હૂગા : હેપ્પીનેસથી પણ કંઇક વિશેષ/પરેશ વ્યાસ

%e0%ab%a7%e0%ab%a7%e0%ab%a7%e0%ab%a7હૂગા : હેપ્પીનેસથી પણ કંઇક વિશેષ 

ખુશી તારી નિહાળી તેજ પ્યાલી તરબતર પીધી,
નથી મેં જામ તોડ્યો કે નથી તોડી રસમ, સાકી !                                                                                                                   મકરંદ દવે

અમુક શબ્દ જે તે ભાષાનાં પોતીકા હોય. એનું ભાષાતંર કરવા જાવ તો કંઇક ખૂટતું હોય એમ લાગે. લોસ્ટ-ઇન-ટ્રાન્સલેશનવાળી ફીલિંગ આવે. આમ તો ઇંગ્લિશ ભાષા સમૃદ્ધ છે. તેમ છતાં દુનિયાભરનાં ઇંગ્લિશભાષી લોકો આજકાલ ડેનિશ ભાષાનો એક શબ્દ બોલી રહ્યા છે; જેનો ઇંગ્લિશમાં કોઇ પર્યાય નથી. એ શબ્દ ઉચ્ચાર થાય છે હૂગા અથવા તો હ્યૂગાહ્ (Hygge).  છેલ્લાં એક વર્ષમાં નવ ઇંગ્લિશ પુસ્તકો પ્રકાશિત થયા છે જેનાં શીર્ષકમાં ‘હૂગા’ શબ્દ છે. કોલિન્સ ડિક્સનરીનાં 2016નો વિજેતા શબ્દ ‘બ્રેક્ઝિટ’ કે રનર અપ શબ્દ ‘ટ્રમ્પિઝમ’ પછી સેકન્ડ રનર અપ શબ્દ ‘હૂગા’ જ હતો. શું છે આ હૂગા?

દર ત્રણ વર્ષે યુનાઇટેડ નેશન્સ દ્વારા સુખીપણાંનું સર્વેક્ષણ થાય છે. કયો દેશ સૌથી વધારે ખુશ છે? 2016નાં સર્વેક્ષણમાં ડેન્માર્ક પ્રથમ સ્થાને છે. અમેરિકા તેરમા સ્થાને છે. ભારતનું સ્થાન 118મું છે. હૂગા શબ્દ ડેન્માર્કની હેપ્પીનેસ બયાન કરે છે. ઇંગ્લિશ ભાષામાં એની સૌથી વધારે નજદીક કોઇ શબ્દ હોય તો એ કોઝી (Cozy) છે. ગુજરાતીમાં જેને આપણે સુખચેન કહીએ છીએ. પણ હૂગા સુખચેનથી કાંઇ વિશેષ છે. હેપ્પીનેસથી વધારે, સુખચેનથી વધારે શું હોઇ શકે? જલસો. આપણી ભાષાનો જ શબ્દ. આપણે જ કરી શકીએ. આખા ભારતનું નહીં પણ માત્ર ગુજરાતનું સર્વેક્ષણ થાત તો આપણે ડેન્માર્કને મહાત કરત. પણ કેટલાંક રાજ્યો દેશની એવરેજ બગાડી નાંખી. હેં ને? એની વે, હૂગાની વાત કરીએ તો હૂગા કોઇ વસ્તુનું નામ નથી, એ લાગણીનું નામ છે. ડેન્માર્કમાં ફેમિલીવાલી ફીલિંગ જોરદાર છે. હૂગા એટલે શિયાળાની બર્ફીલી સાંજે વહેલાં ઘરે આવીને, કુંટુંબીજનો સૌ સાથે મળીને વાતો કરે તે. યારદોસ્તો પણ શામેલ થાય તે ઇચ્છનીય. સગાઓ પણ હોઇ શકે. પણ બધાંનું વહાલાં હોવું અનિવાર્ય છે. ઘર સજાવેલું હોય. એમાં કુદરતી ચીજવસ્તુઓ, પથ્થર, પાંદડા, લાકડાં, જે તે રંગ અને આકારમાં આર્ટિસ્ટિક રીતે સજાવેલા હોય. રંગબેરંગી મીણબત્તીઓ ઝગાવી હોય. હળવું સંગીત વાગતું રહે. સૂરજનો તડકો ના હોય પણ વાતોનાં તડાકા અલબત્ત હોય જ. પગમાં ઊનનાં મોજા પહેર્યા હોય. ફાયરપ્લેસમાં તાપણું સળગતું રહે. ગરમ ચાય કોફીની પ્યાલીઓની વણથંભી વણઝાર હોય. વાતો કરીને મિત્રો સ્વઘરે જાય એટલે ઢગલાબંધ ઓશીકાં સજાવેલી પથારીની રજાઇમાં ઘૂસીની પુસ્તકો વાંચવા પણ હૂગા કહેવાય. ક્યાંક બર્ફીલાં વરસાદથી બચવા બસસ્ટેન્ડ કે રોડસાઇડ રેસ્ટોરાંની છત નીચે બેસીને સાવ અજાણ્યાં લોકો સાથે સ-રસ વાતો થાય એ પણ હૂગા. અને હા, સૌથી અગત્યની વાત એ કે કોઇને સંતાપ થાય એવી કોઇ વાત નહીં. કોઇ રડાકૂટો નહીં. કોઇ કડાકૂટ નહીં. કોઇ માથાકૂટ નહીં. કોઇની ટીકા નહીં. કોઇની ટિપ્પણ નહીં. ઓલાએ આમ નો કર્યું, પોલાએ તેમ નો કર્યું….. એવા કોઇ રોદણાં નહીં. સાંઇ મકરંદનાં શબ્દોમાં જામ તોડવાની કે રસમ તોડવાની કોઇ વાત જ નહીં. બસ ખુશી નિહાળવાની અને તેજ પ્યાલી પીવાની અને… તે ય તરબતર. તરબતર એટલે શું? તરબતર એટલે તરબોળ, ભરચક, સંપૂર્ણ રીતે ભરેલું.. પ્રથમ દ્રષ્ટિએ શું હૂગા છે અને શું નથી એની યાદી ‘ઓબ્ઝર્વર’માં છપાઇ છે. જેને હૂગા કહી શકાય એ છે    આરામદાયક ખુરશી, તાપણું, મીણબત્તી, સિરામિક કે લાકડાંની વસ્તુઓ, સારા પુસ્તકો, મોટી સાઇઝનાં સ્વેટર્સ, વિખેરાયેલાં ઝુલ્ફાં કે માથાનો સ્કાર્ફ, પાયજામા, ગરમ મોજા, પોપકોર્ન, ગરમ ચાયકોફી અને હોટ ચોકલેટ. આ બધું આપણે કહી ચૂક્યા છીએ. પણ શું હૂગા નથી; એની યાદી રસપ્રદ છે. લૉ ફેટ સલાડ હૂગા નથી. ઘાસપૂસ ખાઇને ડાયેટિંગ કરવું હૂગા નથી. વજન ઘટાડવાની વાત વર્જ્ય છે. વધેલાં પેટ વિષેની પેટછૂટી વાતો પર તો પૂર્ણત: પ્રતિબંધ છે. હૂગા એટલે ખાઇ લેવું, પી લેવું. મનને દાબીને ના રાખવું. આઇસક્રીમની બાધા હોય તો એ પીગળે એટલે એનો થિક શેઇક પી લેવો, તહીં શું? અને હા, સોફિસ્ટિકેટેડ ક્લબમાં જવું હૂગા નથી. એમાં એ પોતાપણાંની ફીલિંગ્સ ક્યાંથી કાઢવી? હાઇ-હિલ્સનાં સેન્ડલ્સ અને ચમકીલી ડ્રેસ પણ હૂગા નથી. ટ્વિટર, ફેસબૂક, વોટ્સએપ પણ હૂગા નથી. ટીવીનું ચેનલ્સનું સર્ફિંગ હૂગા નથી. ભેદભાવની વાતો હૂગા નથી. કોઇ ભેદી વાત પણ હૂગા નથી. અને હા, રાજકારણની વાતો તો હરગીઝ હૂગા ના હોઇ શકે. ભારતીય પરિપેક્ષમાં અમારી વણમાંગી સલાહ છે કે નમો, રાગા કે કેજુથી પરહેજી પાળવી. તંઇ શું? ડેન્માર્કનાં લોક પૈસેટકે સુખી છે. અમીરગરીબનું અંતર સાવ ઓછું. બાળકનો ઉછેર, માંદગી, ઘડપણ વગેરે પણ સરકારની જવાબદારી. કેટલી વીસે સો થાય એવી કોઇ ચિંતા એમને નહીં. ગજવામાં બે ત્રણ વીસની નોટ હોય તો પણ ચાલે, બાકીની નોટ સરકાર પૂરી પાડે. પછી એમણે કરવાનું શું? જલસો. પણ ભાઇ, આ શરણાઇ હોય તો સૌ કોઇ વગાડે. સાંબેલૂ વગાડો તો જાણીએ કે તમે સાચા. હેં ને? ભારત મારો દેશ છે. ટીવી પર મેરે પ્યારે ભારતવાસીઓ..એવું સંભાળાય કે દિલમાં થડકો પડે. આપણે તો હજારો પળોજણ છે. આજકાલ પાંચસો હજારની પળોજણ છે તે તો અલગ. આવા સમયમાં પણ જો આપણે જલસો કરી શકીએ તો એ હૂગાથી પણ વિશેષ કહેવાય. રસ્તા વચાળે બીડી ઝગાવીને તાપણું કરીને બેઠાં હોઇએ ‘ને ઇ અલકમલકની વાતુ કરતા હોઇએ કે પછી ઘરની અંદર રૂમ હીટર પર આંગળા તપાવીને ગરમાટો ગાલ પાર લગાડતા લગાડતા હંસી મજાક કરતા હોઇએ એ આપણું દેશી હૂગા છે. સાંબેલૂ વગાડવાની મહારત આપણે હાંસિલ કરી લીધી છે. શિયાળો આવી રહ્યો છે. આપણે હૂગા કરવા સજ્જ છીએ.

%e0%ab%a7%e0%ab%a7%e0%ab%a7%e0%ab%a7%e0%ab%a7

શબ્દશેષ:“જીવન એ મધુર ગીત સંગીત(મેલોડી) છે. એક જ પ્રોબ્લેમ છે. ગીતનાં શબ્દો ગરબડિયા(મેસ્સડ઼્-અપ) છે.”                    – ડેનિશ કવિ, લેખક, નાટ્યકાર હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન(1805-1875)

So what is Danish hygge? – YouTube

Feb 15, 2013 – Uploaded by VisitDenmark

Take a tour of “hygge” in Copenhagen – We asked Swedish Anna to investigate what this ‘hygge‘ is all …

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “હૂગા : હેપ્પીનેસથી પણ કંઇક વિશેષ/પરેશ વ્યાસ

 1. pragnaju

  himatlal joshi
  8:30 AM (6 hours ago)

  to me
  હુગા વિષે રસપ્રદ માહિતી જાણવા મળી .
  માહિતી પીરસવા બદલ તમારો આભાર પ્રજ્ઞા બેન

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s