મસ્ત મસ્ત રવિના ટંડન/ Naresh Kapadia

0000000000000મસ્ત મસ્ત રવિના ટંડન

મોડેલમાંથી હિન્દી ફિલ્મોના અભિનેત્રી બનેલા રવિના ટંડન આજે ૪૨ વર્ષના થયા. ૨૬ ઓક્ટોબર, ૧૯૭૪ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. અનેક સફળ હિન્દી ફિલ્મો ઉપરાંત રવિનાએ તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

સલમાન ખાન સામે હીટ ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ (૧૯૯૧)માં તેઓ પહેલીવાર રજત પડદે આવ્યા ત્યારે ફિલ્મફેર દ્વારા ‘ન્યુ ફેસ ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો હતો. નેવુંના દાયકામાં તેમણે જે સફળ ફિલ્મોમાં કામ કર્યું તેમાં ‘દિલવાલે’, ‘મોહરા’, ‘ખિલાડીયોં કા ખિલાડી’ કે ‘જીદ્દી’ યાદ કરી શકાય. ત્યાર પછી તેમની વધુ સફળ ફિલ્મો આવી, જેમાં ‘અક્સ’, ‘સત્તા’, ‘શૂલ’ કે ‘સંધ્યા’ હતી. તેમને કલ્પના લાજમીની ‘દામન: એ વિક્ટીમ ઓફ મેરીટલ વાયોલન્સ’ (૨૦૦૧) માટે ‘નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ’ મળ્યો હતો. ૨૦૧૨માં ‘ઇસી કા નામ ઝીંદગી’ ટીવી શોમાં તેઓ હોસ્ટ રૂપે દેખાતા હતા.

મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલ, જુહુમાં તેઓ ભણ્યા અને મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક થયા. કોલેજના છેલ્લા વર્ષમાંથી ભણવાનું પડતું મુકીને તેઓ ફિલ્મમાં અભિનય કરવા માંડ્યા હતા. તેમના પિતા રવિ ટંડને સિત્તેર અને એંશીના દાયકામાં કેટલીક ફિલ્મોનું નિર્માણ-નિર્દેશન કર્યું હતું. તેમના ભાઈ રાજીવે પણ થોડો સમય ફિલ્મોમાં અભિનય કર્યો હતો, તેમની પિતરાઈ બહેનો કિરણ રાઠોડ અભિનેત્રી, મંજરી માકીજાની હિન્દી અને અમેરિકન ફિલ્મોના લેખિકા-દીર્ગ્દર્શક, રેશમા સિંઘ ટીવી શ્રેણીમાં કામ કરી ચુક્યા છે.

રવિનાની ‘મોહરા’ અને ‘દિલવાલે’ પણ હીટ થઇ હતી. તેમના ‘લાડલા’ના અભિનય માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું નામાંકન મળ્યું હતું. તેજ વર્ષે તેમની થ્રીલર ફિલ્મ ‘ઇમ્તિહાન’ આવી તો આમીર, સલમાન અને કરિશ્મા સાથેની હીટ કોમેડી ‘અંદાઝ અપના અપના’ પણ હીટ થઇ.

જોકે શાહરુખ ખાન સાથેની તેમની ફિલ્મ ‘ઝમાના દીવાના’ નિષ્ફળ રહી. પછી નિષ્ફળતાનો દૌર ચાલ્યો. રવિનાની અક્ષય કુમાર સાથેની નિકટતા વધી. તેમની કરિયર ડામાડોળ થઇ ગઈ. તેણે જતી કરેલી ફિલ્મો સુપર હીટ થતી રહી. જેમાં ‘દિલ તો પાગલ હૈ’ કે ‘ગુપ્ત’ કે ‘વિરાસત’નો સમાવેશ થાય. તેમણે એ ફિલ્મો કરી હોત તો ત્યારના સૌથી સફળ અભિનેત્રી બની જાત. જોકે તેમની કરિયર ‘ખિલાડીયોં કા ખિલાડી’ અને ‘ઝીદ્દી’થી ફરી સ્થિર થઇ ગઈ. ૧૯૯૮ના વર્ષમાં રવિનાની આઠ ફિલ્મો આવી. તેમથી અમિતાભ અને ગોવિંદાની ‘બડે મિયાં છોટે મિયાં’ સફળ થઇ. રવિનાને ‘કુછ કુછ હોતા હૈ’ની સહાયક નાયિકાની ભૂમિકા ઓફર થયેલી, પણ તેમણે તે ન સ્વીકારી, ફિલ્મ સુપર હીટ થઇ.

હવે રવિનાએ કલાત્મક ફિલ્મોના નિર્દેશકો તરફ જોયું. ‘શૂલ’, ‘બુલંદી’ અને ‘અક્સ’ સફળ થઇ. તેમાં રવિનાના ખુબ વખાણ થયા. તેમને અનેક સન્માન ઉપરાંત ‘અક્સ’ માટે ફિલ્મફેરનો ‘સ્પેશિયલ પરફોર્મન્સ એવોર્ડ’ મળ્યો. કલ્પના લાજમીની ‘દામન’ માટે નેશનલ એવોર્ડ મળ્યો. જેમાં તેમની ભૂમિકા પીડિત પત્નીની હતી. રવિનાએ ‘સ્ટમ્પડ’ અને ‘પેહચાન’નું નિર્માણ કર્યું, જે અસફળ રહી. પણ અનુરાગ કશ્યપની ‘બોમ્બે વેલ્વેટ’માં જાઝ ગાયિકા રૂપે રવિનાના ફરી વખાણ થયા. હવે તેઓ અનુરાગની ‘રીટર્ન ગિફ્ટ’માં અને ઓનીરની ‘શાબ’માં કામ કરે છે.

રવિનાએ વિતરક અનીલ થડાની સાથે ૨૦૦૪માં લગ્ન કર્યા, તેમને એક દીકરી એક દીકરો છે, પણ રવિનાએ એ પહેલાં ૧૯૯૫માં સિંગલ મધર રૂપે પૂજા અને છાયા નામની બે છોકરીઓને દત્તક લીધી છે. ૨૦૦૩માં રવિનાની બાળ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષા રૂપે નિયુક્તિ થઇ હતી, પણ તે પ્રત્યે તેમના ઉદાસીન વર્તનનો વિવાદ ઊઠ્યો અને તેમણે રાજીનામું આપી દીધું હતું.

રવિનાના યાદગાર ગીતો: કભી તું છલિયા લાગતા હૈ (પથ્થર કે ફૂલ), જીતી હું જિસકે લીયે (દિલવાલે), ટીપ ટીપ બરસા પાની, મૈ ચીજ બડી હું મસ્ત અને ના કજરે કી ધાર (મોહરા), તું કૌન હૈ તેરા (ખિલાડીયોં કા ખિલાડી), હમ મિલે તુમ મિલે (જીદ્દી), યે રાત અને હમ ભૂલ ગયે (અક્સ), ગુમ સુમ નિશા આઈ (દામન), ધક ધક દિલ ધક (લાડલા), યે રાત ઔર યે દૂરી (અંદાઝ અપના અપના).

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s