A Winter’s Solstice +રાષ્ટ્રિય સંતો અને પ્રજાનું ઘડતર સ્વામીજી

A Winter’s Solstice – Full Album – YouTube

https://www.youtube.com/watch?v=Hc7xHIcVGQI

Nov 3, 2014 – Uploaded by piraterick100

A Winter’s Solstice – Full Album. piraterick100 … CELTIC Christmas Music ☆ Full Album ☆ Xmas Music

A – રાષ્ટ્રિય સંતો અને પ્રજાનું ઘડતર – ઊંઝા – સ્વામીજીનું ચિત્ર બનાવેલું એ બાબતમાં સ્વામીજીનું સ્પષ્ટીકરણ કે કોઈપણ જીવતા વ્યક્તિને વધારે પડતું મહત્વ ન આપવું જોઈએ, મહત્વ આપવુંજ હોય તો એના મૃત્યુ પછી આપવું જોઈએ. આપણે ત્યાં ધર્મની સાથે પાંચ તત્વો સંકળાયેલા છે તે ઋષિ, આચાર્ય, સાધુ, સંત અને ભગત. જે શાસ્ત્રો લખે છે એ ઋષિ છે. ઋષિના લખેલા શાસ્ત્રોને સર્વાધિક મહત્વ આપવું જોઈએ. એ શાસ્ત્રો પર જે ભાષ્યો રચે, સ્પષ્ટીકરણ કરે, દિશાઓ નક્કી કરી આપે એ આચાર્યો છે, જે વંશ પરંપરાથી ગાદી પર બેસતા આવે દા.ત. રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે. શાસ્ત્રો રોજ રોજ રચાય નહિ અને જો રોજ રોજ રચવા માંડો તો ધર્મમાં સ્થાયિત્વ-સ્થિરતા આવશે નહિ. ભાષ્યો સનાતન હોતા નથી, ભાષ્ય હંમેશા આધુનિક અને તાજું હોવું જોઈએ, તો શાસ્ત્ર કદી જુનું નહિ થાય. શાસ્ત્રની તાજગી એના ભાષ્યમાંથી આવતી હોય છે. શાસ્ત્ર જુનું હોય અને વ્યાખ્યાતા પણ જુનો હોય તો એ વેદિયો થઇ જશે, એમાં આધુનિકતા નહિ આવે એટલે એ પ્રશ્નોનો ઉકેલ નહી કરી શકે, એટલે આપોઆપ અપ્રસ્તુત થઇ જશે. આચાર્ય વિભૂતિ છે અને એ ગામેગામ ન થાય. આચાર્યનો સંદેશો ગામેગામ દૂર દૂર ફેલાવે એનું નામ સાધુ-સન્યાસી છે અને એ ત્રીજું તત્વ છે. @6.04min. ચોથું તત્વ સંતો છે. સાધુ અને સંતમાં એક મુદ્દાનો ભેદ છે કે સાધુઓ જેમ વસ્ત્રો, નામ બદલે, દિક્ષા લે, સંતો એમાંનું કશું નહી કરે. સંતો ઘર નથી છોડતા તેઓ સ્વયંભુ છે અને બધી જ્ઞાતિઓમાં થાય છે. મારું માનવું છે કે હિંદુ પ્રજાને સહુથી બચાવનાર આ સંતો છે. “हरको भजे सो हरको होई, जात पात पूछे नहीं कोई” જે બંગલો જોઇને પધરામણી કરે એને સંત ન કહેવાય. પહેલાં તપાસ કરે કે કેવો બંગલો છે? કેટલી આવક છે? કેટલું આપે એવા છે? અને એ ન આપે તો અપાવનારા પ્રેરક બળો મોકલે કે આટલું તો આપવુંજ પડશે વિગેરે. સંત ભાવનાનો ભૂખ્યો હોય,શબરીની ઝૂંપડીમાંએ જાય અને વિદુરની ભાજી ખાવાએ જાય. પેટલાદમાં 2000 વાઘરીઓના ઘરો છે, એમને હિંદુ રાખનાર કબીરના સંતો છે, એમાં અભડાવાનો કોઈ પ્રશ્નજ નથી. @9.43min. મારે ત્યાં સ્વામીનારાયણના એક સંત આવેલા, જમવા જવાનું થયું ત્યારે પૂછ્યું કે રસોઈઓ બ્રાહ્મણ છે? મેં કહ્યું કે હરીજન છે તો એકદમ આંખ ઉંચી થઇ ગઈ, કહ્યું કે “તો મારે નહિ ચાલે” સ્વામીજીએ કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે યજ્ઞ થયેલો ત્યારે સહજાનંદ સ્વામીએ સભાની વચ્ચે એક ગરીબ પછાત કોમના ભક્તની પાઘડીમાંનો રોટલો ખાધેલો ત્યારે અભડાઈ ગયા હતા? જવાબ મળ્યો કે એ તો ભગવાન કહેવાય. ભગવાનનું અનુકરણ ન કરાય તો ભગવાન આવે છે શા માટે? સંતો વેદ ભણેલા નથી હોતા, સંસ્કૃત કે શાસ્ત્રો ભણેલા નથી પણ એની નાભીમાંથી જે વાણી નીકળે એ શાસ્ત્ર થઇ જાય. @14.22min. એ પછીના ઘટકને આપણે ભગત કહીએ છીએ. કઠીયાવાડમાં ગામે ગામ આવા ભક્તો થયા છે. મારે જે વાત કરવી છે એ ચોથા ઘટકની. તમે જયારે કોઈનું પણ મૂલ્યાંકન કરવું હોય તો ચાર પ્રશ્નો પૂછવાના. પહેલો પ્રશ્ન એ પૂછવાનો કે વ્યક્તિના આચાર વિચારોથી પ્રજા બળવાન બને છે કે દુર્બળ બને છે? જયારે શાહબુદ્દીન ઘોરીએ રાજ્યની સ્થાપના કરી ત્યારે આ દેશમાં મુસ્લિમોની સંખ્યા 1/2% હતી અને તે 99and1/2% ઉપર રાજ કરે તો ગૌરવ આપણે લેવાનું કે એ લોકો લે? તમે કઈ બાબતનો ગર્વ લો છો? આ બહુમતી પ્રજાની છાતી ઉપર મગ દળવામાં આવે, એના મંદિરો, મૂર્તિઓ તોડવામાં આવે. પ્રજા ઘણી કમજોર છે અને એના ફળ ભોગવતી રહી અને હજુ પણ ભોગવે છે. @16.36min. એક જૈન બહેન કહે છે કે તમે બળવાન થવાની વાત કરો છો, પણ આપણું લોહીજ ઠંડું છે. મેં પૂછ્યું જૈન ધર્મના 10 વાણિયાઓ એક તરફ ઊભા રાખો અને બીજી તરફ 10 શીખો ઊભા રાખો, શું ફરક છે? ફરક ચોખ્ખો છે અને તે દેખાય છે. આ શીખો પહેલા વાણિયાઓજ હતા, ધર્મે એનું ઘડતર બદલી નાખ્યું.ચાર પ્રશ્નોમાંનો બીજો પ્રશ્ન પૂછવાનો કે પ્રજાની એકતા વધારે છે કે વિભાજન વધારે છે? જો વિભાજન વિભાજનજ હોય, બાદબાકીજ બાદબાકી હોય તો પ્રજા કેવી રીતે બળવાન થશે? ત્રીજો પ્રશ્ન એ પૂછવાનો કે એ પ્રજામાં, ધર્મમાં,વ્યક્તિમાં માનવતા કેટલી છે? તમે ભગવાનને કરોડો-લાખ્ખોનો મુગટ પહેરવો કે 56 ગજની ધજા ફરકાવો, બધું બરાબર છે, પણ તમે કેટલી વિધવાઓને, અનાથ બાળકોને, વૃદ્ધોને, કેટલી ત્યકતાઓને, દુઃખી માણસોને માટે શું કરો છો? ચોથો પ્રશ્ન પૂછવાનો કે એમનું થીંકીંગ વિકાસ લક્ષી છે કે પછી પાછળ દોડવાનું થીંકીંગ છે? @19.23min.જયારે આ સંપૂર્ણ દેશ ઉપર મુસ્લિમ સત્તાનો હાહાકાર થઇ ગયો હતો ત્યારે બેજ જગ્યાએથી માથાં ઊંચા થયા તે એક પંજાબ અને બીજું મહારાષ્ટ્ર. આ બંને મારા પ્રેરક બળ છે. મહારાષ્ટ્રમાં સમર્થ સ્વામી રામદાસજી થયા, એ સાધુ છે, ખાલી લંગોટીજ પહેરે છે, પણ એ પલાયનવાદી નથી. લોકો નિષ્ક્રિય થઇ ગયેલા જેથી પરદેશીઓને કશું કરવુંજ ન પડે. સમર્થ સ્વામી રામદાસે નક્કી કર્યું કે મારે એવું એક વ્યક્તિત્વનું ઘડતર કરવું છે કે જે માથું ઊંચું કરે અને અન્યાય, જોર-જુલમના સામે પડકાર ફેંકે. એમને શિવાજી મળ્યા, એ વિષે વિગતે સાંભળો. નાક પકડવાથી શાંતિ સ્થાપિત ન થાય પણ પરાક્રમથી થાય. રશિયાનું ઉદાહરણ સાંભળો કે સ્ટાલીને એક્કે દિવસે 500 ગુંડાઓને સાફ કરી નાખ્યા પછી શાંતિ થઇ ગઈ. @26.02min. એક દક્ષિણ ભારતના આત્માનીજ વાત કરતા, સ્વામીની વાત સાંભળો. એમનો શિષ્ય સ્વામીજીના પુસ્તકો વાંચ્યા અને ત્યાંથી છૂટ્યા. સ્વામી રામદાસે શિવજીને કહ્યું, બેટા, હું માળા ફેરવીશ, તું તલવાર ફેરવ અને ધર્મની રક્ષા કર અને શિવાજી મહારાજ કામે લાગી ગયા. શિવાજી મહારાજે પહેલો કિલ્લો સર કર્યો એમાંથી સોનાનો ચારુ મળ્યો, પછી એક પછી એક એમ 252 કિલ્લાઓ મેળવ્યા. રામદાસ સ્વામીએ માત્ર આત્માનું કલ્યાણ કરવાની નહિ પણ સૌનું કલ્યાણ કરવાની પ્રેરણા આપી. રામદાસે શિવાજીનું નિર્માણ કર્યું અને શિવજીએ આખા હિંદુ ધર્મનો જય જયકાર કરી નાંખ્યો, એ પછી કોઈ રામદાસ થયો નહી. @32.58min. લોકોને ગમે એવું તમે કરો તો તમે વિદુષક થઇ જશો. તમિલનાડુના સંત તીરુવલ્લુવરનું ઉદાહરણ અને સંત પરંપરા વિષે સાંભળો. @38.20min. સ્વામી રામદાસે શિવાજી પાસે દક્ષિણા માંગી એ વિષે સાંભળો. આવીજ ઘટના સહજાનંદ સ્વામી અને દાદા ખાચર સંબંધે થયેલી. સ્વામીજીએ દંતાલી આશ્રમમાં દાદા ખાચરની પ્રતિમા મૂકી છે,કેમકે જેણે આવા મોટા મહારાજને 30 વર્ષ રાખ્યાને રાત-દિવસ ભક્તોના ટોળે ટોળાં આવતા હોય એની મોઢું બગડ્યા વગર સેવા કરી હોય એ કેવડો મોટો ત્યાગ કહેવાય. શિવાજી મહારાજે રામદાસ સ્વામીને દક્ષિણામાં રાજપાઠ આપી દીધું પણ પછી રામદાસ સ્વામીએ ભગવા ઝંડા સાથે પાછું આપી દીધું. શિવાજી મહારાજને જેટલું દુઃખ હિન્દુઓએ આપ્યું એટલું મુસલમાનોએ નથી આપ્યું. @42.21min. સામે દિલ્હીની બાજુમાંજ પંજાબ અને પંજાબમાં શીખ લોકો રહે. શરૂઆત નાનાકદેવથી થઇ. એમણે જોયું કે સામા પક્ષને દોષ દેવો બરાબર નથી, પોતાનો દોષ જોવાનો. ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી. છઠ્ઠા ગુરુ થયા અંગતદેવ અને એમના સમયમાં દિલ્હીનો બાદશાહ જહાંગીર અને એના દીકરાએ વિદ્રોહ કર્યો, તેણે અંગતદેવના ડેરામાં આશરો લીધો, એનો બદલો લેવા અંગતદેવને જહાંગીરે રાવી નદીને કિનારે મોટા તવામાં કેવી રીતે તડપાવી તડપાવીને માર્યા તે સાંભળો. અંગતદેવ પછી આવ્યા હરગોવિંદ અને એમણે પહેલી ક્રાંતિ કરી અને કહ્યું કે શીખો તમે મારી પાસે આવો તો મીઠાઈ લઈને નહિ, પણ તલવાર લઈને આવો. મારે તમને ભગતડા નથી બનાવવા પણ સૈનિક બનાવવા છે.ઔરંગઝેબે કાશ્મીરમાં બ્રાહ્મણો ઉપર બહુ જુલ્મો કાર્ય. આ બ્રાહ્મણો તેગ બહાદુર પાસે આવ્યા એટલે તેગ બહાદુરે કહ્યું કે જાઓ તમારા બાદશાહને કહો કે પહેલાં અમારા ગુરુનો ધર્મ બદલાવો પછી અમે બદલીએ. ઔરંગઝેબે તેગ બહાદુરને જેલમાં મૂક્યા અને એમના ઉપર બાદશાહની બેગમ તરફ જોવાનો ખોટો આરોપ મૂકી એમની ગરદન કાપી નાંખી. દિલ્હીમાં બે ગુરુ દ્વારા છે તેમાં એક શીશ ગંજ છે, ત્યાં શીશ પડી રહ્યું હતું. કેટલાયે દિવસ સુધી શીશ અને દેહ પડી રહ્યા પછી એક શીખે હિંમત કરી શીશ લઇ આવ્યો અને તેનો અગ્નિદાહ કર્યો. પછી એ શીખના દીકરા થયા ગુરુ ગોવિંદસિંહ. જે લોકો અત્યાચાર સહન નથી કરતા એનોજ ઈતિહાસ હોય છે. ગુરુ ગોવિંદસિંહે પંજ પ્યારા કેવી રીતે બનાવ્યા તે સાંભળો.
 
 
B – UNJHAA – મોકમ સિંહ બેટ દ્વારિકાનો હતો દ્વારિકામાં શીખોએ એના નામે ભવ્ય ગુરુદ્વાર બનાવ્યું છે. ગોવિંદસિંહે કહ્યું મારે આખી બ્લ્યુ પ્રિન્ટ બદલવી છે. એમણે ખાલસા પંથની સ્થાપના કરી. એટલે શીખો બોલે છે, “जो बोले सो निहाल, सत श्री अकाल” અને એમણે કહ્યું “जो चिडियासे बाज लडाऊं तो मैं गोविंदसिंह कहलाऊं” એમણે મોટી સલ્તનત સાથે યુદ્ધો કર્યા. એમના બે દીકરાઓ યુદ્ધમાં શહીદ થયા અને બે દીકરાઓને સુબાએ જીવતા દીવાલમાં ચણી દીધા. સુબાએ બંને દીકરાઓને ધર્મ બદલવા બહું પ્રયત્નો કર્યા પણ તેઓ બદલાયા નહી. એમનો કોઈ વંશ ન રહ્યો. એમણે સેના ઊભી કરી, એને નિહંગ કહ્યું. પાંચ કકાર આપ્યા. પંજાબ જાવ તો સ્ત્રીઓ પણ કટાર લટકાવતી હોય છે, કહે છે કે કોઈ છેડતી કરવા આવે તો આંતરડાં ખેંચી કાઢું. જે દિવસે અમારા ગુજરાતમાં આવી નિહંગ સ્ત્રીઓ થશે ત્યારે છેડતી કરવા વાળાઓની તાકાત નથી કે એની નજીક જાય. @3.12min. હું ઈચ્છું કે આ બંને મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈએ કે પ્રજાને બળવાન બનાવો, વિભાજન બંધ કરો, એક થઇ જાઓ. આશ્રમમાં ત્રણ ભક્તો આવ્યા એકે પ્રસાદ લીધો નહિ અને પૂછ્યું તો કહ્યું કે અમારા ગુરુએ કહ્યું છે કે આપણા ભગવાન સિવાય કોઈનો પ્રસાદ લેવાય નહી. આ મુગટને માનવાવાળો સંપ્રદાય છે. આ કોરા કાગળ પર પેલા ગુરુએ એવું ચિતરામણ કર્યું છે કે બીજાનો પ્રસાદ નથી ખાતો પણ હોટલમાં જઈને ગાંઠીયા-ભજીયાં ખાઈ આવશે. આ તો વિભાજક લોકો છે, તમારા ટુકડે ટુકડા કરીને મારી નાંખવાના છે. એટલે પ્રજાને બળવાન બનાવવાની છે, એક કરવાની છે અને પ્રજાને માનવતાવાદી કરવાની છે. @7.49min. બધું દાન ભગવાન તરફ વળી ગયું છે, મારે તમને કહેવું છે કે એને માનવતા તરફ વાળો. “એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠાં”ભગવાન રડી રહ્યો છે, જયારે પેલા લોકોનું પેટ ઠરશે ત્યારે હસશે. ચોથો પ્રશ્ન પૂછો કે પ્રજાની પાસે ઊંચું થીંકીંગ છે? નર્મદા યોજનાનું ઉદાહરણ સાંભળો. મિસાઈલ્સ, રોકેટ, અંતરિક્ષનું જ્ઞાન હોવું જરૂરી છે. હોવું જરૂરી છે. @10.12min. એટલે અહી ગંગા થાળી પ્રસંગે આવવાનું થયું એટલે બધાને જમાડો અને યાત્રાળુઓને ભાઈ-બહેન બનાવો. આજે તમે પંજ પ્યારાની જેમ બહું પ્યારા ભેગા થયા છે. મારી વાતને તમે સમજો, તમે શસ્ત્રધારી બનો. “वीरता परमो धर्म” સુત્ર અપનાવો. આજે બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં કોઈ સલામત નથી, લોકો ભાગી રહ્યા છે. આવું ગુજરાતમાં ન થાય એટલે તમારા છોકરાઓને વીર બનાવો, કોઈ ને કોઈ નાના-મોટા હથિયારની ટ્રેઇનીંગ આપો, જેમ જીજાબાઇએ ઘડતર કરેલું એવું ઘડતર કરો, માટે સજ્જનો આ ત્રણે ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. મારે મોક્ષ નથી જોઈતો, હું તો એકજ ઈચ્છા રાખું છું કે આ દેશ બળવાન, શક્તિશાળી બને કે કોઈ આંખ ઉપાડીને જોઈ ન શકે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @13.47min. રાગ-દ્વેષ, સંતો અને સંપ્રદાયો (સંત ચરિત્રમાંથી) @46.36min. આ પ્રવચનમાં ઉલ્લેખાયેલું ગીત શિવાજીનું હાલરડું – શ્રી હેમુ ગઢવી.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s