પીરિક વિક્ટરી: નોટબંધીનાં પકડદાવમાં જીત કેવી હશે? પરેશ પ્ર વ્યાસ

01પીરિક વિક્ટરી: નોટબંધીનાં પકડદાવમાં જીત કેવી હશે?

साथ वाले खफा, खता यह है,                                                                                                                                                                        क्यों इरादे बुलंद रखता  है  –शीन काफ निजाम 

નમો(નરેન્દ્ર મોદી)નાં ઇરાદા બુલંદ છે. ઇરાદા બુલંદ રાખવા જ જોઇએ. કાંઇ ખોટું નથી. ચલણ બદલાયું છે. ચાલ પણ બદલાઇ છે. એમની સાથે વાળા પણ એમનાથી નારાજ હોઇ શકે. પણ વિમુદ્રીકરણનો નિર્ણય  હિંમતભર્યો નિર્ણય છે. ઇંગ્લિશમાં ‘હિંમતભર્યા’ શબ્દ માટે બે શબ્દો છે. બ્રેવ અને કરેજીયસ. જો કે આ શબ્દોનાં સંસદીય અર્થ જુદા છે. પોલિટિકલ સટાયરની અફલાતૂન બીબીસી સિરિયલ ‘યસ મિનિસ્ટર’માં કહે છે કે પ્રધાનમંત્રી ‘બ્રેવ’ નિર્ણય લે તો મત ગુમાવે પણ ‘કરેજીયસ’ નિર્ણય લે તો સત્તા ગુમાવે! નમોનાં ભાગ્યમાં શું છે એ તો રામ જાણે. પણ કોમન મેન માટે બેન્ક્સની લાઇન ખૂટતી નથી. સુપ્રિમ કોર્ટ કહે છે કે નોટની આ અદલબદલને ઇઝી કરો નહીં તો હુલ્લડ થશે. વિરોધ પક્ષ બંધનાં એલાન આપે છે. સોશિયલ મીડિયામાં દેશપ્રેમથી ગાર્નીશ કરેલાં મોદીભક્તિનાં મેસેજીસની ભરમાર છે. રાગા(રાહુલ ગાંધી) એટીએમ પર આંટા મારતા મારતા રાગ ભૂપાલી આલાપે છે. આપને ખ્યાલ હશે જ કે રાગ ભૂપાલીમાં સ્વર ‘મ’ અને સ્વર ‘ની’ વર્જિત છે! આપને એ પણ ખ્યાલ છે જ કે મની(પૈસો) માત્ર રીઝર્વ બેન્કમાં જ ઉર્જિત/ઊર્જિત છે! ઉર્જિત એટલે વધેલું અને ઊર્જિત એટલે તેજસ્વી. જે અર્થ ગણો તે પણ વધેલાં ઘટેલાં પૈસાની લ્હાયમાં ને લ્હાયમાં લોકોનાં મરી જવાના સમાચાર પણ આવી રહ્યા છે. એવું પણ બન્યું કે પૈસા નથી મળ્યા એટલે ગળે ફાંસો ખાધો એવા ખોટા સમાચારને વેરીફાઇ કર્યા વિના એકે(અરવિંદ કેજરીવાલ)એ રી-ટ્વીટ કરી નાંખ્યું. જો કે એક વાત સાચી છે. નાના માણસનાં ધંધાપાણીને અવળી અસર થઇ છે. મોટી દુકાન, મૉલમાં કાર્ડ સ્વાઇપ કરીને કે ઓનલાઇન ધંધા ભલે વધ્યા પણ રોકડ વ્યવહાર બંધ છે. લારીવાળા, ફેરીવાળા બિચારા શું કરે?  સંઘર્યો સાપ કોઇ દિવસ કામ લાગે એ કહેવતને અનુસરીને લોકો નવી નોટો સંઘરે છે. પૈસો તો ફરવો જોઇએ. પણ ફરતો નથી. સરકારની તિજોરી ભરાઇ છે પણ ત્યાં ય રુપિયા સંઘરાઇને રહી ગયા છે. સરકાર સારી અને સાચી જગ્યાએ ખર્ચવા માંડે તો સારું. ‘ધ હિન્દુ’ અખબારનાં વિમુદ્રીકરણને લગતા એક વિશ્લેષણાત્મક અહેવાલનાં મથાળે અમે ‘પીરિક વિક્ટરી’ (Pyrrhic Victory) શબ્દ વાંચ્યો અને અમે વિચારમાં પડ્યા. શું છે આ પીરિક વિકટરી?

ઇ.સ.પૂર્વે ત્રીજી સદીમાં પીરસ નામનો ગ્રીક યોદ્ધો હતો જે પછીથી એપિરસ અને મેસેડોન પ્રદેશનો રાજા બન્યો. સામા પક્ષે રોમન સમ્રાજ્ય આકાર લઇ રહ્યું હતુ. પીરસ રોમને બરાબર ટક્કર આપી રહ્યો હતો. એણે યુદ્ધમાં પહેલી વાર હાથીદળને ઉતાર્યું. રોમન યોદ્ધાઓએ કોઇ દિવસ હાથી જોયા નહોતા. તેઓ હક્કા-બક્કા રહી ગયા. હાર્યા. ઇ.સ. પૂર્વે 280માં હેરાક્લિઆ અને તે પછી ઇ.સ. પૂર્વે 279માં એસ્કુલમ યુદ્ધોમાં પીરસે રોમન સેનાને શિકસ્ત આપી. પીરિકનો વિજય થયો એટલે એ વિજયને પીરિક વિક્ટરી કહેવાય છે. પણ પીરિક વિકટરીનું સરવૈયુ સારું નહોતું. યુદ્ધોનાં અંતે રોમન લશ્કરમાં ભારે ખુવારી થયાની વાત સાચી પણ પીરિકનાં પક્ષે પણ ખુવારીનો આંક નાનો નહોતો. એનાં ઘણાં બધા બાહોશ સેના અધિકારીઓ અને મિત્રો માર્યા ગયા હતા. રોમ પાસે સૈનિકોનો સારો એવો રીઝર્વ જથ્થો હતો. તેઓ ઝડપથી વધારાની કુમક મોકલી શકતા હતા. રોમન સૈનિકો ભલે માર્યા ગયા પણ રોમનાં નવયુવાનો હારથી જરાય ડર્યા નહોતા. બલકે હારથી એ વધારે ગુસ્સામાં હતા. તેઓ સેનામાં જોડાઇને હિસાબને સરભર કરવા આતુર હતા. પણ પીરિકનાં પક્ષે મરેલાંની જગ્યા લેવા કોઇ વ્યવસ્થા નહોતી. કોઇકે પીરિકને વિજયનાં વધામણાં આપ્યા ત્યારે પીરિકે કહ્યું કે “એકાદ ઓર વિજય અને આપણે પૂર્ણત: બરબાદ થઇ જશું.  એકાદી વધારાની જીત અને હું એપિરસ એકલો પાછો ફરીશ” એ પરથી મુહાવરો બન્યો પીરિક વિકટરી. આ મુહાવરો હવે ધંધાવેપાર, રમતગમત અને રાજકારણમાં એવા દાખલા દેવા માટે ઉપયોગમાં લેવાવા માંડ્યો કે લડતમાં જીતી તો જવાય પણ વિજેતા પોતે ય ભારે ખુવારીનો ભોગ બને. ગઢ આલા પણ સિંહ ગેલા જેવો ઘાટ, યુ સી! શું કાળા નાણાં સામેનું યુદ્ધ નમો માટે પીરિક વિક્ટરી સાબિત થશે?

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનાં સ્નાતક અને અર્થશાસ્ત્રી નીતિન સાલ્વે કહે છે કે આ વિમુદ્રીકરણ નથી, આ પુન:મુદ્રીકરણ છે. વિકાસ ઘટશે. નાનો માણસ તૂટી જશે. એચએસબીસી બેંક- ઇન્ડિયાનાં સીઇઓ સ્ટુઅર્ટ મેલ્ન કહે છે કે ટૂંકા ગાળામાં વિકાસ ઘટશે પણ આ પગલું ફેન્ટાસ્ટિક છે. રીઝર્વ બેંકનાં પૂર્વ ડે. ગવર્નર ચક્રબોર્તી કહે છે કે રૂપિયા તો રૂપિયા છે. એ નથી કાળા કે નથી ધોળા. જો રૂપિયા એવા હાથમાં જાય કે જે ટેક્સની ચોરી કરે છે તો એ કાળા થઇ જાય. સરકાર એવા લોકોને પકડવાની જગ્યાએ ચલણી નોટ્સને નિશાન બનાવે છે. એમાં સાચો માણસ મરે છે. કાળો પૈસો તો સોનું અને રીઅલ એસ્ટેટમાં સલામત છે. માત્ર નાના નિર્દોષ લોકો આમાં હેરાન થાય છે. એ હકીકત છે કે ગૃહિણી અને ગ્રામીણ લોકોની તકલીફ વધી છે. યે કહાં આ ગયે હમ, યૂં હી સાથ સાથ ચલતે…

અમારું તારણ છે કે નોટબંધી સફળ થશે. કારણ કે હવે પાછા વળી શકાય એમ નથી. કાળા નાણાં બોળ્યા છે તો હવે ધોયે જ છૂટકો. પણ ખબર નથી એ વિજયની કિંમત શી હશે? પીરિક વિક્ટરીની પીડા જે હોય તે પણ સામાન્ય માણસ ખુશ એટલે છે કે પૈસાવાળાઓ પણ દોડતા થઇ ગયા છે. આપણે તો અમથા ય દોડતા જ હતા. લાઇનમાં ઊભા રહેતા હતા. ચોતરફ હડસેલાં ખાતા હતા. ત્યાં નોટબંધી આવી. ઘા ભેગો ઘસરકો. તંઇ શું? પણ જે લડવા જ નથી ગયા, લાઇનમાં કદી ઊભા નથી રહ્યા, એને પગમાં ખીલી વાગ્યાનું અમને સુખ છે. સાલા એ જ લાગનાં હતા, એવી લાગણી ગમતીલી લાગણી છે. આ એવી પીરિક વિક્ટરી છે કે જેમાં અમને બરબાદીનો કોઇ અફસોસ નથી. સામાન્ય માણસ સ્થિતિસ્થાપક હોય છે. અને સહનશીલ પણ…

શબ્દ શેષ:                                                                                                                                                                                                        “કાંઇ સારું કરવા જતા નુકસાન થાય તે સારું કે પછી જેનો કોઇ અર્થ જ ન હોય એવી સફળતા મળે એ સારું?       અમેરિકન લેખક ટોમી વૉલેશ ‘વી ઓલ લૂક્ડ અપ’ માં

You’ve got a thousand hands
but only one mind.
Correct the clock’s time –
anticipation stings the chest
but you can’t complete the rest.

Maybe this is futile.
Reptilian-claws scratch for an ounce of denial.

For the sun awakens
when you scream for relief –
it is the only thing that can be done
for the doleful meek.
And the moon hides it’s shine
when searching for the divine.
The darkness was meant as a guide.

Slow down your single mind,
and use your thousand hands,
that are untied

 

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “પીરિક વિક્ટરી: નોટબંધીનાં પકડદાવમાં જીત કેવી હશે? પરેશ પ્ર વ્યાસ

 1. pragnaju

  mahendra thaker
  12:56 PM (1 hour ago)

  to me
  Hindi
  English Translate message
  Turn off for: Hindi
  अगर आप 8 नवंबर से पहले की तरह घर में कैश रखने का सपना देख रहे हैं तो भूल जाइए। रिजर्व बैंक और सरकार नहीं चाहते कि आप फिर से कैश जमा करने की पुरानी आदत पर चलने लगें।
  – अगर आप जानना चाहते हैं कि आरबीआई सिस्टम में कितना कैश रखना चाहता है तो इसके लिए 23 जून 2016 को आई ‘पेमेंट ऐंड सेटलमेंट सिस्टम्स इन इंडिया: विजन 2018’ रिपोर्ट पर एक नजर डालना पड़ेगा।
  – इसमें लिखा है कि ‘आरबीआई समाज के सभी वर्गों के बीच इलेक्ट्रॉनिक पेमेंट्स को बढ़ावा देना चाहता है ताकि देश को ‘कैशलेस सोसायटी’ में बदला जा सके।’
  – इसमें यह भी लिखा है कि सेंट्रल बैंक करंसी नोट की सप्लाई कम करेगा और आधार बेस्ड पेमेंट सिस्टम को बढ़ावा देगा। बैंकों को लग रहा है कि 8 नवंबर की नोटबंदी से पहले सिस्टम में जितना कैश था, अब यह उससे काफी कम रहेगा। – डी-मॉनेटाइजेशन से पहले 17.6 लाख करोड़ करेंसी होने का अनुमान था। आगे चलकर इससे एक तिहाई कैश रहने का अनुमान लगाया जा रहा है। आरबीआई की सोच से वाकिफ एक बैंकर ने बताया, ‘अगर नोटबंदी का मकसद नोटों का सर्कुलेशन कम करना है तो पहले जितनी करंसी सप्लाई की उम्मीद करना फिजूल की बात है। अगर लोगों को लगता है कि आरबीआई कैश सप्लाई पहले की तरह करने जा रहा है तो वे गलत साबित होंगे।’
  – भारत में करंसी इकनॉमी जीडीपी का 12 पर्सेंट है, जो बहुत अधिक है। इससे न सिर्फ करप्शन, बल्कि बड़े स्तर पर टैक्स चोरी का भी पता चलता है। मलेशिया में कैश इकनॉमी 8 पर्सेंट, अमेरिका में 7.8 पर्सेंट और मेक्सिको में 6.7 पर्सेंट है। तो नोटबंदी कैंपेन खत्म होने के बाद सिस्टम में कितना कैश अवलेबल होगा? इसका जवाब तो आरबीआई गवर्नर उर्जित पटेल ही दे सकते हैं। हालांकि, एक अनुमान के मुताबिक शुरू में यह जीडीपी के 8.5-9 पर्सेंट तक रह सकता है।
  – इस बारे में एसबीआई के चीफ इकनॉमिस्ट एस के घोष ने बताया, ‘हमें लगता है कि कैश टु जीडीपी रेशियो 8 पर्सेंट पर स्टेबल हो सकता है।’ उन्होंने कहा कि इस मामले में भारत अमेरिका से बेहतर पोजीशन में आ सकता है। पब्लिक को लग रहा है कि आरबीआई और सरकार ने नोटबंदी के लिए पूरी तैयारी नहीं की थी, लेकिन अब लग रहा है कि सिस्टम में कैश कम करने के लिए सोच-समझकर योजना पर काम हो रहा है। इसलिए दोनों ने डिजिटल पेमेंट पर काफी जोर दिया है। लेकिन दोनों यह सच क्यों नहीं बता रहे हैं?
  – अगर सरकार और रिजर्व बैंक ये कहते हैं कि वे पहले की तुलना में दो तिहाई या आधी करेंसी ही रिलीज करेंगे तो अफरातफरी बढ़ जाएगी।

  इस मामले में कोटक इंस्टीट्यूशनल इक्विटीज के सुवोदीप रक्षित ने बताया, ‘इकनॉमिक एक्टिविटी के नॉर्मल लेवल पर आने के बाद कैश इन सर्कुलेशन भी सामान्य हो जाएगा। लॉन्ग टर्म में कैशलेस इकनॉमी की तरफ बढ़ने और महंगाई दर में कमी से अधिक नकदी की जरूरत भी नहीं रह जाएगी।’

  mhthaker
  https://sites.google.com/site/mhthaker/

 2. આજ કાલ નોટ બંધી ની ચર્ચા બધે ચાલી રહી છે. નરેન્દ્ર મોદીનો આ નિર્ણય ઘણાને ગમ્યો નથી પણ હું માનું છું કે થોડા દિવસો પછી બધું થાળે પડી જશે અને એનો ફાયદો દેશને જરૂર થશે.
  ન.મો. માતા હીરા બા સિવાય કોઈને પણ ના નમે.પ્રમાણિક માણસને કોઈનો પણ ભય હોતો નથી.

 3. મનસુખલાલ ગાંધી

  સરસ સમજાવતો લેખ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s