तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते/સ્વામી સચ્ચિદાનંદજી

 ઘરમાં બધે ફોટે ફોટા કરી નાંખ્યા, હવે અગરબત્તી ફેરવો બધે. તો, નહિ, नेदं यदिदमुपासते – તમારામાંથી કોઈને એવું થાય કે તો, તો આ ઉપનિષદો અમને નાસ્તિક બનાવી દેશે? ના, નાસ્તિક નહિ બનાવે. કેટલાક માણસોમાં એવી ટેવ હોય છે કે જેટલા મળે એટલા બધા ડોક્ટર, વૈદ્ય, હકીમ પાસે દવા લીધી અને ખા-ખા કરે છે. એનાથી રોગ સારો ન થાય. ઉપનિષદ ઈચ્છે છે કે આ બધી દવામાંથી એક દવા જે તમારા રોગ માટેની સાચી દવા હોય તે પસંદ કરી લો અને બાકીની દવાને છોડી દો. એનો મોહ ન કરો. તમારાથી ન છૂટે એમ હોય તો ચાલુ રાખો. ઉપનિષદ આગળ જતા એક સમીકરણ કરે છે. એ સમીકરણનો અર્થ શું થાય છે કે જે આ બધું જે છે એ એકજ છે. એ એનાથી જુદું નથી. स इन्द्र:, स वरुण:, स प्रजापते: એજ ઇન્દ્ર છે, એજ વરુણ છે, એજ પ્રજાપતિ છે.એ બધું એનું એજ છે. એનાથી બીજી કોઈ જુદી વસ્તુ નથી. ઉપનિષદોએ કહ્યું, જે વાણીનો વિષય નથી, પણ જેનાથી વાણી બોલી રહી છે, જેની સત્તાથી વાણી પોતાનું કામ કરી રહી છે, જેની સત્તાથી શ્રોત્ર સાંભળી રહ્યો છે, જેની સત્તાથી ચક્ષુ જોઈ રહ્યા છે, એનું નામ બ્રહ્મ છે. तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते. આખી દુનિયાને આંખ જોઈ રહી છે, એના પાછળ એક શક્તિ છે, જેણે આંખની ડિઝાઇન બનાવી છે. કાનમાં એક નાનો સરખો પડદો છે, એ કઈ વસ્તુમાંથી બનાવ્યો છે? એ પડદા ઉપર તરંગો ટકરાય એટલે આપણને તરત સંભળાય છે. જેણે એ પડદો બનાવ્યો એનું નામ બ્રહ્મ છે. અને એણે અંત:સ્ફૂર્તિ મૂકી છે. એટલે તંમારું મન કહી દે છે કે આ કામ કરવા જેવું નથી. આ માણસ સારો લાગતો નથી. આ અંત:સ્ફૂર્તિ કોણ આપે છે? એટલે ઉપનિષદો એમ કહે છે કે આ બધાની અંદર બેઠેલો અને બધાનું જે પ્રેરક તત્વ છે, બધાનું મૂળ જનરેટર છે અને એ ચલાવવાની જે શક્તિ છે, એનું નામ છે, બ્રહ્મ. હવે, માનો તમે આવીને મારી આરતી ઉતારવા લાગો, મારા પગ ધોઈને પીવા લાગો કે આજ અમારા બ્રહ્મ છે, આજ અમારા ભગવાન છે તો એનાથી તમારી આંખ ચાલે છે? એનાથી તમારુ મન ચાલે છે? જો મારા મન ઉપરજ મારો કાબુ નથી તો હું તમારા મન ઉપર શું કાબુ રાખવાનો હતો? ઉપનિષદ આમાંથી છોડાવે છે. ॐ पूर्णमद: पूर्णमिदं  पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.” ॐ शांति: शांति: शांति:. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर.  @4.38min. સત્સંગના ચાર હેતુઓ. @28.82min. ઉલ્લેખાયેલું કબીર ભજન – मुखड़ा क्या देखे दर्पणमें, तेरे दया धरम नहीं मनमे”….(कबीर) – श्री नारायण स्वामी  

1 ટીકા

Filed under Uncategorized

One response to “तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते/સ્વામી સચ્ચિદાનંદજી

  1. બધાનું મૂળ જનરેટર છે અને એ ચલાવવાની જે શક્તિ છે, એનું નામ છે, બ્રહ્મ

    GOD એટલે

    Generator – બ્રહ્મા

    Organizer – વિષ્ણુ

    Destroyer -મહેશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s