પતિ, પત્ની અને…. ખરીદી / પરેશ વ્યાસ

0123452

પતિ, પત્ની અને…. ખરીદી

उस की निगाह में इतना असर था फ़राज़,

खरीद ली उसने एक नज़र में ज़िन्दगी हमारी

–अहमद फ़राज़

આમ તો આ પતિનાં પોઇંટ ઓફ વ્યૂથી પત્ની વિષે કહેલી વાત છે. પોએટિકલી ભલે સાચી હોય પણ આ એક નજરમાં ખરીદી

લેવાની વાત ટેકનિકલી ખોટી છે. પત્ની આખરે તો સ્ત્રી છે અને સ્ત્રીને એકી નજરે કાંઇ ગમતું નથી. એકી નજરે એ કશું જ

ખરીદતી નથી. પચીસ વસ્તુઓ જુએ ત્યારે એકાદ પસંદ કરે! પતિ માટે ‘બાઇંગ’(Buying)શબ્દ છે. પત્ની

‘શોપિંગ’(Shopping) કરે છે. પતિ વેચાતું લે છે. પત્ની ખરીદી કરે છે. પતિ ચીજવસ્તુઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરે છે. પત્નીની

તો ફુલ સ્કેલ વૉર હોય છે માલસામાનની ખરીદી પર. પતિને વેચાતું લેતા તમે જોયા છે? શું લેવું એ નક્કી હોય છે. આમ તેમ

ફાંફાં નથી મારવાના. ભાવતાલ કરવો પણ એનાં સ્વભાવમાં નથી. એની ખરીદી લગભગ પોતાનાં માટે જ હોય છે. એને સમય,

મૉલ સુધી જવાની મુસાફરી અને વાહનને પાર્કિંગની ચિંતા હોય છે. મૉલની ભીડભાડથી એના મનમાં કંટાળાનો ઉઘાડ થાય છે.

ખરીદી એને માટે પજવણી છે. પત્નીનું એવું નથી. શોપિંગ એને માટે લાઇફ-ઇઝ- બ્યુટીફુલનો કમ્પ્લીટ એક્સપિરિયન્સ છે. એ

ટોળામાં શોપિંગ કરે છે. જાત જાતનું, અણધાર્યું શોપિગ. શોપિંગ એ પત્ની માટે રિચ્યુઅલ છે. શોપિંગ દરમ્યાન પત્ની પોતાની

નખશિખ સુંદરતા જાળવી રાખવા મૉલ વચાળે સ્થિત બ્યૂટી કાઉન્ટર પર જઇને નખ પર નેઇલ પોલિશ કે પાંપણને પલકારે

મસ્કારૅ મફત લગાડવાનું ચૂકતી નથી. સસ્તું, એક પર એક ફ્રી, ડિસકાઉન્ટ સેલ વગેરે એને મનગમતા પ્રયોજનો છે. ભાવને એ કસે

છે. મેચિંગ માટે એ આકાશ પાતાળ એક કરે છે. લેવા કંઇ જાય અને લાવે કાંઇ બીજું એમ પણ બને. એ શોપિંગથી થાકતી નથી.

એ ગમે તેટલાં કલાક નૉન-સ્ટોપ શોપિંગ કરી શકે છે. એ ગમે ત્યાં શોપિંગ કરી શકે છે. દૂર દુર્ગમ પહાડ પર ફરવા જાય ત્યારે પણ

ડૂબતા સૂરજને જોવા કરતા ત્યાં વેચાતા બંગડા બુટ્ટા કે મકાઇ ભુટ્ટા પર એની નજર વિશેષ હોય છે. કઇ વસ્તુ ક્યાં જઇને

ખરીદી? એની વિસ્તૃત કથા પૂર્વાપરસંબંધ આપીને એ લખી શકે છે.પતિ અને પત્નીની ખરીદાનુભૂતિ આમ અલગ હોય છે. પતિ

ગમે તેવો ભડવીર હોય પણ ખરીદીનાં મામલામાં મારા રામ તમે સીતાજીની તોલે ન આવો!

આપ એવું રખેને ના સમજતા કે આ સ્ત્રીની ટીકા છે. જરા પણ નહીં. દરઅસલ દરેક સંસ્કૃતિમાં સ્ત્રીની ભૂમિકા બધાની

સારસંભાળ લેવાની હોય છે. બાળકોની, પતિદેવની, સાસરિયાઓની, મિત્રવર્તુળની. લાગણીવશ એ આ કામ જીવનપર્યંત કરતી

રહે છે. એટલે દરેક માટે કંઇ સારું લેવું એની આદત બની જાય છે. આજકાલ હજાર પાંચસોનાં ચલણ નિષેધને કારણે હવે ક્રેડિટ-

ડેબિટ કાર્ડથી ખરીદી કરવી પડે છે. મૉલનાં મોલ હવે સમજાય છે. પતિપત્નીની હવે સજોડે મૉલ-શોપિંગની મૌસમ છે.પતિને

ભલે આ સજોડે શોપિંગ ત્રાસદાયક લાગે પણ એ જવાબદારીને પ્રેમથી નભાવવી એ અર્વાચીન યુગનું ચિંતન છે. ચીનમાં

આજકાલ એક નવતર વ્યવસ્થા કરવામાં આવી છે. માબાપ મૉલમાં ખરીદી કરતા હોય ત્યારે એમનાં બાળકો રમી શકે તે માટે

જેમ મૉલમાં બાળકોની નર્સરી હોય છે એમ, શાંઘાઇનાં વાન્કે મૉલમાં પતિઓ એમાં રીલેક્સ થઇ શકે છે. ટીવી પર સ્પોર્ટ્સ જોઇ શકે છે. મસાજ પણ

કરાવી શકે છે. એમની રેસ્પેક્ટિવ પત્નીઓ ભલે ખરીદી કર્યા કરે. કેવું સરસ.. એકમેકને નડવું નહીં એવી ભાવના અહીં ઉદાત્ત છે.

પણ સાચું કહું તો સાથે શોપિંગ કરવું એ પ્રસન્ન દામ્પત્ય જીવનનો ઉત્સવ છે. પતિપત્નીએ સાથે સમય વીતાવવાનો આવો

લહાવો ચૂકવા જેવો નથી. વળી સાથે હોઇએ એટલે ઝાઝી ખરીદીમાં બે આંખની શરમ પણ પત્નીને નડે. પૈસાની બચત થાય. હેં

ને? રોમેન્ટિકનું રોમેન્ટિક અને ઇકોનોમિકનું ઇકોનોમિક! આ તો કહી શકાય અને સહી શકાય એવો પ્રેમ. લગ્ન એ વર્કશોપ છે.

પતિ વર્ક કરે, પત્ની શોપ કરે, સંસાર એમ જ ચાલે!

પતિ.docx
 012345 0123451

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “પતિ, પત્ની અને…. ખરીદી / પરેશ વ્યાસ

 1. ખરીદી એ સ્ત્રીઓની સ્વાભાવિક માનસિક નબળાઈ છે. કોઈવાર પત્નીની વધુ પડતી ખરીદી પતિને અકળાવી નાખે છે.

  ખરીદી અંગેની એક જોક વાચેલી એ યાદ આવી એ બાઅદબ
  પેશ કરું છું.

  પતિ : ‘હું તારી આ રોજ રોજની ખરીદીઓ અને ફરમાઈશોથી ત્રાસી ગયો છું. હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યોછું.’
  પત્ની : ‘એમ ? તો એક સારામાંની સફેદ સાડી તો અપાવતા જાવ !’

 2. અમારે તો … વર્ષોથી મને મારાં પોતાનાં કપડાં ખરીદવાની આવડત જ નથી. લગ્ન પહેલાં બાપુજી કરતા અને પછી એ કરતી !
  આપણે તો બાપુ…. છુટ્ટા ને છુટ્ટા !

  • બીજાંઓ પહેરાવે એ કપડાં પહેરવાની તમારી આ ટેવ મને ગમી. સુરેશ બાપુ,તમે પહેલેથી જ સંત પ્રકૃતિ-ગાંધી પ્રકૃતિ-ના માણસ છો એ નક્કી થઇ ગયું ! જે લાજ ઢાંકે એ પોશાક !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s