केनोपनिषदની શરૂઆત કરતા પહેલા, જે શાંતિ પાઠ નો મંત્ર/સ્વામી સચ્ચિદાનંદજી

–  ઉપનિષદની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. પહેલું ઉપનિષદ ईशावास्य પૂરું થયું. બીજું ઉપનિષદ केनोपनिषद છે અનેकेनोपनिषदની શરૂઆત કરતા પહેલા, જે શાંતિ પાઠ નો મંત્ર આવ્યો છે એ સમજવાનો છે. પ્રત્યેક ઉપનિષદ શરુ થાય એ પહેલા એનો એક વિશિષ્ટ શાંતિ મંત્ર હોય છે. એ શાંતિ મંત્રને સમજ્યા પછી ઉપનિષદ શરુ કરવાનું હોય તો એ મંત્ર છે, “ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि. सर्वं ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोत, अनिराकरणमस्त्वनिराकरणं मेडस्तु. तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु, ते मयि सन्तु. ॐ शांति: शांति: शांति:” આનો અર્થ કરીએ તે પહેલા મુદ્દાની એક વાત સમજી લો. આધ્યાત્મિક ક્ષેત્રમાં મુખ્યતઃ:ચાર દર્શનો, એટલે ચાર ફિલોસોફીઓ, ચાર વાદો છે. પહેલા વાદનું નામ છે દુઃખવાદ, બીજો સુખવાદ, ત્રીજો શાંતિવાદ અને ચોથા વાદનું નામ છે, સુખશાંતિવાદ. આ ચાર શબ્દો યાદ રાખજો. @5.00min. પહેલો વાદ દુઃખવાદ છે. મોક્ષ જરૂરી છે. યાદ રાખજો આ ચારેચાર દર્શનો મોક્ષવાદી છે. પણ આ મોક્ષ છે એ સુખ ભોગવીને મળી શકવાનો નથી. માટે તમારે દુઃખ તો ભોગવવાજ પડશે. આ જે દુઃખો છે એ દુઃખો તમે ઈચ્છા પૂર્વક સ્વીકાર કરો કે પ્રસંગવશ આવેલો હોય, એનો સ્વીકાર કરો અને પ્રયત્ન પૂર્વક સુખોનો ત્યાગ કરો. સારા કપડાં પહેરવાથી સુખ મળતું હોય તો સારા કપડાંનો ત્યાગ કરો. એમ સારા ભોજનનો, સારા મકાનનો કે જે જે સુખ દેનારી વસ્તુ હોય એ સર્વે વસ્તુનો ત્યાગ કરો. તો સુખ દેનારી બે મૂખ્ય વસ્તુઓ છે, તે કંચન અને કામિની. એટલે કંચન અને કામિની એ આખા દર્શન દુઃખવાદનું કેન્દ્ર બન્યું. આપણે ત્યાં ત્યાગનું એક દર્શન ઊભું થયું. એમ કહેવાતું કે રામકૃષ્ણ પરમહંસની પથારીમાં કોઈએ બે આના ચાદર નીચે મુકેલા તો એમને આખી રાત ઊંઘ ના આવી અને જયારે મુકનાર માણસે બે આના કાઢી લીધા કે તરત ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આ ત્યાગી માણસ છે. આગળ જતાં એજ રામકૃષ્ણે વિવેકાનંદ અને એમના શિષ્યોને કહ્યું તમે સમાજની સેવા કરો. લૂખો ત્યાગ નહિ પણ અનાશક્તિ રાખો. દુઃખવાદમાં ત્યાગ મૂખ્ય છે કે તમે સુખમાં પડી જશો તો ભગવાન યાદ આવશે નહીં. પછી તમે મોક્ષનો માર્ગ પકડીજ ન શકો. બીજું કારણ સુખ એ દુઃખનું મૂળ છે માટે સુખનો ત્યાગ કરો. જેણે જેણે સુખોનો ત્યાગ કર્યો એ મહાન થયા. આ સિદ્ધાંતના કારણે દેશને બહુ મોટો ફટકો લાગ્યો. ઋષિ આવા ત્યાગી નથી. એમાં કંચન કામિનીનો ત્યાગ નથી પણ એનો યથાયોગ્ય વહેવાર છે. દા.ત. જનક રાજાએ દરબારમાં બધા ઋષિઓની સભા ભરી. સારામાં સારી 10,000 ગયો લાવી એકએક ગાયના એકએક શીંગડા ઉપર પાંચ-પાંચ સોના મહોરો બાંધી પછી બધા ઋષિઓને ઉદ્દેશીને કહ્યું, તમારામાં જે બ્રહ્મવેત્તા હોય તે આ ગાયોને લઈ જાય. @10.04min. હવે બ્રહ્મવેત્તા કોણ થઇ શકે? કોઈની હિમ્મત ન ચાલી ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું, હે સોમશ્રવા આ ગાયોને આપણા આશ્રમમાં લઇ જા. જયારે સોમશ્રવા ગાયોને લઇ જવા લાગ્યો ત્યારે तत्र ब्राह्मणा: चक्रुधु: બીજા બધા બ્રાહ્મણો કોપાયમાન થઇ ગયા. જેવો આજે સમાજ છે, એવોજ પ્રાચીન કાળમાં હતો. તું મોટો બ્રહ્મવેત્તા થઇ ગયો?  યાજ્ઞવલ્ક્યે જે જવાબ આપ્યો તે યાદ રાખવા જેવો છે. “नमस्कुर्मो व्ययं ब्रह्मवादिने वयन्तु गोकामा:” બ્રહ્મવેત્તાને હું હાથ જોડી નમસ્કાર કરું છું. હું તો ગાયોનો લોભી માણસ છું. એટલે તમે કોઈએ હિમ્મત ન કરી એટલે મેં હિમ્મત કરી. ઋષિ યુગ જુદો છે અને સાધુ-શ્રમણ યુગ જુદો છે. આપણે ત્યાં, વૈદિક યુગમાં સ્ત્રી એ માયા નથી, પાપ નથી પણ અર્ધાંગના છે. આજે જે પશ્ચિમમાં સંસ્કૃતિ છે, તેવીજ આપણે ત્યાં હતી. દા.ત. પશ્ચિમમાં પતિ કલેકટર હોય, એ જ્યાં જાય ત્યાં એની પત્ની સાથેજ રહેવાની. કાલેલટરની બાજુમાંજ એની પત્નીની ખુરસી હોય. આ સ્ત્રી સન્માન કહેવાય. @15.07min. ગાંધીજીએ કસ્તૂરબાનો પુરેપુરો વિકાસ કર્યો, કારણકે જ્યાં જાય ત્યાં કસ્તુરબાને સાથેજ લઇ જતા.  ઋષિયુગમાં ઋષિપત્ની પણ વિદુષી છે. ગુરુકુળમાં રહે છે, બાળકોને સંભાળે છે અને એ એના પતિની મહત્તાને જુએ છે અને તેથી એને તૃપ્તિ છે. એ એક સારો માણસ મળવાની ધન્યતા અનુભવે છે. ઋષિ કહે છે કે એની પત્ની અર્ધાંગિની છે એટલે સાથે બેસાડે તો અગ્નિહોત્ર થાય. એકલાથી ના થઇ શકે. એમ પત્ની એટલે માયા નથી, એ પતન કરાવનારી નથી પણ અડધું અંગ છે. આ ત્યાગની સંસ્કૃતિ નથી. અહીં પતિ-પત્ની બંને એકબીજાના પૂરક છે. દુઃખવાદનો ઉદ્દેશ છે કે જાણી કરીને દુઃખી થાવ કે ઝાડ નીચે રહેવાનું, એકજ છીંકું રાખવાનું, એમાં પાંચ ઘરની ભિક્ષા લાવીને, પાણીમાં ઝબોળી દઈને રસ-કસ કાઢી નાંખીને પછી ખાવાનું. શા માટે? મોક્ષ માટે? શું આવું કરો તોજ મોક્ષ મળે? કારણકે આ આખો દુઃખવાદ છે અને જયારે સમાજમાં જે વર્ગની પ્રતિષ્ઠા હોય એ વર્ગ એ સમયે માસ્ટરબીબું બને છે. માસ્ટર બીબું બને એટલે એ સમાજનું સંચાલન કરે. એટલે સમાજ પણ માસ્ટર બીબું જેવો બને. હવે આ વર્ગ છે, એમની કથા-પ્રવચન ચાલતા હોય ત્યારે એમનો મુખ્ય ટોન એવો હોય કે તમે પણ આ બધું છોડો. એટલે સમાજ દુઃખને આદર્શ બનાવવાને રસ્તે ચઢી જાય.આ દુઃખવાદ છે. બુદ્ધ અને મહાવીરના સમયમાં આવો દુઃખવાદ હતો. એ સમયમાં લોકો મહેલ છોડી દે, બંગલા છોડી દે, ઘરબાર છોડી દે, હાથી-ઘોડાગાડી બધુજ છોડી દે, પછી કરવાનું કશુંજ નહિ, આ કહેવાય દુઃખવાદ. ત્યારે આપણે ત્યાં બીજો એક વાદ છે, એનું નામ છે સુખવાદ. એનું મૂળ લક્ષ્ય શું છે, કે તમે કોઈપણ ભોગે સુખી થાવ. આ બીજો છેડો છે. “यावद जीवे सुखं जीवे, ऋणं कृत्वा घृतं पिवे. भस्मी भूतस्य देहस्य, पुनरागमन कुत:”…(ચાર્વાક ઋષિ) ઋણ(દેવું) કરો અને ઘી પીવો, આ ભારતનો સુખવાદ છે. એવું નથી લખ્યું કે દારૂ પીવો. બીજા જન્મમાં આપવું પડશે બધું. ના રે ના આ તો ડરાવવા માટે કહ્યું છે. @20.00min. જો બીજા જન્મમાં આપવાનું થતું હોય તો જે લોકો આખી જિંદગી દાન-ધર્માદામાંજ જીવતા હોય એમને કેટલું આપવાનું થશે?  શરીર બળીને ખાક થઇ ગયું, હવે કઈ રહ્યુજ નથી તો કંઈ આપવાનું રહેતું નથી, આ બધી કાલ્પનિક વાતો છે. માટે સુખી થાવ. આનું નામ છે, સુખવાદ અથવા ભોગવાદ. એક ત્રીજો વાદ છે એનું નામ છે,સુખશાંતિવાદ. એ ઋષિવાદ છે. તમને સુખ પણ મળે અને શાંતિ પણ મળે. એકલું સુખ પણ નહિ અને એકલી શાંતિ પણ નહીં. પેલો દુઃખવાદ શા માટે છે કે, સુખના મૂળમાં અશાંતિ છે. પહેલા કુંવારા એકલા હતા તે સારું હતું, હવે આ ડોબું વ્હોર્યું અને અશાંતિનો કોઈ પર નથી. દુઃખવાદ વાળા કહે કે જેમ જેમ સુખની તૃષ્ણા વધે એમ એમ દુઃખો વધતાં જાય. માટે જેને શાંતિ જોઈતી હોય એણે સુખ છોડી દેવાનું. ઋષિમાર્ગ કહે છે કે સુખ અને શાંતિ બંને ભેગાં રાખવાના. “नास्ति बुद्धिरयुक्तस्य…..सुखम”….. (गीता २-६६). એવું સુખ ન મેળવો જે તમારી શાંતિને હણી નાંખે. અને એવી શાંતિ ન મેળવો કે તમારા સુખને હણી નાંખે. સુખનું પહેલું કેન્દ્ર પૈસો છે. તમે પૈસાની પાછળ એટલા પડી ગયા કે ખાવાના ટાઈમે ખાતા નથી. ઊંઘવાના ટાઈમે ઊંઘતા નથી અને દોડ-દોડ કરો છો. એક શેઠની વાત સાંભળો કે ઘરનો નોકર કોથળા ઉપર ઘસઘસાટ ઊંઘે છે અને કરોડાધિપતિ શેઠને ઊંઘ આવતી નથી. એટલે ઋષિમાર્ગ શું છે કે તમારા સુખ અને શાંતિનો સમન્વય કરે એટલે તમારે ત્યાં સુખ પણ હોય અને શાંતિ પણ હોય. @25.00min. જો જીવનનું આયોજન કરતા આવડે , જીવનની વ્યવસ્થા કરતા આવડે તો આ ઋષિ માર્ગ છે. સુખ અને શાંતિને લાત નથી મારવાની. બેય પતિ-પત્ની, બાળકો, સંસાર, દુકાન, ધંધો-વેપાર આ બધાની સાથે તમે શાંતિથી રહી શકો. શર્ત એટલીજ કે તમારે અંતરંગ રીતે ઘડાવું જોઈએ કે જેવી રીતે તમે બહિરંગ રીતે ઘડાયા. અંતરંગ રીતે ઘડવાની જે પ્રક્રિયા છે, એનું નામ છે અધ્યાત્મ વિદ્યા. ત્યારે એક માત્ર શાંતિવાદ છે, જેમાં કોઈ પણ ભોગે શાંતિજ જોઈએ, એણે જરાયે અશાંતિ ગમતી નથી. એવી પ્રજા સમૃદ્ધ ના થઇ શકે કે વિકસિત ના થઇ શકે. આ ઉપનિષદનું નામ છે  केनोपनिषद આ સંવેદના તવલકારનું ઉપનિષદ છે. શાંતિપાઠનો મંત્ર બહુ સમજવા જેવો છે. “ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि. सर्वं ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोत, अनिराकरणमस्त्वनिराकरणं मेडस्तु. तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु, ते मयि सन्तु. ॐ शांति: शांति: शांति:” મારા જે અંગો છે તે આખી જિંદગી સુધી પુષ્ટ રહે હાથ, પગ, આંખ, કાં પુષ્ટ રહે ખખડી ના જાય આ સુખવાદ છે. શરીરમાં જો કોઈ રોગ હોય તો તમને શાંતિ રહે ખરી? પેલા દુઃખવાદે શું રસ્તો કાઢ્યો કે શરીર તો મારુ છે જ નહીં. એ શરીર લુલુ-લંગડું હોય મારે કંઈ લેવા-દેવા નથી. આ દુઃખપૂર્વકની શાંતિ છે. એમાં ઘણીવાર ભક્તિમાર્ગ પણ ભળી જાય ત્યારે આપણે કહીએ કે ભગવાન આપણી કસોટી કરે છે. એમને એમ ભગવાન માલ્ટા નથી. ભગવાન જેના ઉપર પ્રસન્ન થાય, “करोमि बंधू विच्छेदं सतु दुःखेन जीवति” ભગવાને નારદને કહ્યું છે કે હું જેના ઉપર પ્રસન્ન થાઉં છું એનું ઘર-બાર, ધન-સંપત્તિ હરી લાઉ છું. પછી એના બંધુઓ, પત્ની, ભાઈઓ સાથે વિચ્છેદ કરી નાંખું છું. આ પૌરાણિકવાદ આવ્યો. આ એક પ્રક્રિયા થઇ કે ભગવાન કસોટી કરે છે. હવે વિચાર કરો કે ભગવાન કસોટી કરે ખરો? અને કસોટી કરે તો તમે અને હું ટકી શકીએ ખરા? અરે, ભગવાન તો દયાળુ છે. ભગવાન જાણે છે કે આ તો મારા બાળકો છે. ભગવાન તો કરુણાનો સાગર છે, દયાનો ભંડાર છે. એક ઓળખીતા ભક્તિમાર્ગી બહેનની વાત સાંભળો. @30.09min. ઉપનિષદમાં કોઈ જગ્યાએ બાળભોગ, રાજભોગ એવું કશું આવતું નથી. કારણકે બ્રહ્મ એકજ છે અને સચરાચર વ્યાપક પરિપૂર્ણ છે. આ ઋષિ યુગ છે. ઋષિયુગમાં ઘરમાં\જ સંધ્યા કરવાનું કહે છે. એમાં કોઈ કંકુ, અબીલ-ગુલાલ વિગેરે સામગ્રીની જરૂર નથી. ખાલી એક દર્ભનું આસન હોય અને પૂર્વ દિશા તરફ સંધ્યા કરવાની હોય. ગાંધીજીની પ્રાર્થનામાં કોઈ વસ્તુની જરૂર ન હતી. પેલા બહેન કૃષ્ણને ખુબ વ્હાલ કરે પણ બન્યું એવું કે વૃદ્ધાવસ્થામાં એમને લકવો લાગી ગયો. એકીસાથે ચાર-પાંચ ભયંકર રોગો થયા કે ગાળામાં પાણીયે ન ઊતરે. એટલે સુતા-સુતા સામે કૃષ્ણની છબી આગળ લાંબા હાથ કરીકરી કહે છે કે, કાળીઆ મેં તને માખણ ખવડાવ્યું, સારી સારી વસ્તુઓ ખવડાવી પણ હવે મને રોટલો તો ખાવા દે. એને એવી અપેક્ષા છે કે મેં બધું ખવડાવ્યું એટલે ભગવાન મને બધું ખાવા દેશે. એટલે અહીં કહ્યું છે, आप्यायन्तु ममाङ्गानि – મારા શરીરના જુદા જુદા જે અંગો છે, वाक् प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि – આ મારી વાણી છે એ ઠેઠ સુધી બરાબર કામ કરતી રહે. આ સુખશાંતિવાદ છે. તમારી વાણી બગડી છે, ચોખ્ખું બોલી નથી શકાતું અને પેલો માણસ સમજી નથી શકતો, એટલે તમને અશાંતિ થશે કે નહીં? મોરારજી દેસાઈ 95 વર્ષે પણ રણકાદાર બોલતા હતા. કેમ? वाक् प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि – મારી વાણી છેલ્લે સુધી ચોખ્ખું બોલતી રહે એવી કૃપા કરો. મારા જે પ્રાણ છે, એને બળવાન બનાવ. જેનો પ્રાણ બળવાન હોય એની વાત બળવાન હોય. મારી આંખો પણ છેવટ સુધી કામ કરતી રહે. કુદરતે આંખમાં એવો લેન્સ મૂક્યો છે કે હજી સુધી કોઈ કેમેરાવાળો બનાવી શક્યો નથી. @35.00min. આ લેન્સ ફોકસ કરે છે. એ સતત કામ કર્યા કરે છે. કામ કરતા-કરતા એ લેન્સ બગડી જાય ત્યારે આપણે કહીએ છીએ  કે મોતિયો આવ્યો છે. તો લોકો કહે છે કર્મ જાગ્યા તે હવે ભોગવો. સૌરાષ્ટ્રમાં એક બહેન જીભથી મોતિયો ઊતારી આપે છે. બસો કરી-કરીને લોકો ત્યાં દોડવા માંડયા, હમણાં એ બહેન જેલમાં છે. પશ્ચિમવાળાએ આ મોતિયો કાઢીને માનવસર્જિત લેન્સ (નેત્રમણી)બનાવીને મુક્યા તો આંખની તકલીફ દૂર થઇ. એમનો વૈજ્ઞાનિક અપ્રોચ છે આપણો ચમત્કારનો છે. માણસ બહેરા થાય તો આપણે કહીએ કે ઉંમર થાય એટલે બહેરા થવું પડે. પશ્ચિમવાળાએ નાનું કાન સાથે લગાડવાનું યંત્ર બનાવ્યું અને લોકોને સાંભળતા કરી દીધા. એમ તમારી લાચારી દૂર કરી.      वाक् प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि – મારુ બળ પણ ઠેઠ સુધી મજબૂત રહેવું જોઈએ, હું બિલકુલ ખખડી નહિ જાઉં. મારા શરીરના બધા અંગો બરાબર કામ કરતા રહે અને  मा ब्रह्म निराकरोत – અને પ્રભુ જિંદગીમાં કદી પણ હું બ્રહ્મનો નિરાદર ન કરું એટલે બ્રહ્મથી વિમુખ ન થાઉં. એટલે આપણે મંદિરમાં જઈએ તો સામે મુખ રાખીને બેસીયે છીએ. અને હે પ્રભુ મારા જીવનમાં દુઃખ – આધિ, વ્યાધિ ઉપાધિરૂપ ના આવે અને જીવનની બધી જરૂરિયાત મળતી રહે પણ મને પરમેશ્વર નહિ દેખાય એવો ન બનું. @40.00min.બીજી વાત – मा मा ब्रह्म निराकरोत – હું બ્રહ્મનો નિરાદર ના કરું અને બેહમ પણ કદી મારો નિરાદર ન કરે. હે પ્રભુ આખી દુનિયા કદાચ દુશમન થઇ જાય પણ તમે કદી મારા પર કોપ કરશો નહીં. પરમેશ્વર નિરાદર કે તિરસ્કાર ન કરે કારણકે પરમેશ્વર જાણે છે કે આ તો મનુષ્ય છે અને મનુષ્યનો અર્થજ એ છે કે એ પળ-પળમાં પડે. माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोत, अनिराकरणमस्त्वनिराकरणं मेडस्तु – અમારું પરસ્પરમાં નિરાકરણ બને અમે એકબીજાનું અનાદર કરીએ નહીં. જીવનમાં સૌથી મોટામાં મોટી હૂંફ હોય, મોટામાં મોટું બળ હોય, મોટામાં મોટો સાથ હોય તો એ સાથનું નામ છે, ભગવાન. य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु, ते मयि सन्तु – હવે આ ઉપનિષદની અંદર જે ધર્મો તમે કહેવાના છો એ બધા મારામાં આવે, એટલે અધ્યાત્મ વિદ્યા મારામાં આવે. અને એ ધર્મો મારામાં આવે એટલે સુખ અને શાંતિ મળે. અશાંતિ ક્યાંથી આવે છે? સુખ ક્યાંથી આવે છે? આ બે વાતને તમે સમજો. સુખ પુરુષાર્થથી આવે છે અને શાંતિ સમજણથી આવે છે. ઘરમાં બધા સમજુ માણસો છે, એટલે કોઈ વાર નાના-મોટા ઝગડા થાય તો પણ અશાંતિ, એના ભડકા થતા નથી અને થાય તો એ જલ્દી હોલવાઈ જાય છે. શાંતિ એ ક્ષમા અને ઉદારતાથી આવે, એટલે અહીં કહે છે, य उपनिषत्सु આટલું કહયા પછી ત્રણ વાર શાંતિ – ઉપનિષદની અંદર આદ્યાત્મ વિદ્યાના જે ધર્મો કહ્યા છે એ બધા ધર્મો મારામાં આવે. ॐ शांति: शांति: शांति: એટલે અમારે ત્યાં ત્રણે પ્રકારની શાંતિ રહે તે आधिभौतिक, आधिदैविक અને आध्यात्मिक. आधिभौतिक – અમારા ઘરમાં અમારી ચારે તરફ ભૌતિક શાંતિ રહે. @45.00min. आधिदैविक – ઘરમાં બધું છે પણ મન સ્થિર નથી. મન ચંચળ છે. શંકામાં વહેમમાં, ઈર્ષ્યામાં, દ્વેષમાં, વૈરની અગ્નિમાં બળ-બળ થયા કરે છે. આ आधिदैविक અશાંતિ છે. હે પ્રભુ અમારા મન વિશાળ, ઉદાર અને દયાળુ બને. લોકો બહારથી કોઈ આવે એને દાન આપે, સાડીઓ આપે પણ પડોશમાં પોતાની ચીંથરેહાલ વિધવા ભાભી હોય તો એને કશું નહિ આપે. કારણકે એના પ્રત્યે મન ખાટું થઇ ગયું છે. સ્વામીજી કચ્છમાં એક આશ્રમમાં રહે ત્યાં એક બ્રાહ્મણ બાઈ રસોઈ કરે, વધેલી રોટલી ગાયોને ખવડાવે પણ ત્યાં વાસણો ઘસતી બીજી એક બ્રાહ્મણ બાઈ, જેના ચાર છોકરાંઓ છે એને નહિ આપે. તો એને શાંતિ થાય ખરી? आध्यात्मिक – તમારો આત્મા બળ્યા કરે છે. ઉપનિષદમાં એવી કેટલીયે કથાઓ છે, જ્યાં વ્યાસ, વિશ્વામિત્ર, વશિષ્ઠ જેવાના અંતરાત્મા બળ્યા કરે છે. આ આધ્યાત્મિક વેદના છે, એને કોઈ શાંતિ આપે તો એને કહેવાય આધ્યાત્મિક શાંતિ. હે પ્રભુ જયારે અમે કેનોપનિષદ શરુ કરવાના છીએ ત્યારે આ બધા અમારા અંગો, મન, વાણી, બુદ્ધિ છે એ બધું અધ્યાત્મ વિદ્યાને અનુકૂળ બને અને અમને ત્રણેત્રણ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય.  ॐ पूर्णमद: पूर्णमिदं  पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.” ॐ शांति: शांति: शांति:. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s