गाइए गणपति जग वंदन – श्री जगजीत सिन्घ +

NAKHATRANA, KACHCHH – રૂપક શું છે એ સમજવું હોય તો, સાંખ્ય શાસ્ત્રમાં આવો. “प्रकृतिं पुरुषं चैव….प्रकृतिसंभवान”….(गीता १३-२०). અર્જુન બે તત્વો સજોડે નિત્ય છે. આ જે બે તત્વો પુરુષ એટલે શિવ અને પ્રકૃતિ એટલે પાર્વતી. એના વિકારો છે, એ મેલ છે. પાર્વતી એટલે પ્રકૃતિ (પાર્વતી) જયારે જગતની રચના કરવાની થાય ત્યારે એને સ્નાન કહીએ છીએ. કોઈપણ ક્રિયાકાંડ કરવું હોય તો પહેલા સ્નાન કરવું પડે. આ પાર્વતી સૃષ્ટિની રચના કરી રહી છે અને પુરુષ એટલે શિવ, સમાધિમાં છે અને જે પહેલી રચના કરી ત મેલમાંથી કરીને ગણેશ બનાવ્યો. આનો અર્થ કર્યો છે બુદ્ધિ. સૌથી પહેલાં બુદ્ધિનું નિર્માણ કર્યું. બુદ્ધિના બે ભેદ, એક પ્રકૃતિની બનાવેલી અને બીજી શિવની બનાવેલી. પહેલું માથું પ્રકૃતિએ બનાવેલું છે અને તે શિવે કાપી નાંખ્યું કારણકે ભોગો ભોગવવા માટે કોઈને શિખામણ આપવાની જરૂર નથી. માણસ જો પ્રકૃતિના માથા સુધીજ જો સીમિત રહી જાય તો એ ગણેશ ન થઇ શકે અને ગણેશ ના થાય તો પરમેશ્વર સુધી પહોંચી ન શકે. એટલે આમ બે માથાં છે તે એક શૈવી બુદ્ધિ અને બીજી પ્રાકૃતિક બુદ્ધિ.  @6.39min. સ્વામીજીના આશ્રમના એક વૃદ્ધની વાત સાંભળો, જેના પર માયા ભૂત સવાર થઇ હતી. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને માયા બતાવી હતી તે સાંભળો. दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया, मामेव ये प्रपधन्ते मायामेतान तरन्ति ते” ……(गीता 7-14). ગીતા વાંચો. અર્જુન મારી માયાને તરવી બહુ કઠીન છે, જે મારા પાછળ પાગલ થાય તેજ આ માયાને પાર કરી શકે છે. @13.09min. શૈવી બુદ્ધિ અને પ્રાકૃતિક બુદ્ધિ વિશે સાંભળો. કોઈવાર રમણ મહર્ષિનું જીવન ચરિત્ર વાંચજો, શું કારણ છે કે એ કંઈ દોડતા નથી? કેમ ફાંફાં મારતા નથી? કારણકે એમનામાં શૈવી બુદ્ધિ આવી છે. શૈવી બુદ્ધિનું પ્રતિક હાથીને કેમ બનાવ્યો? વાઘ કે સિંહ કેમ નહિ? સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે આ હાથીનું માથું એક મહાપુરુષનું માથું છે. મોટા લટકતા કાન દૂર સુધીનું સાંભળી શકે, મોટું નાક દૂર સુધીનું સુંઘી શકે, ઝીણી આંખો દૂર સુધીનું જોઈ શકે. મોટું પેટ એટલેકે બધી વાતો જેમાં સમાઈને રહે. આ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે પેલા ઋષિઓએ વૈદિક જે સ્વસ્તિક છે એનું પૌરાણિક ગણેશનું રૂપ બનાવ્યું. @18.14min. ગણેશ શબ્દ બન્યો કેવી રીતે? ગણ એટલે સમૂહ અને એનો પતિ થાય એનું નામ ગણપતિ. ઇન્દ્રિયોના ગણનો પતિ તે ગણપતિ તે વિગતે સાંભળો. આપણાં મંદિરોની અંદર શિવાલય હોય કે માતાજીનું મંદિર હોય, એની એક તરફ ગણપતિ અને બીજી તરફ જે હનુમાનજી આપણે મૂકીએ એના પાછળનું આ રહસ્ય છે, પ્રતિક છે, કે તમારે જો પરમેશ્વરને મેળવવો છે, તો પહેલા ગણેશને પગે લાગો, “શ્રી ગણેશાય નામ:” ગણેશ રીઝશે, તમારા અંદર ગણત્વ ઉત્પન્ન થશે, ઈશ્વર આપોઆપ મળેલો છે. જ્યારે આપણે પૌરાણિક દેવ બનાવીએ છીએ, ત્યારે એનું વાહન બનાવીએ છીએ. ગણેશનું વાહન ઉંદર વિશે સાંભળો. આ ગપ્પાં નથી પણ રહસ્ય છે. @22.08min.ગણપતિની બે પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ વિશે સાંભળો. જેનાથી સાંસારિક સુખો મળે, એ રિદ્ધિ કહેવાય અને જેમાંથી આધ્યાત્મિક સુખો મળે એ સિદ્ધિ કહેવાય. ગણેશની સિદ્ધિ-પ્રાપ્તિ થઇ ગઈ, તમે જંગલમાં જઈને બેસો તો રોટલો તમારા પાછળ પાછળ ફરશે. ઉંદર એ ચિંતન-ચેતના શક્તિ છે, એની જરૂર છે. ગણેશમાંથી શું પ્રેરણા લેશો? @26.00min.બીજી તરફ હનુમાનજી છે “शंकर सुवन केशरी नंदन” જેવી કથા ગણેશજીની છે, એવીજ કથા હનુમાનજીની છે તે સાંભળો. રામાયણની પ્રસિદ્ધ ઘટના સાંભળો. @31.37min. જે માણસે 12-12 હજાર માણસોના ત્રણ ટંકનો જમણવાર ઉપાડ્યો હોય અને દૂર સંતોઈને બેઠા હોય, એના અંદર દૈવી શક્તિ હોય, એમનામાં રામ જાગતા બેઠા હોય.@35.49min. હનુમાનજીની મૂર્તિમાંથી શું પ્રેરણા લેવાની તે સાંભળો. જો તમારે ઈશ્વરને મેળવવો હોય તો હનુમાન જેવા પરાક્રમી બનો. બીજી પ્રેરણા આજ્ઞા પાલનની છે. હનુમાનજી હંમેશા વીરાસનમાં હોય છે. આજ્ઞા પાળવા માટે તૈયાર. ત્રીજી વાત કે પોતાનું કરેલું મહત્વનું કાર્ય ભૂલી જવાનું, એમનામાં અતુલિત બળ છે પણ કદી યાદ રાખતા નથી. @38.20min. भजन – गाइए गणपति जग वंदन – श्री जगजीत सिन्घ, चिर के छाती बोले पवनपुत्र हनुमान – श्री अनूप जलोटा.

1 ટીકા

Filed under Uncategorized

One response to “गाइए गणपति जग वंदन – श्री जगजीत सिन्घ +

  1. ગાઈએ ગજવંદન અનેક સંગીતજ્ઞોએ ગાયું છે. એમાં મને રાજન સાજનનું ઘણું ગમે છે. મને ખાત્રી છે કે આપે સાંભળ્યું જ હશે પણ લિન્ક મૂકું છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s