ચિ પરેશ ને ૫૮મા જન્મદિને શુભાશીસ/ have a relaxing retirement.

૧Untitled-161Munna & Pareshષાળાશાળામા નાટકમાChi Paresh Sathe Tour 50 Varsh Pehlaપરેશ (2)3Paresh-withParents2PareshwithMoti૧૧૧૧Title_Final0609Your life’s work has made a difference!

 Knowing that have a relaxing retire 05Your life’s work has made a difference! Knowing that have a relaxing retirement

& your article

પ્રેમ, પૈસો અને પ્રસન્ન દાંપત્ય
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.                                                                             – તુષાર શુક્લ

પ્રસન્ન દાંપત્ય જીવનની કવિતા કે વાર્તા જલસો કરાવી દે છે. બીબી જી, સચ્ચા પ્યાર ઔર સૌ કા નોટ બડી મુશ્કિલસે મિલતા હૈ! પત્ની આરતીને આપેલી હેપ્પી બર્થડેની શુભેચ્છાઓ પોતાની ટ્રેડમાર્ક સેન્સ ઓફ હ્યુમર સાથે ક્રિકેટર વીરેન્દ્ર સહવાગે ડીમોનેટાઇઝેશન સાથે જોડી દીધી; એ પ્રેમની પૈસા માટેની પરવશતા દર્શાવે છે. પરસ્પરવશતા પણ કહી શકાય. અને આજે ક્રિસમસ છે. મારા પ્રિય લેખક ઓ. હેન્રીની શ્રેષ્ઠ વાર્તા ‘ગિફ્ટ ઓફ ધ મેજાઇ’ દુનિયાની શ્રેષ્ઠ ક્રિસમસ સ્ટોરી ગણાય છે.

પતિ, પત્ની, પ્રેમ અને પૈસો(અથવા પૈસાનો અભાવ) આ વાર્તાનો આદિ છે અને અંત પણ છે. વાર્તાની શરૂઆતમાં વાર્તાની નિમ્ન મધ્યમવર્ગની નાયિકા ડેલ્લા સિક્કા ગણે છે. એક ડોલર અને સત્યાંશી સેન્ટ. ફરી ફરીને ગણે છે. ક્રિસમસનો તહેવાર છે અને એનાં પ્રેમાળ પતિ જિમને ગિફ્ટ આપવા એની પાસે બસ આટલી જ રોકડ છે. બેન્કમાં  જનધન ખાતુ નથી. કોઇ ગરીબ ભૂખડીબારસ રાતોરાત અમીર બની જાય અથવા સોનાચાંદીનાં ચમચે શિરામણ કરનારા કોઇ રાતોરાત ચીંથરેહાલ થઇ જાય, એવી વાર્તાઓ તમે સાંભળી હશે. પણ અહીં ઉચ્ચમધ્યમ વર્ગમાંથી નિમ્નમધ્યમ વર્ગમાં ગબડી ગયેલા યુવા દંપતિની વાત છે. આ અઘરી વાત છે. જેમના શોખ ક્યારેય મોટા નહોતા, પણ નાના નાના શોખ, નાની નાની ઇચ્છા પણ પૂરી ન થાય, એનું દુ:ખ ભારે વસમું હોય છે. મરીઝ સાહેબનો શેર છે: ‘આ નાના નાના દુ:ખ થાતા નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે.’ ડેલ્લાને સહન ના થઇ શકે એવું નાનુ દુ:ખ છે. પતિને ગિફ્ટ દેવી છે. એટ એની કોસ્ટ, યુ સી! પણ પૈસા ન નથી. કરવું શું? એનાં લાંબા વાળ તો એવા છે કે કોઇ રજવાડાની રાણીને પણ ઇર્ષ્યા આવે. પણ ડેલ્લા એને કપાવી, 21 ડોલરમાં વેચી, એમાંથી એનાં પતિની વડીલોપાર્જિત એન્ટિક ઘડિયાળ માટે ચેઇન ખરીદી લાવે છે. ગિફ્ટ દેવી એટલે દેવી, હેં ને?

ક્રિસમસની આગલી રાતે નોકરી કરીને પતિ ઘરે આવે છે. બોયકટ વાળમાં અલગ જ દેખાતી ડેલ્લાને જોઇને અવાચક રહી જાય છે. પત્ની સામે તાકીને જોયા કરે છે. એની આંખોમાં ગુસ્સો નથી, આશ્ચર્ય નથી, અસંમતિ નથી, તીવ્ર અણગમો પણ નથી, એવી કોઇ પણ લાગણી નથી કે જેને માટે ડેલ્લા તૈયાર હતી. એ બસ એક વિચિત્ર મુખમુદ્રામાં એકીટસે તાકી રહે છે. ડેલ્લા કહે છે કે લાંબા વાળ હોય તો જ હું તને ગમું એવું તો નથીને? મારા વાળ વિના પણ હું તો હું જ છું ને? જિમ જવાબ આપે છે કે એ વાત નથી. તું મારી ગિફ્ટ જોશે તો તને ખબર પડશે કે હું કેમ થોડા સમય માટે દિગ્મૂઢ થઇ ગયો હતો. ડેલ્લા ગિફ્ટ જુએ છે. હીરાજડિત કિનારવાળા સુંદર કાંસકા હતા. એનાં લાંબા વાળ માટે જે હવે હતા જ નહીં! પહેલાં આનંદ અને તે પછી તરત જ અફસોસની લાગણી ડેલ્લાને ઘેરી વળે છે. પણ પછી પોતાની જાતને અને એનાં પતિને સાંત્વના આપતા કહે છે કે કાંઇ વાંધો નથી. મારા માથાનાં વાળ જલદી ઊગી જાય છે.  હવે ડેલ્લા વાળ કપાવીને જે ગિફ્ટ લાવી હતી એ ચેઇન જિમને આપે છે. લાવ તારી ઘડિયાળ, મારે જોવું છે કે આ ચેઇન કેવી લાગે છે? અને જિમ જવાબ આપે છે કે થોડી વાર માટે આ બધી ગિફ્ટ્સ બાજુ પર મુકી દઇએ. એ એટલી તો સારી છે કે એનો ઊપયોગ અત્યારે થઇ શકે તેમ નથી. મેં મારી ઘડિયાળ વેચીને તારા માટે કાંસકા ખરીદ્યા છે.

Displaying gift-of-the-magi.jpg

એકત્રીસમીએ જૂની નોટ્સ સાવ રદ્દી થઇ જશે. નો એક્સચેન્જ. પણ પ્રસન્ન દાંપત્યનાં પ્રેમનું ક્યારેય રદ્દીકરણ ના થવું જોઇએ. પ્રેમનું એક્સચેન્જ થતું રહેવું જોઇએ. કારણ કે સચ્ચા પ્યાર બડી મુશ્કિલસે મિલતા હૈ!

 

 

 

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “ચિ પરેશ ને ૫૮મા જન્મદિને શુભાશીસ/ have a relaxing retirement.

  1. શ્રી પરેશભાઈને જન્મ્દિનની હાર્દિક શ્ભેચ્છાઓ.

  2. શ્રી પરેશભાઈને ૫૮ મા જન્મ દિવસના શુભ પ્રસંગે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s