ટ્રમ્પિઝમ: વસુધૈવ કુંટુંબકમ્? ના રે ના…/પરેશ પ્ર વ્યાસ

https://i2.wp.com/49.media.tumblr.com/7751d2f416c55210c9104062bd04953b/tumblr_ntwh0yZe681rv4wc4o1_500.gif

0111ટ્રમ્પિઝમ: વસુધૈવ કુંટુંબકમ્? ના રે ના…

કોલિન્સ ડિક્સનરી આયોજિત 2016 વર્ષનાં સૌથી વધારે ચર્ચાસ્પદ શબ્દોની સ્પર્ધામાં બે શબ્દો ‘બ્રેક્ઝિટ’ અને ‘ટ્રમ્પિઝમ’ વચ્ચે મુકાબલો બરાબરીનો હતો. એમાં બ્રેક્ઝિટ શબ્દ મેદાન મારી ગયો. બ્રેક્ઝિટ શબ્દનો ઉપયોગ હવે ઠેરઠેર થાય છે. ફૂટબોલનો ખેલાડી લિયોનલ મેસ્સી રીટાયર થયો તો છાપાએ લખ્યું: ‘મેક્ઝિટ’. એન્જલિના જોલી અને બ્રેડ પિટનાં છૂટાછેડાં થયા તો એને ‘બ્રેક્સ્પિટ’ કે ‘બ્રેડ્ઝિટ’ નામ અપાયા. વર્ષો પહેલાં અમેરિકામાં વોટરગેટ કૌભાંડ થયું તે પછી દુનિયાનાં દરેક કૌભાંડ કે સ્કેન્ડલ પાછળ ‘-ગેટ’ પ્રત્યય લાગી જાય છે,  એ જ રીતે વર્ષોથી ભેગી રહેતી વ્યક્તિઓ, સંસ્થા કે દેશ જ્યારે  દૃષ્ટાન્ત રૂપ સાયુજ્યમાંથી છૂટા પડે; તે સમાચાર લખવા માટે ‘-ઝિટ’ પ્રત્યાયનું લાગવું હવે સામાન્ય થઇ ગયું છે. કોલિન્સ ડિક્સનરીવાળાઓને લાગ્યું કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ તો કાંઇ જીતે તેમ નથી એટલે ‘ટ્રમ્પિઝમ’ શબ્દ કાંઇ બહુ લોકપ્રિય નહીં થાય. અને એટલે એમણે બ્રેક્ઝિટ શબ્દને વિજેતા ઘોષિત કરી દીધો. મને લાગે છે કે કોલિન્સે ઉતાવળ કરી નાંખી. જેને અપસેટ કહી શકાય એવા અમેરિકી ચૂંટણી પરિણામ પછી હવે ‘ટ્રમ્પિઝમ’ (Trumpism) શબ્દ ચર્ચાસ્પદ બન્યો છે.

‘ટ્રમ્પિઝમ’ એટલે એવી કોઇ પણ વાત કે વાતનો અમલ, જે  ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ અને કાર્ય પદ્ધતિને અનુરૂપ હોય. ‘વોશિંગ્ટન પોસ્ટ’નાં સમાચારનું શીર્ષક હતું: ‘અમેરિકન્સ હેવ વોટેડ ફોર ટ્રમ્પિઝમ, લેટ ધેમ હેવ ઇટ.’ તમે ટ્રમ્પિઝમને મત દીધા. હવે ભોગવો. આગળ લખ્યું કે અમેરિક્ન લોકોને ટ્રમ્પની નીતિઓનાં જોખમનો અનુભવ થશે ત્યારે સમજાશે. વિદેશી છાપાવાળાઓ આમ લોકોને બીવરાવે છે એ ‘ટ્રમ્પિઝમ’ આખરે છે શું?

ટ્રમ્પિઝમનો શાબ્દિક અર્થ થાય ટ્રમ્પવાદ. અર્બન ડિક્સનરી અનુસાર ટ્રમ્પિઝમ એવું નીતિસૂત્ર છે જેનો ઉપયોગ કરીને રાજકારણીઓ નાગરિકોમાં ડર પેદા કરે છે. દાખલા તરીકે ગેરકાયદેસર આવી વસેલા લોકોથી અપરાધ વધી રહ્યા છે અને તેઓ મૂળ નિવાસી સ્થાનિક લોકોની નોકરી છીનવી રહ્યા છે. કટ્ટરપંથી મુસ્લિમો ઉદારમતવાદીઓમાં આતંક ફેલાવી રહ્યા છે વગેરે વગેરે. ટ્રમ્પિઝમ કટ્ટર રાષ્ટ્રવાદ છે. ટ્રમ્પિઝમ વૈશ્વીકરણનું વિરોધી છે. વિદેશીકરણનું વિરોધી છે. ટ્રમ્પિઝમ એટલે અમેરિકામાં ઘરનાં છોકરાંઓ ઘંટી ચાટતા ન હોય; પિત્ઝા બર્ગર ખાઇ, બિયર ઢીંચીને પડ્યા રહે તો પણ મહેનતકશ ઉપાધ્યાયને આટો ન આપવો એવી વાત. એચ-1બી વિઝા લઇને અમેરિકામાં કેરીયર બનાવનારા ભારતીય યુવાનો માટે આ માઠાં સમાચાર છે. ટ્રમ્પિઝમ એ ડિવિઝિવ ડોક્ટરિન(વિભાજનાત્મક સિદ્ધાંત) છે. પોલિટિકલ સાયન્સનાં પ્રોફેસર ડેવિડ ટેબાન્ચિક કહે છે કે ટ્રમ્પિઝમનાં મુખ્ય ચાર ગુણધર્મો છે. એનો કહેનારો સક્ષમ હોવો જોઇએ. માતૃભૂમિને અઢકળ ચાહનારો હોવો જોઇએ. અંદરખાને બહારનાં લોકોનો કટ્ટર વિરોધી તો હોય જ. અને લોકપ્રિયતાની સીડી સતત ચઢતો રહેતો હોવો જોઇએ. ટ્રમ્પિઝમ કોઇ વિચારધારા નથી. ટ્રમ્પિઝમ એ દૃષ્ટિકોણ છે.

શબ્દસંહિતા કોલમનાં નિયમિત વાંચકોને યાદ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પને સંલગ્ન ત્રણ શબ્દો ‘પોલિટિકલી કરેક્ટ’(સારું લાગે તેવું જ બોલવું), ‘ડિસ્ટોપિયા’(રાવણરાજ) અને ‘એમ્પરર હેઝ નો બોલ્સ’(રાજા નાગો છે) વિષે અમે લખી ચૂક્યા છીએ. ટ્રમ્પિઝમ શબ્દ સમજાવવા માટે એમાંથી કેટલાંક ફકરાનું પુનરાવર્તન કરી રહ્યો છું.

‘ફ્રાંસમાં આતંકી હૂમલો થયો. અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક જિહાદી યુગલે 14 અમેરિકન નાગરિકોને મારી નાંખ્યા. ટ્રમ્પે બેધડક કહ્યું કે આ દેશમાં મુસ્લિમોને આવવા પર પ્રતિબંધ મુકાવો જોઇએ. આ અગાઉ આવા જ ઉચ્ચારણ તેઓ મેક્સિકોથી ઘૂસેલા ગેરકાયદેસર નિરાશ્રિતો માટે કહી ચૂક્યા છે. બિંદાસ બોલવું ટ્રમ્પની તાસીર છે. કોઇને ખોટું લાગે તો લાગે. એ તો ગળુ ખોંખારીને કહે છે હું પોલિટિકલી કરેક્ટ નથી.’ (શબ્દસંહિતા 23/12/2015)

‘લેટ અસ મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન સૂત્ર  સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી રીપબ્લિકન પાર્ટીની ટિકિટ મેળવવા કમર કસી છે ત્યારથી એમની નીતિરીતિ ‘ડિસ્ટોપિક’ છે, એવી ટીકા થતી આવે છે. ડિસ્ટોપિઆ એટલે જ્યાં માનવીય મૂલ્યો નહીંવત હોય, એકહથ્થૂ શાસન હોય, ટેકનોલોજીનો ઉપયોગ કોઇને નુકસાન કરવામાં થાય.’(શબ્દસંહિતા 20/4/2016)

‘એમ્પરર હેઝ નો બોલ્સ એટલે એવો રાજા જે ડંફાસ તો મારે કે તોડી નાખું, ફોડી નાખું ..અને બધાં હા જી હા કર્યે જાય છે…… આમ તો ટ્રમ્પ અમને ગમે છે કારણ કે એ જે માને છે તે કહે છે. બાકી રાજકારણીઓ તો નાગાને નાગો કહેતા ય ડરે છે. ટ્રમ્પ પ્રેસિડન્ટ બનશે તો કેવાંક ચક્રવર્તીવેડાં કરશે, કોને ખબર? હજી તો ચૂંટણી જીતવાની છે. પણ…જબ રાત હૈ ઐસી મતવાલી, ફિર સુબહકા આલમ કયા હોગા?’(શબ્દસંહિતા તા. 31/8/2016)

અમેરિકા જગતકાજી છે. એ જે કરે એની અસર ચોમેર થતી હોય છે. ટ્રમ્પિઝમ દેશપ્રેમની ગર્જના કરે છે. દુનિયાપ્રેમની વાતો અહીં ગાયબ છે. દૂધમાં સાકર ભળે એમ ભળી જવાની વાતને ટ્રમ્પ ધુત્કારે છે. નાના હતા ત્યારે ઊંટ અને આરબની વાર્તા સાંભળી હતી. વેરાન રણમાં એક ઊંટ અને આરબ રાતવાસો કરી રહ્યા હતા. હાજા ગગડાવી દે તેવી ઠંડી હતી. આરબ પોતાનાં તંબુમાં હતો અને ઊંટ બહાર. ઊંટે આરબને રીકવેસ્ટ કરી કે ‘પ્લીઝ, મને મારું મોઢું અંદર રાખવા દે. બહુ ટાઢ વાગે છે.’ આરબને દયા આવી. એણે કહ્યું, ‘ઓકે’. પણ ઠંડી વધી. ઊંટે ફરી આજીજી કરી કે ‘ બસ, મારા આગળનાં બે પગ અંદર રાખવા દે.’ આરબને વધારે દયા આવી. એણે એમ કરવા દીધું. ઊંટને હવે મઝા આવવા માંડી. એ પછી માનવ અધિકાર, સોરી, ઊંટ અધિકારની વાત કરવા માંડ્યો. ઠંડી ઓર વધી. ઊંટે ફરી વિનંતી કરી. હવે તંબુમાં જગ્યા નહોતી. આરબે ના પાડી તો ઊંટે આરબને એક લાત મારીને તંબુની બહાર કાઢી મુક્યો. કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને આ વાર્તા જરાય ગમી નહોતી. જો કે ઊંટની વાંકી મનોવૃત્તિનો વિરોધ હોય તો આરબે ઊંટ વગર મુસાફરી કરવાની ટેવ પાડવી રહી. હેં ને?

શબ્દશેષ:

‘અમેરિકા અત્યારે જે માર્ગે ચાલી રહ્યું છે એની સામેનો ઘણાં અમેરિકન્સનો કાયદેસરનો ગુસ્સો એટલે ટ્રમ્પિઝમ. અડધી સદીથી થઇ રહેલાં અમેરિકાની રાષ્ટ્રીય ઓળખનાં વિનિવેશ(ડિસ-ઇન્વેસ્ટમેન્ટ)નો હવે અંત આવશે.’  – અમેરિકન પોલિટિકલ લેખક કોલમિસ્ટ ચાર્લ મરે

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “ટ્રમ્પિઝમ: વસુધૈવ કુંટુંબકમ્? ના રે ના…/પરેશ પ્ર વ્યાસ

 1. pragnaju

  Add Collins’s words of the year, with full definitions

  Brexit (ˈbrɛɡzɪt) noun: the withdrawal of the United Kingdom from the European Union
  dude food (ˈduːd ˌfuːd) noun: junk food such as hot dogs, burgers, etc considered particularly appealing to men
  hygge (ˈhyɡə) noun: a concept, originating in Denmark, of creating cosy and convivial atmospheres that promote wellbeing
  JOMO (ˈdʒəʊməʊ) noun acronym: joy of missing out: pleasure gained from enjoying one’s current activities without worrying that other people are having more fun
  mic drop (ˈmaɪk ˌdrɒp) noun: a theatrical gesture in which a person drops (or imitates the action of dropping) a hand-held microphone to the ground as the finale to a speech or performance
  snowflake generation (ˈsnəʊfleɪk dʒɛnəˌreɪʃən) noun: the young adults of the 2010s, viewed as being less resilient and more prone to taking offence than previous generationssharenting (ˈʃɛərəntɪŋ) noun: the habitual use of social media to share news, images, etc of one’s children
  throw shade (ˌθrəʊ ˈʃeɪd) verb: to make a public show of contempt for someone or something, often in a subtle or non-verbal manner
  Trumpism (ˈtrʌmpɪzəm) noun: (1) the policies advocated by the US politician Donald Trump, especially those involving a rejection of the current political establishment and the vigorous pursuit of US national interests (2) a controversial or outrageous statement attributed to Donald Trump

  uberization (ˌuːbəraɪˈzeɪʃən) noun: the adoption of a business model in which services are offered on demand through direct contact between a customer and supplier, usually via mobile technology

 2. આ લેખ ટ્રમ્પનો વિજય થયો એ પહેલાં લખાયો છે. એમાં જે પરેશભાઈ એ લખ્યું છે એ ટ્રમ્પીઝમની ગમ્ભીરતા બ્રેકઝીટ કરતાં ટ્રમ્પના વિજય પછી ઘણી વધી જાય છે.ટ્રમ્પીઝમ હાલનો પ્રચલિત શબ્દ બની ગયો છે.
  હવે તો ટ્રમ્પ એટલીસ્ટ ચાર વર્ષ માટે અમેરિકાના લમણે લખાઈ જ ગયા છે .હવે એ શું કરે છે એના પર વિશ્વની નજર રહેશે.મીડિયા અને ટ્રમ્પ હાલ સામ સામે આવી ગયા છે.રાજકીય અનુભવની દ્રષ્ટીએ કોરી સ્લેટ સાથેના ટ્રમ્પ મહાશય ૩૫ વર્ષોના અનુભવી હિલરી ક્લીન્ટન સામે કેવી રીતે જીતી ગયા એ સવાલ સૌને મુંઝવી રહ્યો છે.એનાં કેટલાક કારણો આ લેખમાં છે.રાષ્ટ્રવાદ- વાઈટ સુપ્રીમ્સી -રેસિઝમ-એ મુખ્ય કારણ છે .
  ટ્રમ્પનો વિજય એ અમેરિકાના ઇતિહાસનો મોટામાં મોટો રાજકીય અપસેટ છે.ગોડ બ્લેસ અમેરિકા …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s