ઉપનિષદોની કથા … અમૂલ્ય ગ્રંથો છે/સ્વામી સચ્ચિદાનંદજી

 

  ઉપનિષદોની કથા સર્વ માન્ય, સર્વ ભોગ્ય, લોક ભોગ્ય લગભગ નથી હોતી. એમાં ગહનતા છે, છીછરાપણું નથી. એમાં ઊંડાણ છે અને ઊંડાણના કારણે જેની પાસે ઊંડાણમાં ઉતારવાની ક્ષમતા હોય, એને માટે અમૂલ્ય ગ્રંથો છે. પણ જેણે કદી ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્નજ ન કર્યો હોય અને જેને પ્રયત્ન કરવાની ઈચ્છા હોય, જેને થોડી પણ જિજ્ઞાસા જાગી હોય, એના માટે પણ ઉપનિષદ એક બહુ મોટી આશા છે. જીવન બતાવનારી એક દર્શિકા છે. તો ઉપનિષદની અંદર મેં પરમ દિવસે જેમ કહ્યું એમ, માણસના ઉત્થાન અને પતનની સાથે જોડાયેલા તત્વો એમાં જોડાયેલા છે. @5.03min. પરમ દિવસે જે આવ્યા હોય, એમને ખ્યાલ હશે કે પ્રજાનું ઉત્થાન કેવી રીતે થાય અને પતન કેવી રીતે થાય છે? ઉત્થાન થવાની અંદર સૌથી પહેલું મહત્વનું કારણ છે, જ્ઞાન, મસ્તિષ્ક, બુદ્ધિ. બુદ્ધિ માણસનું ઉત્થાન કેવી રીતે કરે કે જયારે તમે એના ઉપર પૂર્ણવિરામ ના મૂક્યું હોય ત્યારે. પૂર્ણવિરામ મૂકવાથી મગજને લોક લાગી જાય છે. ઉપનિષદોમાં ઋષિઓ સતત નવું-નવું જાણવા માટેની ઈચ્છા રાખે છે. यदि मन्यसे सुवेदेति दभ्रमेवापि नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपम, यदस्य त्वं यदस्य देवेष्वथ नु मीमांस्यमेव ते मन्ये विदितम…..(केनो. २-१).  કેનોપનિષદમાં ઋષિ કહે છે, જો તું એમ માને કે હું બહુ જાણું છું, તો તું ઘણું થોડું જાને છે. આપણે ત્યાં એક બહુ મોટા સંત ભર્તુહરિ થઇ ગયા. કેટલાક લોકો પાસે પુસ્તકનું તો કેટલાક લોકો પાસે અનુભવનું તો વળી કેટલાક પાસે પુસ્તક અને અનુભવ બંનેનું ભાથું હોય તો એવા લોકો બધા કરતા ચઢી જાય. શ્રેષ્ઠતા જયારે અજીર્ણની કક્ષાએ પહોંચે ત્યારે એ નિમ્ન માણસોની ઠેકડી ઉડાડે. તમારી પાસે પૈસાની શ્રેષ્ઠતા છે, તો તમે ગરીબ માણસની મજાક ઉડાવવાના.તમારી પાસે સૌંદર્યની શ્રેષ્ઠતા છે તો ઓછું સૌંદર્યવાળાની ઠેકડી ઉડાવવાના. આ શ્રેષ્ઠતાનો દોષ છે, અજીર્ણ છે. શ્રેષ્ઠતાની શોભા મૌનમાં છે. તમારી પાસે જે છે એને ઢાંકીને રાખો તો તમે વધારે શ્રેષ્ઠ થશો પણ તમે એનું પ્રદર્શન કરશો તો જેવા છો એનાથી પણ હલકા થઇ જશો. વકીલો અને ગાડાવાળાનું ઉદાહરણ સાંભળો. ગાડાંવાળો વકીલોને પૂછે છે, સાહેબ, મારો કૂકડો પાડોસીને ત્યાં જી ઈંડુ મૂકી આવ્યો તો એ ઈંડુ કોનું? જયારે કોઈ જવાબ ન આપી શક્યું ત્યારે ગાડાવાળાએ કહ્યું કે કુકડાને ઈંડુ ન હોય પણ કુકડીને ઈંડુ હોય. બધા વકીલો ઝાંખા પડી ગયા. @10.26min. એમ ઘણા લોકોની પાસે અનુભવનું ભાથું હોય તો ઘણા લોકો પાસે પુસ્તકનું ભાથું હોય પણ ભર્તુહરિ પાસે બેઉ ભાથાં છે. ભર્તુહરિના જીવનમાં બહુ મોટું ટેન્સન આવ્યું. ટેન્સન ત્રણ માર્ગે આવતું હોય છે. હૃદયમાંથી આવે, મગજમાંથી આવે અને પાડોસીમાંથી એટલે કે સાથેના માણસોમાંથી આવે. જીવનને જો હારી જવું નહિ  હોય તો લાગણીઓની એક લિમિટ રાખવાની જરૂર છે. એક અંકલેશ્વરના યુવાન વાણિયાના દીકરા સાથેની વાત સાંભળો.એ નાની ઉંમરમાં પણ બહુ જ્ઞાની. એને માનવતાના કામમાં ટ્રસ્ટ કર્યું. એ કહે છે, મને લખો રૂપિયા ખર્ચાય એવા મંદિરોમાં અને સામૈયા કરવામાં રસ નથી. પણ મને રસ છે, ગરીબોના દુઃખ દૂર કરવામાં. એણે પરણતા પહેલા એની ભાવિ પત્ની જોડે શર્ત કરી કે મારા માં-બાપ સાથે રહેશે અને તારે એમની સેવા કરવી પડશે. તને મંજુર હોય તો આગળ વધીએ, નહિ તો હું એટલો સ્ત્રી ઘેલો નથી કે તારા માટે હું મારા માં-બાપને રખડતા કરી દઉં. @15.02min. પરણ્યો અને હવે તો એની પત્ની બે બાળકોની માતા થઇ ગઈ. જ્યાં માણસ લાગણી ઘેલો થયો કે એ દુઃખી થયો સમજો. ભર્તુહરિનું એવુજ થયેલું કે એ અત્યંત લાગણી ઘેલો થયેલો અને એનાથી એણે આઘાત લાગ્યો. પછી રાજ્ય છોડીને નીકળી ગયો. એક લાખોપતિ પંજાબી આશ્રમમાં સવા બે મહિના રહ્યો, એની વાત સાંભળો. એણે કહ્યું હું બેંકમાં 41 લાખ રૂપિયા અને દિલ્હીના બે બંગલા છોડીને આવ્યો છું. ઘરમાંથી એક પૈસો લાવ્યો નથી અને ઘરવાળાને સમાચાર આપતો પણ નથી અને ફર્યા કરું છું. એ કહે છે, બહુ આનંદ આવે છે. સ્વામીજીએ પૂછ્યું ત્યારે કહ્યું કે ઘરમાં જો આંનદ આવતો હોત તો ઘર છોડવાની જરૂરજ ન પડત. બાપજી, મને બધી વાત કરજો પણ ઘરે જવાની વાત કરશો નહીં. બન્યું એવું કે 10-15 દિવસ પછી એની પત્ની અને છોકરો અહીં આવી પહોંચ્યા. એમને કહ્યું હું બધું છોડીને આવ્યો છું, હવે તો મને અહીં શાંતિથી રહેવા દો. એની પત્ની ધ્રુસ્કેને ધ્રુસકે રડે છે કે બંગલો છે, પૈસા છે પણ एक औरत जो है वो आदमीके बिना कैसे रह शकती है? मेरे आदमीको समजाकर वापस भेज दो. સ્વામીજીએ કહ્યું અજ્ઞાનીને સમજાવાય પણ આવા જ્ઞાનીને, વિદ્વાનને કેવી રીતે સમજાવાય? @20.08min. એક અનુભવનું શાસ્ત્ર છે. ભર્તુહરીએ પછી વૈરાગ્ય શતક અને નીતિશતકનો ગ્રંથ લખ્યો છે. હું તમને ભલામણ કરું છું કે એ ગ્રંથ તમે વાંચજો અને સમજજો.સૌરાષ્ટ્રમાં એક વાઘજી – આશારામની કંપની થઇ ગઈ. ભર્તુહરિનો ખેલ મૂકે રટલે કેટલાયે લોકો બાવા થઇ જાય, ઘર છોડીને નીકળી પડે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમુક સ્ટેટોની અંદર તો એનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો. ઘણી સ્ત્રીઓ આ ખેલ જોઈને, છતા પતિએ વિધવા થઇ જતી. વાઘજી – આશારામ આ બંને બ્રાહ્મણ અને આ કંપની ચલાવે અને એક વખત ભાવનગરના દરબાર ખેલ જોવા આવેલા. બરાબર નાટક જામેલું ત્યારે દરબારે પગમાંથી સોનાનો તોળો કાઢ્યો અને કહ્યું લે, હું તને આ ઇનામ આપું છું, લઈ જા. પેલાએ ત્યાંથી કહ્યું અરે, તું તો ભાવનગરનો દરબાર અને હું 92 લાખ મળવાનો ધણી, હું તારો તોળો લઉં તો મારો વેશ લાજે. એ માણસની અંદર કેટલી ખુમારી હશે? રાજાનું અપમાન થયું એટલે ચાલતો થયો. બીજે દિવસે દરબારે 24 કલાકમાં રાજ છોડી જવા હુકમ કર્યો. કહ્યું તારું રાજ છોડી દઈશું પણ આવી રીતે તારો તોળો નહિ લઉં. તમારે તોળો આપવો હોય તો આ ખેલ પૂરો થાય પછી સન્માન પૂર્વક વાઘજી – આશારામને આપો પણ આ તો તમે ભર્તુહરિને આપો છો. વાઘજી – આશારામ ગયા અને  દરબાર ગયા પણ આ કથા અમર થઇ ગઈ. ભર્તુહરિએ એક બહુ સરસ વાત લખી છે, यदाकिन्चिग़्योहम જયારે હું બહુ થોડું જાણતો ત્યારે મને सर्वग्नोहम હું સર્વજ્ઞ છું અને મારા જેટલું જ્ઞાન કોઈનામાં નથી. પછી મેં बुधशकाशातवगतं વિદ્વાનોનો સંપર્ક કર્યો, એમના મસ્તિષ્કમાં પડેલું જ્ઞાન મેં જોયું ત્યારે લખે છે ज्वरइवमदोमे व्यपगतं મારા સર્વજ્ઞપણાનો અહમ-તાવ ચઢ્યો હતો તે ઊતરી ગયો. પછી ભાન થયું કે આખી દુનિયામાં કોઈ મૂર્ખ અજ્ઞાની હોય તો તે હુંજ છું. એમ અજ્ઞાનને જોવા માટે પણ જ્ઞાન જોઈએ. ઉપનિષદનું આ જમા પાસું છે. ઉપનિષદનો ઋષિ અને મધ્યયુગના સંત કબીર, તુલસી, સુરદાસ, તુકારામ,નરસિંહ મહેતાએ હંમેશા એમની અલ્પતાનો સ્વીકાર કર્યો છે. કબીર લખે છે કબીરા, નાનક લખે છે નાનકા નરસિંહ મહેતા લખે છે નરસૈંયો. @25.00min. અમે બધા પોતાના બનાવેલા વિશેષણો જોડીને લખીએ તો ચાર લીટીમાં તો નામજ પૂરું ન થાય. નરસિંહ મહેતા પોતાની જાતને રંક નરસૈંયો લખે છે, એટલે એની પાસે ભગવાન દોડતા ગયા. તુલસીદાસ એક વાર અયોધ્યાથી વૃંદાવન આવ્યા. જમવા માટે એમને સૌથી છેલ્લે બેસાડયા. ભારતમાં મહાપુરુષ વર્તમાનમાં કદી પુજાયોં નથી. હંમેશા મર્યા પછી પુજાતો હોય છે. પછી પીરસવા આવ્યા, પતરાળુ મૂકેલું પણ દાળ શેમાં લેવી? કોઈ પાત્ર આપ્યું ન હતું. “मोसम दीनन दीनहित तुम सामान रघुबीर, असबिचारी रघुबंसमणि हरहु बिषम भवपीर”મારા જેવો દીન માણસ કોણ હશે? દુનિયાનો નહિ પણ તમારો, એટલે ભગવાનનો. અહીંયા ઉપનિષદ એમ કહે છે કે दभ्रमेवापि नूनं त्वं वेत्थ – હું બહુ મોટો જ્ઞાની છું અને બધું જાણી ચુક્યો છું, તો તું બહુ થોડું જાને છે. જયારે હું વિદ્વાનોના સંપર્કમાં ગયો ત્યારે ज्वरइवमदोमे व्यपगतं મારો સર્વજ્ઞપણાનો અહમ ભાવ ચઢ્યો હતો તે ઊતરી ગયો. સેક્સપિઅર પણ પોતાના માટે એવુંજ લખે છે કે જયારે હું ભણતો હતો ત્યારે મારામાં ખુબ અહંકાર પણ આગળ ભણતો ગયો ત્યારે ખબર પડી કે મારા જેવો કોઈ મૂર્ખ નથી. આપણે ત્યાં ઉત્તરવર્તી કાળમાં જ્ઞાન ઉપર પૂર્ણવિરામ આવ્યું અને એ પૂર્ણવિરામે આપણું પતન કર્યું. એટલે આજે અમેરિકા દોડવું પડે છે. એક ટાઈમ એવો હતો કે દુનિયાના લોકો ભારતમાં ભણવા આવતા હતા, કારણકે ત્યારે જ્ઞાન ઉપર અલ્પવિરામ હતું. @29.52min.એક ઓળખીતા ભગવાન હતા. આ દેશમાં 900 જીવતા ભગવાન છે. બે દેવ થઇ ગયા. એ બેમાંથી એકને દેવ ન હોતું થવું, પણ થવું પડયું. એમનું કહેવું છે કે મહાવીર સ્વામીનું જે જ્ઞાન હતું, એના કરતા પણ 60 ડિગ્રી મારામાં વધારે જ્ઞાન છે. આ કેવી રીતે ગણતરી કરી હશે? અને તમને નવાઈ લાગશે કે આવું બોલનારાને માનનારા પણ હજારો માણસો છે, તો એનો વિકાસ થશે કે વિનાશ થશે? વિનાશ થશે. હું જો તમારું સાચું ઘડતર કરવા માંગતો હોઉં તો તમને મારે પ્રયોગશાળામાં મોકલવા જોઈએ. એટલે અમે આશ્રમમાંથી સાયન્સ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીએ છીએ. અમારા એક ઓળખીતા સંત કહે છે કે આ બધા ઘેટાં છે અને ઉન ઉતાર્યા કરો. બીજા બધા બહારના આવીને કાપી જાય, તો આપણેજ કાપોને? એમને જગાડવાની જરૂર નથી. સ્વામીજીએ કહ્યું, બધાજ લોકો ઉન કાપવા માટે જન્મ્યા હોતા નથી. કોઈ જાગે કે ન જાગે, સમજે કે ન સમજે પણ આપણે છેલ્લી ઘડી સુધી આપણું કર્તવ્ય કરવું છે. સૂફી બુલ્લેશા કહે છે, તમારા કરતા તો કૂતરું સારું કે તમે હડધૂત કરો, ભગાડી દો, તો પણ તમારું ઘર છોડતું નથી.તમે કેટલા મંદિરો છોડયાં, કેટલી કંઠીઓ બાંધી તો તમે સારા કે તમારા કરતા કૂતરું સારું. કૂતરાનું ઈમાન વધારે કે તમારું? “यस्यामतं तस्य मतं मतं यस्य न वेद स:, अविज्ञातं विजानतां विज्ञातमविजानताम”…..(केनो. २-३). જે એમ કહે છે કે હું કંઈ નથી જાણતો તો એમ સમજવું કે એ કંઈ જાને છે અને यस्य  मतं न वेद स: જે ચારે તરફ ઢોલ વગાડે છે, એ કશું નથી જાણતા. જે લોકો  अविज्ञातं विजानतां विज्ञातमविजानताम જાણવાનો દાવો કરે છે, એમને કશું ખબર નથી. ઉપનિષદ જયારે પણ બ્રહ્મ વિષે, પરમાત્મા વિષે કંઇક કહેવા માંગે છે ત્યારે પહેલો શબ્દ મૂકે છે. नेति नेति नेति એટલે न इति न इति न इति એનો અંત નથી. હવે જેનો અંત નથી એના ઉપર તમે પૂર્ણ વિરામ મૂકી દો છો. @35.02min. જયારે તમને કોઈ એમ કહે કે મને બ્રહ્મનો અનુભવ થયો તો એનો અર્થ એ નથી કે એણે પૂર્ણ રૂપથી બ્રહ્મને જાણી લીધો. તમે બદ્રીનાથ, કેદારનાથ જઈ આવ્યા અને તમને કોઈ પૂછે કે તમે હિમાલય જોયો છે? તો તમે કહેશો કે હા, મેં જોયો છે. પણ તમે સંપૂર્ણ હિમાલય જોયો નથી. नेति नेति नेतिના બીજા ઉદાહરણો સાંભળો. તમે સાંઠ વર્ષથી પતિ-પત્ની તરીકે રહેતા હોવ તો પણ તમે સંપૂર્ણપણે એક-બીજાને જાણી શકતા નથી. આ ઉપનિષદની દ્રષ્ટિ છે. એટલે એ કહે છે બ્રહ્મ તો બહુ દૂરની વાત રહી પણ એક માણસ બીજા માણસને, તમે તમારા ગામને, તમે કામ કરો એ ફેક્ટરીને તમે પૂરેપરી રીતે જાણી શકતા નથી. તો તમે બ્રહ્મને પૂરેપૂરો કેવી રીતે જાણી શકો? તમે યાત્રા અને પ્રવાસનો તફાવત સમજો. યાત્રા શ્રદ્ધાથી થાય અને પ્રવાસ જિજ્ઞાસાથી થાય. દરેક માણસની અંદર જિજ્ઞાસા છે એટલે યાત્રાની સાથે એનો પ્રવાસ થઇ રહ્યો છે. પ્રવાસી પ્રવાસમાંથી બારીકાઈથી બધી માહિતી મેળવે છે. એ રખડે, એનું જ્ઞાન વધારે અને પછી એમાંથી પુસ્તક લખે એટલે  यस्यामतं तस्य मतं मतं यस्य न वेद स:, अविज्ञातं विजानतां विज्ञातमविजानताम”…..(केनो. २-३). એ ભાઈ, મોટો ઋષિ નાના ઋષિને કહે છે, આ જ્ઞાન છે, એ અનન્ત છે અને જ્ઞાન છે એ પરમાત્મા છે. અને પરમાત્મા એ नेति नेति नेति એનો કોઈ અંત નથી. @40.09min. આગળ એક બીજું પ્રકરણ શરુ થાય છે અને એ આખ્યાયિકા છે. એ શરુ કરતા પહેલા એક મુદ્દો સમજી લેજો કે જીવન એટલે શું? ઉપનિષદ એને કઇ દ્રષ્ટિથી જુએ છે? જીવન એટલે સંઘર્ષ. એક બાળક જન્મે છે અને જન્મતાજ એણે સંઘર્ષ કરવો પડે છે. હરણીનું બચ્ચું જન્મે કે 20 મિનિટમાંજ ઊભું થઇ જાય છે અને 40 મિનિટમાં દોડતું થઇ જાય છે કારણકે એને વાઘ, વરુ, દીપડા વચ્ચે જીવવાનું છે. તમે કુદરતને જુઓ. કુદરતને જોશો એટલે પરમાત્મા તમને આપોઆપ દેખાવા લાગશે. ઉપનિષદ અને ભગવદ ગીતા એ બેયના માર્ગને તમે સમજજો , એ તમને તમારો સહજ માર્ગ છોડાવવા નથી માંગતા. તમે સુથાર છો તો સુથારી કામ કરી બે પૈસા કમાવો, વેપારી છો તો દુકાને બેસજો. એ તમારી સાધના છે, તમારું તપ છે. @45.01min. એક નવરો માણસ સત્સંગના બહાને આશ્રમમાં જમવા આવતો એની વાત સાંભળો. નવરા માણસ સત્સંગ ના કરી શકે એ ભારરૂપ છે, માર્ગ ભૂલેલો છે. આવા માણસો લોકોને પણ ભાન ભૂલાવશે. એટલે ઉપનિષદ કહે છે એ ભાઈ, તું કામ કરજે, પુરુષાર્થ કરજે. અને આ પરમેશ્વર છે એ તો नेति नेति नेति છે. હવે બીજો અધ્યાય શરુ થઇ રહ્યો છે, એમાં સંઘર્ષ કથા છે. સામાન્ય રીતે ત્યાગ-વૈરાગ્યની વાત છે, એમાં સંઘર્ષ છોડવાની વાત છે. ઉદાહરણ સાંભળો. કાશો અને મગધના રાજાની આ પ્રસિધ્ધ આખ્યાયિકા છે. બંને રાજા બળવાન છે. ઉપનિષદ શરૂઆતમાં કહે છે, “ब्रह्म ह देवेभ्यो विजिग्ये तस्य ह ब्रह्मणो विजये देवा अमहीयन्त त एक्षन्तास्माकमेवायं विजयोडस्माकमेवायं महिमेती”….(केनो. ३-१). કાશીનો રાજા શૂરવીર ખરો પણ ઉદાર નહિ  અને ગુણહીન જયારે મગઢનો રાજા શૂરવીર તો ખરો પણ એ ગુણવાન પણ ખરો કે એ વિદ્વાનોની કદર કરે, ગરીબોને દુઃખી ન કરે પણ મદદ કરે એની રક્ષા કરે. આ બધા સદ્દગુણો કહેવાય. તમારી પાસે પાંડિત્ય હોય પણ સદ્દગુણો ન હોય તો એ સુગંધ વિનાના ફૂલ જેવું છે. પણ પાંડિત્યની સાથે સદ્દગુણો હોય તો એ સોનામાં સુગંધ મળી કહેવાય. સદ્દગુણો ક્રિયામાં બદલાય ત્યારે કીર્તિ થવાની. પણ એની બરાબર ચાલનારને પેટમાં દુઃખ થવાનુંજ એટલે એમાંથી મહાભારત ઊભું થાય,રામાયણ ઊભું  થાય અને એનું નામ છે, સંઘર્ષ કથા. એક માણસ એવો છે કે કોઈ રસ્તે ચાલતા ગરીબ માણસને પોતાની ગાડીમાં બેસાડી લે છે. @50.00min. એક બીજો માણસ છે, એ કોઈને એની ગાડીને અડવા પણ દેતો નથી. એ કોઈને એની ગાડીમાં બેસાડતો નથી એટલે એની કીર્તિ કદી ન થાય. મગધના રાજાની બહુ કીર્તિ થવા લાગી, એટલે આ કાશીના રાજાથી જીરવાય નહીં. એને બહુ અસંતોષ થયો. આપણે ત્યાં પૈસા કરતા સ્ત્રીઓ માટે લડાઈ વધારે થઇ રહી છે. અને સ્ત્રીઓ કરતા નામની લડાઈ વધારે થઇ છે. કાશીના રાજાએ મગધ ઉપર ચઢાઈ કરી દીધી. એટલે મગધના રાજાએ આખા નગરના જનોને ભેગા કર્યા અને કહ્યું જો ભાઈ, આટલા વર્ષો સુધી મેં રાજ કર્યું. મેં તમને સુખી બનાવવાના બધા પ્રયત્નો કર્યા, પણ આ કાશીના રાજાથી બધું જોયું જતું નથી.એટલે એ લડાઈ કરવા આવેલો છે અને હું જો લડાઈ કરવા જાઉં તો હજારો માણસો મરી જશે, હજારો સ્ત્રીઓ વિધવા થશે અને હજારો બાળકો અનાથ થશે, એટલે મારે લડાઈ કરવી નથી. હવે આ રાજ કાશીના રાજાને સોંપી મારે પરિવ્રજ્યા ગ્રહણ કરવી છે. એટલે હવે કાશીના રાજાને આમંત્રણ મોકલ્યું છે કે હવે તમે પધારો અને ખુશીથી આ રાજ સાંભળી લો, મારે હવે આ રાજ જોઈતું નથી. હું હવે સાધુ થઇ જઈશ. આ ત્યાગ-વૈરાગ્યનો માર્ગ છે. લોકોએ આ માર્ગની ખુબ વાહવાહ કરી છે. પણ ગીતા-ઉપનિષદને પૂછવામાં આવે તોકહેશે કે આ સમયે પરિવ્રજ્યા ગ્રહણ કરવાની હોય નહીં. આ સમયે તો લોહી રેડીને પણ તમારી આન, શાન, ન્યાય બચાવવા જોઈએ એજ મૂખ્ય ધ્યેય હોવું જોઈએ. એટલે ભગવદગીતા અને ઉપનિષદ જીવનને સંઘર્ષ રૂપે જુએ છે. કોઈવાર ક્ષમાની જરૂર છે તો કોઈવાર ત્યાગની તો કોઈવાર વૈરાગ્યની જરૂર છે. પણ રાજા થઈને જો તમે સંઘર્ષમાંથી બિલકુલ ખસી જશો તો તમારા પક્ષને બહુ અન્યાય કરી દેશો અને તમે તમારી પ્રજાને એકદમ નકામી બનાવી દેશો એટલે આગળની આખ્યાયિકા સંઘર્ષ સંબંધે છે. એ સંઘર્ષને તમે પહોંચી શકો તો પ્રજાનું ઉત્થાન અને જો ન પહોંચી શકતા હોવ તો પછી ભાગો, સિંધમાંથી ભાગીને ગુજરાતમાં આવો અને ગુજરાતમાંથી ભાગીને મહારાષ્ટ્રમાં જાવ અને ત્યાંથી ભાગીને જ્યા જગ્યા મળે ત્યાં જાવ. એ પ્રજા પછી પોતાનું સ્વમાન સાચવી શકે નહીં. ॐ पूर्णमद: पूर्णमिदं  पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.” ॐ शांति: शांति: शांति:. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर.
 
 

1 ટીકા

Filed under Uncategorized

One response to “ઉપનિષદોની કથા … અમૂલ્ય ગ્રંથો છે/સ્વામી સચ્ચિદાનંદજી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s