા ઈફ્તેખાર તેમના ભાઈ થાય. ક્વેટામાં જન્મી તેઓ પરિવાર સાથે લાહોરની

ચુના મંડીમાં આવી વસ્યા હતાં. અભિનેતા અલ નસીર સાથે ૧૯૪૭માં તેમણે નિકાહ પઢ્યા હતાં અને તેમને બે બાળકો હતાં.

દેશના ભાગલા પડ્યા તે પહેલાં તેઓ ફિલ્મોમાં હિરોઈન રૂપે ચમકતાં હતાં. ૧૯૪૨ની ઉર્દૂ ફિલ્મ ‘ગરીબ’ અને મેહબૂબ ખાન

નિર્દેશિત પંજાબી ફિલ્મ ‘ગાવંધી’ જેવી ફિલ્મોમાં માત્ર ૧૬ વર્ષની ઉમરે વીણાએ હિરોઈન રૂપે ફિલ્મી પડદા પર પગરણ માંડ્યા હતાં.

આઝાદી મળતા પહેલાના સમયની જે ફિલ્મોથી તેઓ જાણીતા બન્યા હતાં, તેમાં ‘નજમા’, ‘ફૂલ’, ‘હુમાયું’ કે ‘રાજપૂતાની’ જેવી

ફિલ્મોનો સમાવેશ થાય છે. દેશના બટવારા પછી ભારતમાં રહેવાનું વીણા એ પસંદ કર્યું હતું, જે એમને ફળ્યું પણ ખરું. કેટલીય

જાણીતી ફિલ્મોમાં વીણાએ અભિનય કર્યો છે, જેમાં ‘હાલાકુ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘કાગઝ કે ફૂલ’, ‘તાજ મહાલ’, ‘દો રાસ્તે’, કે

‘પાકીઝા’નો સમાવેશ થાય છે. તેમની અભિનય યાત્રા છેક ‘રઝીયા સુલતાન’ (૧૯૮૩) સુધી જારી રહી હતી, જેમાં તેઓ બેગમ શાહ

તુરખાન રૂપે દેખાતાં હતાં. ત્યાર બાદ વીણાએ ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી હતી.

ખુબસુરત અને ઠસ્સાદાર આ મુસ્લિમ અભિનેત્રીની પસંદગી વારંવાર રાજકુમારી કે બેગમ રૂપે થતી હતી. ‘હુમાયુ’માં રાજકુમારી,

‘અફસાના’માં મીરા, ‘હાલાકુ’માં મહારાણી, ‘કાગઝ કે ફૂલ’માં વીણા વર્મા, ‘તાજ મહાલ’માં મલ્લિકા-એ- આલમ નૂરજહાં, ‘સિકંદર-

એ-આઝમ’માં સિકંદરના માતા, ‘પાકીઝા’માં નવાબજાન, ‘મેરે ગરીબ નવાઝ’માં બેગમ બેગ, ‘ઝીલ કે ઉસ પાર’માં રાણી મા, ‘ફાઈવ

રાઈફલ’મા મહારાણી, ‘શતરંજ કે ખિલાડી’મા ક્વિન મધર કે ‘રઝીયા સુલતાન’મા તેઓ બેગમ શાહ તુરખાનની ભૂમિકામાં દેખાતાં

હતાં.

નિવૃત્તિના ૨૧ વર્ષ બાદ વીણા લાંબી માંદગી ભોગવીને ૭૮ વર્ષની ઉમરે આ જગતમાંથી વિદાય થયા હતાં.

Deconstructing Cinema: Pakeezah | STATIC MASS EMPORIUM

staticmass.net/deconstructing-cinema/deconstructing-cinema-pakeezah/

Jan 6, 2012 – We look to India and Kamal Amrohi’s 1972 romantic epic, Pakeezah for … Sahibjaan is raised by her aunt, Nawabjaan (Veena) who keeps her ..

CBI-cinemagraph-980.gif

1 ટીકા

Filed under Uncategorized

One response to “મહારાણી જેવાં વીણા /Naresh Kapadia

  1. સીને જગતની ભૂતકાળ ની વાતો તાજી થઇ ગઈ .નરગીસ, મધુબાલા, મીના કુમારી , વીણા જેવી ઘણી મુસ્લિમ અદાકારાઓ સીને સૃષ્ટિમાં એક વાર છવાઈ ગઈ હતી એ જલ્દી ભૂલાય એમ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s