Happy Thanksgiving+અમૃતનો અર્થ શું છે? /સ્વામી સચ્ચિદાનંદજી

 DANTALI ASHRAM – એ અમૃતનો અર્થ શું છે? એક શ્લોક છે, “केचित वदन्ति अबधौविधौ वधूमुखे फणिनाम निवासे”  કોઈકે કહ્યું અમૃત તો ચંદ્રમામાં છે, કોઈએ કહ્યું અમૃત તો સમુદ્રમાં છે તો કોઈએ કહ્યું અમૃત તો वधूमुख  એટલે પત્નીમાં છે. કોઈએ કહ્યું અલગ અલગ જગ્યાએ અમૃત છે. “क्षारअक्षय पतिमृति गरलं निपात:” ના, ના, જો સમુદ્રમાં અમૃત હોય તો એ ખારો કેમ થયો? કોઈકે કહ્યું અમૃત ચંદ્રમામાં છે તો એનો ક્ષય કેમ થાય છે? જો વહુના મુખમાં અમૃત હોય તો પતિ મરી કેમ જાય છે? गरलं निपात: – જો સર્પોની અંદર મણીમાં જો અમૃત હોય તો સર્પોમાં તો ઝેર છે. સ્વર્ગમાં અમૃત હોય તો પુણ્ય પૂરું થાય એટલે નીચે પતન થાય છે. તો અમૃત ક્યાં છે? “पतिमृति गरलं निपात: कंठे सुधा वसतिवई भगवदजनानां” અમૃત જે ભગવદ જન છે, જેનું હૃદય પરમેશ્વરમય થયું છે, એવા જે હરિભક્ત છે એના કંઠની અંદર અમૃત વસે છે. એ અમૃત શું છે? કે એ અમૃત એવું છે જે તમારા અંદરના ઝેરને, કષાયોને ધોઈ નાંખે છે. તમારા અંદરના મેલને ધોઈ નાંખે એનું નામ અમૃત. ધોઈ નાંખે એટલે એનો અર્થ શું છે? માનો કે તમારા અંદર ક્રોધ ચઢેલો છે, વેરની અગ્નિ ભભૂકી રહેલી છે, એનું નામ છે, કષાય. હવે તમે એક જગ્યાએ સત્સંગમાં બેસી ગયા, તમારું મન કલાક-બે કલાક સત્સંગમાં-કથામાં લાગી ગયું, તમે તરબોળ થઇ ગયા. એટલે  સત્સંગનો પણ એક રસ હોય છે કે “સત્સંગનો રસ ચાખ પ્રાણી તું સત્સંગનો રસ ચાખ” એવું એક ભક્તકવિનું મીરાનું ભજન છે. હવે તમે જયારે સત્સંગ એટલે કથા પુરી થઈને ઊઠયા ત્યારે તમારા કષાયો ધોવાય ગયા હતા. તમારામાં એવો વિચાર પલટો થઇ જાય છે કે ના, ના, મારે હવે આવું પાપ નથી કરવું, એવું કામ નથી કરવું. આનું નામ છે અમૃત. આ અમૃત ક્ષણિક એટલે કાલિક છે એટલે એને બેટરીની જેમ ચાર્જ કરવું પડે એટલે કહે છે, “वायुरनिलममृतमथेदं भस्मान्तमशरीरम, ॐ क्रतो स्मर कृतस्मर क्रतो स्मर कृतस्मर.” (ईशा – १७). હે બહારના વાયુ, મારા અંદરના પ્રાણ છે એને અમૃત હોય ત્યાં એટલેકે જ્યાં પરમાત્મા છે ત્યાં લઇ જા. તો આ પ્રાણ વગરનું જે શરીર છે, એનું શું કરી શું? भस्मान्तमशरीरम – આ શરીરને ભસ્મીભૂત કરી નાંખ.હવે આ શરીરનો કોઈ મોહ નથી. આપણે ત્યાં ઉપનિષદમાં એક આખ્યાયિકા આવેલી છે. આ આખ્યાયિકા બહુ લાંબી છે પણ એનો સાર હું તમને કહું છું. દેવોનો રાજા ઇન્દ્ર અને અસુરોનો રાજા વિરોચન એ બેય પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા અને કહ્યું કે અમને બ્રહ્મવિદ્યા ભણાવો. એટલે પ્રજાપતિએ કહ્યું આ જે શરીર છે, એજ બ્રહ્મ છે, આ શરીર એજ આત્મા છે. બંને પાછા આવ્યા એટલે વિરોચને બધા અસુરોને કહી દીધું કે આ શરીર છે એજ આત્મા છે. પછી તો અસુરો શરીરને બહુ શણગાર કરવા લાગ્યા. શરીરને વધારેને વધારે ભપકાદાર કરવા લાગ્યા અને મરી જાય તો પણ એને પૂજવા લાગ્યા. મૃત શરીરને રાખી મુકવા લાગ્યા. @5.00min. અસુરો ત્યાં અટકી ગયા. પેલો જે દેવોનો રાજા ઇન્દ્ર હતો એનું સમાધાન થયું નહીં. એ તો બે દિવસ પછી ફરી ગયો અને પ્રજાપતિ બ્રહ્માને કહ્યું, આ શરીરને તમે આત્મા કહો છો તો આ શરીર તો કુમાર, યુવાન, વૃદ્ધ થાય છે અને અંતે મરી જાય છે અને પછી એનું માટીમાં રૂપાંતર થઇ જાય છે, તો આ બધા શરીરના ધર્મો છે, પણ આત્માના નથી. મને આમાં કોઈ કલ્યાણ દેખાતું નથી. એટલે પ્રજાપતિ ખુશ થયા કે તારી જિજ્ઞાસા સાચી છે. પછી એને બીજી, ત્રીજી એમ બધી કક્ષાઓ પુરી કરાવી આતમકક્ષા સુધી લઇ ગયા. એટલે અહીંયા કહે છે, આ જે શરીર છે એ भस्मान्तमशरीरम આપણી પરંપરા કહે છે કે મૃતક શરીરને બને એટલો જલ્દી અગ્નિદાહ આપવો. એક ભાઈ અમેરિકાથી આવ્યા, એમના પિતા બીમાર, એણે કહ્યું કે જ્યાં સુધી અમેરિકાથી પાછો આવું નહીં ત્યાં સુધી અગ્નિસંસ્કાર કરવો નહીં. સ્વામીજીએ એને કેવી રીતે સંભળાવ્યો તે સાંભળો. પેલા ભાઈએ અમેરિકાથી આવવાનું માંડી વાળ્યું અને જે પૈસા બચે એ સદ્કાર્યોમાં વાપરવાનું કહ્યું. એટલે અહીં કહે છે કે હવે મને મારા શરીર ઉપર કોઈ મોહ રહ્યો નથી, હું હવે અમૃતમાં જાઉં છું, વિદાય લાઉ છું. આપણે ત્યાં એક સરસ દોહરો છે, “मरणो भलो विदेशमे जहां न अपनों कोई, मति खाय जनावरा, माह सुमंगल होइ” એટલે भस्मान्तमशरीरम, क्रतो स्मर कृतस्मर क्रतो स्मर कृतस्मर. આ શરીરને ભષ્મ કરી નાંખો અને ચારે તરફથી મને સારા-સારા વિચારો આવે અને જિંદગીમાં જે કઈ કર્યું છે એના ઉપર નજર નાખીલે અને શાંતિથી વિદાય થા. “ॐ पूर्णमद: पूर्णमिदं  पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.” ॐ शांति: शांति: शांति:”. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर. @10.16min. સંત ચરિત્રમાંથી ઋષિઓ અને ભક્તિ માર્ગ. @20.28min. કથળતુ વહીવટી તંત્રના પ્રવચનમાંથી “ભ્રામકતા અને વિજ્ઞાન” @43.42min. ઉલ્લેખાયેલું ભજન – સત્સંગનો  રસ ચાખ પ્રાણી તું તો – હંસા દવે.  

3 Comments

Filed under Uncategorized

3 responses to “Happy Thanksgiving+અમૃતનો અર્થ શું છે? /સ્વામી સચ્ચિદાનંદજી

  1. હાસ્ય દરબાર – હુગ્ગાઓની ગેન્ગ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s