देशकी तक़दीर न बेचो – श्री मुकेशजी

 
 – મહારાજની પાસે ઘણી પ્રેરણા લઇ આપણે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. આ પુસ્તક માત્ર વાંચવા ખાતર નથી. આ પુસ્તક રાષ્ટ્રને પ્રેરણા આપશે. હવે રાષ્ટ્ર કોઈ રજથી નથી ચાલતું, પણ આપણાંથી, પ્રજાથી ચાલે છે. આ નેતાઓ આપણાં દીકરાઓ છે, એમના પગમાં સ્ટીલ મુકો, માટી હોય તે ખેંચી લો. માટીપગા એટલે આયારામ અને ગયારામ પ્રકારના નેતાઓ છે. હું એમ દ્રઢ માનું છું કે આ બંધારણથી દેશ ચાલી શકે એમ નથી, બંધારણ બદલવાની જરૂર છે. આપણે ઘણી ઘણી પ્રેરણા લેવાની છે. પરમેશ્વરને હું પ્રાર્થના કરું કે સૌરાષ્ટ્રને જ્યાં અનેક ઝવેરચંદ મેઘાણી જેવા મહાપુરુષો પ્રાપ્ત થયા છે કે આપણે ઝવેરચંદ મેઘાણીને પણ અમર કરીએ. સજ્જનો આજે પ્રવીણ પુસ્તક ભંડારને ધન્યવાદ આપવાની ઈચ્છા થાય કે એ માત્ર ધંધાદારી પ્રકાશક તરીકેજ કામ નથી કરતા પણ એમની પાસે એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ છે, માનવતાનો સામાજિક દ્રષ્ટિકોણ છે એટલે તો એમણે 40 લાખ રૂપિયા એ જમાનામાં રોકેલા, અને વળતરની કોઈ કલ્પનાએ ન હતી કે આ વેચાશે અને પાછા પૈસા આવશે. આજે એ રૂપિયા બેંકમાં રોક્યા હોત તો જોતજોતામાં કરોડ થઇ ગયા હોત. પાણીનો પ્રશ્ન પણ ઉકેલવાનો છે પણ આપ સૌને મારી ટકોર છે કે તમે ગુજરાત અને સૌરાષ્ટ્રને અલગ કરીને ન જુઓ, એ ટેવ સારી નથી. ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને એકજ છે .એવી કોઈ એવી યોજના નથી કે જે ગુજરાત, કચ્છ અને કાઠીયાવાડને બધાને પાણી આપી શકે. પાણી ગ્રેવિટી પ્રમાણે જતું હોય છે. @5.00min. તમારું ખરું તત્વ તો કલ્પસરમાં છે. આ ચાર ઘણા ખર્ચાવાળી યોજના છે અને એ સોએ સો ટકા કાઠીયાવાડની છે. વધુ આગળ સાંભળો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે પ્રવીણ પુસ્તક પ્રકાશન સંસ્થા જે પ્રેરણાદાયી સાહિત્યની રચના કરી રહી છે, એનાથી આપણાં મસ્તિષ્ક ચોખ્ખાં બને અને આપણાં ધર્મને વધુ વ્યવસ્થા આપતો કરીએ એવી પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @7.19min. પોરબંદર પાસેના રાણાવાવમાં, સ્વામીનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાનું ઉદઘાટન પ્રસંગે આપેલું પ્રવચન. પ્રજાનું ઉત્થાન અને પ્રજાનું પતન એના મસ્તિષ્કથી થતું હોય છે. સમગ્ર પ્રજાની પાસે બે મસ્તિષ્ક હોય છે, એક વ્યક્તિગત મસ્તિષ્ક એટલે પોતાના વ્યક્તિત્વને પ્રગટ કરતુ વ્યક્તિત્વ અને બીજું સમષ્ટિ મસ્તિષ્ક એટલે સૌનું એક સાથે ઘડાયેલું મગજ અને એ દર્શનમાંથી આવતું હોય છે. હિંદુ, જૈન, મુસ્લિમ આ બધાનું સમષ્ટિ દર્શન છે. દરેક પ્રજાને સમષ્ટિ રૂપમાં એક મગજ મળ્યું હોય છે અને એ એના ધર્મમાંથી આવતું હોય છે. @11.31min. અમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તળાવ ઊંડા કરવાનું કામ કરીએ છીએ. મારા ઓળખીતા એક જૈન સજ્જન છે, જે ઘણું દાન આપે છે, એમણે કહ્યું, તમે સાધુ થઈને તળાવ ઊંડા કરવાનું કામ કરો છો, એટલે એમાં પાણી ભરાશે, એમાં માછલાં પાકશે અને લોકો મારશે અને ખાશે, તો તમે કયા નરકમાં જશો? સ્વામીજીએ કહ્યું કે જો આ ધરતી ઉપર પાણીના નરકનો ત્રાસ મટતો હોય તો હું નરક ભોગવવા તૈયાર છું. આ એમનું દર્શન બોલે છે, એવુંજ નર્મદા વિષે અને રોજના ત્રાસ વિષે સાંભળો.ઇઝરાઈલમાં કોઈ પશુઓનો ત્રાસ નથી, ખેતરો વાડ વિનાના હોય છે, કેમ? એમનો દ્રષ્ટિકોણ એવો છે કે એક વાર ઉપાય કરો એટલે રોજનો ત્રાસ મટે. દર્શનમાંથી દ્રષ્ટિકોણ આવતો હોય છે અને દ્રષ્ટિકોણથી માણસ પ્રવૃત્તિ કરતો હોય છે. @15.54min. સ્વામીજીની “મારા અનુભવ” પુસ્તકમાંનો એક પ્રસંગ સાંભળો. @19.22min. 1962ની લડાઈ વિષે સાંભળો. બધી બીમારી સારી પણ દાર્શનિક બીમારી બહું ખોટી હોય છે. @23.27min. હિદુ પ્રજા અહિંસાવાદી નથી અને હિંસાવાદી પણ નથી, આપણે વાસ્તવવાદી છીએ, તે એક રામ અને કૃષ્ણના ઉદાહરણથી સમજો. સારામાં સારું કામ પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવું એ છે. રામદાસે શિવાજીને કહ્યું, હું માળા ફેરવીશ, તું તલવાર ફેરવ.धर्मसंस्थापनथाय संभवामि युगे युगे…..(गीता 4-8). @25.03min. જીવનના ચાર પગથીયાં વિષે સાંભળો. સ્વલક્ષી, સ્વજનલક્ષી, સમાજલક્ષી અને સર્વલક્ષી જીવન. સર્વલક્ષી એ સૌથી ઉપરનું જીવન છે. @38.51min. રાજા-રાણી અને વહીવટી તંત્ર @44.49min. फ़िल्मी गीत – देशकी तक़दीर न बेचो – श्री मुकेशजी 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s