નવા જમાનાના ગાયક અભિજિત/Naresh Kapadia

0

નવા જમાનાના ગાયક અભિજિત

બોલીવૂડના નવા જમાનાના ગાયક અભિજિત ભટ્ટાચાર્યનો ૩૦ ઓક્ટોબરે ૫૮મો જન્મદિન છે. તેમણે હિન્દી, બંગાળી અને ગુજરાતી સહિત ૧૫ ભાષાઓમાં ગાયું છે. તેમણે એક ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો છે અને જાણીતા પોપ આલબમ પણ રજૂ કર્યા છે.

૩૦ ઓક્ટોબર, ૧૯૫૮ના રોજ કાનપુરમાં બંગાળી પરિવારમાં તેમનો જન્મ. તેઓ ચારમાં સૌથી નાના સંતાન છે. અભિજિત કાનપુરની રામકૃષ્ણ મિશન સ્કૂલમાં અને ક્રાઈસ્ટ ચર્ચ કોલેજ, કાનપુરમાં ભણી ૧૯૭૭માં બી.કોમ. થયા છે. ૧૯૭૦થી તેઓ રંગમંચ પર ગાતા હતા. તેમના મોડેલ ગાયક કિશોર કુમારના ગીતો સાંભળીને તેમણે જાતને કેળવી છે.

અભિજિત ૧૯૮૧માં સી.એ. થવા માટે મુંબઈ આવ્યા હતા. પણ ગીત-સંગીતના રસને લીધે તેમણે પાશ્વ ગાયક રૂપે વિકસવાનો માર્ગ પસંદ કર્યો. આનંદની વાત એ થઇ કે રાહુલદેવ બર્મને તેમને બોલાવ્યા. દેવ આનંદ જેમાં પોતાના દીકરા સુનીલ આનંદને પ્રસ્તુત કરવાના હતા એ ‘આનંદ ઔર આનંદ’ને માટે અભિજિતને પોતાના આદર્શ કિશોર કુમાર સાથે ગાવાની પહેલી જ તક આ રીતે મળી હતી. નેવુંના દાયકામાં કિશોર કુમાર પ્રકારના ગીતો ગાવા માટે કુમાર સાનુ અને ઉદિત નારાયણ સાથે અભિજિત પણ એક ચોઈસ બન્યા હતા.

આનંદ-મિલિન્દના ‘બાગી’ના ‘એક ચંચલ શોખ હસીના’ અને ‘હર કસમ સે બડી હૈ’ ગીતો લોકપ્રિય થયા. ત્યાર બાદ લોકપ્રિયતા આગળ વધી, ‘ખિલાડી’, ‘શોલા ઔર શબનમ’ના ગીતોમાં. પછી તેઓએ ‘યે દિલ્લગી’ (ઓલે ઓલે), ‘અંજામ’, ‘રાજા બાબુ’ અને ‘મૈ ખિલાડી તું અનાડી’ના ગીતો હીટ થયાં. ‘યેસ બોસ’ (૧૯૯૭)ના ‘મૈ કોઈ ઐસા ગીત ગાઉં’ ગીત માટે અભિજિતને ફિલ્મફેર એવોર્ડ મળ્યો. પછી જે ફિલ્મોના સફળ ગીતો આવ્યાં તેમાં ‘બાદશાહ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘જોશ’, ‘ધડકન’, ‘રાઝ’, ‘તુમ બિન’, ‘ચલતે ચલતે’, ‘મૈ હું ના’ સામેલ છે. ‘ગ્રહણ’માં કવિતા અને આશા સાથે તેમના બે ગીતો આવ્યાં, ‘કેહ્તે હૈ જિસ કો’ અને ‘ચૂપ ચૂપ’.

બે દાયકાની ગાયકી કારકિર્દીમાં અભિજીતે ગયેલાં ગીતો શાહરુખ ખાન, સૈફ અલી ખાન, સુનીલ શેટ્ટી, હૃતિક રોશન અને અજય દેવગણ પર ચિત્રિત થયાં. તેમના ‘બડી મુશ્કિલ હૈ’ અને ‘મેરે ખ્યાલો કી મલિકા’ કે ‘જબ તક રહેગા સમોસામેં આલૂ’ જેવાં ગીતો આવ્યાં. તેમના સૌથી જાણીતા ગીતોની તર્જ અનુ માલિક, જતીન લલિત, નદીમ શ્રવણ કે આનંદ મિલિન્દએ બનાવી હતી. પોતાના સમયની લગભગ તમામ ગાયિકાઓ સાથે તેમણે યુગલ ગીતો ગાયા છે, જેમાં સૌથી વધુ અલકા યાજ્ઞિક સાથે ગાયા છે.

અભિજિત વોઇસ ઓફ શાહરુખ ખાન પણ ગણાયા. શાહરુખની ‘અંજામ’(૧૯૯૪), ‘યેસ બોસ’, ‘ચલતે ચલતે’, ‘બાદશાહ’ કે ‘મૈ હું ના’ કે ‘ઓમ શાંતિ ઓમ’ સુધી એ સીલસીલો ચાલ્યો. પણ છેલ્લી બે ફિલ્મોના એન્ડ ક્રેડીટના મુદ્દે તેઓ છૂટા પડયાં. તેમના છેલ્લા ગીત ‘બિલ્લુ બાર્બર’ (૨૦૦૯)માં આવ્યાં.

જતીન લલિતે આ ગાયકને ઘણાં સારા ગીતો આપ્યાં. અભિજીતના ગૈરફિલ્મી આલબમ પણ સફળ રહ્યાં, જેમાં ‘મૈ દીવાના હું’, ‘ટપોરી નં. ૧’, ‘આશિકી’, તેરે બિના’ યાદ કરી શકાય. ‘તેરે બિના’ માટે તેમને એમટીવી મ્યુઝિક એશિયા એવોર્ડ પણ મળ્યો. એ આલબમનું ‘કભી યાદોં મેં આઓ’ યાદગાર હતું. ત્યાર બાદ ‘લમ્હેં’ અને હમણાં સમીરના ગીતોવાળું ‘એબી’ આવ્યું. તેમના બંગાળી આલબમ પણ જાણીતા છે, જેમાંનું એક ટાગોરના ગીતો પર છે. જોકે અભિજિત વિવાદો પણ કરતા રહે છે. સોસિયલ મીડિયામાં ટીકા પાત્ર પણ બને છે.   

અભિજીતના જાણીતા ગીતો: એક ચંચળ શોખ હસીના, ચાંદની રાત હૈ, હર કસમ સે બડી હૈ – બાગી, વાદા રહા સનમ – ખિલાડી, મૈ કોઈ ઐસા ગીત ગાઉ – યસ બોસ, ઓલે ઓલે – યે દિલ્લગી, સુનો ના સુનો ના – ચલતે ચલતે,  

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “નવા જમાનાના ગાયક અભિજિત/Naresh Kapadia

  1. નરેશભાઈ ની સંગીતકારો અને ગાયકોની ની પરિચય શ્રેણીમાંથી એમના વિષે ઘણું નવું જાણવા મળે છે.

  2. નામ સાંભળ્યું છે. થોડા ગીતો પણ સાંભળ્યા છે. વધુ પરિચય થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s