સૌજન્ય yahoogroups
|
જો તમારો કોઈ મિત્ર તમારાથી ઘણા દિવસથી નારાજ છે અને એક લાંબા સમયથી તમે તેની સાથે વાત નથી કરી તો આજથી સારો કોઈ દિવસ નહી હોય તેને મનાવવાનો. તમે તેની પાસે સફેદ ગુલાબ લઈને જાવ અને સ્માઈલ કરો પણ દિલથી સોરી બોલો, પછી જો જો તે બધુ ભૂલીને તમારા ગળે ભેટી પડે છે કે નહી.
જો તમે કોઈની જોડે મૈત્રી કરવા માંગતા હોય તો તમે એ વ્યક્તિની પાસે ‘યલો ગુલાબ’ લઈને જાવ. પછી જો જો તમારી મૈત્રી કબૂલ કર્યા વગર તેનુ મન પણ નહી માને. ભલે પછી એ મિત્ર મેલ હોય કે ફિમેલ તેને તમે તમારી મિત્રતા ફૂલો દ્વારા બતાવી શકો છો.
હવે વારો છે એકરારે-એ-દિલનો. તો તમને બતાવી દઈએ કે જો તમારુ દિલ કોઈને પસંદ કરે છે પણ હજુ સુધી તમે તેને દિલની વાત નથી કરી તો આજનો દિવસ તમારા દિલની વાત કહેવા માટે એકદમ બેસ્ટ છે. તમે પિંક કલરનુ ગુલાબ તમારા પ્રેમી કે પ્રેમીકા પાસે લઈ જાવ.. પછી જો જો તમારે કશુ જ બોલવાની જરૂર નહી પડે.
જો તમે તમારા ગાઢ પ્રેમને કોઈની સામે બતાવવા માંગો છો તો નાનકડું લાલ ગુલાબ હોવુ જોઈએ. હવે એકલાલ ગુલાબ લઈને બસ તમારા લવિંગ પર્સન પાસે પહોંચી જાવ પછી જુઓ એ વ્યક્તિ તમરા પ્રેમના બદલામાં તમને કેટલો પ્રેમ આપે છે. સૌજન્ય ગુજરાત સમાચાર