સુરીલા ગાયિકા અનુરાધા પૌડવાલ/Naresh Kapadia

01સુરીલા ગાયિકા અનુરાધા પૌડવાલ

હિન્દી ફિલ્મોના સફળ ગાયિકા અનુરાધા પૌડવાલનો ૨૭ ઓક્ટોબરે જન્મ દિવસ. તેઓ શ્રેષ્ઠ ગાયિકા રૂપે ૧૫ વાર ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત થયા છે અને ચાર વાર વિજેતા પણ બન્યા છે. તેમને ગાયિકા રૂપે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે. અનુરાધાએ હિન્દી ઉપરાંત દેશની સંસ્કૃત સહિતની લગભગ તમામ ભાષાઓમાં ગાયું છે.

અનુરાધાની ફિલ્મી ગાયકીની શરૂઆત અમિતાભ-જયાની ફિલ્મ ‘અભિમાન’ના સંસ્કૃત શ્લોક ગાનથી થઇ હતી. તે ૧૯૭૩નું વર્ષ હતું. તેજ વર્ષે મારાથી ફિલ્મ ‘યશોદા’ માટે પણ તેમણે ગાયું હતું. તરત જ તેમની ‘ભાવ ગીતે’ નામની મરાઠી રેકોર્ડ આવી અને ખુબ લોકપ્રિય થઇ. ‘કાલીચરણ’ના ગીતથી તેમને હિન્દી ફિલ્મોમાં બ્રેક મળ્યો. લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતમાં ‘આપ બીતિ’માં તેમણે પહેલું સોલો ગીત આવ્યું હતું. પછી તો રાજેશ રોશનની ‘ઉધાર કા સિંદૂર’, જયદેવની ‘દૂરિયાં’ અને ‘લૈલા મજનું’; કલ્યાણજી આનંદજીની ‘કલાકાર’, ‘વિધાતા’ કે ઉષા ખન્નાના સંગીતવાળી ‘સૌતન’, ‘સાજન બિન સુહાગન’માં ગાઈને તેઓ જાણીતા બની ગયાં.

અનુરાધાને દેખીતી રીતે શાસ્ત્રીય ગાનની કોઈ ખાસ તાલીમ નથી મળી. તેઓ જાતે જ કહેતાં કે મને તાલીમની તક ન મળી, પણ હું કલાકો સુધી લતાજીને સાંભળતી રહી અને શીખી. લક્ષ્મી-પ્યારેના સંગીતમાં ‘હીરો’ના ગીતોથી લોકપ્રિય બન્યાં. એજ સંગીતકારોના ‘મેરી જંગ’ અને ‘બટવારા’ કે ;નગીના’ના ગીતોથી તેઓ ખુબ લોકપ્રિય બન્યાં. એલપીના ‘રામ લખન’માં અનુરાધાના ત્રણ ગીતો હીટ થયાં. તેઓ ‘તેઝાબ’માં ‘કહદો કી તુમ’ અને ‘હમ તુમકો દિલબર’ સુધી આ સફળતા લંબાઈ.

એ પછી તેઓ નિર્માતા ગુલશન કુમાર સાથે સંકળાયા અને સફળતા આગળ વધી. તેમની સંગીત કંપની ટી સીરીઝ સાથે ‘લાલ દુપટ્ટા મલમલ કા’, ‘આશિકી’ અને ‘દિલ હૈ કી માનતા નહીં’ના ગીતો હીટ બન્યાં. તેમની સાથે અનુરાધાએ અનેક નવા ગાયકો સાથે ગાયું, જેમાં કુમાર સાનુ, ઉદિત નારાયણ, અભિજિત કે સોનું નિગમને યાદ કરી શકાય. અનુરાધા સાથે તેમના પતિ અરુણ પૌડવાલ સહિતના નવા સંગીતકારો પણ સંગીત જગતમાં આવ્યા. નદીમ-શ્રવણ, અનુ મલિક, આનંદ મિલિન્દ, નિખીલ વિનય અને અમર ઉત્પલ ટી સીરીઝ દ્વારા આગળ આવ્યા તેમાં અનુરાધા સાથે હતાં. અનુરાધાએ કિશોર કુમાર, મોહંમદ રફી, લતા, આશા, કવિતા કૃષ્ણમુર્થી, અલકા યાજ્ઞિક અને સાધના સરગમ સાથે પણ ગાયું છે. દક્ષિણના જાણીતા ગાયકો યેસુદાસ કે બાલાસુબ્રમણ્યમ સાથે પણ સુંદર યુગલ ગીતો અનુરાધાએ ગાયા.

અનુરાધાના કેટલાંક સુંદર ગીતો સંગીતકાર શિવ-હરિના ‘સાહેબાન’માં પણ આવ્યાં. રાહુલદેવ બર્મનને ટી સીરીઝ માટે સંગીત આપવા માટે અનુરાધાએ જ મનાવ્યા હતા. ત્યારના બધાં જ સંગીતકારોના સ્વરમાં અનુરાધાએ ગાયું હતું. તેજ રીતે મજરૂહ, આનંદ બક્ષી, ગુલઝાર, ઇન્દીવર, જાવેદ અખ્તર, સમીર, દેવ કોહલી કે સઈદ કાદરીના લખેલાં ગીતો અનુરાધાએ ગાયા છે. તેમણે અલકા યાજ્ઞિક અને લતાજીના ગયેલાં ગીતો પણ ફિલ્મમાં ડબ કર્યા હોવાના વિવાદો પણ થયાં. પોતે લોકપ્રિયતાના શિખરે હતાં ત્યારે અનુરાધાએ જાહેર કર્યું હતું કે તેઓ ફક્ત ‘ટી સીરીઝ’ માટે જ ગાશે. તેમણે ભક્તિ સંગીત પર ધ્યાન આપ્યું અને ‘કવર વર્ઝન’ આલબમ બનાવ્યાં.

અનુરાધા પહેલાં એવા ગાયિકા છે, જેમનો ચહેરો ફિલ્મના આલબમના કવર પર ફિલ્મના અભિનેતાઓ કરતાં પણ મોટા દેખાયા. જોકે થોડા સમય સુધી તેઓ માઈકથી દૂર પણ થયાં. પાંચેક વર્ષ પછી અનુરાધા ગાવા માટે પરત પણ થયાં. તેમના થોડા ગીતો જાણીતા પણ થયાં, પણ હવે તેમનો જાદૂ ઓસરી રહ્યો હતો.

અનુરાધાને ૨૦૧૦માં લતા મંગેશકર એવોર્ડ મળ્યો. એવા અનેક એવોર્ડ રાજ્યો દ્વારા પણ મળ્યાં. ૧૯૮૯ના હે એક રેશમી – કાલાત નાકાલત માટે તેમને ગાયિકાનો નેશનલ એવોર્ડ મળ્યો. એમને જે ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યાં તે આ રહ્યાં: મેરે મન બાજો ઉત્સવ (ઉત્સવ), નઝર કે સામને (આશિકી), દિલ હૈ કી માનતા નહીં (શીર્ષક) અને ધક ધક કરને લગા (બેટા).

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “સુરીલા ગાયિકા અનુરાધા પૌડવાલ/Naresh Kapadia

  1. આ બંદાને અનુરાધા પૌડવાલના ભજનો “લાઈવ” સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. એમના પતિ અરુણ પૌડવાલના મૃત્યુ પછી ગુલ્શન કુમાર સાથેના એફેરની અફવાઓ પણ ઊડી હતી. સરસ મજાનો સૂરીલો કંઠ..

  2. મનહર ઉધાસ નું ‘આભૂષણ’ આલ્બમ – યાદ આવી ગયું. એમાંની આ મનગમતી , તોફાની રચના !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s